Page #1
--------------------------------------------------------------------------
________________
શિાબની ની ]
ભાગ-૧
8 પ્રવચનકાર :- | પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)
Page #2
--------------------------------------------------------------------------
________________
श्रीविनयविन
Sજીક છક થકી છક
विरथित
ઉપાધ્યાય
|| શાન્તસુધાસમ II
(સં. ૨૦૫૬ના ચાતુર્માસ દરમ્યાન કરેલ પ્રવચનો)
Sભાગ
અિનિત્યભાવળાથી શૈવભાવળા સુધી વિવશols
જ શુભ આશીવદિ દાતા જ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)
પ્રવચનકાર-લેખક છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચન્દ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)
SCણવજE
Page #3
--------------------------------------------------------------------------
________________
gવક પરિશ્ચય
પુસ્તકનું નામ : શાન્તસુધારસમ
રચયિતા
: ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.
રચનાકાળ
: વિ.સં. ૧૦૨૩
અવયવહાર
: પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય
અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય. રત્નચન્દ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)
પ્રકાશક તથા : શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથ જૈન સંઘ પ્રાપ્તિ સ્થાન : દેવકીનંદન, દર્પણ સર્કલ પાસે,
રૂપક સોસાયટી સામે, નારણપુરા, અમદાવાદ
નકલ
: ૨૦૦૦
વિમોચન
: વિ.સં. ૨૦૫૮ અષાઢ સુદ ૧
ગુરુવાર તા. ૧૧-૭-૨૦૦૨
મૂલ્ય ,
: રૂા. ૪૦-૦૦
મુદ્રક
: ‘એમ.બાબુલાલ પ્રિન્ટરી', રતનપોળ, ફતેહભાઈની હવેલી, અમદાવાદ-૧. ફોન : પ૩પ૦પ૦૦, ૫૩૨૦૧00
Page #4
--------------------------------------------------------------------------
________________
=
= =
(D
)
યાદ....! સ્મિત...! હોઠ પર ફૂટી નીકળતું.., અનાયાસે ખીલતું ફૂલ સ્મિત...! પૂ. ગુરુદેવના મુખ પર અમે જ્યારે જોયું છે... ત્યારે આ ફૂલની ફોરમ જ હોય...! ઘણી વખત ઉપમાઓ બુઠ્ઠી થઈ જાય છે... ગુરુવરને શું આપીએ ઉપમા...! ચન્દ્રની...?, દરિયાની...?, વાદળની...?, ચાંદનીની...? શેની ઉપમા આપીએ...?.
આમ જોઈએ તો અમારો અધિકાર પણ શું...? ઉપમા આપવાનો...! પણ... લાગણી એ પોતે જ અધિકાર છે... એને માટે ગણતરીની કે ગણિતની જરૂર નથી. જ્યારે... પૂ. ગુરુદેવ... અમારા સંઘમાં પધાર્યા... પ્રવેશથી માંડીને... ઠે...ઠ વિહાર સુધી જે આરાધનાની યાત્રા થઈ... કેવી રીતે વર્ણવીએ...એ... અનુક્રમણિકા... આરાધનાની...!!!
ચોક્કસ કહીશું... કે... અમારું આ અવર્ણનીય ચાતુર્માસ... સાકરના ટુકડા જેવું હતું. જ્યાંથી ચાખો... મધુરતા જ મળે... કડવાશને સ્થાન નહીં. અમારી ચાતુમસિક આરાધનાની યાત્રાનું પહેલું સ્ટેશન હતું... પૂજ્યપાદ્ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ...!
પ્રવેશમાં અકલ્પનીય... માનવ સમુદાય જોઈને અમને ઝાંખી થઈ ગઈ... કે... આ વખતનું ચાતુર્માસ કંઈક અલગ જ હશે. દેવોને સમુદ્રમંથન કરતાં... ૧૪ રત્નો મળ્યા હતાં. બહુ વિચારતાં અમને લાગ્યું કે... સં. ૨૦૫૬ના ચાતુર્માસના મંથનમાં ૧૪ નહીં ૪૦ રતન અમને મળ્યા હશે...
જે આપના દર્શનાર્થે પ્રસ્તુત છે... અમારા શ્રી સંઘના ઈતિહાસમાં સૌ પ્રથમવાર થયેલી બાળ શિબિર, શ્રી મોક્ષલક્ષ્મી તપની આરાધના... પૂ. ગુરુદેવે કહેલું... તાપ ઓછો કરવો હોય તો આ તપ કરજો જ’ અને મોક્ષલક્ષ્મી તપમાં જોડાવવાની પડાપડી જોવાનો અમને લ્હાવો મળ્યો.
અને ક્યારેય ન જોયેલો. ન જાણેલો, ન માણેલો...“વામા માતાનો થાળ” જેને જોઈને... સોના મુખમાંથી સરી પડ્યું...
Page #5
--------------------------------------------------------------------------
________________
અદ્ભૂત... અદ્ભૂત..! અને ખાસ તો પ્રવચન ગંગા... ચાર-ચાર મહિના સુધી નિયમિત વહેતી આ પ્રવચનની ધારાએ... ખરેખર અમને... ભીના ભીના, ભીગા ભીગા બનાવી દીધા હતા... પૂજ્યશ્રીના પ્રવચનમાં વહેતી તાત્વિક વાતો અમને સમજાવી દેતી... કે.. “મન ફક્ત માહિતીની વખાર બનાવવા માટે નથી... મન તો... જ્ઞાનનો ખજાનો ભરવા માટે છે ...” અને પછી અમારી પ્રવચન માટેની તરસ કૃત્રિમ નહીં કુદરતી થઈ ગઈ... જાણે ચાતકની તરસ...!! ઘર ઘરમાં શાન્તિ-પ્રશાન્તિ-ઉપશાન્તિને પ્રાપ્ત કરાવી રામાયણના શ્રવણે, પાંચ-પાંચ રવિવારની ઝાકળ ભીની સવારે... સંગીતમય “રત્નાકર પચ્ચીશી" પરના પ્રવચનોએ અમને... પરમાત્મભક્તિમાં ઘેલા કર્યાં.
અને ચાર-ચાર મહિના “શાન્તસુધારસ ગ્રંથ”નું વાંચન થયું. શ્રવણ કરતાં-કરતાં અમારા હૈયા ઝણઝણી ઉઠ્યા. શાન્તરસના વહેતા ઝરણામાં પવિત્ર બનવાનું સૌભાગ્ય મળ્યું. એક એક શબ્દ સંભળાતો ગયો ને મનમાં કંઈક સંકલ્પ થતો ગયો. આવી જ ભાષા અને આવા જ શબ્દો જો ગ્રંથસ્થ બની જાય તો કેવું સારું ? ગુરુદેવ તો કાલે વિહાર કરી જશે ? પછી શું ? અને અમે પૂજ્ય ગુરુદેવને સાગ્રહ વિનંતિ કરી. ગુરુદેવ ! આપનો રત્ન ખજાનો અમને કાં ન મળે? આપનો ગુણ વૈભવ અને આપનો ભાષા વૈભવ કાગળમાં કંડારાય તો અમારા જેવા પામર પ્રાણીઓ કશુંક પામી શકે. સંઘની આગ્રહભરી વિનંતિ ગુરુદેવે સ્વીકારી અને અમારા ઉપર ઉપકાર કર્યો, અને એના પરિપાક સ્વરૂપે સર્જન થયું છે આ શાન્તસુધારસમનું!
પર્યુષણા મહાપર્વમાં ભવ્ય મહાપૂજામાં તો કલ્પનાતીત માનવ મહેરામણ જોઈ અમે અતિ આનંદથી ઉભરાઈ ગયા... કહેવાય છે કે... સંતોના સહજ બોલાયેલા શબ્દો શિલાલેખ જેવા હોય છે. જ્યારે દુર્જનોના તો સોગંદપૂર્વક બોલાયેલા શબ્દો પણ જલ-રેખ જેવા હોય છે. પૂ. ગુરુદેવના મુખેથી બોલાયેલા શબ્દો ક્યારે'ય નિષ્ફળ નથી ગયા. એનો પ્રત્યક્ષ પુરાવો... આ... કે... શાન્તિસ્નાત્ર સહિત આઠ દિવસનો મહોત્સવ અને ૩૮-૩૮ છોડનું ભવ્યાતિભવ્ય ઉજમણું...
Page #6
--------------------------------------------------------------------------
________________
છોડ ભરાવવા માટેની પડાપડી અમારા આ નયનોએ નિહાળી છે. લાં..બી... ચૈત્યપરિપાટી... જાણે છ'રી પાળતો સંઘ... અભૂતપૂર્વ માહોલ વચ્ચે પરમાત્મભક્તિ સ્વરૂપ સુપરહિટ સંધ્યાભક્તિ, ભવ્ય રથયાત્રા, પૂજ્ય ગુરુદેવે કરાવેલી...આંખ બંધ કરીને... શત્રુંજય તીર્થાધિરાજની ભવ્ય ભાવયાત્રા. આસો મહિનાની શાશ્વતી ઓળી તથા તાત્ત્વિક-માર્મિક પ્રવચનો... દિવાળીના પ્રવચનો...અને પંચદિવસીય દ્વિતીય મહોત્સવ દિવાળીમાં...રંગોળી સ્પર્ધા... અરે... રંગોળી જોઈને તો ભલભલા બોલી ઉઠ્યા... “રંગમાં રજોટાય રે... મારગ, ફળીયું શેરી ચોક, રંગોળી તિરખવા સૂરજ, કાઢતો હજાર ડોક”
બાળકોના અભૂતપૂર્વ ઉત્સાહ-ઉમંગ વચ્ચે થયેલો બાળ મેળાવડો... તથા “ટાકડા બંધ અભિયાન” અને ખાસ તો...રંગોળી.. સહિત... શાહી સ્વાગત સાથે... કેટલા' યે વર્ષોમાં ન થયેલું ચાતુર્માસ પરિવર્તન, આ સિવાય...
ચાતુર્માસમાં થયેલી અન્ય આરાધના તો જુદી જ ! જેવી કે... દારિદ્રનિવારણ તપ, મુનિસુવ્રત સ્વામિ એકાસણા, વાસુપૂજ્યસ્વામિ એકાસણા, સરસ્વતિ સાધના, નેમિનાથ ભગવાનના એકાસણા, આવી તો કંઈ કેટલી'યે આરાધનાથી અમારૂં આ ચાતુર્માસ... સફળ નીવડ્યું. બીજું શું જોઈએ...? અમારે ! વાદળ જેવા ગુરુવર મળી ગયા... મન મુકીને વરસ્યા... ગુરુદેવ ! અમને ઘણું બધું મળી ગયું. આમ જોઈએ તો વાદળ પાસે શું નથી ? વિવિધ આકારો છે, વિવિધ રંગો છે. જળથી સભર છે. સવારની ઉજાસ છે, બપોરનો તડકો છે. સાંજની શોભા છે. અને ખાસ તો મન મુકીને વરસવાની તાકાત છે.
બસ, ગુરુદેવ પાસે પણ આ બધું જ છે... સદા'ય મળજો... ગુરુદેવ આવા...! અમારી પ્રતિક્ષાની બારી હંમેશા ખુલ્લી છે. અને એમાં એક દીવો જલે છે. પ્રતિક્ષાનો..!
પધારજો વ્હાલા ગુરુદેવ!!!
લી. શ્રી પુરૂષાદાનીયપાર્શ્વનાથ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ દેવકીનંદન, નારણપુરા, અમદાવાદ.
Page #7
--------------------------------------------------------------------------
________________
ગ્રન્થકાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.
પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામિની પાટરંપરામાં ૫૮મી પાટે હીરવિજયસૂરીશ્વરજી મ. થયા. જે મહાન ત્યાગી અને તપસ્વી પુરૂષ હતા. તેમજ મહાન પ્રભાવક હતા. અકબર જેવા ક્રૂર બાદશાહને તેમણે પ્રતિબોધ કરેલ. તેમના શિષ્ય વિજય સેનસૂરિજી થયા તેમની પાટે જંગમકલ્પવૃક્ષ સમાન વિજય દેવસૂરિ થયા તેમની પાટે વિજય સિંહસૂરિ નામના ગુરૂ આવ્યા તેમની પાટે વિજય પ્રભ નામના આચાર્ય થયા તેમના સામ્રાજ્યમાં ઉપા. વિનયવિજયજી જેવા પ્રખ્યાત વિદ્વાન પુરૂષ થઈ ગયા. તેમનો જન્મ કઈ સાલમાં થયો તે ચોક્ક્સ માહિતીના અભાવે કહી શકાય નહિ. તેમનું સ્વર્ગગમન વિ.સં. ૧૯૩૮માં રાંદેર મુકામે થયેલ તેવો ઉલ્લેખ શ્રીપાળરાસમાં મળે છે. તેમના પિતાનું નામ તેજપાલ અને માતાનું નામ રાજેશ્રી હતું અને તેઓ વણિક કૂળમાં ઉત્પન્ન થયેલા છે.
તેમના ગુરૂ કીર્તિ વિજયજી ઉપાધ્યાય હતા. જે ગુર પ્રત્યે ખૂબજ સમર્પણ ભાવ વાળા હતા. અને ઉપા. યશોવિજયજીની સાથે તેઓશ્રીને ખૂબજ સારો મૈત્રી ભાવ હતો બન્નેએ સાથે મળીને કાશી જઈ સારો એવો અભ્યાસ કર્યો હતો.
ઉપાધ્યાય વિનયવિજયજી પ્રકાંડ પંડિત હતા. તેમજ અહંથી રહિત હતા. તેમના જીવન વિષે ખાસ ઉલ્લેખ ક્યાંય મળતો નથી. તેમણે કલ્પસૂત્રની “સુબોધિકા” ટીકા સં. ૧૬૯૯માં બનાવી. તેમજ સેંકડો શાસ્ત્રો, ગ્રન્થોમાંથી હકીકત તારવી, દ્રવ્ય, ક્ષેત્ર-કાલ અને ભાવની સર્વે હકીકતોનો સંગ્રહ કરી “લોકપ્રકાશ” નામનો ગ્રન્થ બનાવ્યો. તેમાં હજારો શ્લોકો નવા બનાવી અને ઠેકઠેકાણે આગમના આધારો લખ્યા જે તેમની અસાધારણ યાદ શક્તિ હોય તેમ જણાય છે. સં. ૧૦૦૮માં લોકપ્રકાશ ગ્રન્થ પૂર્ણ કર્યો. અને વ્યાકરણના નીચોડ સ્વરૂપ હેમલઘુપ્રક્રિયાની રચના કરી. તેના ઉપર હેમપ્રકાશનું વિવરણ કર્યું. ઢળતી સંધ્યાએ વૈરાગ્યરસનું પોષણ કરનાર શાન્ત સુધારસ ગ્રન્થની ઉત્તમ રચના કરી. આ ગ્રન્થ સં. ૧૦૨૩ માં બનાવ્યો. ત્યારબાદ ૧૭૨૯માં પુન્યપ્રકાશનું સ્તવન અને ૧૭૩૧માં ભગવતી સૂત્રની સજ્ઝાયની રચના કરી. છેલ્લે છેલ્લે રાંદેર સંઘના આગ્રહથી સર્વ રસના આસ્વાદન રૂપ “શ્રીપાલ રાજાનો રાસ” સં. ૧૭૩૮ માં બનાવ્યો અને આ રાસની અધૂરી રચનાએ તેઓ કાળ ધર્મ પામ્યા,
સંક્ષેપમાં કહીએ તો તેઓશ્રીએ કલ્પસૂત્રની ટીકા રચી ગ્રન્થકર્તા
Page #8
--------------------------------------------------------------------------
________________
તરીકે સ્થાન મેળવ્યું. ત્યારબાદ પોતાનું સઘળું જ્ઞાન લોકપ્રકાશમાં રેડ્યું,
આ ગ્રન્થ બનાવતાં દશ
બાર વર્ષ થયા. ત્યારબાદ વ્યાકરણ પ્રક્રિયા રચી અને છેલ્લે શાન્તભાવની કલાકૃતિ કરી ધર્મચિંતવનમાં બાકીનો સમય વીતાવ્યો. જ્યારે રાંદેર સંઘે શ્રીપાળ રાસની વિજ્ઞપ્તિ કરી ત્યારે ફરી પાછા મૂકી દીધેલ હથિયાર સજાવ્યા અને ખૂબ રસથી એમાં તેઓ જોડાયા.
આથી ઉપા. વિનયવિજયજીનો સમય ગાળો અંદાજે કહી શકાય કે વિ.સં. ૧૬૮૯ થી ૧૦૩૮ નો હોઈ શકે. આ સમયગાળા દરમ્યાન તેમણે અનેક ગ્રન્થોની રચના કરી છે. ઉપરોક્ત ગ્રન્થ ઉપરાંત ચોવીશી સ્તવનો, નયકણિકા, ઈન્દ્રદૂત, વીશીસ્તવન, પટ્ટાવલી સજઝાય આવી નાની મોટી અનેક રચના કરી છે.
“પરિચય"
હીરવિજયસૂરીશ્વરના એક શિષ્ય હતા. વાચક સોમવિજય અને બીજા વાચક કીર્તિવિજયજી. વાચક કીર્તિવિજયજી હસ્તસિદ્ધ પુરૂષ હતા. એમના પ્રભાવે મૂર્ખ શિરોમણી પણ વિદ્વાન બની જાય. જે પ્રચંડ વૈરાગી હતા. શાસ્ત્ર - સિધ્ધાન્તમાં કોઈ ન જીતી શકે તેવા હતા. તેમના શિષ્ય ગ્રન્થકાર વિનયવિજયજી હતા.
