________________
શ્રીસુખમની મલાવી મલાવીને વિરતાર્યું છે–બેઉમાં એક જ વસ્તુ, એક જ ભાવથી અને એક જ ભક્તિ તથા દર્શનના પરિણામરૂપે, રજૂ કર્યું છે.
આમ બેઉના કલેવરમાં કદને ફેર હોવા ઉપરાંત ઘાટને પણ ફેર છે. ગુરુગ્રંથમાં “શ્રીજપજી” એક સ્વતંત્ર અધયાયરૂપે આદિમાં આપવામાં આવે છે. તે ગુરુગ્રંથની રાગબદ્ધ પ્રકરણરચનામાં નથી; કેમ કે એ રાગબદ્ધ રચના નથી.
ત્યારે શ્રીસુખમની રાગબદ્ધ કાવ્ય છે અને એને રાગ ગૌડી છે. એટલે ગુરુગ્રંથના “રાગુ ગઉડી” નામના અધ્યાય આઠમામાં એને સ્થાન આપેલું છે. કુલ ૨૪ “અષ્ટપદી’ એમાં છે. દરેક અષ્ટપદીના આદિમાં એક ગ્લૅક હોય છે, જેમાં તે અષ્ટપદીના ભાવને પ્રમુખ સૂર ગાયેલું હોય છે. અષ્ટપદી નામ સૂચવે છે એમ, તેમાં ( દસ દસ કડીનાં ) આઠ પદ હોય છે. એટલે એક અષ્ટપદીમાં એક લેક ઉપરાંત આઠ દશક એટલે કુલ ૮૦ કડી હોય છે. દરેક દશક કે પદને અંતે ગુરુ નાનકનું નામ આવે છે. સામાન્ય રીતે એને અર્થ
ગુરુ નાનક કહે છે ” એ સમજવામાં આવે છે. કોઈ કોઈ પદમાં. ગુરુ નાનક પોતે પોતાને જ સંબોધીને કહેતા હોય કે વીનવતા હોય, એ ભાવ પણ હોય છે.
ઘણું ભક્તોનાં ભજનને અંતે તે તે ભક્તનું નામ આવે છે. શ્રીસુખમનીના રચનાર પાંચમા ગુરુ અર્જુનદેવ છે. ગુરુ નાનક પછીના શીખ ગુરુઓ પોતે અને શીખો એમ દઢપણે માનતા (અને આજે પણ શીખે માને છે) કે, દશ ગુરુ એ શરીરે ભિન્ન હોવા છતાં આત્માએ કરીને એ જ આદ્ય ગુરુના સ્વરૂપભૂત હતા; અને જે ધર્મકાર્ય તેમણે આદર્યું તે જ પછીના ગુરુઓએ આગળ વધારવાનું કામ કર્યું છે? ધર્મ રહસ્યનું જ્ઞાન તે બધાનું એક જ હતું. અને એ બધાની તથા તે કાળના જાણીતા અન્ય ભગવદ્ભક્તોની વાણીના સંગ્રહરૂપ