________________
( ૧૧ )
તારા
પોતાનું ચંદ્રનું સ્વરૂપ બતાવ્યું જે જોતાં પુત્ર બહુ સંતુષ્ટ થઈને ચંદ્રના ઉલ્લંગ પર ચડ્યો. આ બધું જોઈ તારા પણ મનમાં વિસ્મય પામતી કહેવા લાગી કે હે પ્રિયતમ ! આ શું ? ત્યારે તે બેભે કે-નાવ ભાંગતાં એક પાટિયાના આધારે સાગર ઓળંગીને હું એક આશ્રમમાં જઈ ચડ્યો. ત્યાં તાપસે મને જોઈને કહ્યું–હે ભદ્ર! જે બ્રાહ્મણને તે લાખ સેનામ્હારે આપી હતી, તે દીક્ષિત થયેલ હું પિતે જ છું. અત્યારે તું સંકટમાં આવી પડ્યો છે. તારું હું શું હિત કરું? એમ કહીને તેણે મને ગારૂડ મંત્ર અને રૂ૫-પરાવર્તિની વિદ્યા આપી, તેથી હું ગારુડિક થઈને તમને શોધતે શેતે અહિં આવી ચડ્યો.
એ પ્રમાણે સાંભળતાં “આ એની ભાર્યા અને આ એનો પુત્ર’ એમ રાજાના જાણવામાં આવ્યું. ત્યારે તારાના રૂપ અને શીલથી આશ્ચર્યચકિત થતાં રાજા ચિંતવવા લાગ્યું કે–આ સતી ધન્ય છે કે જે સંકટમાં આવતાં પણ પોતાના ઉજવળ શીલને સંભાળે છે. હું જ એક અધમ છું કે જે પરરમણની આશામાં પડ્યો. અહા! હું નિર્લજ્જ હવે લેકોને મારું મુખ કેમ બતાવીશ? એમ ધારીને રાજાએ ગુરુ પાસે જઈને દીક્ષા ધારણ કરી. એટલે તેના ગુણથી રંજિત થયેલ કુળદેવીએ ચંદ્રને રાજ્ય પર બેસાર્યો. પછી જિનધર્મ આરાધતાં ચંદ્ર તારા સહિત સગતિના સુખનું ભાજન થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com