________________
આદ ન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૭૮ ) ક્ય કામને પશ્ચાતાપ શે? માટે ચાલ ઊઠી ને કાવેરી નગરીના રાજા સુંદરપાણિની રુકિમણી પુત્રીને પરણવા જ. ” ઈરછા વિના જ પુત્રે પિતાનું વચન માન્ય કર્યું. પછી તે શુભ દિવસે રુકિમણીને પરણવા ચાલે. રસ્તે ચાલતાં રષિદત્તા રહેતી હતી તે વન આવ્યું. પૂર્વે જેયેલું વન ફરી જોઈને સગુણ કુમારના નેત્રમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેણે વિચાર્યું –અહો ! આ તે જ વન કે જ્યાં મેં પૂર્વે કષિદત્તાનું પાણિગ્રહણ કર્યું હતું. પૂર્વે તે મને સુખરૂપ થતું હતું. પણ હવે તે દુઃખરૂપ થાય છે. એમ વિચારી તે જિનમંદિરને વિષે પ્રભુનાં દર્શન કરવા ગયે. તેવામાં અકસ્માત તેનું દક્ષિણ નેત્ર ફરકયું. એટલે તેણે ધાર્યું “પ્રિયાના સંગમનું સૂચક એવું મહારું દક્ષિણ નેત્ર ફરકયું પણ તેને તો દૈવે હરી લીધી છે, તે અહિં ક્યાંથી હોય? માટે ફરકવું વૃથા છે. ધર્મ વિના પ્રિયનો સંગમ થતો નથી. અને પાપના સિંચન વિના પ્રિયનો વિયોગ પણ થતું નથી. આજ દેહરૂ પૂર્વે હારી પ્રિયાનો સંયોગ કરાવનારૂં થયું હતું; તે આજ પણ એ મહારી પ્રાણવલ્લભાને સમાગમ કેમ ન કરાવે? તે આમ વિચાર કરતો હતો, તેવામાં તે મુનિવર્ય (તાપસના વેષમાં રહેલી) ત્રાષિદત્તા ત્યાં પુષ્પના કરડીઆ સહિત પ્રભુને નમસ્કાર કરવા આવી. કુમારે પણ તેના હસ્તમાંથી એક પુષ્પમાળા લીધી, ને પિતાની પ્રિયાને ભ્રમ થવાથી વિશાળ થયેલા નેત્રેવડે તે તેણીને વારંવાર જેવા લાગ્યો. નષિદત્તા પણ વિચારવા લાગી. કદાચિત આ મ્હારા પ્રાણપ્રિય પ્રાણનાથ રુકિમણને વરવા જતા હશે. કુમારે તો તેને વંદન કરી આદર સહિત લઈ જઈ પિતાને આસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com