________________
શ્રી સુખમની શીખ ગુરુઓનું રાષ્ટ્રનિર્માણનું સંગીન કાર્ય હતું. પ્રોવ તેજાસિંગ કહે છે, “જ્યારે ગુરુ નાનક અવતર્યા ત્યારે તેમનું રાષ્ટ્ર અધોગતિમાં ડૂબી ગયું હતું. . . . . લેકે પિતાની શારીરિક તેમ જ નૈતિક સંપત્તિનું દેવાળું કાઢયું હતું. નહેતે વેપાર, નહોતી ભાષા કે નહેતે પ્રાણદાયી પોતાનો ધર્મ. તેઓ સ્વમાન અને સૌ પ્રત્યે સમભાવ બિલકુલ ખોઈ બેઠા હતા. ૧
સમાજની આવી છિન્નભિન્ન દશાને ચિતાર શીખ ઈતિહાસકાર ભાઈ ગુરદાસે નીચે પ્રમાણે આપ્યો છે :
માણસે શુક વાસનાઓ ને માયાના મેહમાં પડી ઉન્માર્ગે ચાલતા હતા. સદાચાર એમને ગમત નહે. પોતપોતાના અહંભાવમાં કઈ કઈની પત કરતું નહોતું. ઊંચા કહેવાતા લેક કે નીચા, બધા જ અધર્માચરણમાં સરખા હતા. રાજાઓમાં ન્યાય નહતો ને તેમના કારભારીઓ કસાઈની માફક પ્રજાનાં ગળાં પર છરી મૂકતા.
માનતા બધા કે અમે જ્ઞાની છીએ; પણ જ્ઞાન કે અજ્ઞાન શું એનું કોઈને ભાન નહોતું. સ્વછંદ એમને આચાર હતે. જાદુ અને ચમત્કાર, જંતરમંતર ને ભૂતપ્રેત એ એમના શ્રદ્ધાના વિષયે, તથા કલેશ, ક્રોધ ને ઈર્ષા એ એમના જીવનને ધંધો બન્યા હતા. એક ઈશ્વર જઈને અનેક, ને એની કાષ્ઠ–પાષાણુની સારીનરસી મૂર્તિઓ થયાં હતાં. કેઈ સૂર્યચંદ્રને તે કોઈ પૃથ્વી, પવન, આકાશ કે વાયુને, તે કેઈ યમને અથવા સ્મશાન–કબરસ્તાનનેય પૂજતા !
2. 2010 don Florida Growth of Responsibility in Sikhism, પા. ૧–૨.
૨. મેકલીફકૃત 'Sikh Religion Vol. I-પાન ૧૯૧ થી ૧૯૪
૫૨થ