________________
( ૧ર૩ )
તાર બાલિકાઓને પતિ વિના અન્ય શરણું કોનું હૈય? માર્ગમાં પુત્રને તેડીને ચંદ્ર દેશાંતર ચાલી નીકળે અને પતિની પાછળ પંથે પડેલી તારા પિતાના મનમાં જરા પણ ખેદ સમજતી ન હતી. ત્યારે તારાની કેડથકી ચંદ્ર જબરાઈથી પુત્રને લઈ લીધે, કારણ કે સજને સ્નેહના સ્વરૂપને સુખ-દુઃખના વિભાગરૂપ કહે છે. માર્ગમાં ચંદ્ર અગણિત ક્ષુધા, તૃષ્ણા પ્રમુખના સંકટને સહન કરતે જવા લાગે, કારણ કે માની પુરુષો અપમાનને જ મેટું દુઃખ સમજે છે. ચાલતાં ચાલતાં અનુક્રમે તે તાલિપ્તિ નગરીમાં આવી ચડ્યો. ત્યાં તેની ભદ્ર આકૃતિ જોઈને બકુલ નામને માળી સંતુષ્ટ થઈ તેને પિતાને ઘરે લઈ ગયો. તારા પણ વિચારવા લાગી કે-જે કાંઈ મનોહર ભજન હેય તે મારા પતિ અને પુત્રને આપું. એમ ધારીને તે પિતાનું દેહદુઃખ પણ ગણતી ન હતી. તે શ્રીમંતેના ઘરે રાંધતી, ખાંડતી, પીસતી, દળતી, જળ ભરતી ઈત્યાદિ બધા કામ કરવા લાગી. અહે! એનું સુગૃહીપણું કેવું અદ્ભુત ! નગરના લોકો તેને જોઈને બોલતા કે—“અહો! વિધાતાની કેવી દુષ્ટ કૃતિ કે જેણે આવી રમણીને પણ આટલી બધી દુર્દશાએ પહોંચાડી.
એક દિવસે એ તારા કોઈ એક પરિવાજિકાના જોવામાં આવી. તેણે તારાને બોલાવતાં કહ્યું કે-હે ભદ્રે મારું વચન સાંભળ. તું કેઈની દાસી-દૂતી થા. ત્યારે તારાએ તેની ઉપેક્ષા કરી. પુનઃ તે બોલી-હું કંઈ અનુચિત કહેતી નથી. એમ કહીને તારાના સાંભળતાં ફરી તે કહેવા લાગી–હે ભદ્રે મને તું ઓળખે છે ? તારા બેલી–ના હું ઓળખતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com