________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
३८
રૂપસિદ્ધિ વખતે આગળ પાછળના જે સૂત્રો લાગતા હોય તે બધા પૂજ્યશ્રી ફટાફટ બોલતા. અને હું તો આમથી તેમ ને તેમથી આમ પાના ફેરવ્યે રાખું. પણ એ પહેલાં તો પૂજ્યશ્રી ધડાધડ બધા સૂત્રો બોલી દે. ‘હું પૂછતો આપને આટલાં બધા લાંબા સમયગાળા પછી પણ આટલું બધું શી રીતે યાદ રહે છે ?'
પૂજ્યશ્રી કહેતાઃ વિઘાપાઠે જ શોભે ભાઈ ! આપણે ત્યાં કહેવત છે કે ગરથ ગાંઠે વિદ્યાપાટે કપડાંને છેડે ગાંઠ મારી. પૈસા રાખવા એટલે ગરથગાંઠે વિદ્યા પાઠે. વિદ્યા કંઠસ્થ હોવી જોઈએ.
જેટલા સ્તવનો અને સંજ્ઞાયો પૂજ્યશ્રીને આવડતા હતા મહિનાઓ સુધી બોલવાનો પ્રસંગ ન આવ્યો હોય તોય ગમે ત્યારે તેઓ બોલતા. ત્યારે એક પણ ભુલ ન હોય.
પથ્ય આહાર
પૂજ્યશ્રીનો આહાર પરિમિત. આરામ ઓછો. સતત સક્રિય, કશુંક કરતા જ હોય. રોગને દવાથી મટાડવાં કરતાં પથ્ય આહારથી મટાડવાનો એમનો આગ્રહ હતો. રોગનો મૂળગામી ઉપચાર તેઓ કરતાં. એસીડિટીની તકલીફ થઈ ત્યારથી મરચું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું. છેલ્લા ત્રીસથી વધુ વર્ષ તેમણે મરચાંવાળી બધી વસ્તુ બંધ હતી. ડાયાબિટીસની અસર જણાઈ ત્યારથી ગોળ વિગઈ મૂળથી બંધ કર દીધી. કેવો અદ્ભૂત સ્વાદ-વિજય ?
‘આંખે પાણી, દાંતે લૂણ, જમતા રાખે ખાલી ખૂણ, ડાબું પડખું દાબી સૂવે તેની નાડ વૈદ્ય શું જુવે ? જેવા આરોગ્ય શાસ્ત્રના દુહા ઘણીવાર તેઓશ્રી કહેતા.
સૌથી મોટો શિક્ષક
પૂજ્યશ્રી જ્યારે પોતાના અધ્યાપકો વર્ષાનન્દજી અને છોટાલાલજી આદિની અસીમ વિદ્વત્તાની વાત કહેતા ત્યારે એક જિજ્ઞાસુએ પૂછેલું. સૌથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે આપ કોને ગણો છો ? પૂજ્યશ્રીએ હસીને કહ્યું, સૌથી મોટો શિક્ષક છે, ગુરુદેવ. તેમની કૃપાએ જ મને વિદ્યાજગતમાં પ્રવેશ કરાવ્યો છે. ગમે તેવો અઘરો ગ્રંથ હોય. પૂજ્યશ્રી કહે કે વાંચ, એટલે હું વાંચતો અને મારા આશ્ચર્ય વચ્ચે મને ઊંચી કક્ષાનો ગ્રંથ પણ ગુરુકૃપાથી એકદમ સરળ અને સુગમ થઈ જતો. પછી હળવેકથી તેઓ ઉમરેતા. ભવસાગરને પેલ પાર લઈ જતી ગુરુકૃપા વિદ્યાસમુદ્રને પેલે પાર લઈ જાય એમાં ‘શું' આશ્ચર્ય ?
અજોડ કુનેહ દૃષ્ટિ
ચૌદશનો દિવસ. પક્ષી પ્રતિક્રમણ પૂર્ણ થયું. એક મુનિરાજ પૂજ્યશ્રીની પાસે આવ્યા. તેઓ અન્ય સમુદાયના હતા. તેઓએ કહ્યું. સાહેબજી આપે ‘પક્ષીસૂત્ર કહું ? નો આદેશ માગ્યો, પણ અમારે ત્ય વડીલ ગુરુજી ‘પક્ષી સૂત્ર સંભલેમિ'નો આદેશ માગે છે અને પક્ષી સૂત્ર બોલનારને ‘હું' નો આદેશ માગે છે, ‘પૂજ્યશ્રી કહે, આ સમાચારીની બાબત છે, જુદા જુદા સમુદાયોમાં આવી બાબતોમાં ભિન્ન પ્રણાલિકાઓ જોવા મળે છે, અમારે ત્યાં આ પ્રણાલિકા છે, તમારે ત્યાં તેવી હોય. વડીલોની પ્રણાલિકા પ્રમાણે આપણે વર્તવું. ઉત્તર બહુ સુંદર હતો. પણ મુનિરાજ આગળ વધ્યા. તેઓ કહે, બેઉ પ્રણાલિકાઓ ખરી. પણ એમાં અમારી પ્રણાલિકા જ તર્કસંગત કહેવાયને ? જેને બોલવું હોય તે કહું કહે, સાંભળવું હોય તે ‘સંભલેમિ' કહે, બધાના કાન સરવા થયા. પૂજ્યશ્રી શો જવાબ આપશે ? મંદ મંદ સ્મિત કરતા પૂજ્યશ્રી બોલ્યાઃ આપણે રોજ દેવસિ પ્રતિક્રમણમાં ‘સજ્ઝાય સંદિસાહુ' ? અને સજ્ઝાય કરું ? નો જે આદેશ મંગાય છે તેમાં સજ્ઝાય બોલનાર જુદો અને આદેશ માંગનાર જુદો એવા આદેશ માંગતા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org