________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૩૭
મનુષ્ય તથા તિર્યંચના ભવમાં ઔદારિક શરીર હોય-લબ્ધિ યોગે વૈક્રિય શરીર પણ કરી શકે.
ચૌદ પૂર્વધર મહાત્માને સંશય પડે ત્યારે ક્યારેક આહારક વર્ગણાના પુદ્ગલો દ્વારા આહારક શરીરને બનાવે છે.
આપણી મુખ્યત્વે વાત ઔદારિક શરીરને આશ્રયિને જ થશે. શરીર ઉપર રાગ આસક્તિને છોડવાની.
શરીરની રચના સમજવાની છે. કેવળ સમજવાની નહિ પણ જીવન માં ઉતારીને આત્માને નિર્મળ કરવાનો છે. કેમ કે...
અંતરાત્મા નિર્મળ ન બને તે જ્ઞાન નથી, માહિતી છે અંતરાત્મા પવિત્ર ન બને તે સમજણ નથી, જાણકારી છે. અંતરાત્મા શુદ્ધ ન બને તે વિદ્વત્તા નથી, સંગ્રહ છે.
માટે શરીર કેવું ગંદુ છે. એની જાણકારી જ નહિ પણ સમજણ કેળવવાની છે અને એના પ્રત્યે મોહ ઓછો કરવાનો છે. આજે તમારો મોટા ભાગનો સમય શરીરની ટાપ-ટીપ અને ચોક્સાઈ માટે જ જાય છે. શરીર ખાતર ગમે તે તમે કરી શકો છો એટલે કહેવાય છે કે
રોગના ડરથી માણસ ખાવાનું છોડી દે છે પણ મોતના ડરથી પાપ કરવાનું છોડતો નથી.
ગ્રન્થકારશ્રી જણાવે છે કે શરીર સાથે રાતદિવસ રહેવાનું છે. એની સાથે જ જીવવાનું છે છતાં એની તરફ આસક્તિ રાખવાની નથી. બહુ કપરૂ કામ છે. માટે તારે ખાસ સમજવાનું છે.
શું તમને ગંદકી, ગટર કે અશુચિ ગમે ? ઉકરડો હોય તો તમે કેવા થઈ જાઓ. બસ આ શરીર પ્રત્યે એવું જ વિચારવાનું છે.
એક ઘડો છે, એમાં શરાબ ભરેલો છે. આ ઘડો છિદ્રવાળો છે તેમાંથી શરાબ ટપક્યા કરે છે. અને ઘડો આખો ગંદો ગોબરો થઈ ગયો છે. હવે એ ઘડો દુર્ગંધ મય છે. ચારે બાજુ એની દુર્ગંધ ફેલાતી હોય છે. આ ઘડાને જો ગંગા જળથી ધોવામાં આવે અગર માટીથી સાફ કરવામાં આવે તો પણ એની દુર્ગંધ જાય નહિ. તે ઘડો સ્વચ્છ થાય નહિ. અપવિત્ર ઘડો છેવટે અપવિત્ર જ રહેતો હોય છે.
શરીરને છિદ્રવાળા શરાબ ઘડાની ઉપમા આપી છે. શરીરમાં ગંદા