“ગ્રન્થ પરિચય”
તેમણે આ શાન્તસુધારસ ગ્રન્થમાં ૧૨ ભાવના અને મૈત્રાદિ ભાવના મળી ૧૬ ભાવનાનું વૈરાગ્ય વર્ણન કરેલ છે. આ ગ્રન્થ અદ્વિતીય છે. શાંતરસથી ભરેલો છે. ઉપદેશાત્મક ગ્રન્થમાં મોખરાના સ્થાને છે. શાન્તસુધારસ એટલે આત્મા સાથે ડાયરેક્ટ ડાયલીંગ જેના ગેય કાવ્યો દેશી રાગમાં ગાઈ શકાય છે. આ ગ્રન્થમાં દરેક ભાવનામાં પૂર્વ પરિચય અને પ્રશસ્તિના મળી ૧૦૬ શ્લોક છે તેમજ સોળ ભાવનાના અષ્ટકના ૧૨૮ શ્લોક મળી કુલ ૨૩૪ શ્લોક પ્રમાણ ગ્રન્થ છે.
આ ગ્રન્થમાં શુભભાવનાઓનો રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે. શાન્તરસને મેળવવા માટે શાન્તસુધારસનું સતત મનન કરવું પડે. તેમજ આ ગ્રન્થના રચયિતા ઉપાધ્યાય વિનયવિજયજી ઉપર પણ પૂર્ણ બહુમાન ભાવ રાખીને ગ્રન્થનું અધ્યયન કરવાથી અધ્યયનમાં એકાગ્ર બનાય છે. આવા અપ્રતિમબુદ્ધિશાળી પાપભીરૂ ઉપા. વિનયવિ. મ.ના ચરણોમાં શતકોટી નમસ્કાર કરી આ ગ્રન્થની વિવેચના કરૂં છું. લી. રત્નચંદ્રસૂરિ
Page #9
--------------------------------------------------------------------------
________________
મારી વાત મારા શબ્દોમાં
વિ.સં. ૨૦૫૬ ની સાલ ફાગણવદના એ દિવસો. પૂજ્ય ગચ્છાધિપતિશ્રી પાસે શ્રી દેવકીનંદન જૈન સંઘે મારા માટે ચાતુર્માસ નિમિત્તે માંગણી મૂકી અને..
શુભ પળે... શુભમુહૂર્તો ચાતુર્માસની જય બોલાવવામાં
આવી.
પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના શુભ આશીર્વાદ અને સંઘની આગ્રહપૂર્ણ વિનંતી તેમજ ઉત્સાહના યોગે મંગલમૂહુર્તે, મંગલ પળે ચાતુર્માસ પ્રવેશ થયો.. સંઘનો ઉત્સાહ અમાપ હતો. કંઈક વિશિષ્ટ... કંઈક નોખુ કંઈક અનોખું કરવાની ભાવના સૌના દિલમાં રમતી હતી.. અનેકવિધ વિશિષ્ટ આયોજનો યોજાયા...
જ્યારે પ્રવચન વિષે વાત આવી ત્યારે મારી બાલ્યાવસ્થામાં કંઠસ્થ કરેલ શાન્ત સુધારસગ્રન્થ દૃષ્ટિપથમાં આવ્યો. જ્યારે જ્યારે શાન્તસુધારસનો પાઠ કરું છું ત્યારે ત્યારે હૈયું વિકવર બની જતું હતું. એ જ ગ્રન્થ વ્યાખ્યાનમાં વાંચવાનો નિર્ણય કરતાં રોમરાજી વિકસ્વર બની ગઈ. અહોભાગ્ય હતા મારા કે આવો વિશિષ્ટ ગ્રન્થ વાંચવાનું મનન કરવાનું અને પરિશીલન કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું. અને વ્યાખ્યાનમાં તત્વરસિક તેમજ પ્રબુદ્ધશ્રોતાઓ મળવાથી મારો ઉત્સાહ બેવડાયો. દિન પ્રતિદિન એકએક ભાવનાના વિષયોમાં ડૂબકી લગાવતો જ રહ્યો.
પં. ગંભીરવિજયજી મ.ની ટીકા જે શાન્તસુધારસ ઉપર છે તેના આધારે પ્રવચનો થયા. વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો ત્યારે કલ્પના પણ ન હતી કે હું જે વ્યાખ્યાન આપું છું તે મારે લખવું પણ પડશે.
ચાતુર્માસના છેલ્લા દિવસોમાં સુશ્રાવક પ્રવિણભાઈ બાલુભાઈ કહે, સાહેબ ! શાન્તસુધારસ ગ્રન્થ પૂર્ણ કરજો, મેં
Page #10
--------------------------------------------------------------------------
________________
કરે છd Of
'G'
G
'C'
કહ્યું કે ભાઈ ! પુરેપુરો વંચાય તેવું કંઈ લાગતું નથી. જેમને શાન્તસુધારસ ઉપર ઉંડી આસ્થા છે. જે એના વ્યાખ્યાન કે વાંચનમાં ડૂબી જાય છે. એવા પ્રવીણભાઈ કહે જ્યાં સુધી ગ્રન્થ પૂરો નહિ થાય ત્યાં સુધી અમે આપને વિહાર નહિ કરવા દઈએ. આ એમનો લાગણી ભર્યો અવાજ હતો. અને આ વ્યાખ્યાન ગ્રન્થસ્થ પણ કરવાનું છે માટે આપ એનું લખાણ પણ કરજો.
છેવટે ચાતુર્માસના અંતિમ દિવસે શાન્ત સુધારસ ગ્રન્થ તો સંપૂર્ણ કર્યો પણ પુસ્તક છપાવવાની એમની વાત એ વખતે મેં સ્વીકારી નહિ. | સંઘના પ્રમુખશ્રી ભીખુભાઈ આદિ તમામ ભાવિકોએ આ અંગે ખૂબ જ આગ્રહ કર્યો કે સાહેબ આપ પુસ્તક તૈયાર કરો. વ્યાખ્યાનનો તમામ વિષય તેમાં આવરી લેવામાં આવે.
લખવાની લાંબી ટેવ નહિ અને આટલું વિસ્તૃત આવા ગૌરવશાળી ગ્રન્થ ઉપર લખવું. તે મારા ગજા બહારની વાત હતી. છતાં સંઘનો અતિ આગ્રહ જોઈ લખવાની હા પાડી... બાકીની તમામ જવાબદારી દેવકીનંદન સંઘે ઉપાડી લીધી.
અને કારતક સુદ-૧૫ ના દિવસે દેવકીનંદન સંઘના ઇતિહાસના સુવર્ણપૃષ્ઠમાં ચાતુર્માસ પરિવર્તનનું એક ઐતિહાસિક પૃષ્ઠ ઉમેરાયું. ચેતન્ય સોસાયટીમાં શ્રી હસમુખભાઈ ચુનીલાલ પરિવારે ઓદાર્થપૂર્ણ લાભ લીધો. તે અવસરે શાન્તસુધારસ ગ્રન્થ અંગે ટહેલ નાંખતા ફક્ત પાંચ જ મિનિટમાં જરૂરી ફંડ સંપ્રાપ્ત થઈ ગયું. આ ચાતુર્માસ પૂર્ણ થતાં મહોત્સવ તેમજ દીક્ષાઓના પ્રસંગે સુરત - મુંબઈ જવાનું થયું. જઈને ચાતુર્માસાર્થે પુનઃ અમદાવાદ જ આવવાનું હતું. એટલે વિહારના જે ચારેક મહિના મળ્યા એ શાન્ત-પ્રશાન્ત અમે રળિયામણા દિવસોમાં કાગળ ઉપર શાન્તસુધારસને શબ્દ દેહ અપાતો ગયો. જેમ જેમ લખાતું ગયું તેમ તેમ ઉત્સાહ વધતો ગયો નવી નવી ભાષા અને નવનવા શબ્દોથી ગ્રન્થ સમૃદ્ધ બનતો ગયો.
'C'
'D
દક
.
7
5.
D
Page #11
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના પહેલાભાગમાં ૧ થી ૮ ભાવનાનું વિવેચન કર્યું છે. બાકીનું વિવેચન પણ ટુંકમાં બહાર પાડવાની ગણતરી છે. પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય રામસૂરીશ્વરજી મ.સા. ના શુભ આશીર્વાદથી આ કામ સફળતાને વર્યું છે.
આ ગ્રન્થ લખતાં જે વિશિષ્ઠતા આવી હોય જે સુંદરતા હોય તે ગુરુકૃપાના બળે જ છે અને જે અલ્પતા હોય, ક્ષતિ હોય તે મારી મતિમંદતાના કારણે જ છે.
જૈન શાસનના કોહિનૂર હીરા ઉપા. વિનયવિજયજી મહારાજે શાન્તસુધારસની રચના કરી આપણા ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આ પુસ્તક વાંચતાં-વાંચતાં એ ઉપકારીને કદી ભૂલશો નહિ.
આ પુસ્તકના માધ્યમથી ચિત્ત શુભ ભાવનાથી વ્યાપ્ત બને. પરપદાર્થોની આસક્તિ છૂટે અને જલ્દી - જલ્દી કર્મ ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત થાય એ જ શુભેચ્છા....
આ પુસ્તકનું સંપૂર્ણ સુચારૂરૂપે મુદ્રણ કરનાર એમ. બાબુલાલ પ્રિન્ટરી”ના માલિક શ્રી કીર્તિભાઈ મફતલાલ ગાંધીની મહેનત પણ ખૂબ ખૂબ અનુમોદનીય છે.
સુજ્ઞ પંડિતજનોને નમ્ર ભાવે વિનંતી કરૂં છું કે આ પુસ્તકમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મિત્ર ભાવે જરૂર મારું ધ્યાન દોરવામાં આવે. જેથી પુનઃ પ્રકાશનમાં ક્ષતિ દૂર કરી
શકાય.
પ્રાન્તે... આ ગ્રન્થ લખતાં લખતાં તેમાં ક્યાંક અશુદ્ધિ રહી ગઈ હોય, ક્યાંક ગ્રન્થકારના આશય વિરુદ્ધ લખાયું હોય, ક્યાંક જિનાજ્ઞાથી વિપરિત પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધે ત્રિવિધે ક્ષમાયાચના સાથે વિરમું છું.
લી. આચાર્ય શ્રી વિજય રત્નચંદ્રસૂરિ
સં. ૨૦૫૮ મહાવદ ૬ તા. ૪-૩-૨૦૦૨ શ્રી શંખેશ્વર તીર્થ,
Page #12
--------------------------------------------------------------------------
________________
* શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથાય નમઃ |
વિ.સં. ૨૦૫૬ના યાદગાર, એતિહાસિક અને વિવિધ આરાધના સભર ચાતુર્માસ..
પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય રામસૂત્રશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના પ્રવચનકાર યુવાચાર્ય પરમપૂજ્ય 20ાવ્યસૂત્રીશ્વરજી મ.સા. પૂ. મુનિરાજશ્રી ઉદઅcomવિજજી મ.સા. આદિ ઠાણાએ કરેલા
તેના યાદગાર સંભારણા નિમિત્તે... આ પુસ્તક......
શ્રી પુરૂષાદાની, પાર્શ્વનાથ ચે. ભૂ.પૂ. જૈન સંઘ (દેવનંદન) દપૅણસર્કલ પાસૅ, રૂપ8 સોસાયટી સામૅ, નારણપુરા, અમદાવાદના કાનખાતાની ૨૪મમાંથી છપાવૅલ છે.
yyyy
આ પુસ્તક જ્ઞાનખાતાની રકમમાંથી તૈયાર કરવામાં આવેલ હોવાથી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ તથા
જ્ઞાનભંડારોને ભેટ આપવામાં આવેલ છે. કોઈ ગૃહસ્થ આ પુસ્તકની માલિકી કરવી નહિ.
20 Dec
ember
Page #13
--------------------------------------------------------------------------
________________
.
ની
ક
.
.
કાકા
કો
જા
કે
ઇ.
દારી
જ
ના
છે
તેની
વીક,
Cent
લકી
- a )
ધોરાજી માં શા
Eીમ,
મોબાઇ
મારા
મન, કાર
'
છે. મા
છે
ના
હાર
જ હતી
દલડા
છે,
છે
પછી
માતાજી નો માંદા રહો રતાની રીત
કાનાણી
શાનસધારસમ
જ
કરી
,
કરી
4
0
કારણ
જ
રાણી શી ocફાર સાર | પ્રવચનમુIણ શાંtor:સુધારા
આ
કરી
કરી
કારણ
તો પાર
વાત
(ા નજીકના જીરા ગામ
સાથી
[, મારી કરી કે
કરી શકે કરી વિના કામ
નાખવાના
ઇરલ
તાર
આ મારી
હક
પારકી શકેoધારે રસ શીળાશ પડી છે.
-
-
દીના,
જા
કે
E
કરા નીકળી
ક
ન
કામ
કરી આ કાર
કરી
માથા પર
તક જ
ક
- one વિરોધી હિંs હિરાની લાગણી રાષ્ટ્ર રાહદાફાશ ગીર છોકરી, મામલામાં પણ
રોગી stdી વારમાં રાખી મુસાણી શesી બીજ રીતે સાફest' T Testીણ શાહ નામ શાળા ધારણ કરી રાધા
ને
S
iાન તમારા
વા
- દીકિ
હતા
રાજકોટના
ની
રીલીઝ
,
મીતિકા.
S
વાણી
છે ?'
શિકcom:
ક
રા
પ.પૂ. આચાર્ય ભગવંત ઉદાળ - કાર શ્રી વિજય રત્નચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
ગત
કહાની
ess મારી રાGિC કo. હિાર શી છે.
લીલી
સા. સારા OCR ERANT
Page #14
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
અથ શાજસુધારસ વિવેચન
नीरन्ध्रे भव कानने परिगलत् पञ्चाश्रवाम्भोधरे नानाकर्म लता वितानगहने मोहांधकारो रे भ्रान्ताना मिह देहिनां हितकृते कारुण्य पुण्यात्मभिः तीर्थेशैः प्रथितास्सुधारस किरो रम्या गिरः पान्तु वः ॥१॥
મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મ.સા. એ આત્મજ્ઞાનનો ખજાનો ખુલ્લો મૂકી દીધો છે. શાન્ત સુધારસ ગ્રન્થમાં......
જે અમૃતરસથી આત્મા શાન્ત-પ્રશાંત બને તેને શાન્તસુધારસ કહેવાય.
ગ્રન્થની અભૂત રચના કરી છે. ઉપા. વિનય વિ. મહારાજે... નામ રાખ્યું છે. શાન્ત સુધારસ...
શાન્તરસની સુરનદી જેમાં વહી રહી છે. આ મહાકાવ્યમાં શાન્તરસનો શીતળ અને મધુર પ્રવાહ વહી રહ્યો છે. આપણે એમાં સ્નાન કરવાની જરૂર છે.
સૂર્યના પ્રચંડ તાપથી બચવા માટે જેમ નદી કે તળાવમાં લોકો પડ્યા રહે છે બસ એજ પ્રમાણે સંતપ્ત મનને શાન્ત બનાવે છે આ શાન્ત સુધારસ. દરરોજ એમાં ડુબકી લગાવતા રહો.
શાન્તસુધારસના પ્રવચનો ખૂબ જ ગહન અને ગંભીર છે, જેમાં તત્ત્વજ્ઞાન પણ ભરપૂર છે. એક-એક વિષયનું મનન કરતા જઈએ એટલે આત્મામાં શાન્તરસ ઉઘડતો જાય.
ઉપાધ્યાય વિનય વિ.મ. ગ્રન્થની શરૂઆત કરે છે. મંગલાચરણથી...... મંગલાચરણમાં જણાવે છે જિનવાણીનો પ્રભાવ..... જિનવાણી જ સંસારના ભ્રમણને ટાળી શકે છે.
જે જેવું નથી તેને તેવું માનીએ છીએ આ છે ભ્રમણા. ઘણી-ઘણી ભ્રમણા માં સતત આપણે અટવાયા કરીએ છીએ. મુખ્યત્વે તો આ સંસાર આપણને મીઠો-મધુરો લાગે છે. સંસારને સ્વર્ગ માનીએ છીએ. સુખોમાં આનંદ અનુભવીએ છીએ. સંબંધોને કાયમી માનીએ છીએ. આ બધી ભ્રમણાઓ છે. ભ્રમણા એટલે અસત્ - જુઠ... જે નથી તે માનવું... જેમકે રણપ્રદેશમાં
Page #15
--------------------------------------------------------------------------
________________
શાજસુધારસ વિવેચન - ભાગ-૧ જળ હોતું નથી છતાં જળ દેખાય છે તે જળની ભ્રમણા છે. તો પછી સંસારમાં શું છે? સંસાર આનંદનું સ્થાન નથી? ના.
ઉપાધ્યાયજી મ. એ જ વાત અહિં જણાવે છે. સંસારના ૪ વિશેષણો મૂક્યા છે.
(૧) સંસાર જંગલ છે. (૨) પાંચ આશ્રવો રૂપી વરસાદથી વ્યાપ્ત છે. (૩) વિચિત્ર પ્રકારની કમૉની વેલાડીઓથી ગહન છે. (૪) મોહ રૂપી અંધકારથી વ્યાપ્ત છે.
(૧) સંસાર એક જંગલ છે વિચાર કરો કે બહાર નીકળવાનો ક્યાંય રસ્તો ન હોય અને એવા જંગલમાં ભૂલા પડ્યા હોઈ એ તો શું દશા થાય? આમથી તેમ અટવાતા માણસના હાજા ગગડી જાય એવું ભયંકર વન એટલે જ સંસાર..
અનંત કરૂણાસાગર તીર્થંકર પરમાત્માનું આ વચન છે માટે જ તત્ત્વગમ્ય અને વિશ્વસનીય છે. આવા સંસાર-જંગલમાં જીવ ભટકે છે. અધુરામાં પૂરું... જંગલ તો છે... ભયંકર પણ છે. નીકળવાનો રસ્તો પણ નથી. અને વધારામાં.
