________________
( ૧૪૫ )
જયસુદરી પામ્યો. આથી કોટવાલ રાજભવનમાં ગયા. ત્યાં રાજા ન હતું, ત્યારે મંત્રીના ઘરે તે ગયે, મંત્રી પણ ન હોવાથી તે પુરોહિતના ઘરે આવ્યા, તે પણ ન હતું. તેથી નગરશેઠને ઘેર ગયે, તે પણ ન હતું. એટલે તેણે પંચને કહ્યું. તેમણે આવી ઘરની સાર વસ્તુ તપાસીને ધનશ્રીને કહ્યું- હે ભદ્રે ! તારા ઘરે ધનસંપત્તિ તે મેટી હોવી જોઈએ અને દેખાતું તે કાંઈ નથી. ત્યારે ધનશ્રી બલી- દેશાંતર જતાં જતાં મારા પુત્રે કહ્યું છે કે-આ મંજૂષાની બરાબર સંભાળ રાખજે.” આથી પંચે વિચાર કર્યો કે એમાં ઘરની કીંમતી વસ્તુ સંભવે છે, પણ તે ભારે વજનને લીધે જરાપણું ખસતી ન હોવાથી તેણે વહુને પૂછ્યું કે એ બહુ ભારે છે. તેનું શું કારણ? તે બેલી-આજે સ્વપ્નામાં ચાર લેકપાલને મેં ઘરે આવેલ જોયા અને તે પણ આ મંજૂષાની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર ખૂણમાં પેઠા તેથી એ સ્વપ્ન જે સત્ય હશે તે તેમના પ્રભાવથી ભાર સંભવે છે. પછી રાજપુરુષએ તે પેટી ગાડી પર ચડાવી અને રાજસભામાં સિંહાસન આગળ મૂકાવી ત્યાં લોકો ભેગા થયા. પંચે ધનશ્રી પાસેથી કુંચીઓ મંગાવીને તાળા ઉઘાડયાં એટલે પૂર્વ ખૂણથકી નવવધૂની જેમ વસ્ત્રથી મુખને છુપાવતે અને નીચે દૃષ્ટિ નાખતો રાજાનીકળે. દક્ષિણ ખૂણથી મંત્રી બહાર આવ્યું. પશ્ચિમથી પુરોહિત પ્રગટ થયે અને ઉત્તર ખૂણથી નગરશેઠ નીકળે. એ બધા શરમના માર્યા તરતજ પોતપોતાને ઘરે ચાલ્યા ગયા. એટલે પંચે કહ્યું–શું આ રાજા, મંત્રી, પુરહિત અને નગરશેઠ છે કે આ ઈંદ્રજાળ છે ? પછી તેમણે જયસુંદરીને
૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com