________________
૧૮૪
સંવર ભાવના તો તે વખતે પોતાના મનને સ્થિરતામાં રાખે છે.
| (૨) ક્રોધથી થતાં દોષોની વિચારણા - ક્રોધ કરતી વખતે મુખને લાલચોળ કરવું પડે છે. અને મનનો કબજો મૂકી દેવો પડે છે. ક્રોધ કરવાથી વાતાવરણ ઉગ કરનારું થઈ જાય છે. ક્રોધથી વૈર બંધાય છે. ક્રોધ કરવાથી માનસિક શક્તિનો બહુ નાશ થાય છે. તેથી શરીર ઉપર બહુ અસર થાય છે. આવું વિચારી ક્ષમા રાખવી.
(૩) બાળ સ્વભાવ -મૂઢ માણસો જેમ તેમ બોલતા હોય છે. ત્યારે આપણે વિચારવાનું કે તે મારી સામે તો નથી બોલતો ને, અને કદાચ સામે બોલે તો વિચારવાનું કે એ મને મારપીટ તો નથી કરતો ને, અને મારપીટ કરે તો વિચારવાનું કે તે મને જાનથી તો નથી મારતો ને, અને કદાચ જાનથી મારે તો વિચારવાનું કે આત્મા અમર છે. એવું વિચારી ક્ષમા દાખવવી.
(૪) સ્વકર્મ ઉદય - વ્યવહારમાં બીજા માણસો તારા ઉપર કારણે અકારણે ક્રોધ અનેક વાર કરશે તે વખતે તારે મનની સ્થિરતા જાળવી રાખવી એમાં ખૂબી છે. મન ઉપર અંકુશ રાખનાર યોગી તે વખતે વિચારે છે કે આતો મારા કર્મનો જ વાંક છે. મારા ખરાબ કર્મનો જ પરિપાક છે. દા.ત. અંધક મુનિ મહારાજના સંબંધમાં બન્યું હતું. તેમના બનેવીએ ચામડી ઉતારી લેવા માણસો મોકલ્યા હતાં ત્યારે તેમને વિચાર્યું કે આ લોકો તો મારા ઘણા ઉપકારી છે કારણ કે ઘણા કાળ છૂટી શકે એવું કર્મઋણ આ લોકો તુરત જ મૂકાવી શકશે માટે એવું વિચારવાનું કે આમાં જો કોઈનો વાંક હોય તો મારા કર્મનો જ છે. એમ સમજી ક્ષમા રાખવી.
(૫) ક્ષમા-ગુણનું મહત્વ - ક્ષમાથી થતાં લાભોનું ચિંતન કરવું. ક્ષમા કરવાથી મનનો પરિતાપ ઓછો થાય છે. ક્ષમા કરતી વખતે બહુ આનંદ થાય છે. ક્રોધ એ વિભાવ દશા છે. અને ક્ષમા એ સવભાવ દશા છે. આપણે ક્રોધ કરીશું તો સામા તરફથી તેના બદલામાં તે જ મળશે એટલે પરિણામે ખરાબી થશે. તેથી ઉલટું જો આપણે કષાય ન કરીએ તો મગજનો ઉકળાટ કે હૃદયની ગ્લાનિ થશે નહિ માટે ક્ષમા ગુણવાળા પ્રાણીઓ જલ્દી મોક્ષ પ્રાપ્તિ કરે છે. આમ ક્ષમા એ આત્મ ધર્મ છે. માટે નિરંતર ક્ષમામય રહેવું.
હવે બીજો યતિ ધર્મ છે માદેવતા! તે જોઈએ. * માઈલ -માન કષાય ઉપર વિજય પ્રાપ્ત કરો, મૃદુ બનો, હૃદયને