(૨) આશ્રવોનો વરસાદ નિરંતર પડે છે
જેમ વાદળાઓથી વરસાદ થયા કરે છે તેમ સંસાર-વનમાં પાંચ આશ્રવોનો વરસાદ વરસે છે. નિરંતર વરસે છે, ઘનઘોર વરસે છે. અનંતા જીવો તેમાં ભીંજાઈ રહ્યા છે. આ વર્ષના ચોક્કસ દુષ્યભાવો પણ છે. સૌ પહેલા પાંચ આશ્રવના નામો જાણીએ.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ મિથ્યાત્વ :
મિથ્યાત્વના કારણે જીવ આત્મતત્ત્વને માનતો નથી. દેહ અને આત્મા અભિન્ન છે એમ માને છે. વાસ્તવિક વાતને પણ સ્વીકારવા તૈયાર નથી. દેવ, ગુરુ અને ધર્મને પણ વિપરિત બુદ્ધિથી દેખે છે. પરમાત્મ તત્ત્વ ઉપર શ્રદ્ધા જાગતી નથી.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ મિથ્યાત્વના જ ભેદો છે. મિથ્યાત્વના
Page #16
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ કારણે જીવ આર્ત-રૌદ્ર ધ્યાન કરે છે.
ચાર પ્રકારના આર્તધ્યાન બતાવ્યા છે - ઈષ્ટનાશ :- પ્રિયવસ્તુનો વિયોગ થશે અથવા નાશ પામશે તો શું
કરીશ? ઈત્યાદિ ચિંતા કરવી. અનિષ્ટ સંયોગ:-અનિષ્ટ વ્યક્તિ કે પદાર્થોનો સંયોગ થયો અથવા થશે
તો શું કરીશ..? વિ. ચિંતા કરવી. રોગ પ્રતિકાર :- તબિયત બગડશે કે રોગ ઉત્પન્ન થશે તો. શું કરીશ?
તથા દવા, ડૉ. ઉપચાર આદિની ચિંતા. આગામી ચિંતા -મારું થશે? શાના ઉપર મારો ગુજારો ચાલશે? મને
કોઈ સહાય કેવી રીતે મળશે? ઈત્યાદિ ચિંતા. આ આર્તધ્યાનના પ્રકારો છે આની જેમ જ રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકાર બતાવ્યા છે. એ પણ સંક્ષેપમાં સમજાવી દઈએ જેથી જીવ આર્તધ્યાન રૌદ્રધ્યાનથી મુક્ત બની શકે.
રોદ્રધ્યાનના ૪ પ્રકાર હિંસાનુબંધી -બીજાને મારવાનો વિચાર. દુઃખદેવાનો વિચાર કરવો. મૃષાનુબંધી - જૂઠ બોલવાનો, છેતરપિંડી કરવાનો અથવા કોઈ ઉપર
આરોપ-આક્ષેપ કરવાનો વિચાર, ચૌચાંનુબંધી -પરધન લેવાનો, કોઈની ચીજવસ્તુ ઉપાડવાનો કે ચોરી
કરવા-કરાવવાનો વિચાર કરવો તે. પરિગ્રહાનુબંધી -ધન કેમ વધે? ધન મેળવવા શું કરવું? તેમજ લોભ
તૃષ્ણા આદિનો સતત વિચાર કરવો તે. આ પ્રમાણે મિથ્યાત્વને બરાબર જાણીને છોડવા માટે કટિબદ્ધ બનવું જોઈએ. મિથ્યાત્વ જાય એટલે એવા પ્રકારનો વિચાર આવે કે..
“સંસાર એ કંસાર નથી પણ ભંગાર છે.” બીજા આશ્રવનું નામ છે - અવિરતિઃ
અવિરતિ આશ્રવ વડે કોઈપણ પ્રકારનું નાનું-મોટું વ્રત લેવાની ઈચ્છા થતી નથી કે ઉત્સાહ જાગતો નથી. નિયમ વગરનું જીવન તો વ્યર્થ છે. એમ કહેવાય છે. કે “નાથ વગરનો બળદ નેનિયમ વગરનો મરદ"બેય સરખા.
Page #17
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ મિથ્યાત્વથી ભીંજાનાર અવિરતિથી ભીંજાઈ જાય છે અને કર્મબંધ કરી દુઃખી બને છે. અવિરતિના કારણે જીવન પાપમય બને છે અને પાપ પ્રત્યે તિરસ્કાર કે ધૃણા પણ પેદા થાય નહિ! કહ્યું પણ છે કે...
જેને..
પાપ સેવન પહેલા અંતઃકરણમાં ડર.. પાપ સેવન સમયે અંતઃકરણમાં ઠંખ અને પાપ થયા પછી પણ અંતઃકરણમાં દર્દ ન હોય!
એનું જીવન પાપમય જ છે. માટે અવિરતિનો ત્યાગ કરવો જરૂરી છે. સંસારમાં જીવ અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિમાં અટવાયા કરે છે. લેશમાત્ર સુખનો અનુભવ થતો નથી. કેવી રીતે જીવન જીવાય છે એ જ ખબર પડતી નથી !!!
જીવન જીવાય છે શાથી? નથી એ વાત સમજાતી ! બિચારો જીવ છે એક જ અને હજારો છે હાડમારી ! ત્રીજી આશ્રવ... પ્રમાદ
પ્રમાદથી અનેક પ્રકારની વિકૃતિઓ પેદા થાય છે. મુખ્યત્વે પાંચ વિકૃતિઓ તો આવે ને આવે જ.... નિદ્રા - ઉંઘવાનું બહુ ગમે. પ્રિય લાગે. વિષય લાલસા - પાંચ ઈન્દ્રિયોના વિષયોથી મન વિકૃત બને છે. કષાયો
- વારંવાર કષાયો કરે છે. વિકથા :- વિકૃતકથાઓ-શૃંગારપ્રધાન-કામપ્રધાન કથાઓ તે
વિકથા. દેશ-રાજ્ય અને ભોજન સંબંધી કથાઓમાં
સમય બરબાદ થાય છે. - પાંચમી વિકૃતિ.... આળસ છે. સુસ્તી આવે.... જીવન
આળસુ બને છે. પ્રમાદની વર્ષોમાં ભીંજાતા જીવને ઉપરોક્ત વિકૃતિઓ નડે છે. ચોથો આશ્રવ છે કષાયનો..
ભવ જંગલમાં સતત ક્રોધ-માન-માયા-લોભની વર્ષા થયા જ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદથી બચ્યા પણ કષાયોની પરવશતામાં તો
Page #18
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ દુઃખી દુઃખી બની ગયા !!!
યોગ
૫
પાંચમી વર્ષા છે. મન-વચન-કાયાના યોગની. “મનના વિચારો, વચનના ઉચ્ચારો, કાયાના આચારો” શુભ-પવિત્ર અને પ્રિયહિતકારી હોવા જોઈએ. શુભ યોગોથી શુભ કર્મ બંધાય, અશુભ યોગોથી અશુભ કર્મો બંધાય...
પાંચ આશ્ચવો કર્મબંધનું કારણ છે.
મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. અવિરતિ પાંચ પ્રકારે છે. પ્રમાદના ૨૫ ક્રિયા સ્વરૂપ ૨૫ ભેદ છે. કષાય ૪ અને યોગ ૩ પ્રકારે છે કુલ ૪૨ ભેદ
થયા.
આની સવિશેષ સમજણ આશ્રવ ભાવનામાં લઈશું.
સંસાર રૂપી જંગલમાં સદૈવ ભમતો-આશ્રવની માયાજાળમાં ફસાતો જીવ આખું જીવન રફેદફે કરી નાખે છે. બાળપણ-યુવાની-વૃદ્ધાવસ્થાના ત્રિકોણમાં આયખું સમાપ્ત કરે છે. કહ્યું છે કે
“ન આવે ને જાય તે બાળપણ.... આવે ને જાય તે યુવાની..... આવે અને ન જાય તે વૃદ્ધાવસ્થા.‘
માટે જ ઉત્તમ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને ભૂલોની પરંપરાને વધારવાનું નહિ પણ ઘટાડવાનું કામ કરવું જોઈએ. જેમ જેમ ભૂલો થતી જશે તેમ તેમ ઉન્માર્ગે વળી જવાનું કામ થશે. અને પછી મુશ્કેલી, આફતો અને તકલીફોનું તાંડવ પણ ખેલાયા જ કરવાનું છે.
સો ફૂલ કમ હૈ દુલ્હન કો સજાને કે લીયે..... એક ભૂલ કાફી હૈ ઉન્માર્ગ મેં ગિરજાને કે લિયે..... સો સો ખૂશીયાં કમ હૈ જીંદગીકો હસાને કે લિયે.....
એક ગમ કાફી હૈ જીંદગી ભર રુલાને કે લિયે હવે આ પાંચેય આશ્રવોને સમજીને ત્યાગ માર્ગમાં આવવાની કોશિષ કરવી જોઈએ.
(૩) કર્મ વેલડીઓથી ગહન ભવ વન
Page #19
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ભવરૂપી જંગલમાં સર્વત્ર કર્મોની વેલડીઓ ફેલાયેલ છે. જમીનનો એક પણ ટુકડો એવો નથી કે જ્યાં કર્મલતા ન હોય. ત્રણે લોકમાં નજર કરો. જ્યાં જ્યાં પગ મૂકો સર્વત્ર કર્મવેલી પગમાં વીંટળાઈ જશે.
મુખ્યત્વે કર્મો ૮ છે અને પેટા ભેદો ૧૫૮ છે -
કમ
૧૦:
જ્ઞાનાવરણીય કર્મ દર્શનાવરણીય કર્મ વેદનીય કર્મ મોહનીય કર્મ આયુષ્ય કર્મ નામ કર્મ ગોબ કર્મ અંતરાય કર્મ
૧૫૮ આ આઠેય કર્મો જીવને સતત બંધાતા જ રહે છે. એક માત્ર આયુષ્યકર્મ જીવનમાં એક જ વાર બંધાય છે. બાકીના સાત કર્મો અવિરત પણે બંધાયા જ કરે છે. કર્મ બંધાય છે અને ઉદયમાં આવે છે. કેટલીક કર્મલતા વીંટળાઈ વળે છે. કેટલાક છૂટી જાય છે. કેટલાક કર્મ જીવને દુઃખી કરે છે, કેટલાક કર્મો જીવને સુખી કરે છે. ટૂંકમાં કર્મ વડે વ્યાપ્ત છે જીવોનું નસીબ... ભાગ્ય !! સુખ કે દુઃખ કર્મોથી જ આવે છે માટે જ કહેવાય છે કે- “કર્મ વગર પીડા આવશે નહિ અને દુઃખ આપ્યા પછી કર્મો ઊભા રહેશે નહીં.”
ટુંકમાં કર્મને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ. નિમિત્તો તોબાપડા બિચારા છે. જો કર્મન હોય તો નિમિત્તોની કોઈ તાકાત નથી કે જીવને દુઃખી કરી શકે. એટલે દૂર કરવાના છે કર્મોને, નિમિત્તોને નહિ. જુઓ- “ આપણે છીએ બિલ્ડર....
કોં કે એન્જિનીયર
નિમિત્તો છે કડીયા-મરો” કડીયા-મજુરો સાથે માથા ફોડે તે બિલ્ડર ક્યારેય સફળતા ન મેળવી
Page #20
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
શકે. સફળતા મેળવવી છે ને ? તો કર્મો સામે ઝઝુમવાનું નક્કી કરો. (૪) મોહના અંધકારથી વ્યાપ્ત
અહો ! કેવી વિષમતા છે જીવની ! એકાકી- અટુલો ભૂલો પડેલો આ મુસાફર છે.
એક તો ભયંકર ભવ-જંગલ છે વળી તેમાં આશ્રવોનો વરસાદ વરસી રહ્યો છે. અને કર્મલતાઓ વડે ચારે તરફ આચ્છાદન થઈ ગયું છે. તેમાં વળી ભળે છે હવે અંધકાર... પ્રકાશનું એક પણ કિરણ નથી, ચારે ય કોર અંધારૂં અંધારૂં છે... રસ્તો મળતો હોય તો પણ ન મળે. પણ આ અંધારું શાનું છે ?
એ અંધારું છે. મોહનું... અજ્ઞાનનું....!
જરા વિચાર તો કરો કે આવા જંગલમાં આપણે એકાકી ભટકીએ છીએ કોઈ સંગી નથી કોઈ સાથી નથી અને અંધારામાં અટવાયા કરીયે છીએ. મોહ રૂપી અંધકાર ચારે બાજુ ફેલાઈ ગયો છે.
સંસારમાં મોહ શું ન કરે ? ખોટાને સાચું માને સાચાને ખોટું માને ! મોહ -
કાર્યનો નાશ કરે, મિત્રનો નાશ કરે,
સદ્ગતિને રોકે, સર્વનો નાશ કરે, અકાર્ય કરે. કાર્ય ન કરે,
૭
અયોગ્ય સ્થાને જાય, યોગ્ય સ્થાને ન જાય, અપેમનું પાન કરે, અભક્ષ્યનું ભક્ષણ કરે, પેયનું પાન ન કરે, ભક્ષ્યનું ભોજન ન કરે, અહિત આચરે,
હિત ન આવ્યરે,
અરે ! મોહાધીન શું ન કરે !
અહો... આવા ભયાનક જંગલમાં એકલા, ભૂલ્યા ભટક્યા છો શું
Page #21
--------------------------------------------------------------------------
________________
८
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ દશા થાય ? જરા વિચારી તો જુઓ... કંપી ઉઠશો. રોવા લાગશો... પણ ત્યાં પોકાર કોણ સાંભળે ? અને... અને આવી વિષમ દશામાં કોઈ તમારો પોકાર સાંભળે ! તમને સાન્દ્વન મળે એવા શબ્દો સંભળાય તો કેટલી ખુશી થાય ? નાચવાનું મન થઈ જાય ! હાશકારો થાય. છે કોઈ આવા જંગલમાંથી ઉગારનાર ? મીઠા-મધુરા વચનો સાંભળવા મળે ખરા ?
હા. જરૂર મળે.
પૂ. ઉપા. વિનય વિજયજી મહારાજ એ જ વાત હવે પછી બતાવી રહ્યા છે. આ જંગલમાં જિનવાણી જ તારણહાર છે.
सुधारस किरो रम्या गिरः पान्तु वः
અનંત તારક તીર્થંકર પરમાત્માની કરૂણા નિરંતર આપણા ઉપર વરસ્યા કરે છે. પરમાત્મા નિષ્કારણ બંધુ છે. પરમાત્મા કરૂણાના સાગર છે. કૃપાના અવતાર છે. દયા સિંધુ છે.
પરમાત્માની સમીપે જનારા કંઈક લઈને જાય છે. પરમાત્મા કોઈ જાતના બદલાની અપેક્ષા વગર સતત આપે જ રાખે છે. પરમાત્મા જો દિલમાં આવી જાય તો કશું જ બાકી રહેતું નથી. પરમાત્મા એ ઉત્તમ કોટિ નું પાત્ર છે. કહ્યું પણ છે કે...
=
રત્ન સમાન પાત્ર
સુવર્ણ સમાન પાત્ર ચાંદી સમાન પાત્ર
આવક શ્રાવિકા - તૃતી
તાંબા સમાન પાત્ર
સમ્યક્ત્વી આત્મા
અન્ય સામાન્ય જીવો.
લોઢા સમાન પાત્ર ઉપરોક્ત પાંચ પ્રકારના પાત્રો બતાવ્યા છે. તેમાં રત્ન સમાન પાત્ર તીર્થંકર પરમાત્માનું છે.
શાન્તસુધારસ ગ્રંથમાં પરમાત્માની વાણીને અમૃતમય ગણાવી છે. સુધારસમય જિનવાણી આપણું રક્ષણ કરો...
=
=
=
તીર્થંકર દેવ
સાધુ-સાધ્વી
=
પરમાત્મા રાગ-દ્વેષ-મોહથી રહિત છે. ન કોઈ પ્રત્યે રાગ, ન કોઈ પ્રત્યે દ્વેષ, છતાં સર્વ ઉપર કરૂણાવંત હોય છે. અહિં પરમાત્મા ને એક વિશેષણ આપ્યું છે....
Page #22
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
“કારણ પુણાત્મભિ :” અનંત કરૂણામય પ્રભુ છે. આ કરૂણા એક જ ભવની નથી.. ભવાંતરની પણ છે. તમને ખબર છે તીર્થકર નામ કર્મ કેવી રીતે બંધાય છે?
સભા - વીશ સથાનકની આરાધના કરવાથી...
એતો ખરૂં...પણ તીર્થકર નામ કર્મનિકાચિત કરવાનું કામ તો કરૂણા ભાવના કરે છે. છેલ્લેથી ત્રીજા ભવમાં એક વિશેષ ભાવના હોય છે. જે હોવે મુજ શનિ ઈસી
સાવિ જીવ કરું શાસન રસી.” મારામાં એવી શક્તિ પ્રગટે તો જગતના તમામ જીવોના દુઃખ દૂર કરું સર્વને સિદ્ધબુદ્ધ અને મુક્ત બનાવવાની ભાવના હોય છે અને એવી શક્તિ મેળવવા પ્રચંડ પુરૂષાર્થ કર્યા. લાખો ઉપવાસ કર્યા અને પછી તીર્થકર બન્યા. ધર્મતીર્થની સ્થાપના કરી અને સંસારમાં ભ્રાન્ત થયેલ જીવોને સન્માર્ગ બતાવતા રહ્યા. મોહના નશાથી વિપરિત દર્શન કરતાં જીવોને સત્યવસ્તુસ્થિતિનું ભાન કરાવતા રહ્યા. કેમકે મોહનો નશો બહુ જ ભારે હોય છે.
