________________
આદશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જો
( ૧૦ ) પુરુષ ચાલ્યો ગયો. પછી જિનમુખે સુંદરને કન્યાને વૃત્તાંત કહી સંભળાવ્ય જે સાંભળતાં કામબાણથી પરાધીન થઈને સુંદર દીર્ઘ નિસાસા નાખવા લાગ્યું. તેણે તરત જિનમુખને કહ્યું- હે મિત્ર! એના વિરહમાં હું મારું જીવિત નિષ્ફળ માનું છું. ત્યારે મિત્ર બે –હે સુંદર! જનનીના વચનને કેમ યાદ કરતા નથી? શું ગુરુ(વડીલ)નો ઉપદેશ બધે તારા ચિત્તમાંથી ચાલ્યા ગયે? વળી હે મિત્ર ! તે વિવેક પણ ક્યાં ગયો ? કે તું આવું બોલે છે. સુંદરે કહ્યું–તે બધું છે. કંઈ પણ નાશ પામ્યું નથી, પરંતુ હે મિત્ર! એ મૃગાક્ષી જાણે મનમાં કોતરાઈ ગઈ હોય તેમ મનને મૂકતી નથી ! એટલે જિનમુખ બે“હે વયસ્ય ! જેમ તું તેના પર આસક્ત છે, તેમ તે બાળા પણ તારામાં અનુરક્ત છે એમ તેણીનું મુખ જોવાથી મારા જાણવામાં આવ્યું છે. કારણ કે-જે જેને પ્રિય હોય તે મુખરાગ જ કહી આપે છે. આ બાબતમાં વધારે શું કહેવું? કારણ કે આંગણું જ ઘરની અંતર્ગત લક્ષ્મી બતાવી આપે છે; માટે તું ધીરજ રાખ. એ અવશ્ય તારી પ્રિયતમા થશે. એમ અનુકૂળ નિમિત્ત અને શકુનોથી મને લાગે છે એમ સમજાવીને જિનમુખ સુંદરને પોતાના આવાસમાં લઈ ગયા. ત્યાં દેવગુરુનું સ્મરણ કરીને રાત્રે બંને નિદ્રાવશ થયા.
હવે પ્રભાત થતાં તેમણે પટની ઘોષણા સાંભળી કે-જે કનકસાર શેઠની સર્ષે દશેલ કનકસુંદરીને જીવાડશે તેને શેઠ એક લાખ સેનાર આપશે; એટલે સુંદરે પટને અટકાવીને પુરુષને કહ્યું કે તે બાળા મને બતાવે. તેમણે કહ્યું–‘મહેરબાની કરીને ચાલે” ત્યારે મિત્ર સાથે સુંદર ત્યાં ગયે. અને શેઠ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com