________________ ( 3 ) સતી શાળવતી આવ્યું ત્યાં થોડે વખત હું રહ્યો અને ત્યાં મેં જિનદત્ત શેઠની સાથે વ્યાપાર કર્યો. તેણે મને એકદા ભજન અર્થે નેતર્યો. ત્યાં મેં તેને ઘેર એક અદ્ભુત કન્યા જોઈ. ભેજનને અંતે મેં શ્રેષ્ઠીને એકાંતે પૂછયું. " આ દેવકન્યા જેવી કન્યા કેણ છે?” તેણે ઉત્તર આપ્યું. “એ મારી શીવતી નામની પુત્રી છે, વર યોગ્ય છે પણ તેણને એગ્ય વર મળતા નથી તેથી મને બહુ ચિંતા થાય છે. કન્યાને ગ્ય વર મળશે કે નહિ ? પિતાનું શીળ પાળશે કે નહિ ? વળી તેને પુત્રાદિક પ્રાપ્તિ થશે કે નહિં? વળી તેણીના ઉપર શકય ન આવે અને એની માતા પણ દુઃખ ન પામે, એવી ચિંતાઓ તેણીના પિતાને થવા લાગી. જેનાં ઘરમાં કન્યા છે તેના પિતાને હંમેશા ચિંતા થાય તે સ્વાભાવિક છે. આ મ્હારી પુત્રી ગુણરૂપી માણિક્યની બાણ છે; તેણના સદશ વર હું ક્યાંય જતું નથી. તે વખતે મેં તેને કહ્યું “તમે ચિંતા ન કરો. નંદનપુર નગરને વિષે રત્નાકર શ્રેષ્ઠીને પુત્ર અજિતસેન તમારી પુત્રીને યંગ્ય વર છે.” તે વખતે મહારા પ્રત્યે જિનદત્ત બોલ્યા, “ભાઈ તે એ સારું કહ્યું. વર શોધવાની ચિંતારૂપ સમુદ્રમાંથી તે મને ઉદ્ધર્યો છે.” એમ કહીને તેણે પિતાની પુત્રીને દેવાને અને વર જેવાને નિમિત્ત પિતાના પુત્ર જિનશેખરને મારી સાથે મેક છે, તે હાલ મ્હારે ઘેર છે.” એ સાંભળી રનાકર શેઠે કહ્યું, “તેને અહિં બોલાવે.” તે ઉપરથી જિનશેખર ત્યાં આવ્યું. તેણે વરને જોઈ. વિવાહ નક્કી કર્યો એટલે અજિતસેન ત્યાં જઈને શીલવતીને પરણી મહામહોત્સવ સહિત ઘેર પાછા આવ્યા. રત્નાકર શેઠ, પણ એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com