આવા મોહમાં ફસાયેલ જીવોને ઉગારનાર જિનવાણી છે. વીતરાગની દેશના દ્વારા કેટલાય જીવો અગાધ ખાડામાંથી ઉગરી ગયા છે. પરમાત્માએ કરૂણાસભર વાણીથી આપણને એજ સમજાવ્યું છે કે સંસાર જંગલ છે. આશ્રવોની વર્ષા થઈ રહી છે કર્મલતા ફેલાઈ ચૂકી છે. પ્રગાઢ અંધકાર છે માટે સંસારમાંથી બહાર નીકળો, મુક્તિપથ ઉપર આગળ વધો. વાણી સંતાપ ર કરે, થાક હરે,
શબ્દની તાકાત ઘણી છે. પ્રચંડ સામર્થ્ય શબ્દોમાં પડેલ છે.
“આંધળાના દીકરા આંધળા જ હોય” આ એક જ વાક્યથી દુર્યોધનના શરીરમાં કાળઝાળ આગ લાગી અને.
ઉપશમ-વિવેક-સંવર” આ ત્રણ જ શબ્દોથી ચિલાતીના દિલમાં લાગેલ..વેર અને વાસનાની આગ શાંત પડી ગઈ.
કવિતા ઈત્યપિ પિ” આ એક વાક્ય વડે ભગવાન મહાવીરના જીવ મરીચિએ કોડાકોડી સાગરોપમ સંસાર વધારી દીધો.
“બુઝ બુઝ ચંડકોરીયા” આ એકજ વાક્યના પ્રભાવે વેરીલોઝેરીલો, ડંખીલો-ક્રોધીલો ચંડકૌશિક નાગ શાન્ત-પ્રશાંત અને ઉપશાંત બની
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ગયો.
પરમાત્માની વાણીમાં એક સૂર હોય-લય હોય, સપ્તભંગી હોય, સાત નય હોય, હૃદયના ઉંડાણથી નીકળેલ હોય..
એક વાર એકડોશીમા જે અત્યંત વૃદ્ધ અને દયનીય હતી. જંગલમાં જઈ લાકડા કાપી એના શેઠને આપે છે ત્યારે ઓછા લાકડા જોઈ શેઠ કહે છે રે ડોશી આટલા લાકડા તો તું મરી જાય તો બાળવા ય કામ ન લાગે. જા! બીજીવાર જા અને પૂરો ભારો લઈને આવ પછી જ તને જમવાનું મળશે. બિચારી ડોશી... ભૂખી તરસી કશ કાયા.. પાકટ ઉંમર.... શું કરે... પેટને માટે ફરી જંગલમાં ગઈ. હાથ પગ ધ્રૂજે છે, શરીર ખોખલુ થઈ ગયું છે, મરવાના વાંકે જીવી રહી છે એવી વૃદ્ધાએ લાકડાનો ભારો બાંધ્યો અને લઈને આગળ ચાલી ત્યાંજ ભારામાંથી એક લાકડું નીચે પડી ગયું. એ લેવા માટે નીચે નમી. કમરથી વળીને લાકડું હાથમાં પકડે છે ને ત્યાં જ...
જાણે કોઈ ચમત્કાર હોય એવી અમૃતમય જિનવાણી એના કર્ણયુગલમાં પ્રવેશે છે. નજીકમાં રહેલ સમવસરણમાં પરમાત્માદેશના આપી રહ્યા છે અને એ સાંભળવામા ડોશીમાં એકાગ્ર બની ગયા. વાંકી ને વાંકી જ વળેલ છે. માથે લાકડાનો ભારો છે. એક લાકડું લેવા માટે હાથ લંબાવેલ છે. એ જ હાલતમાં ડોશીએ પૂરી દેશના સાંભળી. ભૂખ-તરસ-થાક-પરિશ્રમસંતાપ-ચિંતા બધું જ મટી ગયું. આ છે દેશનાનો પ્રભાવ... સારી દુનિયાના જે હિતચિંતક હોય તેમનો પ્રભાવ અપ્રતિમ હોય છે. કહેવાય પણ છે કે પાંચ પ્રકારના જીવો હોય છે
ધૂળ જેવા = નર્યા સ્વાર્થી વૃક્ષ જેવા = કુટુંબના હિતેચ્છુ નજીક આવનારને ફળ આપે કાગ જેવા = સમાજનું હિત જોનાર. મનુષ્ય જેવા = પ્રદેશનું હિત જોનાર ભગવાન જેવા = આખી દુનિયાનું હિત દેખનાર.
પરમાત્માના મુખેથી નીકળેલ વાણી ઉપર પૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખો. પરમાત્માએ જે ઉપદેશ આપ્યો તેમાંથી કાળના પ્રવાહે કેટલાક ઉપદેશો લુપ્ત થઈ ગયા કેટલાક સુરક્ષિત રહ્યા જે સૂત્રબદ્ધ બન્યા. તેને આગમગ્રન્થો કહેવાય છે. પૂર્વ મહર્ષિઓ-પ્રજ્ઞાવંત આચાર્ય ભગવંતો આદિ જે ગ્રન્થો રચે છે તે
Page #24
--------------------------------------------------------------------------
________________
શાજસુધારસ વિવેચન - ભાગ-૧
૧૧ આગમાનુસારે જ રચે છે. આગમથી વિપરીત વાણી પોતાના ગ્રન્થમાં ન આવે તેની કાળજી રાખે છે. ઉપા. વિનય વિ. મ. એ પણ આગમ અનુસાર શાન્ત સુધારણની રચના કરી છે. માટે શાન્તસુધારસ એ તીર્થકરના જ વચનો છે માટે એના ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ કરવો જ પડશે. આપણે ૪-૪ મહિના આ શાન્ત સુધારસનું જ પાન કરવાનું છે.
ઉપાધ્યાયજીએ જિનવાણીની સ્તુતિ કરી છે. “રમ્યાગિરઃ પાંતુ વડ” રક્ષણ કરે છે જિનવાણી -
જે જિનવાણીનો સહારો લે છે તેની અશાન્તિ અવશ્ય દૂર થાય છે. જિન વચનનું શરણ કરવાથી ભય-ષ અને ખેદ દૂર થઈ જાય છે. ખેદ - ઉદ્વેગ દૂર થઈ જાય શાન્તિ મળી જાય પછી બીજું શું જોઈએ? મન ચોખું થાય. શાન્ત બને. હળવાશ મળે ક્યારે? જિનવાણીથી પલ્લવિત બનીએ ત્યારે... મોટું ઘર બાંધવાથી મોકળાશ મળે
મોટું મન રાખવાથી હળવાશ મળે. માટે સતત જિનવાણીનું શ્રવણ કરો. સાનિધ્ય કેળવો. જુઓ. રોહિણેય ચોર, નરવીરડાકુ, ચંડ કૌશિક આ બધાજ જિનવાણીથી જ બચ્યા છે.
શાન્ત સુધારસ જિનવચનોની ગંગા છે. આ ગંગામાં સ્નાન કરવાનું છે. પ્રતિદિન સ્નાન કરો સ્વચ્છ થઈ જશો. જીવન સુધરી જશે મન સ્વચ્છ થઈ જશે...... બગડતું સુધરશે. વીતરાગ વાણીથી. એક વસ્તુ બગડે એટલે એની પાછળ ઘણું બગડે છે. જુઓ
મન બગડયું. તેનો મનખો બગડથો...., બુદ્ધિ બગી, તેનું બધું બગડયું. ચિત્ત બગડયું. તેનું શાસ્ત્ર બગડયું...., જીભ બત્રી, તેનું જીવતર બગડયું...., આંખ બગડ, તેનું આખુ બગડયું.” 8ાન બગડવા, તેનું કાળજું બગડયું..... ભાર્થી બગડી, તેનો ભવ બગડયો., સંસાર બગડયો, તેનો વિચાર બગડયો..... જીવન બગડયું. તેનું મરણ બગડયું,
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
શા સુધારસ વિવેચન - ભાગ-૧ બગડતું અટકાવે છે જિનવાણી. માટે આજથી સંકલ્પ કરજો કે રોજ જિનવાણી તો સાંભળીશ જ
અમે પણ આ પાટ ઉપર બેસીને જે ૧ કલાક વ્યાખ્યાન આપીએ છીએ તે પરમાત્માનું જ છે. પરમાત્માએ કહ્યું એ અમે તમને આપીએ છીએ. આંગડીયા જેવું કામ અમારું છે.
શાન્ત સુધારસ ગ્રન્થમાં જે ચાર વિશેષણોથી સંસારને નવાજવામાં આવ્યો છે તેમાં આપણે ભટકી રહ્યા છીએ તેમાં જિનવાણી શું કરે છે.?
ભવ વનમાં અભય આપે, ઘોર અંધકારમાં દિવ્ય દ્રષ્ટિ આપે, કર્મલતાઓમાંથી સાચો રસ્તો બતાવે.., થાકેલા જીવને શક્તિ-ર્તિ આપે,
ભવ વનમાં શત્રુઓથી બચાવનારી છે જિનવાણી.. બસ. જિનવાણી સાંભળતા જ રહો. સાંભળતા જ રહો....
સાત્તિતા નિવારણ માટે જિનવાણી શ્રાનિતા તિવારણ માટે જિલપુર કાતિના સર્જન માટે મોત
શાન્તિતા કાવતરણ માટે સમાધિ.” આજે આટલું જ રાખીએ...
કાલથી દ્વિતીય શ્લોક ઉપર વિવેચન કરવામાં આવશે.
स्फूरति चेतसि भावनया विना न विदूषामपि शान्तसुधारस : । न च सुखं कृशमप्यमूना विना
जगति मोहविषाद विषाकूले ॥२॥ શુભ ભાવના વગર વિદ્વાનો પણ મનમાં શાન્ત સુધાનો અનુભવ મેળવી શકતા નથી. મોહ અને વિષાદના ઝેરથી ભરેલ આ જગતમાં શાન્તસુધારસ વગર જરાપણ સુખ મળતું નથી.
વિદ્વાનો પણ કેવો માર ખાઈ જાય છે. એ વાત અત્રે આજે રજુ કરવાની છે.. પંડિતો પણ રાગ-દ્વેષમાં કેવા ફસાઈ ગયા છે, પંડિતો સંતપ્ત, વ્યાકૂળ
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૩
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ અશાંત અને પરેશાન કેવા છે તે જોઈએ. હજારો ગ્રન્થ ભણે-ભણાવે, કંઠસ્થ કરે છતાં પંડિતો સંતપ્ત કેમ હશે? સંતતિનું કારણ શું?
આવો પ્રશ્ન મનમાં સ્ટેજ ઉદ્ભવે, હવે એનું સમાધાન પણ શોધી કાઢવાનું છે.
વિદ્વાન બનવું એ જુદી વાત છે અને જ્ઞાની બનવું એ બીજી વાત છે. જ્ઞાનાવરણીય કર્મનાક્ષયોપશમથી કદાચ વિદ્વાન બનાય છે પણ જ્ઞાની બનવા માટે તો મોહનો ક્ષય જરૂરી છે. વ્યવહારની ભૂમિકામાં પણ કહેવાય છે કે ત્રણ પ્રકારના માણસો છે
શાની - અન્યને ગબડતાં જોઈને પોતે સંભાળીને ચાલે અનુભવી - એક વાર પોતે ગબડયા પછી સંભાળીને ચાલે
આશાની - વારંવાર ગબડયા છતાં ઉન્મત્ત બનીને ચાલે છે. પ્રસ્તુતમાં આપણે જે વાત કરીએ છીએ તે પંડિતજનોની છે જેઓ ભાવનાથી પોતાના મનને ભાવિત કરતા નથી. તેઓ વિદ્વાન હોવા છતાં રાગદ્વેષમાં ફસાઈ જાય છે, અશાન્તિ ઉદ્વેગથી ભરાઈ જાય છે કેમ કે જગત મોહવિષાદના ઝેરથી પૂરેપૂરું ભરેલું છે. આવા સંસારમાં ભાવનાઓનું ચિંતન કર્યા વગર સુખનો અંશ મળવો મુશ્કેલ છે.
માટે નિરંતર ભાવનાઓથી મનને ભાવિત કરવું. ભાવનાઓ પણ શુભ અને અશુભ બે પ્રકારની હોય છે. અશુભ ભાવનાઓ ત્યાજ્ય છે
પાંચ અશુભ ભાવનાઓ કાંકર્ષિ ભાવના - વિષય ભોગની વિચારણા કરવી, કિબિપી ભાવના - ખટપટ-કલેશ-કંકાસ કરાવનારી વિચારણા, અભિયોગિકી ભાવના - યુદ્ધ-લડાઈ-ધમાધમની વિચારણા, દાનની ભાવના - મોહ-મદ-વિકારોના ખ્યાલોમાં રાચવું, સંમોહિ ભાવના - રાગ-દ્વેષ-મમત્વભાવો વધે તેવી વિચારણા.
આ પાપ ભાવનાઓ છોડવાની છે. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ કહે છે કે. મનમાં અનિત્યાદિ બાર ભાવના અને મૈત્રાદિ ચાર ભાવનાઓ વડે જો નિર્મળતા નથી કેળવી તો કશું ય નથી મેળવ્યું.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજા પ્રકાંડ પંડિત હતા. વિદ્વાન હતા છતાં મોહના વમળમાં ફસાઈ ગયા. ભયંકર આવેશમાં આવી ગયા.
ઉપાધ્યાયજીની એક વાત લક્ષમાં રાખો-નતિ પવિષ વિષાવૃત્તે સર્વત્ર મોહ ફેલાયેલ છે. મોહનું ઝેર બધે જ વ્યાપ્ત છે. જીવો પોતાના કર્માનુસારે સુખ-દુઃખ પામે છે, આવા પ્રસંગે સામાન્ય માણસ સ્વસ્થ રહી શક્તો નથી. તે હર્ષ-શોક રાગ-દ્વેષમાં ફસાઈ જાય છે. ભાવનાઓથી આત્મા ભાવિત બનતા નથી એટલે છેવટે પ્રશમના સુખથી વંચિત રહી જાય છે.
જૈન શાસનમાં પ્રથમ પંક્તિના જ્ઞાની પુણ્યશાલીઆચાર્ય હરિભદ્રસૂરિ મ. પણ મોહમાં ફસાઈ ગયા. મોટી દુર્ઘટના એમના જીવનમાં ઘટી ગઈ. આખું કથાનક મોટું છે એ આપણે લેતા નથી પણ છેલ્લે એમનું મન ભાવનાથી વાસિત બન્યું અને એમના જીવનનું પરિવર્તન થયું અને પ્રાયશ્ચિત સ્વરૂપે ૧૪૪૦ ગ્રન્થોની રચના કરી.
એમાં પણ “સમરાઈથ્ય મહાકહા” ગ્રન્થમાં અનિત્ય ભાવનાથી બોધિદુર્લભ ભાવનાની ચિંતન યાત્રા કરી.
ઉપા. મ. પણ જણાવે છે કે ભાવના વગર જીવ શાન્ત બનતો નથી માટે નિરંતર ૧૨ ભાવના ભાવવી જોઈએ જે સદાયની સાથી બની રહે. એમ કહેવાય છે કે...
“મકાન લેતા પહેલા પાડોશી ચકાસી લેજો
મુસાફરી કરતા પહેલા સાથી ચકાસી લેજ બસ એ જ રીતે જીવન જીવતી વેળાએ શુભ ભાવનાઓનો બહુ જ આદર
કરજો.
બીજી વાત એ છે કે...“ સુર્ણ વૃપિ”
આ સંસારમાં જયાં સુધી મોહનું ઝેર હશે ત્યાં સુધી જરા પણ સુખ શાન્તિ નહિ હોય. ઘાસના તણખલા જેટલું પણ સુખ સંસારમાં નથી. માટે સુખ મેળવવા મોહઝેર ને દૂર કરવું પડશે. મોહનાઝેરથી તીવ્ર વાસના લાલસા પેદા થાય છે. મોહના કારણે પુત્ર-પન્યાદિની વાસના, ધન સંપત્તિની વાસના, યશ, કીર્તિ અને શરીર આરોગ્યની વાસના જીવને સતાવે છે.
માટે મોહનો ત્યાગ કરવો જરૂરી છે. જ્યાં સુધી મોહ હશે ત્યાં સુધી સુખનો પ્રવેશ થશે નહીં કેમ કે...
Page #28
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
અમદાવાદ ને બાય બાય કરો નહિ ત્યાં સુધી મુંબઈ તરફ જવાય નહિ, પહેલા અમદાવાદ છોડો, પછી કાલુપુરથી વી.ટી. જાઓ. બસ એ જ રીતે મોહને પહેલા છોડો. ધર્મ સાધના વખતે પણ મોહમાયા ને યાદ કરીએ તો એ ધર્મ પણ ફળે નહિ. વરસોથી જાપ કર્યો પણ હજુ ગાડી ન વસાવી શક્યો. વરસોથી પૂજા કરૂ છું પણ મારું ઘર ન બની શક્યું ! ધર્મ કરૂ છું પણ હજુ પુત્ર જન્મ થયો નથી વિગેરે વાસનાઓ છે. મોહ જન્ય છે. એટલે તાત્ત્વિક વિચાર થતો નથી. ભૌતિક પૌદ્ગલિક સુખમાં જ જીવ રત રહે છે.
-
૧૫
મોહઝેરને સારી રીતે પિછાણીને તાત્ત્વિક વિચારણા કરવાની છે. સુખ અને દુઃખ એ તો સંસારની ઘટમાળ છે. સાંભળ્યું છે આ દ્રષ્ટાંત...?
એક શેઠ દરરોજ સમયસર વ્યાખ્યાન શ્રવણ કરવા જાય છે. કાયમ નિયમસર જવામાં જરાય ફેરફાર નહિ. એક દિવસ થોડા મોડા પડ્યા. પૂછ્યું કે શેઠ આજે કેમ ટાઈમ ચૂક્યા ? તો કહે કે આજે એક મહેમાનને વળાવવા જવું પડ્યું એટલે મોડું થઈ ગયું.
