________________
ગ્રંથપરિચય
સુખમની સુખ અમૃત પ્રભુનામ; ભક્તજનોને મનવિશ્રામ.' (૧. ૧)
શીખ ધર્મગ્રંથ “ગુરુ ગ્રંથસાહેબ” અથવા “દરબાર સાહેબમાં પ્રથમ પંક્તિના અને શીખોને પ્રિયતમ એવા બે નાનકડી વિભાગ છે: એક, આદગુરુ શ્રીનાનકદેવની અનુપમ વાણી “શ્રી જપજી'; અને બીજો, પંચમ ગુરુ શ્રીઅર્જુનદેવરચિત “શ્રીસુખમની. આ બે ગ્રંથમાં શ્રીજ પછી માત્ર ૩૯ શ્લોક્ની નાનકડી વાણુ છે. પરંતુ શીખસંપ્રદાયીઓ તેને પિતાના ધર્મગ્રંથના મૂળમંત્રરૂપ અને સારભૂત સમજે છે.
શ્રી ખમની એના કરતાં કદમાં મોટે ગ્રંથ છે. પરંતુ બેઉના વસ્તુની દૃષ્ટિએ કહી શકાય કે, “શ્રીજપજીનું જ વસ્તુ “શ્રીસુખમનીમાં
૧. દસમા ગુરુ ગોવિંદસિંહે ગુરુપરંપરાનો શારીરિક સ્યુલ ક્રમ બંધ કર્યો એ ઇતિહાસવિદિત છે. બદલામાં એમણે બધા ગુરૂઓને એકત્રિત આત્મારૂ૫ ગ્રંથને ગુરુસ્થાને સ્થાપે. તેથી ગ્રંથ “ગુરુગ્રંથ ' કહેવાય છે. “સાહેબ” શબ્દ “સ્વામી’ ‘સાઈ એ અર્થમાં શીખ લોકો તેમનાં પૂજ્ય નામો તથા તીર્થોને લગાડે છે. જેમ કે, ગુરુ નાનક સાહેબ, નાનકાના સાહેબ વગેરે. ભક્તકવિ કબીરનાં ભજનોમાં “સાહેબ” શબ્દ જે અર્થમાં વપરાય છે, એ અર્થમાં આ પ્રયોગ છે. ગુરુને દરબાર એટલે ગુરૂધામ, અથવા શીખે કહે છે તેમ, “ગુરુદ્વારા.’ લક્ષણથી “દરબાર સાહેબ’ એટલે ગુરુદ્વારા અને તેમાં બિરાજેલા ગુરુગ્રંથ એમ બેઉ અર્થ સમજાય છે.