________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૨ ). કહેવા લાગી “હે સ્વામિન ! ઉપવનને વિષે આવેલા વિતરાગના જિનાલયની પાસે મહાપ્રકટ શક્તિવાળી અજિતબળા નામની દેવી છે, તે પુત્ર વિનાને પુત્ર આપે છે, નિર્ધનને ધન અને દુર્ભાગીને સૌભાગ્ય આપે છે, અવિદ્વાનને વિદ્યા આપે છે, દુઃખીને સુખી કરે છે, આંધળાને ચક્ષુ આપે છે અને રોગીને નિરોગી કરે છે. ફક્ત તેને સેવવાની જરૂર છે, માટે હે આર્યપુત્ર ! તમારે એની પાસે જઈને પુત્રને માટે પ્રાર્થના કરવી. ઘણું તે પુત્ર મેળવવાને પોતાના પ્રાણ પણ દેવીને સમર્પણ કરે છે.” એ સાંભળીને શેઠે દેવીનું આરાધન કર્યું, તેથી તે પ્રસન્ન થઈને બોલી. “ ત્યારે હવે પુત્રના અભાવરૂપ અંતરાયકર્મને ક્ષય થયે છે; માટે પુત્ર થશે.” પછી અનુક્રમે તેને પુત્ર થયે, કારણ કે યોગ્ય અવસરે આરાધેલી કિયા ભાગ્યના યોગે ફળે જ છે. પછી જન્મોત્સવ કરી પુત્રનું અજિતસેન એવું નામ પાડયું. અનુક્રમે તે યૌવન પામ્યું એટલે બુદ્ધિમાન પુરુષ જેમ શાસ્ત્રના દહનને વિષે મન પવે, તેમ શેઠે તેને માટે એગ્ય કન્યા
ધી લાવવા વિચાર કર્યો. “મહારા પુત્રને તુલ્ય ગુણવાળી કઈ કન્યા મળે તે ઠીક, કારણકે “મૂર્ખ શેઠ, પરવશપણું, અવિનીત પુત્ર અને દુષ્ટ ભાર્યા” એ ચાર માણસને શલ્ય જેવાં જાણવાં.”
આ વખતે, શેઠે પૂર્વે વ્યાપારને અર્થે મોકલેલે કોઈ વ્યાપારી પુત્ર વ્યાપાર કરીને પાછા આવ્યું ને શેઠ પાસે આવીને બેઠે. શેઠે તેને વ્યાપારનું સ્વરૂપ પૂછયું એટલે તેણે ઉપજ ખરચની સર્વ વાત કહી બતાવી. પછી તે બે. “શેઠ જ્યારે હું પાછો ફર્યો ત્યારે માર્ગમાં મંગળપુરી શહેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com