મનમાં થયું કે એવા કેવા મહેમાન હશે કે વ્યાખ્યાન પણ ચૂક્યા. તપાસ કરી તો ખબર પડી કે એકનો એક જુવાનજોધ દીકરો જે ધંધો-વ્યવહાર સંભાળતો હતો તે એકાએક મરી ગયો. શેઠને સ્મશાને જવું પડેલ. માટે મોડું થયું. જિનવાણીનો કેવો પ્રભાવ ! દીકરાને પણ શેઠ મહેમાન ગણે છે ! મોહનું ઝેર ઉતરે ત્યારે આવા ભાવો જાગે છે !!
ખુશી કે સાથ દુનિયા મેં હજારો ગમ ભી હોતે હૈં । જહાં બજતી હૈ શહેનાઈ વહાં માતમ ભી હોતે હૈ ॥
સંસારની ઘટમાળના દ્રષ્ટા બનીએ પણ ભોક્તા નહિ, અને એનાથી બચવા સતત તકેદારી રાખીએ. જુઓ....
“સાંઢની આગળથી બચો
ગધેડાની પાછળથી બચો
મૂર્ખની ચારે બાજુથી બચો...” બસ એવી જ રીતે.... સંસારથી પણ બચવાનું કામ કરો, જો ફસાયા તો મર્યા સમજો. એના
કોઈ પ્રસંગનો વિશ્વાસ કરવા જેવો નથી. સંસાર માત્ર જીવને દુઃખી કરનાર
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ છે. કહ્યું પણ છે કે..
“ગુજરથ મરે છે. પરિવાર, વ્યવહાર અને લોભના મારથી સાધુ મરે છે અહંકાર, સહકાર અને વિધ્યાચારથી”
આ બધાથી બચવાનું છે. મોહને કાબૂમાં લેવાનો છે. મોહનો ઉદય હોય તો એક સરખી પરિસ્થિતિમાં પણ તફાવત પડે છે. મરીચિને માંદગી આવી અને ગાઢ મિથ્યાત્વનો ઉદય થયો. સનતકુમારને માંદગી આવી તો મોહને હણવાનો પુરૂષાર્થ કર્યો. મમ્મણને ત્યાં શ્રેણીક આવ્યા તો ધન વધારવાની તીવ્ર ઈચ્છા થઈ. શાલિભદ્રને ત્યાં શ્રેણીક આવ્યા તો વૈરાગ્ય થયો. - હવે પ્રશ્ન એ છે કે મોહઝેરને ઉતારવા શું કરવું? શાન્ત સુધારકાર અત્રે એનો જ જવાબ આપે છે. સમતા મળે છે ભાવનાઓથી
સંસારીજનો મોહથી વ્યાપ્ત હોવા છતાં અનિત્યાદિ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરે તો સમતા, સુખ અને શાંતિ મળી શકે છે. આ શાન્તસુધારસમાં એભાવનાની જ વાત કરી છે. આપણે ભાવનાને સમજવાની છે, ગાવાની છે કે જીવનમાં ઉતારવાની છે. “તપ-ત્યાગ-દાનથી પુણ્ય મળે છે પણ શાન્તિ તો ભાવનાથી જ મળે.” સંસારના રાગ-દ્વેષ કે મોહમાં એ ફસાતો નથી. વસ્તુની પૂર્ણ સ્થિતિનું દર્શન કરે છે. એ સંયોગ-વિયોગ, એકત્વઅન્યત્વના ચિંતન દ્વારા આર્તધ્યાનાદિથી દૂર રહે છે.
ભાવનાઓનો અચિંત્ય પ્રભાવ છે. મહિમા છે. માટે આ ગ્રન્થને સાંભળો, મનન કરો, ચિંતન કરો. નિયમિત રોજ આ ગ્રન્થનો પાઠ કરો. અપૂર્વ શાન્તિની પ્રાપ્તિ થશે...
મેળવી નીતિથી, વાપરજે પ્રીતિથી, ભોગવી રીતિથી, તો બચી જશો ધ્યતિથી.”
યદિ મવમમ વેર પકડ્યું, यदि च चित्तमनन्त सुखो-न्मुखम् शृणुत तत्सुधिया शुभ भावना
मृतरसं मम शान्तसुधारसम् ॥ ३ ॥ હે સુબુદ્ધિમાનો! જો તમારું ચિત્ત ભવભ્રમણના ખેદથી વિમુખ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૭.
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ થયું હોય અને અનંત સુખો પ્રત્યે સન્મુખ થયું હોય તો શુભ ભાવનાના અમૃતરસથી ભરપૂર મારો આ શાન્તસુધારસ ગ્રન્થ એકાગ્ર મનથી સાંભળો || ૩ ||
આ શ્લોકમાં ઉપાધ્યાયજી ભગવંત બુદ્ધિશાળી શ્રોતાઓને આમંત્રણ આપે છે કે તમે આ શાન્ત સુધારસ સાંભળો. તમારી નિર્મળ બુદ્ધિ શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિ હશે તો તમે મારી વાત સારી રીતે સમજી શકશો, કેમકે બુદ્ધિશાળી જનો પારિભાષિક શબ્દોને જલ્દી સમજી શકે છે. વારંવાર એક ના એક વાક્ય કે શબ્દને સમજાવાની જરૂર પડે નહિ. માટે વિશિષ્ઠ તત્ત્વજ્ઞાન નો ઉપદેશ બુદ્ધિમાનોને આપવો જોઈએ જેથી અર્થનો બોધ સહેલાઈથી થઈ શકે. - હવે ઉપાધ્યાયજી મહારાજ મહત્ત્વની વાત કરે છે
તમે સંસારથી કંટાળ્યા છો? મોક્ષ મેળવાની તમન્ના થઈ છે? આ બે મહત્ત્વ પૂર્ણ પ્રશ્નો કર્યા છે. ભવ ભ્રમણથી ખેદ પામવો. હવે સંસારમાં ભમવું નથી. ચારગતિના ભ્રમણો ઘણાં કર્યા, ઘણાં જન્મ-મરણ કર્યા, અનંતો કાળ સંસારમાં ભટક્યો. બસ હવે બહુ થઈ ગયું.
નિગોદથી માંડી મનુષ્યગતિ સુધીની આપણે સફર ખેડી અનંતા દુઃખો સહન કર્યા સુખની પાછળ ભટક્યા છતાં પણ સુખ ન મળ્યું. દુઃખ જ મળ્યું. શાશ્વત સુખ ક્યાંય મળ્યું નથી. સંસારમાં જે સુખ મળ્યાં તે પણ ક્ષણ વિનાશી જ હતાં. દેખવામાં સુખ હતું પણ વાસ્તવિક રીતે તો દુઃખ જ હતું.
આ જીવે સંસારની કેવી સફર ખેડી છે તે પણ જોઈ લઈએ. આપણે અનંતકાળ સુધી “અવ્યવહાર રાશિ” ની નિગોદમાં રહ્યા. ત્યાં અનંતકાળ સુધી દુઃખો ભોગવ્યા. ફક્ત એક જ ઈન્દ્રિય હતી. શરીર એક હતું ને જીવો અનંતા હતા. પરસ્પર સાથે રહીને દુઃખો સહન કર્યા... અને એક દિવસ એવો ઉગ્યો કે અવ્યવહાર રાશિ છોડીને આપણે વ્યવહાર રાશિમાં આવ્યા. એવો એક શાશ્વતો નિયમ છે કે એક જીવ મોક્ષમાં જાય, સંસાર છોડે. ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવે આ ક્રમ અનંત કાળથી ચાલ્યા કરે છે. કોઈ આત્માસિદ્ધ થયો અને આપણેનિગોદમાંથી મુક્ત બન્યા. વ્યવહારમાં આગળ વધ્યા. બેઈન્દ્રિય થયા. તેઈન્દ્રિય થયા અનેક વાર જન્મ મરણ કર્યા. મન વગરનું જીવન જીવ્યા કેમકે અસંશી હતા. ત્યાંથી ચઉરિન્દ્રીય બન્યા ત્યાં પણ દુઃખ જ મળ્યું. ત્યાં અનેક જન્મ-મરણ કરી પંચેન્દ્રિય બન્યા પશુ-પંખીનો અવતાર મળ્યો ત્યાં પણ માત્ર દુઃખ જ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
શાન્ત સુધારસ વિવેચન- ભાગ-૧ આપણા ભાગે આવ્યું. છેવટે મન વાળા પંચેન્દ્રિય થયા લાખો જન્મો સુધી અહિં પણ દુઃખ ભોગવ્યું. લાખો યોનિમાં ભમતા રહ્યા. કુલ ૮૪ લાખ જીવયોનિમાં ભમ્યો હા. દેવલોકમાં પણ ગયો. ત્યાં ભૌતિક સુખોની ચરમ સીમા અનુભવી પણ એ સુખો ક્યાં શાશ્વત હતા? ચારે ગતિમાં ભટક્યા, નરકમાં ગયા ત્યાં કેવળ દુઃખ જ જોયું. પશુ યોનિમાં પણ પરાધીનતાના દુઃખો ભોગવ્યા. મનુષ્યમાં પણ સુખનું ઠેકાણું મળ્યું નહીં. સુખ મલ્યું તો પણવિનાશી અધુરું, પરિપૂર્ણ સુખ તો ક્યાંય મળ્યું નથી. ત્રણ ગુણવાળું સુખ જ સાચું સુખ છે.
(૧) આવ્યા પછી જાય નહિ. (૨) મળોલા સુખમાં કોઈની ભાગીદારી નહિ. (૩) મળોલા સુખમાં દુખનો અંશ નહિ.
બોલો તમારું સુખ આ ત્રણ ગુણવાળું છે ખરૂં? આવ્યા પછી જાય નહિ તેવું સુખ તમારું ખરૂં? ના- તો પછી આવા સુખની પાછળ દોડધામ કરવાનો કોઈ મતલબ જ નથી. ટુંકમાં સંસારના સુખો કે દુઃખો બધાથી મુક્ત બનવાનું છે આખો સંસાર અસાર લાગવો જોઈએ.
“જેને ફક્ત પુખ જ ખટકે તે વાનર, જેને ફકત પાપ જ ખટકે તે નર, અને જેને આખો ય સંસાર ખટકે તે નારાયણ
બોલો તમને શું ખટકે છે? શું સંસારથી તમે થાક્યા છો? નિર્વેદ જાગ્યો છે? દુઃખમય સંસારથી તો પશુ-પંખી પણ કંટાળે છે. આપણે સુખમય સંસારથી પણ કંટાળવાનું છે. સંસાર માત્ર ત્યાજ્ય છે. આવો ભાવ આવ્યો ખરો?
જ્યાં સુધી નિર્વેદ નહીં આવે ત્યાં સુધી “શાન્ત સુધારસ” સાંભળવા માં તલ્લીનતા પણ નહીં આવે.
ઉપાધ્યાય વિનયવિજયજી મ. પહેલો પ્રશ્ન એ જ કરે છે બોલો! સંસારથી ઉગ થયો ખરો? તમારે જવાબ આપવાનો છે. સંસારથી કંટાળ્યા...? હવે બીજી વાત..
મોક્ષ સુખની ઈચ્છા થઈ? તમારું ચિત્ત અનંત સુખ પ્રાપ્ત કરવા તત્પર બન્યું છે?
Page #32
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
અંત વગરનું... શાશ્વત... કાયમ રહેનાર સુખ થયું ખરૂં ?
પૂર્ણ - પરિપૂર્ણ સુખ મેળવવું છે. સાથે પરમાનંદની પ્રાપ્તિ પણ ખરી જ. વૈષયિક સુખો-તૃષ્ણાજન્ય સુખો જે તુચ્છ સુખો છે તેને સમાપ્ત કરવાના છે. પૂર્વકાળના મહર્ષિઓએ પોતાના રાજ્ય સુખો-સમૃદ્ધિઓ રાજરાણી-વૈભવ આદિનો ત્યાગ કરી શાશ્વત માર્ગની આરાધના કરી હતી. મદ અને મદન પ્રત્યે તીવ્ર અભાવ કેળવ્યો હતો. કેમકે :
૧૯
મેળવવા મન તૈયાર
“મદ અને મદનની સામે બાથ ભીડે તે મરદ”
આવી મરદાનગી અધ્યાત્મ જ્ઞાન વગર શક્ય બનતી નથી કેમકે આત્મજ્ઞાન ન હોય તો મોક્ષ ફક્ત નામ પૂરતું જ થઈ જાય. માટે મોક્ષ સ્વરૂપને જાણવાની જરૂર છે.
માટે મોક્ષ શું છે ? મોક્ષમાં શું છે ! મોક્ષથી શું મળે ઈત્યાદિ જાણવાની કોશિષ કરવી. અને મોક્ષ મેળવવા માટે તત્પર બનવાનું છે.
સંસારથી કંટાળો અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા.... જીવન શાન્તસુધારસમય બનાવે છે. ઉપાધ્યાયજી મ. કહે છે કે સુબુદ્ધિવાનો હવે તમે શુભ ભાવનાના અમૃતરસથી બનેલ મારો આ શાન્તસુધારસ ગ્રન્થ સાંભળો...
આ ગ્રન્થ સાંભળવા માટે આપણે યોગ્ય બનીએ સજ્જ બનીએ, તત્ત્પર બનીએ.....
सुमनसो मनसि श्रुत पावना निदधतां द्वयधिकादश भावना : । यदिह रोहति मोह तिरोहिता- द् भूत गतिर्विदिता समतालता ॥ ४ ॥
હે સુંદર મનવાળા, સાંભળવા માત્રથી અંત:કરણને પાવન કરનાર ૧૨ (૪યધિકા દશ) ભાવનાને તમારા મનમાં ધારણ કરો... સ્થાપો. એનાથી અદ્ભુત લાભ એ હશે કે મોહ વડે ઢંકાયેલ સમતારૂપી લતા પુન: પ્લાવિત યશે. || ૪ ||
આ શ્લોકમાં શ્રોતાઓને સુમન-એટલે પવિત્ર મન વાળા કહ્યા છે. એટલે પવિત્ર મન દ્વારા આપણે પાવન બનવાનું છે. શાન્તસુધારસ સાંભળવા માટે મન નિર્મળ જોઈએ. આડીઅવળી વિકથાઓ સાંભળવાની નથી પણ
Page #33
--------------------------------------------------------------------------
________________
શા સુધારસ વિવેચન - ભાગ-૧ જીવનને પવિત્ર કરનાર મહાન ગ્રન્થ સાંભળવાનો છે. સાંભળવા માત્રથી પાવન કરનારી ૧૨ ભાવનાઓ જેમાં રહેલી છે. એક-એક ભાવના હદયના તારને ઝણઝણાવનાર છે. જે સાંભળવાથી અદ્ભુત એવી સમતા પ્રગટ થાય છે. મોહનું આવરણ દૂર થાય છે. એવી તો આ ભાવના કેવી છે? એના નામ શું છે? ગ્રન્થકાર સ્વયં હવે પછીના શ્લોકોમાં એ ભાવનાના નામ નિર્દેશ કરશે.
आर्तरौद्र परिणाम पावक- प्लुष्ट भावुक विवेक सौष्ठवे। मानसे विषयलोलुपात्मनां क्वप्ररोहतितमां शमाडकूरः ॥ ५ ॥
।
આત અને રૌદ્ર ધ્યાન રૂપી આગ સુંદર વિવેકની શોભાને સળગાવી દેનાર છે. જેના હૃદયમાં વિવેકની શોભા સળગી ગઈ છે એવા વિષયલોલુપ આત્માઓના હૃદયમાં શમના અંકૂરો કેવી રીતે પ્રકટ થાય ?
જે સળગાવે તે આગ.. લાકડા-ઘાસ-જંગલ-ઘર-વસ્ત્ર આદિ બધું જ જેનાથી બળીને ખાખ થઈ જાય છે. એ જ પ્રમાણે વચનની આગ-વાણીની આગ પણ તીવ્ર હોય છે. બોલીને બગાડનારા દુનિયામાં ઘણા હોય છે.
શું બોલે? પાનના ગલ્લા પાસે ઊભો રહીને એક ભાઈ ગલ્લાવાળાને ઉદ્દેશીને કહે છે કે ભાઈ, સિગારેટ સળગાવવા માટે માચીસ આપને. એણે જવાબમાં આંગળી ચીંધી ને કહ્યું કે સામે ઝાડ નીચે જે ભાઈ ઊભેલ છે એની જીભને તારી સીગારેટ અડાડીશ તો પણ સળગી જશે. પેલો ભાઈ કહે એવું તે બનતું હશે? કોઈની જીભને સિગારેટ અડાડીએ અને સળગી જાય....! ગલ્લાવાળો કહે અરે ભાઈ. એની જીભે તો કેટલાયના ઘર સળગાવી નાંખ્યા છે, તો તારી સિગારેટ નહીં સળગે?
આવાણીની આગ ખતરનાક છે. અહિ ઉપાધ્યાયજી મહારાજ વિચારો ની આગની વાત કરે છે. આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન એ વિચારોની આગ છે. દુષ્ટ વિચારો, કોઈને મારવાના વિચારો. આઅને રૌદ્ર ધ્યાનના ૪-૪ પ્રકાર છે. જે અગાઉના પ્રકરણમાં નામનિર્દેશ અને ટૂંકા વિવેચનથી સમજાવેલ છે.
ઈષ્ટ વસ્તુ મળે એના વિચારો. ઈષ્ટનો વિયોગ નહીં થાય ને એવા
Page #34
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૨૧
વિચારો. તે જ પ્રમાણે અનિષ્ટ સંયોગ અને અનિષ્ટના વિયોગના વિચારો કર્યા કરવા તે આર્ત્તધ્યાનની આગ છે. એજ પ્રમાણે તીવ્ર દુષ્ટ ભાવોવાળું રૌદ્રધ્યાન ૪ પ્રકારે છે.
