________________
( ૧૪૩ )
જયસુદરી પછી જયસુંદરી નગરશેઠ પાસે ગઈ. તેને રત્નોનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એટલે તેણીના રૂપમાં લુબ્ધ થયેલ નગરશેઠે કહ્યું–હે ભદ્ર! જે મારી સાથે એક વાર પણ વિષય–સેવન કરે, તે તારું કામ કરી આપું. એમ સાંભળતાં જયસુંદરી બેલી. હે શેઠ! જે એમ હોય તે તમે રાત્રિના પહેલા પહેરે મારે ઘરે આવજે. હવે તે પુરોહિત પાસે આવી. તેણે પણ નગરશેઠના જેવો વિચાર દર્શા. એટલે તેને બીજા પહેરે આવવાનું કહીને તે મંત્રી પાસે ગઈ. તે પણ પુરોહિત જે નીવડશે. ત્યારે તેના ત્રીજા પહેરે આવવાનું કહીને તે રાજા પાસે આવી. એટલે રાજાએ પણ તેવું જ જણાવ્યું. આથી તેને ચેથા પહોરે આવવાનું કહીને તે પિતાના ઘરે ગઈ. ત્યાં બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. ત્યારે સાસુ બેલી-જ્યાં અધિકારી પુરુષે પણ આવા હોય ત્યાં રત્નોની આશા કેવી?
હવે જયસુંદરીએ ધનશ્રીને કહ્યું કે-ચાર દિશામાં ચાર પુરુષે રહી શકે તેવી ચાર ખૂણાવાળી આપણી મંજૂષા છે, તે ખાલી કરીને ઘરના એક ભાગમાં મૂકાવી દે. એટલે સાસુએ તે પ્રમાણે કર્યું. જયસુંદરીએ મકાનને સાસુફ કરીને તૈયાર રાખ્યું. પછી રાત્રે મેહની જેમ દૃષ્ટિ(સુદષ્ટિ)નો પ્રતિરોધ કરનાર અંધકાર તરફ પ્રસરતાં શ્રેષ્ઠીએ આવીને મકાનમાં પ્રવેશ કર્યો. એટલે તેને યોગ્ય સત્કાર કરીને તેણે શંગારની વાતો કરવા માંડી. એવામાં પુરોહિત આવી ચડ્યો. તેણે દ્વાર ઠેકતાં કહ્યું કે-હે સુંદરી ! દ્વાર ઉઘાડે. તે બેલી–એ કેણ છે? એટલે શ્રેષ્ઠીએ જણાવ્યું છે તે પુરહિત જેવો લાગે છે. અહીં
ક્યાંય છુપાઈને રહેવાનું સ્થાન છે? જયસુંદરીએ તેને મંજૂષાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com