________________
( ૫ )
સતી શાળવતી
દેખાય છે? તેણીએ ઉત્તર આપ્યો-ઉત્તમ કુળની મર્યાદા પ્રમાણે તેણીનું વર્તન છે. શ્રેષ્ઠીએ કહ્યું “આપણી વહુ સારી નથી કારણ કે આજ રાત્રે મેં એને ગુપ્ત રીતે કયાંય જતાં જોઈ છે.” સાસુ બોલી–ના, એ એવી નથી. ત્યારે શેઠે કહ્યું “તેં પિતે દીઠી હોય તે તું તે સત્ય સમજ્યા વગર રહે નહીં. મેં પિતે આજ રાત્રે એને ઘડે લઈને બહાર જતાં જોઈ છે. થોડો કાળ કોઈ અન્ય પુરૂષ સાથે કીડા કરીને તે પાછી આવી. સાંભળેલી વાત કરતાં પ્રત્યક્ષ જેએલી વાત વધારે બળવાન છે માટે મેં જે કહ્યું છે તે સત્ય માન.”
એવામાં પુત્ર અજિતસેન પ્રભાતે દેવગુરૂની સેવા કરીને માતપિતાના ચરણમાં નમવાને આવ્યું. જુદા જુદા માત તાતના ચરણે પડીને પાસે બેઠે એટલે પિતાએ તેને ખેદ સહિત કહ્યું “ પુત્ર તને શું કહું? વિધાતાએ તે આપણું ગૃહના આંગણામાં પારિજાતકની વેલ રેપી છે, પણ એવા વંશમાં ઉત્પન્ન થયેલી અને ઉત્તમ ગુણના સંસર્ગવાળી છતાં લતાની પેઠે હારી વહ કુટિલતા સેવે છે. મેં તે આજ રાત્રે તેણીનું ચરિત્ર જોયું છે. રાત્રીને વિષે તે કઈ સ્થળે જઈ આવી. હે વત્સ ! હું જાણતા હતા કે તે આપણું કુળરૂપી વનને વિષે કલ્પલતા સમાન છે, પણ હમણું તે તે દુષ્ટ દેષ યુક્ત અને વિષવેલથી પણ અધિક જણાઈ છે, માટે સ્ત્રીને શે વિશ્વાસ ? શીળ ત્યાગ કરવામાં ઉદ્યમવંત એવી સ્ત્રીઓને પતિ ગુણથી(દેરડીથી) બાંધી શકતું નથી. પરીક્ષક પારખી શકતો નથી તેમ ધનથી પણ તેણીઓને અટકાવી શકાતી નથી. શાસ્ત્રમાં જે સાંભળીએ છીએ અને લેકે પણ
જે કહે છે, તે સર્વ આવી દુરશીળા કામવિહલ નારીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com