________________
ܕܫܩ ܀
સતી નદાસુંદરી.
જે આ નર્મદાસુ ંદરીની પેઠે સ્વ અને મોક્ષદાયક
શીળસ્ત્રત પાળે છે, તેઓ પૃથ્વીમાં પૂજવા ચેોગ્ય છે. ભરતખંડના વર્ધમાન નગરને વિષે સપ્રત્તિરાજા રાજ્ય કરતા હતા. તે જ નગરમાં ઋષભસેન શ્રેષ્ઠીને પોતાની વીરમતી ભાર્યાંથી સહદેવ અને વીરદાસ નામના પુત્રો અને ઋષિદત્તા નામે પુત્રી થઇ. અનુક્રમે શેઠે પુત્ર પુત્રીને સારી રીતે ભણાવ્યાં. કહ્યું છે કે “ જેણે પ્રથમ વયમાં વિદ્યા, ખીજી વયમાં ધન અને ત્રીજી વયમાં ધર્મ નથી ઉપાર્જન કર્યાં· તે ચેાથી વયમાં શું કરશે ? ” શેઠની પુત્રી ઋષિદત્તાને બહુ જણ માગતા, પણ તે સર્વ મિથ્યાષ્ટિ હોવાથી શેઠ તેમને આપવાને ના કહેતા. તે તે તેણીને માટે કોઈ સમક્તિમૂળ આર વ્રતનાં ધારણહાર એવા વરની શોધમાં હતા. કહ્યું છે કે જેણે ન્યાય માગે સપત્તિ પ્રાપ્ત કરી હાય, વળી જે શિાચારના પ્રશંસક હોય, જે સમાન કુળ શીળવાળા હોય અને અન્ય ગાત્રના હાય તેવાની સાથે જ વિવાહ કરવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com