________________
( ૧૩૯ )
જયસુંદરી વટ, શેભંજન, કંકાલકુવલી, લવિંગ, લવલી, નવમાલિકા, માલતિ, સર્ગ, અશે, તમાલ, તાલ, તિલક વિગેરે સ્નિગ્ધ વક્ષે શેભતા હતા. ત્યાં અશોકવૃક્ષ નીચે તારાઓથી પરિવૃત ચંદ્રલેખાની જેમ પોતાની સખીઓથી પરિવરેલ એક કન્યા તેમના જેવામાં આવી. તેને તાકી તાકીને ઘણીવાર જોયા પછી સુંદરે કહ્યું કે હે મિત્ર ! આ બાળાએ પિતાના મુખથી જીતી લીધેલ છતાં જે કમળ વિકસિત થાય છે, તે જળ (જડ) સંસર્ગ કરતાં તેમનામાં ખરેખર મૂઢતા આવેલ લાગે છે. એવામાં મદન–કામદેવ પ્રતિમાની પૂજા કરતાં, સુંદરને જોઈને તે બાળા બેલી કે-“હે સખી! અત્યારે હું સાક્ષાત્ આ મદનની શું અર્ચા કરું?” સખી બેલી–તે તે અનંગ ( અંગરહિત ) સંભળાય છે. અને આ તે શ્રેષ્ઠ શરીરધારી છે. બાળા બેલી–શું એ શક( ઇંદ્ર) છે? સખી બેલી–તે તે વિત્ત સદાચાર)થી હીન છે અને આ તે વિત્ત(ધન)થી પરિપૂર્ણ છે.” બાળા બેલી-હે હેન! તે એ કોણ છે? ત્યારે વૃત્તાંત જાણીને સખી બેલીએ સાર્થવાહનો પુત્ર છે. એવામાં એક પુરુષે આવીને કન્યાને કહ્યું કેહે કનકસુંદરી ! તારા પિતાએ કહ્યું છે કે-તું પોતાના ઘરે જા. ત્યારે સુંદરના મનને જાણતા જિનમુખે હળવેથી પાસે આવીને તે પુરુષને કહ્યું કે આ કન્યા કોની પુત્રી છે? તે બોલ્ય–અહીં કેટિસુવર્ણો ધણી કનકસાર નામે શેઠ છે, તેની એ કનક સુંદરી નામે માનિની પુત્રી છે. પરણવાને ઉમેદવાર ઘણું વર આવે છે, પરંતુ શ્રેણીના મનને કઈ ગમતું નથી તેથી એ હજી પરણેલ નથી. એમ જિનમુખને કહી કન્યાને લઈને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com