________________
શ્રીસુખની ખાતર મુસલમાન લશ્કર મોકલવામાં આવ્યું હતું. લશ્કર વગેરે જોઈ મેળામાં આવનાર શીખે વેરાઈ ગયા ને મણિસિંગ વેરે ભરી ન શક્યો. તેથી કાજીએ શિક્ષા ફરમાવી કે, એણે મુસ્લિમ બનવું, નહિ તે દેહાંતદંડ ભોગવ. મણિસિંગને માટે કાંઈ વિચારવાનું તે હતું જ નહિઃ તેણે દેહાંત સ્વીકાર્યો. જ્યારે તેને વધ થતું હતું ત્યારે અંતઘડી સુધી તેના મુખમાંથી આ બે ગ્રંથને પાઠ નીકળતે હતે – તે ગાતાં ગાતાં તેણે પ્રસન્ન ચિત્તે પોતાનું બલિદાન આપ્યું.
શીખકના બલિદાન-ઈતિહાસમાં તેના શહીદેને આ ગ્રંથોએ જે ધીરજ અને શ્રદ્ધાબળ આપ્યાં છે એ જોતાં, જગતના વીર્યવાન ધાર્મિક સાહિત્યમાં આવા ગ્રંથો ઓછા જોવા મળે. એમ કહેવું વધારે પડતું નથી કે, આ ગ્રંથ એ એક અવ્યવસ્થિત લોકસમૂહને એવું ધર્મતેજ આપ્યું છે જેને બળે તેઓ એક સંગઠિત પ્રજા બન્યા અને એક વાર તે દુનિયાનું એક અપ્રતિમ શિસ્તવાન સૈન્ય ઊભું થયું.