________________
આદશ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૪૪ ) ઉત્તર ખૂણ બતાવી. નગરશેઠ છુપાયે અને તાળું વાચ્યું. પછી દ્વાર ઉઘાડતાં પુરોહિત આવે તેને આદર કરીને તેણે તેને સિંહાસન પર બેસાર્યો અને પિતે શંગારની કથા ચાલુ કરી. એવામાં મંત્રીએ આવીને જણાવ્યું– દ્વાર ઉઘાડ” તે બોલી “એ કોણ? ” ત્યારે પુરોહિતે કહ્યું-“એ તો મંત્રી જે લાગે છે. હવે અહીં ક્યાં ભાગી છૂટવાનું ઠેકાણું છે? તેણે પશ્ચિમ ખૂણ બતાવી. તેમાં પુરોહિત દાખલ થતાં તેણે તાળું વાસી દીધું. પછી મંત્રીને આવવા દીધો. એને પણ યોગ્ય ઉપચાર કરીને શૃંગારને લગતી તેણે વાતો કરવા માંડી. એવામાં રાજાએ આવીને જણાવ્યું કે-દ્વાર છે. સુંદરી બેલી
એ કોણ છે?” ત્યારે મંત્રીએ જણાવ્યું કે–એ તો રાજા લાગે છે. હવે મને છુપાવવાનું સ્થાન બતાવ. તેણે દક્ષિણ મૃણ બતાવી. તેમાં મંત્રી છુપાઈ બેઠે. એટલે સતીએ તાળું વાસી દીધું. પછી રાજાને પ્રવેશ કરાવીને તેણે તેનો ગ્ય સત્કાર કર્યો અને શૃંગારની વાત કરવા માંડી. એવામાં પૂર્વના સંકેત પ્રમાણે તેણીની સાસુ આવીને બેલી-હે વત્સ ! દ્વાર ઉઘાડ. રાજાએ પૂછ્યું. એ કોણ છે? ત્યારે સતી બેલી–એ તો મારી સાસુ છે.” રાજા બોલ્ય–તો મને ક્યાંય સ્થાન બતાવ કે થોડીવાર ત્યાં છુપાઈ બેસું. તેણે મંજૂષાની પૂર્વ ખૂણુ બતાવી. રાજા છુપાઈ રહ્યો અને જયસુંદરીએ એક મજબૂત તાળું વાસી દીધું.
એવામાં રાત્રિ વ્યતીત થઈ અને પ્રભાત થયું એટલે વહુને ગળે બાજીને ધનશ્રી રોવા લાગી જેથી લોકો ભેગા થયા અને કોટવાલ પણ આવ્યો. તેણે પૂછયું કે-“આ શું છે?ત્યારે ધનશ્રી બોલી કે-મારો એકનો એક પુત્ર દેશાંતરમાં મરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com