________________
પરિરછેદ.
વિદ્યાપ્રશંસાધિકાર.
વિદ્વાન મનુષ્ય અભણ મનુષ્ય પાસે ધનનો ઢગલે જોઈ શુદ્ધ વિદ્યાને ત્યાગ ન કરે. કારણ કે કિંમતી રત્નોના શણગારવાળી પંશ્ચલી સ્ત્રીઓને જોઈ સતી સ્ત્રીએ શું કુલટા (વેસ્પા) બને છે ? (નહિ જ). ૧૬
વિદ્યા એજ ખરૂં ધન છે. न चोरहार्य न च राजहार्य, न भ्रातृभाज्यं न च भारकारि। । व्यये कृते बर्द्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥ १७॥
બધાં ધનમાં વિદ્યારૂપી ધન છે તે મુખ્ય છે કારણ કે તે ચારથી ચેરી શકાય તેમ નથી, રાજાથી છીનવી લેવાય તેમ નથી, ભાઈઓના ભાગમાં વહેંચાય તેવું નથી, તેમ કઈ રીતે ભાર કરતું નથી. તેને બે ઉપાડે પડતે નથી) અને ખર્ચ કરવાથી સદા વધે છેજ.
(બીજું ધન છે તે ચોર હરી જાય, રાજા દંડી લે, ભાઈઓ વહેંચાવી લે, વજન ઉપાડવું પડે તથા ખરચવાથી ઓછું થઈ જાય અને આમાં કોઈને પણ ભય નહિ માટે એ સાચું ધન છે). ૧૭ : વળી–
द्रुतविलम्बित. वसुमतीपतिना नु सरस्वती, बलवता रिपुणापि न नीयते। । समविभागहरैन विभज्यते, विबुधबोधबुधैरपि सेव्यते ॥ १८॥ 3
સરસ્વતી બળવાન રાજા કે શત્રથી ખેંચી લેવાતી નથી, ભાઈઓથી ભાગ પડાવાતી નથી. અને તેથી જ દેવકના બેધવાળા વિદ્વાન પુરૂષથી પણ તે સેવાય છે. ૧૮ દરિદ્ર છતાં પણ વિદ્વાન પુરૂષ શેલે છે.
વંરાથ. घरं दरिद्रोऽपि विचक्षणो नरो, नैवार्थयुक्तोऽपि सुशास्त्रवर्जितः।। विचक्षणः कार्पटिकोऽपि शोभते, न चापि मूर्खः कनकैरलङ्कतः॥१९॥६. प्र.)
ભલે દરિદ્ર હોય પણ પુરૂષ વિચક્ષણ (ડાહ્વો-વિદ્વાન) હેાય તે ઉત્તમ. પરંતુ શાસ્ત્રજ્ઞાનરહિત ધનવાનને ઉત્તમ ન માનવો જોઈએ. વિચક્ષણ માણસ ફાટેલ કપડાંવાળો હોય ( અર્થાત્ લંગેટીવાળી હોય છે તેપણ શોભે છે પણ મૂખ સોનાથી શણગારેલ હોય તે પણ શેભતો નથી. ૧૯
: