________________
( ૭ )
ઋષિદરા
જઈ રહી. કંદમૂળ ફળ આદિને આહાર કરી વનમાં એકલી રહેવા લાગી. એકદા સમુખી એવી તે દુઃખને લીધે લમણે હાથ દઈને ચિત્રને વિષે આળેખલી કાષ્ઠની પૂતળીજ હોયની ! તેમ બેઠી હતી. તે વખતે ચિંતવવા લાગી. “પ્રાયે સ્ત્રીઓ વનને વિષે રહેલાં પાકાં મધુર બેર સમાન છે, તે હું પણ સ્ત્રી જાતિ છું એટલે મહારું શીલ અહિં કેવી રીતે પાળી શકીશ? પણ અહે! મને યાદ આવ્યું. મને પૂર્વે પિતાએ એક ઔષધી બતાવી છે કે જેના પ્રભાવથી સ્ત્રી હોય તે પુરુષ થઈ શકે છે.” એમ વિચારી તે ઓષધી લાવીને તેના પ્રભાવથી તે પુરુષપણું પામી. હવે તે જિનપ્રતિમાની પૂજા કરતી મુનિ (તાપસ) ના વેષમાં સુખે રહેવા લાગી.
અહીં પાછળ તેનો સ્વામી કનકરથ અત્યંત રુદન કરવા લાગે ને વિરહાગ્નિથી તેનું શરીર દુર્બળ થઈ ગયું, પણ પેલી સુલસા ગિની તે પિતાનું કાર્ય પાર પડેલું જોઈ સંતેવા માનતી કાવેરી નગરીમાં ગઈ ને સર્વ વાતથી રુકિમણીને વાકેફ કરી એટલે તેણીએ પિતાના પિતાને કહ્યું. “કનકરથ સાથે
હારે વિવાહ કરે.” તે સાંભળી રાજાએ પોતાના દૂતને રથમર્દન નગરના રાજા હેમરથ પાસે મોકલ્યો. તેણે જઈને કહ્યું-“કાવેરી નગરીનો સ્વામી સુંદરપાણિ આપને કહેવરાવે છે કે-હારી પુત્રી રુકિમણી આપના પુત્રને પરણવાને ઈરછે છે, તે આપે તેને અહિં પરણવા મોકલ.” એ દૂતની વાણી સાંભળીને હેમરથ રાજાએ પિતાના દુઃખિત પુત્રને એકાંતમાં કહ્યું “હે પુત્ર! તું શા માટે આમ નિરંતર ચિત્તને વિષે સંતાપ કર્યા કરે છે?
શું તે હારી પ્રિયાને લીધે તું એમ વિષાદમાં રહે છે ? પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com