________________
( ૨૩ ).
નર્મદાશુરી ગ્ય ધર્મજ્ઞાન મેળવીને કહ્યું. “હારું કુળ ભલે દૂર રહ્યું. તે કુળની વાત કરવી રહેવા દ્યો. કારણ કે લોકો શું કમળ આદિની ઉત્પત્તિ જોતા હશે કે ? હું તે જૈન ધમ છું, સર્વે જણ હારી પરીક્ષા કરે” એમ કહીને તેણે સર્વને વિશ્વાસ પમાડ્યો; એટલે તેના માતામહ (ષભસેને) તેને નર્મદા સુંદરી આપી. મહેશ્વરદત્ત નર્મદા સુંદરીને પર. નર્મદાસુંદરી જે જૈનધર્મ કર્મ શાસ્ત્રમાં કુશળ હતી તેણુએ જૈન શાસ્ત્રને તથા મહેશ્વરદત્તના શાસ્ત્રને સંબંધ તેને કહી બતાવીને, પિતાના (જૈન) ધર્મમાં કુશળ કર્યો. આમ કેટલાએક કાળ વ્યતીત થયા પછી શ્વસુરની આજ્ઞા માંગી, સ્ત્રી સહિત મહેશ્વરદત્ત પિતાને ગામ ગયો. ત્યાં નર્મદા સુંદરીએ ઋષિદત્તાને પગે પડીને બહુ હર્ષ ઉત્પન્ન કર્યો, ત્યાં આવી સુશીલા નર્મદાસુંદરીએ સર્વ કુટુંબનું મિથ્યાત્વ-વિષ દૂર કર્યું. વળી તે એ પ્રમાણે બેલવા તથા ચાલવા લાગી કે, જેથી તેણીના સૂર આદિ સર્વ હર્ષ પામવા લાગ્યા; મિથ્યાત્વને ત્યાગ કરીને સૌ કોઈ સુખી થયાં.
એકદા નર્મદા સુંદરી દર્પણને વિષે પિતાનું મુખ જેતી, તાંબૂલ ચાવતી ગવાક્ષને વિષે બેઠી હતી, તે વખતે ગવાક્ષની નીચેથી કઈ સાધુ જતા હતા, તેના ઉપર તેણીનું તાંબૂલ પડયું. તે ઉપરથી તેણે ઊચું જોયું તે ગવાક્ષમાં નર્મદાસુંદરીને દીઠી. તેણીને જોઈ જ્ઞાનવાન એવા તે યતિ કેપ કરીને બોલ્યા–અમારા જેવા સાધુની આશાતના કરવાથી તું ત્યારા પતિથી વિયેગ પામીશ. તે નર્મદા સુંદરીએ સાંભળ્યું, તેથી ખિન્ન ચિત્તવાળી તે શીવ્ર હેઠે ઉતરી આવી સાધુના ચરણમાં પડીને બેલી-હે સાધુ! હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com