________________
શ્રીસુખની ગુરુની વાણી, બીજે મહોલ્લે એટલે બીજાની. આ ગોઠવણથી દરેક ગુરુની વાણી, એક રાગના અધ્યાયમાં છતાં, અલગ અલગ જોઈ શકાય છે. અનેક ગુરુઓ શરીરે ભલે જુદા જુદા મહોલ્લા હેય, પણ બધા મળીને એક જ આખે જ્ઞાનસાગર બને છે, એ ભાવ આમ કરીને તેના સંપાદકે બતાવ્યું છે.
આ ગોઠવણ પ્રમાણે, કોઈ અધ્યાયમાં જ્યારે નવા ગુરુની વાણ શરૂ થાય ત્યારે તેના મહોલ્લાને ક્રમાંક જણાવાય છે. અને દરેક વાણીને આદિમાં તેને રાગ પણ કહેવાનો નિયમ રાખેલ છે. જેમ કે, “શ્રીસુખમનીને આદિ આ પ્રમાણે છે :
જૌરી, ગુલમની, મહોપ”
શ્રીસુખમની ગુરુ અજુનદેવે કયારે લખ્યું એની તારીખ સેંધાયેલી મળતી નથી. પણ કયાં આગળ લખ્યું તે પરથી તેને વિષે ચોક્કસ અનુમાન બાંધી શકાય એમ છે. ગુરુગ્રંથનું સંપાદન કરવાને એક રમણીય સરેવરને કિનારે મંડપ જમાવી એ અને એમનો લહિયો ભાઈ ગુરદાસ રહેતા હતા. (શીખ સંપ્રદાયનું સાહિત્ય તૈયાર કરવામાં તથા ગુરુઓની જીવની લખીને સંઘરવામાં આ ભાઈ ગુરદાસને મોટો હાથ હતે.) તે વખતે તે જ પવિત્ર એતિહાસિક સ્થાનમાં ગુરુ અજુને આ સુખમનીની વાણી લખાવી અને પિતા તરફથી એ ગ્રંથમાં અર્યરૂપે ઉમેરી. ગ્રંથસાહેબનું સંપાદન ઈ. સ. ૧૬૦૪માં પૂરું થયું એ ચોક્કસ નોંધાયેલી તારીખ છે. એ પરથી આપણે જાડી ગણતરી કરી શકીએ કે, સુખમની ગ્રંથ ઈ. સ. ૧૬૦૦ની આસપાસ અને ૧૬૦૪ પહેલાં લખાયો હોવો જોઈએ.
તેની ભાષા તે કાળની પ્રચલિત પંજાબી હિંદી છે. ઉચ્ચારણભેદ તથા કાંઈક તળપદા શબ્દો બાદ કરીએ તે જુના હિંદીથી એ બહુ