________________
આદ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૩૬ ) પછી પ્રશસ્ત દિવસે સુંદરે બધી તૈયારી કરી. તેમજ દેવગુરુની પૂજા કરીને અનેક મંગલપૂર્વક શુભ શકુનથી મનમાં બમણે ઉત્સાહ લાવી, રથ, પિઠીયા અને ખચ્ચર પર પુષ્કળ કરિયાણું ભરી અને અશ્વો પર આરૂઢ થયેલ અનેક રખવાળ પુરુષને સાથે લઈને તેણે પ્રયાણ કર્યું. અને દીનાદિકને દાન દેતાં, માગધ જનોની સ્તુતિ સાંભળતાં, મિત્રના અનુગમાનપૂર્વક નાગરોથી અભિનંદન પામતાં તે નગરથકી બહાર નીકળે. પાદરે જતાં તેણે માતાને પ્રણામ કર્યા એટલે ધનશ્રીએ શિખામણ આપતાં કહ્યું કે-“ હે વત્સ ! આ જિનમુખ નામે પરમ શ્રાવક તારે બધા કાર્યોમાં સહાયકારી થશે. એના વચનથી તારે પ્રતિકૂળ ન ચાલવું. તેમજ વિષયરૂપ તસ્કરોથી લૂંટાતા આત્માનું રક્ષણ કરજે, કે જે વિષયો ચારિત્રને હરે છે અને તસ્કરો ધન લુંટે છે. અત્યંત રસ( વિષય કે જળ )થી પરિપૂર્ણ તથા જેમના મધ્યઅંતરને ધીવર ( બુદ્ધિમાને કે મચ્છીમારે) પણ જાણવા ન પામે એવી સ્ત્રીઓ અને નદીઓને વિશ્વાસ ન કરતાં ઓળંગી જજે. વળી મદ, કોધ પ્રમુખ શ્વાપોથી ભયંકર મદનરૂપ ભીલને લીધે દુર્લથ તથા પ્રબળ ઇદ્વિરૂપ રાક્ષસોથી વ્યાપ્ત એવાં તારુણ્યરૂપ વનમાં ક્ષોભ ન પામતાં હિમ્મતથી તેનું ઉલ્લંઘન કરજે.” એ પ્રમાણે સુંદરને સુંદર શિખામણરૂપ આશિષ આપીને ધનશ્રી પાછી વળી. એટલે સુંદર પિતાના સાર્થની સંભાળ રાખીને જતાં જતાં કાદંબરી નામની અટવામાં આવી પહોંચે કે જે રાત્રિની જેમ બહ દીપ અથવા દીપડા યુક્ત, ગ્રામ્ય ભૂમિની જેમ ખેડૂત અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com