________________
( ૧૩૭)
જયસુંદરી સેંકડે હાથીઓથી વ્યાસ, વેશ્યાની જેમ કામીજન અથવા ભુજગોથી સંયુક્ત તથા ગૌરીની જેમ મયૂરે અથવા મહાદેવ સહિત હતી. ત્યાં તરવારના પ્રહારથી ઘાયલ થઈ પૃથ્વી પર પડેલ એક ભેગી સુંદરના જોવામાં આવ્યું, એટલે દયા લાવી તેને સ્વસ્થ કરીને સુંદરે પૂછયું કે-“હે ભદ્ર! તું આવી અવસ્થા પાપે તેનું શું કારણ?” ત્યારે ગીએ પિતાને વૃત્તાંત જણાવતાં કહ્યું કે–
અહીં નજીકમાં જ વસતપુર નામે નગર છે, ત્યાં યોગસાર નામે હું યેગી રહેતા હતા અને શ્રી નામની મારી પરિચારિકા હતી. હું ત્યાં શરીરસિદ્ધિ તથા આયુષ્યવૃદ્ધિના કારણરૂપ કાળને છેતરવામાં સમર્થ અને ગુરુએ બતાવેલ એવા પવનનિરોધાદિક યુગમાર્ગને સાધતે હતો. તેવામાં
ગચડ નામે એક યોગી મને મળ્યું. તેણે મારી સાથે કપટ મૈત્રી કરી. એકદા તેણે મને કહ્યું કે–ગીઓને અકાર્ય, અખાદ્ય, અપેય કે અગમ્ય કંઈ જ નથી. એમ કહીને તેણે મને મદ્યપાન કરાવ્યું. એટલે આજે મઘથી મસ્ત થયેલ મને તરવારથી ઘાયલ કરીને રોગચંડ તે મારી ભાર્યા ગશ્રીને લઈને ચાલ્યા ગયે.
એ સાંભળીને સુંદરે કહ્યું કે “હે ભદ્ર! એ મદ્યપાન તો અનુચિત છે કે જે ઉત્તમ જનેને નિંદનીય છે. દુષ્ટ ચેષ્ટા કરાવનાર, વિવેકને હણનાર, દુર્વચનના કારણરૂપ અને કુવિકલ્પરૂપ સર્પના કેલિબિલ સમાન છે, વળી શરીરસિદ્ધિની જે
બુદ્ધિ છે, તે પાણીમાં રહેલ પડછાયાને ગ્રહણ કરવાની વાંછા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com