આર્ત્ત અને રૌદ્ર ધ્યાનની જનની કોણ છે ? ક્યાંથી આર્ત-રૌદ્ર ધ્યાન થાય છે ? ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ કહે છે “વિષય ત્નોનુપાત્મનામ્” જે જીવો વિષયોમાં લોલુપ હોય છે. તેમને આર્ત્ત-રૌદ્રધ્યાન થાય છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં જે આસક્ત હોય તેને દુર્ધ્યાન થવાની શક્યતા વિશેષ હોય. કોઈ પણ વિષયની અભિલાષા થાય એટલે એ મેળવવા ના વિચારો શરૂ થઈ જાય એના માટે જૂઠ-ચોરી-હિંસા આદિ પાપો કરવાનું પણ મન થઈ જાય. આર્ત્ત રૌદ્ર ધ્યાન શરૂ થઈ જાય.
આ વિષય લોલુપતાના કારણે જ રોગ-શોક-તકલીફો વધ્યા કરે. વિષયોની લોલુપતાના કારણે માણસ એના કર્તવ્યમાંથી ચૂકે, એની નિષ્ઠા ભૂલે, પતન પણ પામી જાય. માટે વિષયોના વેગને ખાળીને અધ્યાત્મ માર્ગે ચડી જવું જોઈએ. વજસ્વામિ પ્રત્યે આકર્ષાયેલ શ્રેષ્ઠિ કન્યા રૂકમણી શુદ્ધ પ્રેમ હોવાથી મુક્તિ પંથે ચાલનારી બની ગઈ. યોગીજનો સંસારના વિષય વમળમાં ફસાતા નથી. શુદ્ધ બુદ્ધિથી વિષયોના આવેગને ટાળે છે.
“મનને બાળીને નહિ પણ વાળીને જીવે તે યોગી”
ગંદા, દુષ્ટ અને અધમ વિચારોથી માણસ અવિવેકી બની જાય છે. મર્યાદાભ્રષ્ટ બને છે. માટે વિષય લોલુપતા છોડવી જરૂરી છે. વિષય લોલુપતા એ જ આર્ત્ત ધ્યાન છે. આવા આર્ત્ત ધ્યાનની આગમાં સમતા અંકુર કેવી રીતે પેદા થાય ? અંકુરો માટે તો જમીન ફળદ્રુપ જોઈએ, સ્વચ્છ જોઈએ, આજુબાજુ આગ ન હોવી જોઈએ. બસ એવી જ રીતે સમતાને પેદા કરવા માટે આટલું ચિંતન રોજ કરજો
“વિષય નાશવંત છે. ક્ષણ વિનાશી છે
વિષયોનો રાગ ઘાતક હોય છે
વિષય ભોગ વિષ ભોગ જેવા છે
વિષય સેવનથી આત્મા કદીયે તૃપ્ત થતો નથી.
આ પ્રમાણે વિષયોથી થતાં અનિષ્ટોનું ચિંતન કરવાથી એના પ્રત્યે રાંગ ઘટશે હૃદય નિર્મળ બનશે પછી સમતા અંકૂરને પ્રગટ થતાં વાર નહીં
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૨
શા સુધારસ વિવેચન - ભાગ-૧
લાગે.
જ્ઞાનસારમાં કહ્યું છે કે પતિં મૃમીનેમ-પતંગ-ભમરો-માછલી હાથી અનેહરણ આ પાંચેય જીવો એક એક ઈન્દ્રિયોના કારણે વિનાશ પામ્યા.
દીવાની જ્યોતથી આકર્ષાઈ પતંગીયુ દીવામાં પડીને બળી ગયું. ચક્ષુ ઈન્દ્રિયના કારણે એનો નાશ થયો. મુક્ત પણે ભમનાર ભમરો ધ્રાણેન્દ્રિયના કારણે કમળમાં કેદ થઈ ગયો અને નાશ પામ્યો. નદી સરોવરમાં ફરનારી માછલી રસનેન્દ્રિયના કારણે જાળમાં ફસાઈને મરી ગઈ. જંગલમાં સ્વેચ્છાએ ફરનાર હાથી સ્પર્શેન્દ્રિયના કારણે બંધનાવસ્થામાં આવ્યો. શિકારી લોકો હાથીને પકડવા માટે મોટા ખાડામાં પુંઠાની હાથણી બનાવી મૂકે. હાથી ત્યાં આવે હાથણી ને જોઈ વિહ્વળ બને અને એના ઉપર પડતું મૂકે છેવટે બંધનમાં આવે એજ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયના કારણે હરણો પણ નાશ પામે છે. જો એક ઈન્દ્રિયથી એક જીવનો નાશ થાય તો જેની પાંચે ઈન્દ્રિયો છૂટી છે એનું પૂછવું
જ શું?
માટે પાંચે ઈન્દ્રિયોના અસંખ્ય વિષયોથી મુક્ત બની વિવેક શોભા ટકાવી રાખો -
એજ શુભાભિલાષા...
यस्याशयं श्रुत कृतातिशयं विवेक । पीयूषवर्ष रमणीयरमं श्रयन्ते । सद्भावना सुरलता न हि तस्य दूरे ।
નોવોત્તર પ્રશમ સૈદ્ય ના પ્રસૂતિઃ - ૬ જેનું અંત:કરણ સમ્યકજ્ઞાનના અભ્યાસથી ઉન્મત્ત બન્યું હોય વિવેક અમૃતની વૃષ્ટિ થી મૃદુ અને શોભિત બન્યું હોય તેને લોકોત્તર પ્રશમ સુખના ફલને આપનાર સભાવના રૂપ સુરલતા દૂર નથી. || ૬ ||
સદ્ભાવના ક્યાં રહે છે? ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ શાન્તસુધારસ ગ્રન્થમાં એનો જવાબ આપે છે. અંતઃકરણમાં... હા.. માનવીના મનમાં શુભ ભાવનાઓ રહે છે. મન કેવું જોઈએ? સમ્યગુજ્ઞાનના અભ્યાસ થી ઉન્નત... સારું જ્ઞાન-સાચું જ્ઞાન મેળવીને મમળાવવાનું છે. સમજશક્તિ વિક્સાવવાની છે. સજાગ રહીને જીવવાનું છે. મનુષ્યનું મન જ મોક્ષ અને નરકનું કારણ છે. મન: પર્વ મનુષ્ય વર વન્ય પક્ષો : પ્રસન્નચન્દ્ર
Page #36
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૨૩ રાજર્ષિ મનના કારણે જ સાતમી નરકે યોગ્ય કર્મ બાંધે અને મનથી જ મોક્ષના દરવાજે પહોંચી ગયા. પેલો ચોખાના દાણા જેવડા શરીરવાળો તંદુલિયો મચ્છ મરીને સાતમી નરકે જાય છે.
સ્વયંભૂરમણસમુદ્રમાં ૧ હજાર યોજનની અવગાહના વાળું એક કરોડ પૂર્વના આયુષ્ય ધરાવનાર માછલું એની આખી જીંદગીમાં અબજો માછલાનું ભક્ષણ કરે છે અને મરીને પહેલી નરકમાં જાય છે. એની જ આંખની પાંપણમાં ઉત્પન થનાર અન્તર્મુહુર્તના આયુષ્યવાળું અને એક પણ માછલાનું ભક્ષણ નહીં કરનાર તંદુલ મચ્છ મરીને સાતમી નરકે જાય છે એમાં મન જ કારણ ભૂત
છે.
મન માંકડા જેવું છે. કહ્યું છે આનંદધનજી મહારાજે પણ “મન સાધ્યું તેણે સપનું સાધ્યું,” આવા મનને શ્રુતજ્ઞાનવડે ભાવિત કરવાનું છે. નિરંતર ભાવના રૂપી ઔષધિનું પાન કરાવવાનું છે. અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રન્થમાં આચાર્ય ભગવંત મુનિસુંદરસૂરિ મહારાજાએ જણાવ્યું છે કે હે ચિત્તબાલક ભાવના રૂપી ઔષધિ છોડીશ નહિ જેથી દુન રૂપી ભુતડા તને છળી શકે નહિ ચિત્ત, બાળક જેવું છે. ના સમજ છે. માટે સતત ઔષધ આપવું....
“પગ ન બગડે માટે સંસારી બટ પહેરે છે. આંખ ન બગડે માટે સારી ગોગલ્સ પહેરે છે
પેટ ન બગડે માટે સંસારી પણ શકે છે સવાસષ્ય ન બગડે માટે સંસારી દવા લે છે જીવન ન બગડે માટે સારી પેસા મેળવે છે
| મન ન બગડે માટે પણ લો છો ? એના માટે લેવાનું છે ભાવના ઔષધ... સતત ભાવનાઓથી મન અને આત્માને ભાવિત કરવાનું. અંતઃકરણ મૃદુ - કોમળ બને તો એમાં પ્રથમ સુખ ને આપનાર આનંદ પેદા થાય છે. અને ભાવના પણ એવા અંતઃકરણ માં જ ટકે છે.
માટે મનશુદ્ધિ બરાબર જાળવી રાખવી જોઈએ. યોગશાસ્ત્ર ગ્રન્થમાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી મ. એ લખ્યું છે...
मन शुद्धि मबिभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भूजाभ्यां ते तितिर्षन्ति महार्णवम् ॥
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
શા સુધારસ વિવેચન - ભાગ-૧ મન શુદ્ધિને છોડીને જે મુક્તિ માટે તપ કરે છે તેઓ નાવને છોડીને ભૂજાઓ વડે મોટા સમુદ્રને તરવા ઈચ્છે છે. ભાઈ, સમુદ્ર તરવો હોય તો નાવની જરૂર પડશે જ. માટે મનઃ શુદ્ધિ રૂપી નાવમાં બેસીને ભવસાગર તરવાનું કામ આપણે કરીએ.
હવે ૧૨ ભાવનાનું વિવેચન કરવામાં આવશે.. अनित्य त्वाशरणते भव मेकत्व मन्यताम् अशौच माश्रवं चात्मन् संवरं परिभावये ॥७॥
कर्मणो निर्जरां धर्म सूक्ततां लोक पद्धतिम् S बोधि दुर्लभतामेतां भावयन् मुच्यसे भवात् ॥८॥
૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, અશૌચ ૭ આશ્રવ, ૮ સંવર, કર્મનિર્જરા, ૧૦ ધર્મ સુકૃત, ૧૧ લોક સ્વરૂપ અને ૧૨ બોધિ દુર્લભ આ બાર ભાવનાઓ છે. આ શ્લોક દ્વારા ફક્ત નામ બતાવ્યા છે. આખો ગ્રન્થ આ ભાવનાના વિસ્તારથી ભરેલો છે. અગાઉ જેમ જણાવ્યું કે શુદ્ધ અંતઃકરણમાં ભાવના રહે છે. અને ભાવના ન હોય તો શું થાય?
મૈત્રી ભાવના નથી તો કોઈ મનુષ્ય શત્રુ લાગે છે. પ્રમોદ ભાવના ન હોય તો ઈષ્યભાવ પેદા થાય છે. કરૂણા ભાવના ન હોય તો કોઈ પ્રત્યે ધૃણા ભાવ પેદા થાય. માધ્યચ્ય ભાવ ન હોય તો હેષ જાગે. અનિત્ય ભાવના ન હોય તો મમત્વ ભાવ જાગે. અશરણ ભાવના ન હોય તો દુષ્કૃત્ય કરીએ છીએ. સંસાર ભાવના ન હોય તો સંબંધોના બંધનમાં બંધાવાનું થાય છે. એકત્વ ભાવના ન હોય તો અનેકમાં સુખ લાગે છે. અન્યત્વ ભાવના ન હોય તો પરાયાને પોતાના માની દુઃખી થઈએ છીએ. અશુચિ ભાવના ન હોય તો શરીર પ્રિય લાગે છે. આશ્રવ ભાવના ન હોય તો પાપ-પુણ્યની વિચારણા થતી નથી. સંવર ભાવના ન હોય તો કર્મબંધથી અટકવાનો વિચાર નથી થતો. નિર્જરા ભાવના ન હોય તો તપ કરવાનો વિચાર નથી આવતો. ધર્મસુકૃત ભાવના ન હોય તો ધર્મ પુરૂષાર્થ કરવાની ઈચ્છા થતી નથી.
Page #38
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસવિવેચન - ભાગ-૧
૨૫ લોક સ્વરૂપ ભાવના ન હોય તો અનંત જીવ સૃષ્ટિનું ચિંતન થતું નથી બોધિ દુર્લભ ભાવના ન હોય તો સમ્યકત્વ પામવાની ઈચ્છા થતી નથી ટુંકમાં બારે ભાવના ખૂબ ખૂબ જરૂરી છે....
અહિં બાર ભાવના તથા બીજી મૈત્રી પ્રમુખ ચાર ભાવના મળી કુલ ૧૬ ભાવનાનું સ્વરૂપ હવે વિસ્તારથી સમજવાનું છે
અમૃત છાંટણા
* હંમેશા સૂર્ય ઉગે છે. યુવાવસ્થા ઘટે છે ને જરાવસ્થા આવે છે. વહાણે વહાણે હાનિ થતી જાય છે. ત્યાં શરીરની કુશળતા શું હોય?
* જરા રૂપી કૂતરો છે. જોબન રૂપી સસલો છે અને કાળરૂપી શિકારી છે. તેમાંના બે દુશ્મનની વચ્ચે આ શરીર રૂપી ઝુંપડું રહેલું છે.
* એકલા યાત્રાએ જવું, અન્ય સ્ત્રીઓની સાથે જાગરણ કરવું, દૂર પાણી ભરવા જવું, પિયર વધારે રહેવું, કપડાં લેવા દેવા ધોબીને ઘેર જવું, ગરબે રમવા જવું, પારકા ઘરે જવું, સખીના નિવાસમાં જવું, અને પતિનું પરદેશગમન થવું ઈત્યાદિ વ્યાપારો સ્ત્રીઓને પ્રાયઃ શીલખંડન કરનારા થાય છે. - ઇતિ ઉપદેશ પ્રાસાદે
* કલ્પવૃક્ષ માત્ર કલ્પિત વસ્તુને આપે છે. ચિંતામણી માત્ર ચિંતવેલી વસ્તુઓને આપે છે. પરંતુ જિનેન્દ્ર ધર્મ આગળ તે બને લઘુતાને પામે છે. મતલબ જિનધર્મ તે બે કરતાં ચડીયાતો છે. 1 x વિષ અને વિષય આ બન્નેમાં મોટું અંતર છે. વિષ તો ખાવાથી મારે છે, ત્યારે વિષય તો સ્મરણ માત્રથી મારે છે.
* જેણે આ બ્રહ્માંડ રૂપી ભાજનને બનાવવા માટે બ્રહ્માજીને કુંભાર કરેલો છે. વિષ્ણુ ને દશ અવતાર લેવાના મહાસંકટમાં નાંખ્યા છે. અને શિવને ખોપરીનું પાત્ર લઈ ભિક્ષાટન કરાવ્યું છે અને જે સૂર્યને દરરોજ આકાશમાં ભ્રમણ કરાવે છે. તે કર્મને નમસ્કાર થાઓ..! કર્મની કેવી બલિહારી?
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૬
અનિત્ય ભાવના
૧) ૨૬ અનિત્ય ભાવના
ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ શાન્તસુધારસ ગ્રન્થનો જાણે હવે જ પ્રારંભ કરે છે. બાર ભાવના તથા ચાર મૈત્રાદિ ભાવનાનું સવિસ્તાર વર્ણન હવે થશે.
દરેક ભાવનામાં શરૂઆતમાં ૩,૫ કે ૭ શ્લોક ઉપોદ્ઘાત જેવા હશે અને ત્યાર પછી ગેય કાવ્ય મૂકવામાં આવેલ છે. એક એક ભાવનાનું સવિસ્તાર વિવેચન કરવામાં આવ્યું છે. એમાં સૌ પ્રથમ સંસારના પદાર્થોની અનિત્યતા બતાવવા માટે અનિત્ય ભાવનાનું વર્ણન કરે છે.
वपुर वपुरिदं विदभ्रलीला परिचितमप्यतिभडगुरं नराणाम् । तदतिभिदुर यौवनाविनीतं भवति कथं विदुषां महोदयाय ॥ ९ ॥
વાદળાની ઘટાની જેમ મનુષ્યોનું આ શરીર ક્ષણભંગુર છે એટલે જાણે અશરીર જ છે (હોવા છતાં ન હોવા જેવું) વિષય-વિકાર રૂપ વજ્રજેવા યૌવનથી અવિનિત શરીર પંડિતજનોને મહોદયનું કારણ કેમ થાય ? અર્થાત્ ન થાય !
સંસારના અનિત્ય પદાર્થોની માયાજાળમાં જીવ મુંઝાઈ રહ્યો છે. જે શાશ્વત નથી નાશવંત છે એની પાછળ આપણે મોટો ભોગ આપી રહ્યા છીએ. માણસને સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય તો શરીર.. અને એટલે જ આ શ્લોકમાં શરીરની અનિત્યતા બતાવે છે. શરીર પ્રત્યેનો પ્રેમ જીવને જબિરજસ્ત છે. એ જ્યાં ત્યાં શરીરને જ મુખ્ય ગણે છે. યાદ રાખજો શરીર આત્માથી ભિન્ન છે. આત્મા જુદો છે. શરીર જૂદું છે. આવું ભેદ જ્ઞાન મેળવવાનું છે. આ શરીર ક્યારે માટીમાં મળી જશે એનો ખ્યાલ નહીં આવે. માટે ક્ષણિક નાશવંત એવા શરીર પ્રત્યેના મમત્વભાવને છોડવો જોઈએ. આપણે શરીરને બહુ જ મહત્વ આપીએ છીએ એટલે દુઃખી બનીએ છીએ. જ્યારે તમારે પાલિતાણા યાત્રા કરવા જવાનું થાય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન શું થશે ?
