________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૪ ) વિનયવતી વધુને જોઈને પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યો. કહ્યું. છે કે–“કુળના તેમજ ઘરના દીપક જેવી ઉત્તમ વધૂ પ્રાપ્ત કરીને મનુષ્ય ગૃહસ્થાશ્રમના ત્રણે વર્ગ સારભૂત માને છે.”
એકદા મધ્યરાત્રીના સમયે શિયાલણીને શબ્દ સાંભળીને શીળવતી મસ્તક ઉપર ઘડે લઈને ધીમેથી ઘર બહાર નીકળી. તે વખતે સસરાએ વહુને આમ કવખતે બહાર જતી જોઈ વિચાર્યું કે “ આ વહુને હું પ્રથમ સુશીલા જાણતો પણ હમણાં તો આવું ( અગ્ય) કરતી જણાય છે માટે સ્ત્રીનું ચરિત્ર સમ્યક્ પ્રકારે જોઈ શકાતું નથી.” કહ્યું છે કે
અશ્વને કૂદકો, વસંતને ગરવ, સ્ત્રીનું ચરિત્ર, ભવિતવ્યતા. અને વર્ષાદનું વરસવું. એટલાં વાનાં દેવ પણ જાણી શકતા નથી, તે મનુષ્ય તે કયાંથી જ જાણે? સ્ત્રીઓનું મન કંઈક હોય છે, વાણી બીજી હોય છે અને કાર્ય વળી કઈ ત્રીજું જ હોય છે. આમ તેઓમાં એ માટે દેષ છે. સારા ગેત્રમાં ઉત્પન્ન થયા છતાં સ્ત્રીઓ નદીની પેઠે પ્રાયે બહુ પાણીના મેજની પેઠે રસિક્તારૂપી આનંદથી ભરપૂર અને નીચે (હેઠેતુચ્છ) માર્ગે પ્રવર્તે છે. એ સ્વાર્થી નારીઓ સુવર્ણની છરીની પેઠે બહારથી જ મનહર જણાય છે; એમનાં અંતઃકરણ તે અત્યંત દારૂણ હોય છે.”
સસરો રત્નાકર શેઠ આમ વિચાર કરે છે, એવામાં તે સતી શીળવતી જે કપટ રહિત અને નિષ્કલંક હતી, તે કંઈ પણ અનિંદિત કાર્ય કરીને પાછી આવી, ઘડાને મૂકીને પાછી પિતાની શધ્યામાં સૂતી. પ્રભાતે ચિંતામાં ભરપૂર એવા શેઠે પિતાની
સ્ત્રીને પૂછ્યું-આપણું વહુ તને શીળગુણની વૃદ્ધિમાં કેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
છે
દાના પેઠે
રસિક્તા
તરૂ