________________
જયસુંદરી
(૧૩૩ ) નિરંતર નિશ્ચલ મન રાખીને સમય વ્યતીત કરતો હતે. પોતાના શરીરની છાયાની જેમ સ્વજનોને અનુસરનારી એવી ધનશ્રી નામે એ શેઠની ભાર્યા હતી. કૃપાદિ ગુણોથી મનહર એવો સુંદર નામે તેમનો પુત્ર હતો. રૂપની રમણીયતામાં રતિ સમાન એવી જયસુંદરી નામે એની ગૃહિણી હતી. અને અન્ય સનેહમાં તત્પર રહીને તે દિવસે વ્યતીત કરતા હતા. સર્વ પદાર્થોના ક્ષણવિનાશી સ્વભાવથી એક દિવસે ધનપતિ શેઠ નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં પંચત્વ પામ્યું. એટલે સમસ્ત સ્વજનોએ ધનપતિના પદે તેના પુત્ર સુંદરને સ્થાપન કર્યો. '
એક દિવસે સુંદરે પોતાની માતાને કહ્યું કે-યૌવનાવસ્થામાં વર્તતાં જે ધન ઉપાર્જન ન કરે તે કાયર પુરુષ સમજવો. વળી બકરીના ગળામાં રહેલા સ્તનની જેમ તેનું જીવિત પણ નિષ્ફળ સમજવું. વળી બુદ્ધિમાન પુરુષે પિતાના મનમાં એ વિચાર ન કરે કે-“પુષ્કળ ધન હોવા છતાં હવે મારે ધન કમાવાની શી જરૂર છે? કારણ કે પ્રતિદિન હજારે નદીઓથી જે કઈ રીતે ન પુરાય તે માટે મહાસાગર પણ અલ્પકાળમાં સોસાઈ જાય. એમ વિવિધ પ્રકારના ઉપાયથી જે નિરંતર વૃદ્ધિ પામતું ન રહે, તે અગણિત ધન પણ અવશ્ય ક્ષીણ થઈ જાય છે. તેથી વિભવહીન પુરુષ સુગુણી છતાં નિર્ગુણી કહેવાય, તે પરિજનોથી દૂર થાય અને પગલે પગલે પરાભવને પામે. ધનવંત લોકોના દેષને પણ માણસે ગુણ સમજીને પ્રકાશે છે અને નિર્ધન પુરુષને પિતાના નજીકના સંબંધીઓ પણ તજી દે છે. કારણ કે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com