બસમાં જગ્યા મળશે ? ધર્મશાળામાં રૂમ મળશે ? ભોજનશાળા બરાબર હશે ને ? વિગેરે.....
જ
આ પ્રશ્નો કોના માટે ! શરીર માટે જ સ્તો. બસ એ જ રીતે સર્વત્ર શરીરનું રખોપું કરીએ છીએ પણ શરીર ક્યારે દગો આપશે એ કહેવાય નહિ!
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૭
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
આપણે નજર સમક્ષ કેટલાય શરીરને બળતા-મરતા-પડતા જોઈએ છીએ છતાં આપણા શરીરની કરૂણતાનો વિચાર કરતા નથી.
કોઈ માસુમ બચ્ચાનું મોત જોઈને, કોઈ તરૂણનું મોત જોઈને, ક્યારે વિચાર આવ્યો છે કે મારી પણ આ જ દશા...
પૂર્વ સમયમાં તો.
“ઘરડાનું મોત જઇને યુવાન જગી જતો, આજે યુવાનનું મોત જોઇને ઘરડો ય જગતો નથી.”
શરીર સામે લડવાનું છે. દેહમાં રહીને દેહથી લડીએ, કેમકે દેહાસક્તિ થી જ દુઃખી બનીએ છીએ. માટે શરીરની આસક્તિ છોડવા કટિબદ્ધ બનવાનું છે. જેમ પવનના જોરથી વાદળાવિખેરાઈ જાય તેમ આ શરીર પણ વિખરાઈ જશે.
આ શરીર ક્યાં સુધી ટકશે? ક્યાં સુધી તમને સાથ આપશે? તમારું કહેવાતું શરીર તમારી વાત માને છે ખરું? શરીરમાં રોગ આવ્યો! તમે શરીરને આદેશ કરો. રોગ ને ભગાડી દે! તમારી વાત માનશે ને?”
રબા - ના.
તો પછી શરીર તમારું શાનું? જે તમારું કહ્યું ન કરે તેના પ્રત્યે મમત્વ ભાવ શા માટે?
નાશવંત શરીર દ્વારા શાશ્વત એવો ધર્મ આરાધી લેવો જોઈએ. જુઓ. શરીર માટે આપણે શું નથી કર્યું? આયંબિલ ઉપવાસ શરીરના કારણે છોડયા છે. પ્રતિક્રમણાદિ ક્રિયા શરીરના કારણે જ મૂકી દીધી છે. જરા રોગ આવ્યો. થોડા માંદા થયા અને વ્રત-જપ-નિયમ છોડવાનું કામ કરેલ.
શરીરને સાચવવામાં પાછું વળીને જોયું નથી. સમયસર ખાવામાંપીવામાં ઊંઘવામાં બરાબર ધ્યાન આપ્યું છે. એશ-આરામ અને ભોગસુખોમાં શરીરને રોકી રાખેલ છે પણ એક દિવસ એવો આવશે કે શરીરને છોડીને પરલોકના પંથે પ્રયાણ કરવું પડશે. જુઓ ક્યાંક વાંચેલી પંક્તિ યાદ આવે
છે.
“ઓ, માનવ, તારી કંચન કાયા કરમાઈ જશે જીવનનું હીર હણાઈ જશે
રૂપરંગ બદલતી દુનિયામાં
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮
અનિત્ય ભાવના તું એવી ઠોકર ખાઈશ કે આરસી સામે જોઈશ તો
આરસી પણ શરમાઈ જશે.” જરા વિચાર તો કરો જ્યારે તમે ૧૪-૧૫ વર્ષના હતા ત્યારે કેવા લાગતા હતા અને અત્યારે કેવા લાગો છો?
એક તમારો ૧૫-૧૭ વર્ષનો ફોટો હોય અને એની બાજુમાં જ બીજો ૬૫-૭૦ વર્ષનો (હાલની ઉંમરનો) ફોટો મૂકવામાં આવે તો તમને ક્યો ફોટો ગમે? સાચું કહેજો! કહેવા ખાતર કહેવું નથી...!
સભા - નાની ઉંમરનો જ ગમે ને?
વાહ સરસ વાત કરી. એટલે હાલના તમે તમને જ ગમતા નથી તો બીજાને શું ગમો ! (હસાહસ)
જરા ધ્યાનથી એકાગ્રતાથી વિચારજો કે શરીર ક્ષીણ થશે પછી તું શું કરીશ.
“કાયા હજી રાજી છે, હાથમાં હજી બાજી છે,
ત્યાં લગી પ્રભુને અરજી કરી લેવાની તક હજી તાજી છે.”
કાયા પડી ગઈ પછી કશું જ નહીં કરી શકો. આ શરીર ક્યાં સુધી ટકે. જેટલું આયુષ્ય હોય તેટલા સમય સુધી જ શરીર ટકશે. આયુષ્ય પૂરું થયું કે શરીર વિદાય, અને આયુષ્ય પણ ચંચળ છે. પાણીના પરપોટા જેવું છે. માટે શરીરની અનિત્યતા બતાવ્યા બાદ હવે આયુષ્યની અનિત્યતા બતાવે છે. કેવું છે આયખું આપણું, એ જોઈએ
तु आयुर्वायु तरत्तरंगतरलं लग्नापद : संपद :
सर्वेडपीन्द्रिय गोचराश्चटुला : सन्ध्याभ्र रागादिवत् । मित्र स्त्री स्वजनादि संगम सुखं स्वप्नेन्द्र जालोपमं तत्कि वस्तु भवे भवेदिहमुदामालम्बनं यत्सताम् ॥१०॥
આયુષ્ય પવન જેવું ચંચળ છે, સંપત્તિઓ આપત્તિઓને લાવનારી છે. બધી જ ઈન્દ્રિયોના વિષયો સધ્યાના વાદળા જેવા નાશવંત છે. મિત્ર, સ્ત્રી, સ્વજન આદિના સંગમનું સુખ સ્વપ્ન અને ઈન્દ્રજાળ સરખું છે. આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે સજજનોને આલંબન રૂપ
Page #42
--------------------------------------------------------------------------
________________
શા સુધારસ વિવેચન - ભાગ-૧
૨૯ થાય?
શરીરને આયુષ્યની સાથે સંબંધ છે. જીવન ત્યાં સુધી જ ટકે છે જ્યાં લગી આયુકર્મ હોય. આયુષ્ય ચંચળ છે અસ્થિર છે. માટે શરીર પણ અસ્થિર છે.
પવનનો ઝપાટો આવે અને ઝાડ ઉપરથી પાંદડું ખરી પડે એમ આયુષ્ય પણ કાળના પ્રવાહમાં ક્યારે પૂર્ણ થઈ જાય એ કહેવાય નહિ. શરીર-જીવનઆયું. એનું અભિમાન કરવાનું નથી. જે પદાર્થો અનિત્ય હોય તેનો ગર્વ શા માટે?
અતુલ બળવાળા જિનેશ્વરો અને ઈન્દ્રો પણ આ સંસારમાં સ્થિર રહ્યા નથી. ચક્રવર્તિ અને વાસુદેવો પણ કાળના કોળીયા બની ગયા છે તો તારે પણ એક દિવસ ચાલ્યા જવાનું છે. માટે અભિમાની ન બન. સતત પદાર્થોની અનિત્યતાનું ચિંતન કર.
રંટ ફરે છે ને કૂવાનું પાણી ઓછું થાય છે. દિવસ ફરે છે ને આયુષ્યનું પાણી ઓછું થાય છે. કૂવાનું પાણી વરસાદથી ફરી ભરી શકાશે પણ આયુષ્યના પાણી ભરવા માટે કોઈ વરસાદ નથી.”
તરંગ જેવું તરલ આયુષ્ય છે. આપત્તિઓથી ભરેલી સંપત્તિ છે. ઈન્દ્રિયોના વિષયો ચપળ છે. સધ્યા સમયના વાદળા જેવા છે. મિત્ર-સ્ત્રીસ્વજન આદિના સંગમજન્ય સુખસ્વપ્ર અને ઈન્દ્રજાળ જેવા છે. ક્યાંય આનંદ નથી. શુ આલંબન લઈને તું સંસારમાં સુખથી રહ્યો છે? - શરીર આયુષ્ય અને જીવનની જેમ તારી સંપત્તિનો પણ વિચાર કર. શું ધન વૈભવ શાશ્વતો છે? કાયમ રહેવાવાળો છે? જો ના. તો કેમ એમાં મુંઝાય છે. શું લઈ ને આવ્યા'તા ને શું લઈને જવાના?
“મુલ્હો કે માલિક થે સેનાઓ કે સવામિ થે સિકંદર જબ ચલ બસે તબ દોનો હાથ ખાલી છે.”
બધી જ સંપત્તિ અહિં રહી જવાની છે. એ સંપત્તિ મેળવવા માટે ઘણા કાવા-દાવા કર્યા. ઘણા કાળા ધોળા કર્યા. એના માટે કેટલાય દુશમનો ઉભા કર્યા. પણ ધ્યાનમાં રાખજો
લલાટે લખ્યું હશે તો કોઈ લઈ જવાનું નથી, અને નસીબે નોંધાયું નહીં હોય, તો કોઈ દઈ જવાનું નથી.”
Page #43
--------------------------------------------------------------------------
________________
'અનિત્ય ભાવના માટે સંપત્તિ પ્રત્યેના મમત્વ ભાવને પણ છોડવાનો છે. પૈસો કેવો ગમે છે? જલ્દી છોડવાનું મન થાય ખરું એ વાત ખરી કે પૈસો મળે છે પુણ્યોદય થી પણ એટલી જ એ વાત પણ સાચી છે કે પૈસો ગમે છે પાપોદચથી.”
તમે ગત જન્મમાં કરેલ પુણ્ય-આરાધના તેમજ તપ-ત્યાગના પ્રભાવે સંપત્તિ મળી છે એની ના નહિ પણ જો એમાં આસક્ત બન્યા તો મર્યાસમજજો.
એકમમ્મીએ નાનકડા પિન્કને કહ્યું કે બેટા, લે આ પૈસાને બજારમાંથી ૫૦૦ ગ્રામ શાકભાજી લઈ આવ. પણ તોફાની પિન્ક હા-ના કરે છે. મમ્મી કહે કે લે બકા.. આટલું કામ કર તને એક સરસ ચોકલેટ આપીશ. ચોકલેટનું નામ પડતાં જ પિન્ક એ હોંશે હોંશે કામ પતાવ્યું. મમ્મીએ ચોકલેટ આપી અને નાનકડા પિન્કએ એનું રેપર ખોલ્યુ ને જેવી મોઢામાં મૂકી કે મમ્મીએ એક લાફો ઠોકી દીધો. પિન્ક ગાલ પંપાળતો પંપાળતો લાચાર બની મમ્મી સામે જોઈ રહ્યો.
મમ્મી કહે કે તે કામ કર્યું તે બદલામાં ચોકલેટ તને આપી છે. તે કામ કર્યું તે સાચું ચોકલેટ મળી તે પણ સાચું પણ તારે ચોકલેટ ખાવાની નહિ જો ખાઈશ તો લાફો પણ ખાવો પડશે. આવી મમ્મીને તમે કેવી કહેશો, બોલો તો ખરા... તમારી ભાષામાં શું કહેશો...! સારી કે ખરાબ. કામના બદલામાં શું મળ્યું? લાફો ને.! સાભાઃ અમે તો આવી મમ્મીને ખરાબ ગણીએ.
બસ ત્યારે કર્મ રાજા પણ આ મમ્મી જેવા જ નઠોર કઠોર છે. આપણે હોંશે હોંશે પણ ભોગવ્યું તો ગયા કામસે. બ્રહ્મદત્ત ચક્રવર્તિને છ ખંડ પુણ્યોદયે મળ્યા પણ આસક્ત થઈને ભોગવ્યા તો કર્મરાજાએ સાતમી નરકમાં ફેંકી દીધા.
માટે વૈભવ સંપત્તિ પ્રત્યે અનિત્યતા કેળવવાની છે. નાશવંત પદાર્થો જ્યારે નાશ પામે ત્યારે જો અનિત્યભાવના ભાવી હોય તો ખેદનો પ્રસંગ ન આવે.
“તુટનારું તટે, કુટનાર છે. ખુટનાર ખૂટે, એમાં તું શું કામ માથા ઉ”
નાશવંત પદાર્થોની નિયતિ જ એ છે કે નાશ પામવું. માટે એ પદાર્થોના નાશ થયે છતે ખેદ કરવો નહિ.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૧
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
કેવળ સંપત્તિ જ નહિ ઉપાધ્યાયજી ભગવંત છે. વસ્તુની અનિત્યતા બતાવે છે
શરીરની અનિતા...., આયુષ્યની અનિત્યતા, જીવનની અનિત્યતા..., સંપત્તિની અનિત્યતા... વૈષયિક સુખની અનિત્યતા..., અને સંબંધોની અનિત્યતા..,
બધું જ અનિત્ય છે. લક્ષ્મી ચંચળ હોવાથી ક્યાંય સ્થિર રહેતી નથી. રાજ્ય-ધન-માલ જે મળે તેમાં લોભ ન કર કારણ કે “લોભથી મરે તે કાયર અને લોભને મારે તે બહાદૂર.”
માટે સંતોષ ભાવ ધારણ કરવો તેમાં જ બહાદૂરી છે. વળી એક વાત ખ્યાલમાં રાખજો કે પુણ્ય આપણો પિતા છે. અને લક્ષ્મી પણ પુણ્યથી જ પેદા થઈ છે એટલે લક્ષ્મી તમારી બહેન થઈ કહેવાય બન્નેના પિતા એક જ છે. અને તમને એતો ખબર જ છે ને....કે
બહેન હંમેશા બીજાને અપાય ભોગવાય નહિ.”
માટે લક્ષ્મીનો સતત સવ્યય કરવો જોઈએ. અહિ હાપદ થી જણાવે છે કે સંપત્તિની પાછળ આપત્તિઓ રહેલી છે. થષણિક સુખો:
પાંચમા નંબરમાં ઈન્દ્રિયોના વૈષયિક સુખોની વાત કરે છે. પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો છે
સ્પર્શેન્દ્રિયનો વિષય રસનેન્દ્રિયનો વિષય ધ્રાણેન્દ્રિયનો વિષય
ગંધ ચક્ષુરિન્દ્રિયનો વિષય
રૂપ શ્રોત્રેજિયનો વિષય - શબ્દ
પાંચે ઈન્દ્રિયોના વિષયજન્ય સુખ સંધ્યા સમયના રંગ જેવા હોય છે. ક્ષણમાં જેમ રંગ વિખરાઈ જાય છે તેમ આ સુખો પણ ક્ષણમાં જ બદલાઈ
સ્પર્શ
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૨
અનિત્ય ભાવના જાય છે.
વિષય સુખોની પાછળ માનવી પાગલ બન્યો છે. સારાસારનો વિવેક પણ ભૂલી ગયો છે. પણ આ સુખોમાં જરાપણ સુખ નથી. કદાચ ક્ષણિક સુખ દેખાય તો પણ પાછળ તો દુઃખ જ રહેલું છે. કંપાક ફળના ભક્ષણ જેવું વિષય સુખ છે.
પાંચે ઈન્દ્રિયોના વિષય સુખો અનિત્ય છે એમ કહી જ્ઞાની પુરૂષો જીવોને વિષયાસક્તિ તોડવાની પ્રેરણા કરે છે. વિષય સુખ જેમ જેમ ભોગવે છે તેમ તેમ તેની તૃષ્ણા વધે છે સમુદ્રનું પાણી પીવાથી જેમ તૃષા વધ્યા કરે તેમ. વળી ઈન્દ્રિયો પણ નાશવંત અનિત્ય છે એનું ચિંતન સાથે સાથે કરવું.
પરિપૂર્ણ લાગતી ઈન્દ્રિયોને ક્યારે હાનિ પહોંચે એનો કોઈ ખ્યાલ આવે નહિ. માટે સતત ઈન્દ્રિયોની ચંચળતાનો વિચાર કરવો જેથી વિષયલોલુપતાથી બચી શકાય.
જે જે પદાર્થોમાં ઈન્દ્રિયો રત બને છે. તે-તે પદાર્થો પણ અનિત્ય રહેલા છે. આજે જે ગમે છે કાલે તે અણગમતા બને છે. આજે જે વ્યક્તિ પ્રિય લાગે છે એજ વ્યક્તિ ક્યારેક અપ્રિય લાગે છે. યોગશાસ્ત્રમાં પણ જણાવ્યું છે કે
यत्प्रातस्तन्नमध्याह्ने यन्मध्याह्ने न तन्निशि निरीक्ष्यते भवेस्मिन्हि पदार्थानामनित्यता.
જે પ્રાતઃ કાળે દેખાય છે તે મધ્યાત કાળે નથી જે મધ્યાહે દેખાય છે તે રાત્રિએ નથી આજ ભવમાં જુઓ ખરેખર પદાર્થોની કેવી અનિત્યતા છે.
સવારે ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે. ઉગવું અને આથમવું એ ક્રમ સતત ચાલ્યા જ કરે છે. સૂરજને પણ સાંજ પડે ડૂબી જવું પડે છે. જે ચડે છે તે પડે છે. જે ઊગે છે તે આથમે છે. જે ભરાય છે તે ખાલી થાય છે.
બસ આ પ્રમાણે ચિંતન અનિત્યતાનું કરવાનું છે. હવે છઠ્ઠી વાત આવે છે. સંબંધોની અનિત્યતા. સંસારના સંબંધો છે ઈન્દ્રજાળ જેવા.
