________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
સત્ય કરી બતાવે છે. ત્યારી વહુ રાત્રીએ જળ લાવવાને દંભ કરીને બહાર ગઈ ને થેડી વાર પછી પાછી આવી, માટે તે અવશ્ય ત્યજવા ગ્ય છે.”
પુત્રે પિતાનું વચન પ્રમાણ કર્યું એટલે શેઠે, વહુને અસત્ય પ્રગથી કહ્યું. “તમારા પિતાએં મને તમને સાથે લઈને બોલાવ્યું છે, માટે ચાલે ત્યાં જઈએ.” વહુએ કહ્યું-“અહો ! એમાં શું ? એક તે પિતાદિ સ્વજનને મેળાપ થશે અને વળી આપનું વચન પ્રમાણ થશે.” એમ શીળવતીએ સાસરે કહ્યું તે સત્ય માન્યું. કહ્યું છે કે –સત્ય પરીક્ષા કર્યા વિના વિશેષ ગુણ માલમ પડતી નથી. જ્યાં સુધી ઉત્તમ પરીક્ષકોએ પરીક્ષા કરી નથી ત્યાં સુધી રત્નને બીજા માણસે કાંકરે ધારે છે. પછી રથ જોડાવી શેઠે શીળવતીને લઈને માંગળિક કરી પ્રયાણ કર્યું.
રસ્તે ચાલતાં એક નદી આવી એટલે શેઠે વહુને કહ્યું “પગમાંથી પગરખાં કાઢી નાંખીને નદી ઉતરજે.” પણ તે તે કંઇક વિચાર કરીને પગરખાં સહિત નદી ઉતરી. તેથી શેકે ધાર્યું કે “ એ દુવિનીત(વિવેક વગરની) છે.” વળી આગળ ચાલતાં એક મગનું ક્ષેત્ર આવ્યું. તે જોઈ શેઠ બેલ્યા. “અહે! આ ક્ષેત્રના ધણને બહુ સરસ ધાન્ય હાથે થશે.” તે સાંભળી વહુએ કહ્યું. જે એને કોઈ ખાઈ નહીં જાય તે આપનું વચન સત્ય થશે. શેઠે કહ્યું- આ વહુ એવું અસંબદ્ધ કેમ બોલે છે ? ક્ષેત્ર તે તદ્દન ફળેલું છે, કેઈએ ખાધું હેય એમ જરાપણ દેખાતું નથી.” વળી આગળ પ્રયાણ કરતાં ધનની સમૃદ્ધિમાં કુબેરના નગર જેવું અને આનંદી માણસથી ભરપૂર એક નગર આવ્યું. તેને જોઈ સસરાએ મસ્તક ધુણાવી વખાણ ક્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com