________________
આદર્શ જૈન ચોરત્ન ભાગ ૨ જે
( ૧૨ ) જેમ ઘરના એક ભાગમાં બેઠેલ તારા તે દ્વિજના જોવામાં આવી. તેની આગળ ભટ્ટ વેદાક્ષર બલવા લાગે, એવામાં તે નેકરે પતિને આદેશ સંભળાવતાં કહ્યું કે –“એને ભેજન આપે.” આથી સંતુષ્ટ થતી તારાએ તે બંનેને સુવર્ણના થાળમાં ઘૂતયુક્ત ભાત, દાળ, ભેદક, દહીં અને દૂધ વિગેરેનું ભેજન આપ્યું એટલે અત્યંત અતૃપ્ત એવા પિતૃઓની જેમ તેમણે કંઠ સુધી ભેજન કર્યું. પછી તાંબૂલ આપતાં તારાએ તેમને કહ્યું કે—“ફરી કઈવાર તમે આવજે.” આ તેણીના સુચરિત્રથી મનમાં અચંબો પામી શિર ધુણાવતાં તે બંને પિતાના સ્થાને ગયા.
હવે સૂર્ય અસ્ત થતાં અને ભુવનમાં અંધકાર પ્રસરતાં પુરંદર શ્રેષ્ઠીએ ચંદ્રને વહીવટને હિસાબ પૂછયે. એટલે તેણે વિપ્રને આપેલ લક્ષ સેનામહોરને વૃત્તાંત કહી સંભળાવ્યું, જે સાંભળતાં શેઠ પાયમાન થઈને ચિંતવવા લાગે કે પુરુષને નવ મહિને ફરીને પણ પુત્ર થાય; પરંતુ લાખ સેનામહેર લાખ વરસે પણ વધી ન શકે. પછી ચંદ્રની નિર્ભછના કરતાં શેઠે કહ્યું—“અરે ! કુપુત્ર! નગુણા ! કુલખણું ! લક્ષના દાનમાં દુર્લલિત ! મારું ઘર મૂકી ચાલ્યો જા, મારા લક્ષ ધનનું તેં દાન કર્યું તેથી તું કયે મેટે રાજપુત્ર હતો? કેડી માત્ર વધારતાં પણ વણિકોને કેટલી મુશ્કેલી પડે છે, તે તું જાણતા નથી.એ પ્રમાણે શ્રેણીનાં નિષ્ફર વચનથી મનમાં દુભાયેલ ચંદ્ર, બગલાના બકવાદથી સરોવરથી ચાલી નીકળતા હંસની જેમ તે ઘરની બહાર નીકળી ગયું. એટલે શંખચૂડ પુત્રની સાથે તારા પણ તેની પાછળ ચાલી, કારણ કે કુલીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com