________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૨ ) આવું નર્મદાસુંદરીનું ઉત્તમ સ્વરૂપ શ્રવણ કરીને લિદત્તા તેણીને પિતાના પુત્રને અર્થે માગવાનું વિચારવા લાગી, પણ તે જ વખતે તે શેક કરતી બેલી. “ધિક્કાર છે મને! કે મેં જનધર્મને ત્યજી દીધે! સર્વ સંબંધીઓએ એ ઉપરથી મને ત્યજી છે. હા, હું સર્વ હારી ગઈ! હવે તેઓ મહારા પુત્રને એમની પુત્રી કેમ આપે?” આમ વિલાપ કરતી જોઈને રૂદ્રદત્ત તેણીને કારણ પૂછયું. તેણીએ તેને પિતાના મનમાં હતું તે કહ્યું, પણ માતાનું કહેલું સાંભળીને મહેશ્વરદત્ત બેલ્ય. “હે માતા ! તું મને ત્યાં મેકલ એટલે હું ત્યાં જઈને સર્વ સ્વજનને વશ કરીને મારા મામાની પુત્રી નર્મદા સુંદરીને પરણી આવીને તને હર્ષ પમાડીશ. ” માતાએ તે તેને મોકલ્યા. તે થોડા દિવસમાં નર્મદાપુર પહોંચ્યા. ત્યાં તેના માતામહ ( માતાપિતા ) પ્રમુખ સર્વ સ્વજનોએ મિથ્યાત્વી એવા પણ એ ભાણેજને લજજાને લીધે સત્કાર કર્યો, કારણ કે ભગવાને પણ ઉચિતાચારને નિષેધ કર્યો નથી. તે ભાણેજે પણ ધૈર્ય–ગાંભીર્ય આદિ ગુણોએ કરીને સર્વનાં મન હરણ કર્યા. એકદા તે માતામહના ખેાળામાં બેઠે હતું, તે વખતે તેણે કહ્યું. “હે પુત્ર! જેમ જાંગુલિ મંત્ર સર્પનું મન હરે છે, તેમ તે અમારા ચિત્તનું હરણ કર્યું છે માટે બેલ, જે હારી ઈચ્છામાં આવે તે માગ.” મહેશ્વરદત્ત બેલ્ય.
નર્મદાસુંદરી મને પરણું.” પણ માતામહ છે. તે કહ્યું તે યુકત છે; પણ હારૂં કુળ મિથ્યાત્વી છે માટે મિથ્યાદષ્ટિ એવા તને હું પુત્રી આપવા ઈચ્છતા નથી. ” પૂર્વે જેણે
જ્ઞાન આરાધેલું છે એવા તેણે તે ઉપરથી ગુરુ પાસે જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com