________________
પાઠશાળામાં ટુંક સમયમાં જ પ્રચંડ અધ્યયન પુરુષાર્થથી અભ્યાસ પૂરો કર્યો. અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું. જે પ્રાપ્ત કર્યું, તે સર્વે અન્યને અર્પણ કર્યું.
કથીરને કંચન, પત્થરને પારસ, જડને જીવંત કરનારા પરમ ઉપકારી મહાન સંત પુરુષ પૂ. શ્રી રવિસાગરજી મ.સા. ની અતિમ સમયની સેવાને અપ્રાપ્ય લાભ લઈ ઋણુ-મુક્તિને આધ્યાત્મિક સહજ આનન્દ મેળવ્યો.
અધ્યયન અને અધ્યાપન ચાલુ હોવા છતાં અગમ્ય ભેમમાં વિહરનારો હંસલે અતૃપ્તિ અનુભવે છે. ખેતીના ચારા ચરનાર હંસલાને બાકશ–બુકશ ભજન કેમ રુચે.
ગની પેલી પારની ભેમકામાં વિહરવાના કેડ જાગ્યા. દૂર દૂર ગિરિકંદરાઓમાં જવાની તૈયારી કરે, તે પહેલાં તે સિદ્ધિઓ સ્વય સામે ચાલીને વરી.
આજેલ ગામની નજીકમાં જ યોગાભ્યાસી સ્વામી મળી ગયા. શિષ્યભાવે જીવન સમર્પણ કર્યું. અષ્ટાંગ યોગની સાધનામાં પારંગત બન્યા.
ચગીના આત્માને સંસારની મૃગજળ સમાન માયાજાળ શું ગમે? યોગીને આત્મા સંસારને છેલ્લી સલામ કરે, તેમાં કંઈ જ આશ્ચર્ય નથી !
વિ. સં. ૧૯૫૭ માગશર સુદ ૬ ના દિને પૂ. પરમ ઉપકારી ગુરુદેવશ્રી સુખસાગરજી ગુરુ મહારાજના ચરણ સેવક બન્યા. પાલનપુર મુકામે મુમુક્ષુ આત્મા બહેચરે સંસારનો ત્યાગ કર્યો. સાધુ બન્યા. સાધુતા અંગીકાર કરી. મુનિ બુદ્ધિસાગર નામાભિધાન કર્યું.