________________
. ( ૧૩૫ )
જયસુંદરી લે છે. વળી રાત્રે નિરંતર અપ્રમાદી થઈને જાગતાં પણ દ્વિપદ, ચતુષ્પદ અને ચાર પ્રકારના કરિયાણાની રક્ષા કરવી મુશ્કેલ થઈ પડે છે. હે વત્સ! એમ દેશાંતરના ગમન સંબંધી તને કેટલું દુઃખ સંભળાવું? વળી તું સુખમાં ઉછરેલ છે, તેથી એવા મોરથ કરવા મૂકી દે. ત્યારે સુંદર બે -“હે માતા પુરુષાર્થ કરતાં પુરુષને મનવાંછિત લક્ષ્મી અવશ્ય પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના જીવિતને સંશયરૂપ કાંટા પર ન ચડાવે, ત્યાં સુધી તે શું મનવાંછિત સંપત્તિ પામી શકે? માટે મારે તે પૂર્વ દિશારૂ૫ વધુના વિભૂષણ સમાન કંચનપુર નામના નગરમાં અવશ્ય જવું છે.” એમ સાંભળતાં ધનશ્રી બલી- હે પુત્ર ! જે આવે તારો નિશ્ચય હોય, તે તું ભલે જા, પણ તારી ગૃહિણીને તે મારી પાસે જ રહેવા દે.' સુંદરે કહ્યું –ભલે એમ કરીશ. પછી તેણે પિતાની પત્નીને કહ્યું કે-“હે ભદ્રે ! નિર્મળ શીલ પાળવામાં તત્પર રહી તારે માતાની ચરણસેવા કરવી.” ત્યારે લેચનમાં અશ્રુ લાવીને જયસુંદરી બોલી કે- હે નાથ ! તમારી આજ્ઞાને શિરસાવંઘ કરીને હું શરીર માત્રથી અહિં રહીશ. પરંતુ હે પ્રિયતમ ! મારું મન તે તમારી સાથે જ ચાલવાનું. હે સ્વામિન ! અંબાની શુશ્રષા વિના બીજું મારે કર્તવ્ય નથી, કારણ કે અન્યથા બુધજને કુલીન કાંતાઓને જન્મ નિષ્ફળ બતાવે છે. વળી મારું શીલ તો ઇંદ્ર પિતે પણ હરણ કરવાને શક્તિમાન નથી, કારણ કે મેરુશિખર કદી ચલાયમાન થાય? અથવા શું પૃથ્વીપીઠ કદિ ઉછળે? આથી સંતોષ પામતાં સુંદર બે-“હે પ્રિયે !
બહુ જ સારી વાત છે, સતીઓને એ જ માર્ગ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com