________________
ચથપરિચય
શ્રી ગ્રંથસાહેબ એ આ એકરૂપ ગુરુઓનું મૂર્ત સ્વરૂપ જ છે. આવી જીવંત ને પ્રત્યક્ષ માન્યતા હોવાથી, પછીના ગુરુઓએ પોતાની વાણુને ગુરુ નાનકના નામે જ રજૂ કરી છે અને એમ કરીને ઉપરની પિતાની માન્યતાને મૂર્તિમંત કરી છે.
આમ નાનક નામ પોતાનાં કાવ્યોમાં ગૂંથવામાં નમ્રતા અને પિતાની શૂન્યવત્તા તે સૂચવાય. પણ ઇતિહાસની દૃષ્ટિએ તેમાં ભય રહેઃ જેમ કેટલાક ભક્તનાં નામનો દુરુપયોગ કરી, પાછળના કેટલાક લોકોએ પોતાની રચનાઓમાં તેમનાં નામ જોડી, મોટો ક્ષેપક-પ્રશ્ન ઊભો કર્યો છે, તેમ અહીં પણ બનત. પરંતુ ગુરુ ગ્રંથના સમર્થ સંપાદકે આ બાબતમાં વિરલ સત્યપરાયણતા બતાવી છે : તેમણે આ ભૂલ ન થાય એવી ચોકસાઈ કરી છે. | ગુરુગ્રંથની ગોઠવણ રાગાનુસારી છે એ તે ઉપર આપણે
જઈ આવ્યા. એટલે, જે જે વાણી ગ્રંથમાં લેવામાં આવી છે, તેના રાગ પ્રમાણે વિભાગ પાડી અધ્યાય પાડી દેવામાં આવ્યા છે. આમ ૩૧ રાગની ૩૧ અપાય પાડેલા છે અને એ રાગોની યાદી એક સૂચીરૂપે, ગ્રંથને અંતે “રાગમાળા” નામના સ્વતંત્ર અધ્યાયમાં આપી છે. રાગમાં ન આવી શકે એવી જે વાણી છે – જેવી કે લેક, સવૈયા, વગેરે, તેના નેખા અધયાય પાડ્યા છે. એવા અધ્યાય ગ્રંથના આદિમાં ચાર છે; અને પછી ૩૧ રાગબદ્ધ અધ્યાય છે, પછી બીજા ૧૨ અદયાય છે. આમ કુલ ૪૭ અયાયમાં ગ્રંથ ગોઠવાઈ રહે છે. “શ્રીજપજી” આદિવચન તરીકે આ ગણનાથી સ્વતંત્ર રહે છે.
આવી રચનામાં કયા ગુરુની કઈ વાણી એ જણાય તે સારુ એવી ગોઠવણ કરી છે કે, રાગાનુસારી અધ્યાયમાં “મહોલ્લા કહીને વિભાગ પાડવામાં આવે છે. પહેલો મહેલ્લો એટલે પહેલા