________________
ॐ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥
આદર્શ જૈન સ્ત્રીરત્નો.
ભાગ ૨ જે.
સતી શીળવતી.
લીલા સહિત શુભ ભાવથી શીળ પાળનારા જજે, D ણ શીળવતીની પેઠે શીધ્ર મેક્ષસુખ પ્રાપ્ત કરે છે.
જબૂદ્વીપના દક્ષિણ ભારતમાં નંદનપુર નામનું શોભાયમાન નગર છે. તેમાં અનેક રાજાઓ વડે સેવા અરિમર્દન નામે રાજા રાજ્ય કરતું હતું. તેને અતિ માનીતે રત્નાકર નામને શેઠ ત્યાં રહેતા હતા. તેને ગુણરૂપી મણિની ખાણ જેવી શ્રી નામની સ્ત્રી હતી. તે શ્રી નિરાબાધપણે જૈન ધર્મ પાળતી હતી, પરંતુ શેઠને ચિરકાળે પણ સુખના હેતુરૂપ પુત્ર થયે નહીં. પુત્રના અભાવથી પીડા પામતી શેઠાણું એકદા શેઠને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com