________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જો
( ૧૨ ) અનુક્રમે આયુક્ષયે શેઠ પરલેક પામ્યા. તેની સ્ત્રી પણ સ્વર્ગે ગઈ એટલે હવે અજિતસેન કુટુંબને નાયક છે. એ વખતે અરિમર્દન રાજાને ચાર ને નવાણું મંત્રી હતા, તે બરાબર પૂર્ણ પાંચસે કરવાની ઈચ્છાથી તેણે પ્રત્યેક નગરથકી માણસને બેલાવીને એ પ્રશ્ન પૂછે. “જે મને પાદપ્રહાર કરે તેને શે દંડ કરે?” સર્વેએ ઉત્તર આપે “તે માણસને શિરરછેદ કરો.” આ ઉત્તર રાજાએ માન્ય કે નહીં ત્યારે શીળવતીની વિસ્તીર્ણ બુદ્ધિથી તે પ્રશ્નને ઉત્તર અજિતસેને જઈને રાજાને કહ્યો. “તે પાદપ્રહાર કરનારને નુપૂર આપવાં.” આવે પિતે ચિંતવેલ ઉત્તર સાંભળીને રાજાને તેને સુવસ્ત્રાભરણું આપીને સંત. તેને બુદ્ધિમાન જાણીને પિતાને મુખ્ય પ્રધાન .
એકદા રાજા છ પ્રકારનું સૈન્ય લઈને સીમાડા નજીકના રાજા સિંહરથ રાજાને જીતવાને નીકળે, ત્યારે તેણે અજિતસેનને સાથે આવવાની આજ્ઞા કરી. તે ઉપરથી એ તે ચિંતામાં પડ. મહાસતી શીળવતીએ ઉદ્વેગનું કારણ પૂછવા ઉપરથી તેણે સ્પષ્ટ કહ્યું. “જે કે તું સુશીલા છે, તે પણ તને ઘરને વિષે એકલી મૂકી રાજા સાથે જવાને મ્હારૂં મન માનતું નથી.” શીળવતીએ કહ્યું “ગમે તેમ પણ રાજાનાં કાર્ય કરવાં જોઈએ. હારૂં શીળ તે નિશ્ચળ સમજજે. એમજ ધારજે કે, દેવ દાનવ આદિ પણ તે ખંડન કરવાને અસમર્થ છે.” એમ કહી તેણીએ તેના કંઠને વિષે એક પુષ્પમાળા પહેરાવીને કહ્યું કે, “જ્યાં સુધી આ માળા કંઠને વિષે કરમાય નહીં ત્યાં સુધી એમ ધારજે કે હારૂં શીળ નિશ્ચળ છે.” પ્રિયાનાં આવાં વચન ગ્રહણ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com