________________
(૧૪૧ )
જયસુંદરી કનકસુંદરીને તેણે જોઈ. શ્રેષ્ઠીએ યથાસ્થિત વૃત્તાંત જણાવતાં કહ્યું કે હે ભદ્ર! કનસુંદરીને જીવાડીને મને જીવિત દાન આપ. સુંદર બે -મારી પાસે ગારૂડમંત્ર તે છે, પરંતુ કાર્યસિદ્ધિ તે દેવાધીન છે. એમ કહી મંડળ આળેખીને તેણે ગાફડ મંત્રનું
સ્મરણ કર્યું એટલે તરત જ લોચન ઉઘાડી આળસ મરડતી કનસુંદરી મંડળથી ઉઠીને તેની માતાના ખોળામાં બેડી. આથી શેઠ અત્યંત સંતુષ્ટ થયે. અને આનંદના ઉદ્ગાર ચતરફ પ્રસરી રહ્યા. ત્યારે કનસુંદરી પણ “તે જ આ સુભગ છે ” એમ ધારી ઉતાવળથી કંઈક વડીલેની લજજાથી મંદદૃષ્ટિએ સુંદરને જોવા લાગી. તે બાળાને તેવી શરમાળ અને અનુરાગવતી જોઈને સુંદરને જે આનંદ થયે, તે પણ વચનાતીત હતે; કારણ કે અનુરાગથી વિસ્તાર પામેલ અને વડીલેની લજ્જાથી સ્મલિત થયેલ છાની રીતે કરેલ અવલોકન અત્યંત આનંદ પમાડે છે. પછી શ્રેષ્ઠીએ પુત્રીનું મન પારખી તથા જિનમુખના મુખથી નગર, કુળ વિગેરેની સુંદરની હકીકત જાણીને તેણે સુંદરને કહ્યું કે–હે સુંદર ! મારી આ પુત્રીને મેહ (મૂચ્છ) પમાડનાર દર્પયુક્ત સર્પ અને કંદર્પ(કામ)ને પરાસ્ત કરવામાં તું જ એક દક્ષ છે; માટે એનું પાણિગ્રહણ કર. સુંદર બે –એ બાબત વડીલોના તાબાની છે. શેઠ બે -“હે વત્સ ! એ તારા વિનય કુલીનતાને સૂચવે છે, માટે હવે તું તારા આવાસમાં જા અને હું એ પ્રસ્તુત હકીકત માટે તારી માતાની અનુજ્ઞા મંગાવી આપીશ !” એમ કહીને શ્રેષ્ઠીએ પિતાના માણસે જયંતીમાં મેકલ્યા. ત્યાં તેમણે જઈને શેઠન લેખ ધનશ્રીને બતાવ્યું. એટલે તેણે તે લેખ ખોલીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com