________________
આશ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
(૪૮ ) પુત્રને જોઈ તેને લઈ પિતાના નગરમાં આણી પિતાની પ્રિયા પુષ્પમાળાને સેંગે છે, તે તેને પોતાના પુત્રની પેઠે ઉછેરે છે ને તે સુખમાં રહે છે. માટે તું પ્રસન્ન થઈને હારું વચન અંગીકાર કર.”
આ પ્રમાણે સાંભળીને રાણું મદનરેખાએ વિચાર્યું. “અહા ! મહારાં આવાં અવળાં કર્મ નડ્યાં કે દુઃખ ઉપર દુઃખ મને આવી મળવા લાગ્યાં છે, તે હવે હારે નિશ્ચ શીળરક્ષણનો ઉપાય શોધે અગત્યનું છે. કામના બાણથી પીડાતે આ વિદ્યાધર કૃત્યાકૃત્ય જાણતું નથી, માટે મહારે હવે કંઈક મિષ શોધીને ઢીલ કરવી જોઈએ.” એમ વિચારીને તે બેલી. “હે બેચર ! તું મને પ્રથમ નંદીશ્વર દ્વીપે લઈ જા. ત્યાં સર્વ દેવને નમન કર્યા પછી હું તું કહીશ તે પ્રમાણે કરીશ.” એ સાંભળી બેચર સંતુષ્ટ થઈ તેણીને ક્ષણમાં નંદીશ્વર તીર્થે લઈ ગયા. ત્યાં મદનરેખાએ શાશ્વત ચૈત્યને વાંદ્યા. ત્યાં અંજન નામના પર્વતને વિષે ચાર દધિમુખ પર્વત ઉપર સેળ અને રતિકર પર્વત ઉપર બત્રીશ જિનાલય છે. એમ એ બાવન જિનાલયમાં પ્રત્યેક સો જન લાંબાં, પચાસ યોજન પહોળાં અને બહોતેર યોજન ઊંચા છે. ત્યાં આવી વિમાનથકી ઉતરી બનેએ સર્વ જિનમંદિરમાં પ્રત્યેક પ્રત્યેક જિનેશ્વરને વંદન કર્યું. રાષભ, ચંદ્રાનન, વારિષણ અને વદ્ધમાન એ ચાર શાશ્વતા જિનેશ્વર પણ ત્યાં છે. એમને વંદન કરીને ત્યાંથી મણિર્ડ મુનીશ્વર પાસે આવી તેમને નમસ્કાર કરી અને તેમની પાસે યાચિત ધર્મ સાંભળવા બેઠાં.
તે વખતે યતીશ્વર મણિર્ડ મુનિ, પુત્ર અકાર્ય કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com