________________
૧૦
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ગયો.
પરમાત્માની વાણીમાં એક સૂર હોય-લય હોય, સપ્તભંગી હોય, સાત નય હોય, હૃદયના ઉંડાણથી નીકળેલ હોય..
એક વાર એકડોશીમા જે અત્યંત વૃદ્ધ અને દયનીય હતી. જંગલમાં જઈ લાકડા કાપી એના શેઠને આપે છે ત્યારે ઓછા લાકડા જોઈ શેઠ કહે છે રે ડોશી આટલા લાકડા તો તું મરી જાય તો બાળવા ય કામ ન લાગે. જા! બીજીવાર જા અને પૂરો ભારો લઈને આવ પછી જ તને જમવાનું મળશે. બિચારી ડોશી... ભૂખી તરસી કશ કાયા.. પાકટ ઉંમર.... શું કરે... પેટને માટે ફરી જંગલમાં ગઈ. હાથ પગ ધ્રૂજે છે, શરીર ખોખલુ થઈ ગયું છે, મરવાના વાંકે જીવી રહી છે એવી વૃદ્ધાએ લાકડાનો ભારો બાંધ્યો અને લઈને આગળ ચાલી ત્યાંજ ભારામાંથી એક લાકડું નીચે પડી ગયું. એ લેવા માટે નીચે નમી. કમરથી વળીને લાકડું હાથમાં પકડે છે ને ત્યાં જ...
જાણે કોઈ ચમત્કાર હોય એવી અમૃતમય જિનવાણી એના કર્ણયુગલમાં પ્રવેશે છે. નજીકમાં રહેલ સમવસરણમાં પરમાત્માદેશના આપી રહ્યા છે અને એ સાંભળવામા ડોશીમાં એકાગ્ર બની ગયા. વાંકી ને વાંકી જ વળેલ છે. માથે લાકડાનો ભારો છે. એક લાકડું લેવા માટે હાથ લંબાવેલ છે. એ જ હાલતમાં ડોશીએ પૂરી દેશના સાંભળી. ભૂખ-તરસ-થાક-પરિશ્રમસંતાપ-ચિંતા બધું જ મટી ગયું. આ છે દેશનાનો પ્રભાવ... સારી દુનિયાના જે હિતચિંતક હોય તેમનો પ્રભાવ અપ્રતિમ હોય છે. કહેવાય પણ છે કે પાંચ પ્રકારના જીવો હોય છે
ધૂળ જેવા = નર્યા સ્વાર્થી વૃક્ષ જેવા = કુટુંબના હિતેચ્છુ નજીક આવનારને ફળ આપે કાગ જેવા = સમાજનું હિત જોનાર. મનુષ્ય જેવા = પ્રદેશનું હિત જોનાર ભગવાન જેવા = આખી દુનિયાનું હિત દેખનાર.
પરમાત્માના મુખેથી નીકળેલ વાણી ઉપર પૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખો. પરમાત્માએ જે ઉપદેશ આપ્યો તેમાંથી કાળના પ્રવાહે કેટલાક ઉપદેશો લુપ્ત થઈ ગયા કેટલાક સુરક્ષિત રહ્યા જે સૂત્રબદ્ધ બન્યા. તેને આગમગ્રન્થો કહેવાય છે. પૂર્વ મહર્ષિઓ-પ્રજ્ઞાવંત આચાર્ય ભગવંતો આદિ જે ગ્રન્થો રચે છે તે