________________
( ૯ )
ઋષિદત્તા બેસાર્યા જમાડ્યા ને વસ્ત્ર પહેરાવ્યાં. પછી વળી તેને કહેવા લાગ્યો. હારા નયનરૂપી કમળને સૂર્ય સમાન પ્રીતિ ઉપજાવનારા હે મુનિ ! આપ આ વનમાં ક્યારે અને કયાંથી આવ્યા ? મુનિએ કહ્યું-“અહિં એક હરિષેણ નામના મુનિ હતા. તેને પાલિત નામે પુત્ર તથા રાષિદત્તા નામે પુત્રી હતી. તે વિનયવતી અષિદત્તાને કઈ કુમાર પરણી ગયો છે. હરિર્ષણ મુનિ પણ પૂર્વે અગ્નિપ્રવેશ કરીને સ્વર્ગે ગયા છે, હું પણ પૃથિવી ઉપર ફરતે ફરતો શ્રી રાષભદેવ પ્રભુની સેવા અર્થે અહિં આવ્યો છું. મને અહિં આવ્યાને પાંચ વર્ષ થયાં છે, એવામાં વળી આપ જેવા ભાગ્યશાળીનાં દર્શનથી હારે જન્મ સફળ થયે. પછી ભૂપપુત્ર પણ આનંદ સહિત કહેવા લાગ્યો. હે મુનિ ! આપને જોતાં હારી દષ્ટિ તૃપ્તિ નથી પામતી તે શું ? મુનિએ કહ્યું. કઈ પણ એક બીજાને વત્સલ હેય તે અથવા તે પૂર્વ ભવને સંબંધ હોય તે પ્રમેદ થાય છે. જુઓ કે કુમુદ(પિયણું)નાં પુષ્પો ચંદ્રોદયે અને કમળ પુષ્પ સૂર્યોદયે વિકસ્વર થાય છે. તે પ્રમાણે જ મનુષ્યોને પણ સ્નેહીને દેખીને થાય છે. પછી તે મુનિને આગ્રહ કરીને રાજપુત્ર કહેવા લાગ્યો.
હારે આગળ પ્રયાણ કરવું છે, પણ તમારા વિના હું જઈશ નહીં. તમારી સાથે હારું મન બેડીથી જ હાયની તેમ બંધાયું છે, માટે તમારા વિના મને જવું ગમતું નથી. તેથી હારી સાથે ચાલે. આપણે પાછા આવીશું ત્યારે આપ પાછા અહિં રહેજે.” પણ મુનિએ કહ્યું-“હે કુમાર ! એમ થાય નહિ. સંયમી સાધુઓનાં વ્રત રાજાની સંગતિમાં દેષ પામે છે; માટે સાધુઓએ તે એકાંતમાં જ રહીને પરમ મંત્રનું ધ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com