________________
આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૩૮) તુલ્ય છે કારણ કે દરેક મનુષ્યનું શરીર વિનષ્ટ થાય છે, એ તે પ્રત્યક્ષ પૂરાવે છે. તેમજ જે કૃતક (ઉત્પન્ન થયેલી છે, અનિત્ય છે એ યુકિતથી શરીરની ભંગુરતા સિદ્ધ થયા છતાં જે એને સ્થિર કરવાની મતિ રાખવી તે ઈંદ્રધનુષ્યને સ્થિર કરવા સમાન છે, માટે હે ભદ્ર! કુબુદ્ધિનો ત્યાગ કરી,
જીવદયા પ્રમુખ સર્વ ગુણેથી શ્રેષ્ઠ અને સમસ્ત સુખના કારણરૂપ એવા જિનધર્મમાં શ્રદ્ધા રાખ. ઈત્યાદિ સાંભળતાં પ્રતિબંધ પામીને એગીએ સમ્યક્ પ્રકારે જિનધર્મનો સ્વીકાર કર્યો. આથી તે યોગીએ પણ સુંદરને પાઠસિદ્ધ ગારૂડ મંત્ર આપે. પછી સુંદર અનુક્રમે કંચનપુરમાં આવ્યું અને હાર રહ્યો. ત્યાં વિવિધ કરિયાણુનો તે ક્ય-વિક્રય કરવા લાગ્યા.
હવે એકદા આમ્રવનમાં ઊડી રહેલ કોયલનાં પંચમ સ્વરથી મન્મથને જગાડનાર તથા માનિની મહિલાઓના માનને મૂકાવનાર એવી વસંતઋતુ આવી. જેમાં સ્ત્રીઓનાં પરિરંભ( આલિંગન )થી કુરબક વૃક્ષની જેમ કેટલાક કામીજને વિકાસ પામતાં પ્રમદાના પગથી હણાયેલ અશકની જેમ કેટલાક પલ્લવિત (રામાંચિત) થતા, રમણના મદિરાના કોગળાથી બકુલની જેમ કેટલાક વિકસિત થતા, કામિનીઓથી કટાક્ષિત થયેલા તિલકની જેમ કેટલાક હસતા, કેટલાક વિરહીજનો પંચમ સ્વર સાંભળીને વિરહ વૃક્ષની જેમ પ્રફુલ્લિત થતા અને કેટલાક સુગંધી જળથી ચંપકની જેમ ખુશ થતા હતા. એવામાં સુંદર અને જિનમુખ વસંત મહત્સવ જેવાને ઉદ્યાનમાં ગયા કે જ્યાં નિંબ, આમ્ર, કદંબ, જાંબૂ, કદલી, કપૂર, પંગિ, પ્રિયંગુ, ખજૂરી, અર્જુન, સલ્લ, સલ્લકી, શમીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com