________________
શ્રી વીરચંદ મીઠાભાઈ મહેતા
શ્રી નવલબેન વીરચંદ મહેતા
શ્રી વીરચંદભાઈ એાછું ભણ્યા હતા વ્યાપારી કુનેહ અને દીર્ઘદૃષ્ટિને લીધે નાનપણુમાં જ ધંધામાં જોડાયા. ૧૮ વર્ષથી ઉમ્મરે આફ્રિકા ગયા. ના પ્રદેશ, નવા લેકે અને નવી ભાષા હોવા છતાં બધી મુશ્કેલીઓ વેઠીને થોડા જ સમયમાં કાપડને ધંધે દારૂ કર્યો અને માટે સ્ટોર કર્યો.
ધર્મ પ્રથમ અને ધંધે પછી; એ જીવનને મુદ્રાલેખ સમજી, પોતે જાતે મહેનત લઇ, અથાગ ભેગ આપી, સ્થાનકવાસી જૈન ભાઈઓના સહકારથી કંપાલામાં એક ભવ્ય ઉપાશ્રય ઉભો કર્યો.
પિતે શ્રી વીરચંદ મીઠાભાઈ ચેરીટી ટ્રસ્ટ કરેલ છે. એ ઉપરાંત જામનગરમાં એમના દાનથી આર્ટસ અને કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી છે. પોતાના વતન લાલપુરમાં ઉપાશ્રય બંધાવેલ છે.
શ્રી વીરચંદભાઇની દરેક પ્રવૃત્તિઓમાં એમના ધર્મ પત્ની નવલબેને પૂરેપૂરો સહકાર આપીને પ્રેરણા આપી છે. શ્રીમતી નવલબેને અનેક તપશ્ચર્યા કરી છે. વાલકેશ્વર ઉપાશ્રયમાં એના મકાન બાંધવામાં રૂા. ૨૫,૦૦૦ નું દાન આપેલ છે.