________________
( ૧૧૧ )
કલાવતી
રાજાને રાકવા માટે કોઈપણ કુટુંબીજન કે મિત્ર શક્તિમાન થઈ શકયા નહીં તેમજ કુમ નામનો કંચુકી અને સસલા નામની ધાવમાતા વિગેરે કલાવતીના પરિવાર વ પણ, પેાતાના જીવિતના ત્યાગ કરવાની ઈચ્છાથી ચિતામાં પડવા તૈયાર થઈ ગયા.
66
અરે ! નિમેષ માત્રમાં આ શું થઇ ગયું? એકી સાથે જ શિલાઓનુ પતન કેમ થયું? હવે આપણા દેશનું શું થશે ? ખરેખર અસાધારણ પ્રેમ( પ્રીતિ ) પરિણામે સુખકારક નથી, કારણ કે તેમાં ભંગ પડતાં અને પ્રીતિપાત્રો મૃત્યુને આધીન બને છે. કલાવતીની વાણી હમેશાં ચતુરાઈવાળી તેમજ મધુર હાય છે તે રાજા સારી રીતે જાણે છે તે અગ્નિમાં અપાપાત કરવાનો આ બનાવ કેમ બની રહ્યો છે ? રાજાના મૂર્ખ પરિવારવને ધિક્કાર હા ! બુદ્ધિહીન વ્યક્તિ સ્વામીનુ શું શું વિરુદ્ધ કર્તવ્ય ન કરે ? અથવા તે આ વિષયમાં કાઈના દોષ જણાતા નથી; ફક્ત એક દેવના જ દોષ જણાય છે. ભદ્રિક લેાકેાનુ પણ અમંગળ કરતાં તે દેવને શરમ નથી આવતી. ”આ પ્રમાણે શાકને કારણે સામાન્ય જનસમૂહ ખેલી રહ્યો હતા તેવામાં વસુભૂતિ નામના મંત્રીએ આવીને રાજાને જણાવ્યું કે—
“હે રાજન! મહેરબાની કરે અને તમે સમજો, ન્યાયની દૃષ્ટિએ વિચાર કરો. સમજણુ વગરનું એક કાર્ય કરીને હવે આ બીજું અકાર્ય કરતાં અટકો, સર્વસ્વ ચાલ્યું જતું હોય અને ભયંકર દુઃખ આવી પડયું હોય તે પણ પ્રાણના ત્યાગ કરવા માટે નીતિકારા ( શાસ્ત્રકાર) આદેશ આપતા નથી. રાજ્ય ત્રણ વર્ષે ( ધર્મ, અર્થ ને કામ)ને સાધી આપનાર છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com