મિત્ર-સ્ત્રી-સ્વજન આદિના સંગમથી જે સુખ થાય છે તે સ્વપ્ન જેવું ઈદ્રજાળ જેવું હોય છે. સંબંધો પણ કાયમ શાશ્વતા નથી. ક્યારે સંબંધો છૂટી જશે એની ખબર નહિં પડે. આજે જે માતા-પિતા-ભાઈ-પત્ની તરીકેના સંબંધો હોય પણ તે સંબંધો સ્થિર નથી. સ્વપ્ન જેવા સંબંધો છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
કોઈ કે પૂછયું કે સ્વપ્ન અને જીંદગીમાં ફરક શું?
સ્વપ્ન એને કહેવાય કે આંખ ખૂલે ને બધું ગાયબ જીંદગી એને કહેવાય કે આંખ બંધ થાય ને બધું ગાયબ. બસ આ સંબંધો એવા જ છે. જુઓ
કોણીક શ્રેણીકનો પિતાપુત્રનો સંબંધ. ભરત બાહુબલિનો ભાતૃસંબંધ. ચલણીરાણીનો પુત્ર પ્રેમ. યુગબાહુ મણીરથનો બંધુ સ્નેહ તેમજ અમરકુમાર આદિનાઅનેક સંબંધો જોઈશું તો ખ્યાલ આવશે કે કાચી ઈમારત જેવા સંબંધો
છે.
વર્તમાન કાળમાં પણ જોઈએ છે કે પિતાનું માન ઘરમાં કમાય ત્યાં સુધી જ ટકે છે.
પુત્ર પ્રત્યે માતા-પિતાનો પ્રેમ એમનો સ્વાર્થ સધાય ત્યાં સુધી જ છે. દરેક પોતાના સ્વાર્થમાં જ મગ્ન હોય છે.
એટલે જ કહેવાય છે ને કે. “માતા જુએ આવતો. પતની જુએ. લાવતો. ગોદમાં રમાડે તે માતા. હાથમાં રમાડે તે પની..”
દીકરો બહારથી આવે એટલે મા દેખે કે દીકરો આવે છે. પત્ની જુએ કે શું લાવે છે....
ટુંકમાં સંબંધો પણ અનિત્ય રહેલા છે.
માટે દરરોજ ઉપર બતાવ્યા પ્રમાણે છે કે છ પદાર્થોની અનિત્યતાનો વિચાર કરી એનું ચિંતન કરવું.
આ પ્રમાણે ચિંતન કરવાથી પદાર્થો ઉપર મમત્વ નહિ બંધાય. છેલ્લે છેલ્લે કહે છે કે. સંસારમાં એવું શું છે જેનાથી સજ્જનોને આનંદ આવે? એવી એક પણ વસ્તુ નથી કે જેનાથી સંતજનો આનંદ અનુભવે. અનિત્યઅસ્થિર ને ચંચળ પદાર્થોમાં આનંદ કેવો? “તર્વિવતુ ભવે મલ્ટિ મુવી मालम्बनं यत्सताम्
આ પ્રમાણે હોવા છતાં પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવ કેળવવો ખૂબ જ મુશ્કેલ છે. રાગ-દ્વેષ છોડવા એ સરળ કામ નથી. મહાપ્રયત્ન વગર એ શક્ય પણ બને નહિ. માટે જ ઉપાધ્યાયજી મહારાજ આગળ શું કહે છે તે જોઈએ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
प्रातर्भ्रातरिहा वदातरुचयो ये चेतनाऽ चेतना द्रष्टा विश्वमनः प्रमोद विदुरा भावाः स्वतः सुन्दरा : तांस्तत्रैवदिने विपाक विरसान् हा नश्यतः पश्यत श्वेतः प्रेतहतं जहाति न भव प्रेमानुबन्धं मम.
અનિત્ય ભાવના
હે ભાઈ, જે ચેતન કે અચેતન પદાર્થો પ્રાત: કાળે શોભાયમાન હોય તે મનને પ્રસન્ન કરનારા છે. આહ્લાદક હોય છે. એજ પદાર્થો સાંજ સમયે વિરૂપ. નિસ્તેજ બની જાય છે. નાશ પામતા પદાર્થોને જોતા હોવા છતાં મારું મન જાણે પ્રેતથી હણાયેલ હોય તેમ રાગપ્રેમ-મોહના અનુબંધને છોડતું નયી...
જે પદાર્થો સવારે ગમે છે તે સાંજે અણગમતા બને છે. સવારે સ્વચ્છ કરેલ શરીર સાંજે ગંદુ થઈ જાય છે. સવારે ધોયેલા વસ્ત્રો સાંજે મેલા થઈ જાય. સવારે જે પ્રિય લાગે તે સાંજે અપ્રિય લાગે. જે વ્યક્તિના શબ્દો આજે ગમતા હોય તે જ શબ્દો કાલે ન ગમે. જેના પ્રત્યે મૈત્રી હોય તેના પ્રત્યે . શત્રુતા થઈ જાય.
પદાર્થોનું પરિવર્તન-વ્યક્તિઓનું પરિવર્તન રોજ થયા કરે છે. શબ્દ રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ પદાર્થોમાં બદલાવ થયા કરે.
અશાશ્વત પદાર્થો પ્રત્યે પ્રેમ ન કરવો. એના પ્રત્યે રાગ કરવાથી દુઃખ જ આવે. પ્રેમ શાશ્વત-અપરિવર્તનશીલ પદાર્થ સાથે કરવો. શાશ્વત એવા પરમાત્મા પ્રત્યે તમે પ્રેમ કરો.
પણ આપણું મન અનિત્ય પદાર્થો પ્રત્યે પ્રેમ કરે છે કેમકે વાસનાના પ્રેતથી હણાયેલ છે. (પ્રેત હતઃ)
પ્રેત વળગે પછી જેમ વિવેકશૂન્ય બની જઈએ છીએ તેમ મન પણ ભૂતના વળગાડવાળું છે. વાસનાનો વળગાડ. અને એટલે જ આપણું મન આવા પદાર્થો પ્રત્યે જલદી ખેંચાઈ જાય છે.
માટે હવે વિવેક દ્રષ્ટિ ઉઘાડવાની જરૂર છે. મમત્વભાવ છોડવા માટે પરિવર્તનશીલ પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ રાગ છોડો.
પુત્ર પ્રત્યે તમને પ્રેમ હોય પણ એ જ્યારે તમારું કહ્યું ન માને તો દ્વેષ થઈ જાય. બે મિત્ર વચ્ચે પરસ્પર મિત્રતા હોય પણ વચ્ચે સ્વાર્થ આવી જાય તો શત્રુ બનતા પણ વાર લાગતી નથી. એજ મુજબ ભાઈ-ભાઈ, બહેન,
Page #48
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૩૫ ભાઈ, નણંદ-ભોજાઈ, સાસુ-વહુ, તેમજ બીજા દરેક સંબંધો ક્યારે બદલાઈ જશે, તેની ખબર નહિ પડે એટલે મનને રોજ સમજાવવાનું છે કે આ સંબંધો પરિવર્તન પામવાવાળા છે માટે શોક ન કર. કેમ કે પ્રેમ ભાવ પછી જ્યારે દ્વેષ આવે એટલે ખૂબજ દુઃખ લાગે છે. પણ જો અગાઉથી વિચાર્યુ હોય તો શોક ન આવે.
હવે અહીં ઉપાધ્યાયજી મહારાજ ગેય કાવ્ય દ્વારા જીવને ઉપદેશ આપે છે તે જોઈએ । मूढमुह्यसि मुधा मूढमुह्यसि मुधा विभव मनुचिन्त्य हदि सपरिवारम् । कुश शिरसि नीरमिव जलद निल कम्पितं विनय जानीहि जीवितमसारम् ॥१॥
ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજા શાન્તસુધારસની અનિત્ય ભાવનાના ગેય કાવ્યમાં જાણે પોતાની જાતને ઉદ્દેશીને કહે છે કે (હે વિનય, તું જીવનને અસાર જાણ કેમકે જીવન ક્ષણિક છે. ચંચળ છે. ધાસના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ જેમ પવનના એક જ ઝાપટે નીચે પડી જાય છે. તેમ કાળરાજાના એક જ ધકે જીવન પણ સમાપ્ત થઈ જશે માટે હે મૂઢ ! હે મૂખ! તું ફોગટમાં જીવન, વૈભવ અને શરીર સ્વજનો પ્રત્યે કેમ મોહ પામે છે. હૃદયમાં જરા વિચાર તો કર આ બધું જ નાશવંત તારું શું કલ્યાણ કરશે ?)
મન-મૂઢ છે મૂર્ખ છે. વિનયવિજયજી મ. પોતાની જાતને મૂઢ કહે છે. કેમકે મૂઢતા વગર ક્ષણિક પદાર્થો ઉપર રાગ ન થાય. ભલે વિનય! સંબોધન કરે પણ આપણી જાત માટે પણ આપણે એજ સમજવાનું છે. જે ક્ષણિક છે જે ચંચળ છે તેની સાથે મમત્વ બાંધવું તે મૂઢતા જ છે ને? વિચારજો સંસારના પ્રત્યેક પદાર્થોની સ્થિતિ...! બંગલા ઉપર રાગ છે ને? ક્યાં સુધી બંગલો રહેશે, એક વાત ધ્યાનમાં રાખજો કે “તમારી વિદાય થતા કદાચ બંગલો ભલે ન બદલાય પણ તમારી નેઈમપ્લેટ તો જરૂર બદલાઈ જશે.”
જે પદાર્થો જે વ્યક્તિઓ વચ્ચે વસવાટ છે. રાત દિવસ કાઢવાના છે. સતત સંપર્ક રાખવાનો છે. એજ પદાર્થો ઉપર મમત્વ નહિ, વિશ્વાસ નહિ, રાગ નહિ આ કામ કંઈ જેવું તેવું નથી. એના માટે મન ને પ્રબુદ્ધ બનાવવું પડે છે. આ કામ અનિત્ય ભાવનાના સહારે કરવાનું છે.
શાન્તસુધારસ જેવા મહાન ગ્રન્થમાં જીવનનું પરિવર્તન કરવાની તાકાત
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
અનિત્ય ભાવના પડી છે, અને તેમાં સૌથી પહેલી ભાવના પણ અનિત્ય ભાવના મુકી છે.
અનિત્ય ભાવના જ્યારે આત્મસાતુ થઈ જાય ત્યારે કોઈ જાતનું ટેન્શન ચિંતા કે ઉપાધિ રહેતી નથી. કેમકે પદાર્થોની હાનિથી જ જીવને ઉપાધિ ચિંતા આવે છે પણ અનિત્ય ભાવનાથી મમત્વ ભાવ છૂટી ગયો છે માટે કોઈ જાતનું ટેન્શન રહેતું નથી.
ધંધામાં બે લાખ રૂપિયાનું નુકશાન થાય તો માણસ હસતા મોંટે સહન કરી લે છે પણ ઘરમાં જો બે રૂપિયાની રકાબી તૂટી જાય તો આખું ઘર તૂટી જાય છે.
એનું કારણ કિંમત નથી પણ રકાબીપરનું મમત્વ છે. માટે મમત્વને છોડો.
તમે રોગી બન્યાહો અને કોઈ કહે કે અહો! તમારું શરીર કેવું નીરોગી હતું અને એકાએક રોગ આવ્યો. અમને ખૂબ જ દુઃખ થયું. તમારી ખૂબ જ ચિંતા થાય છે. એ વખતે તમે કહો કે હું પૂર્ણ નીરોગી જ છું. કેમકે શરીરમાં રોગ આવવાનો જ હતો, માટે હું દુઃખી નથી તમે પણ દુઃખી ન થાઓ.
કોઈ આશ્વાસન આપતા કહે કે તમને વેપારમાં ખૂબ નુકશાન થયું છે કરોડો રૂા. ગુમાવ્યા છે. આ સાંભળી અમને દુઃખ થયું છે તો તે કહે કે આ સંપત્તિ જ મારી નથી કેમકે લક્ષ્મી ચંચળ છે. અનિત્ય છે માટે ક્યારેક જવાની જ છે માટે હું તો સ્વસ્થ જ છું
કોઈને છોકરા છોડી દે, કોઈને મિત્રો દગો આપે તો એ જરા પણ વિચલિત ન બને કેમકે આ સંબંધોને એ નિત્ય માનતો જ નથી.
એ જ રીતે વિષય ભોગો પણ અનિત્ય જ છે. જુઓ। पश्य भंगुरमिदं विषय सुख सौहृदं पश्यतामेव नश्यति सहासं
एतदनुहरति संसार रूपं रयाज्ज्वलज्जलद बालिका रुचि विलासम् ॥२॥ | हन्त हत यौवनं पुच्छमिव शौवनं कुटिलमति तदपि लधु द्रष्ट नष्टम् । तेन बत परवशाः परवशा हतधियः कटुकमिह किन कलयन्ति कष्टम् ॥३॥
વિષય સુખોના સંબંધો ક્ષણભંગુર છે જોત જોતામાં એકાએક નાશ પામી જાય એવા છે. આ સંસારની માયા વીજળીના ઝબકારા જેવી છે. ચંચળ
વૈષયિક સુખોનો ભોગ કાળ સામાન્ય રીતે યુવાકાળ ગણવામાં આવે
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૭
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ છે. યુવાવસ્થામાં અબુધ લોકો સ્ત્રી-પુરુષો ભોગવિલાસમાં રચ્યા પચ્યા રહેતા હોય છે કારણ કે સ્ત્રી-પુરૂષનો સમાગમ એજ સર્વોચ્ચ સુખ છે તેમ અજ્ઞાની જનો માને છે યુવાનીમાં સ્ત્રી-પુરૂષોમાં વિષય વાસનાનો આવેગ પ્રબળ હોય છે. પણ મૂઢ માણસોને ખ્યાલ નથી કે વિષયો ભોગવવાથી શાન્ત પડતા નથી. અને આ યુવાનીનો કાળ પણ અનિત્ય છે.
ખરેખર કૂતરાની પૂંછડી જેવું વક્ર છે આ યૌવન. જોતજોતામાં યૌવન નષ્ટ થઈ જશે. યુવાન પુરૂષ વિષયના આવેગમાં સ્ત્રીને પરવશ બની જાય છે તેની બુદ્ધિ કુંઠિત બની જાય છે. પણ વિષયોની કુટિલતા, દુઃખપૂર્ણતા એ સમજી શક્યો છે ખરો? ખેદની અને દુઃખની વાત છે કે પરિણામે ભયંકર એવા આ વિષયોમાં કેમ જીવ ફસાઈ જાય છે?
યુવાનીનું જોર“હાથીના કાન જેવું. સંધ્યાના રંગ જેવું. પીપળાના પાન જેવું, ધુમાડાના ગોટા જેવું, અને પાણીના પરપોટા જેવું છે. ક્યારે ફૂટી જશે એની ખબર નહિ પડે.”
યૌવનમાં પણ શરીર રોગગ્રસ્ત બની શકે છે. યુવાનીમાં પણ મોત આવી શકે છે. ૭૨ વર્ષના દાદા બેસી રહે ને ૨૨ વર્ષનો જુવાનજોધ પૌત્ર ઉપડી જાય કહ્યું પણ છે ને?”
“જે ઘરમાંથી દીકરાનું ફૂલેકું નીકળે છે એ ઘરમાંથી જુવાનજોધ દીકરાની નનામી પણ નીકળે છે.”
યૌવનવયમાં પ્રિયપાત્રનો વિયોગ પણ થઈ શકે છે. યૌવનમાં નિરાશાહતાશા ઘેરી વળે છે. એવે સમયે યથેચ્છ ભોગો ભોગવી શકાતા નથી માટે યૌવન વ્યર્થ લાગે છે. માટે યૌવન કાળને સાર્થક કરી સંયમિત જીવન જીવવા માટે કટિબદ્ધ બનવું જોઈએ.
વ્રત અને મહાવ્રતમાં ઉદ્યમવંત બનવું. બ્રહ્મચર્યના પાલનમાં તત્પર બની યોવનને સાર્થક કરવું......
શક્તિ હોતે છતે નિયમ, ચીવનમાં વ્રત અને દરિદ્રાવસ્થામાં અલ્ય પણ દાન મહાન ફળને આપનાર છે.”
વળી પણ કામવિકારોની પ્રબળતા બતાવતાં ઉપાધ્યાયજી મહારાજ શું કહે છે તે પણ જોઈએ
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૮
यदपि पिण्याकतामङ्गमिदमुपगतं भुवन दुर्जय जरा पीतसारम् । तदपि गत लज्जमुज्झति मनो नांगिनां वितथमति कुथित मन्मथ विकारम् ॥ ४ ॥
વૃદ્ધાવસ્થાથી સત્વહીન અને ક્ષીણ દેહવાળા જીવોનું અતિદુર્જય એવું નિર્લજ્જ મન અતિદુર્જય એવા કામ વિકારો (મન્મય વિકાર) ને છોડી શકતું નથી આ શરમભરી વાત છે.
યુવાનીમાં તો વિકારો છૂટતા નથી પણ ઘરડા થયા પછી પણ કામવાસના છૂટી શકતી નથી. મન કામમાં જ રમમાણ રહ્યા કરે છે કેવી વિચિત્ર વાસ્તવિકતા છે. શરીર માટીના ઢેફા જેવું બની ગયું હોય. માથે ઘોળા વાળ આવી ગયા. આંખે ઝાંખપ વળી હોય, કાને ધાકો પડ્યો હોય પુરૂ બોલાતું પણ ન હોય, પત્ની - પુત્રી આદિ પરિવાર એનો તિરસ્કાર કરતા હોય, કોઈ સેવા કરનાર ન હોય, આવી કરૂણાસ્પદ સ્થિતિમાં પણ એનું મન કામ વિકારો છોડતું નથી. શરીર ઘરડું થાય છે પણ મન ઘરડું થતું નથી. ઉંમર વધે છે પણ છે ધર્મ વધતો નથી. માટે સમજી શોધીને કામ વિકારોને શાન્તપ્રશાન્ત કરવા જોઈએ. આખી ઉંમર વિષયોમાં પસાર કરી હવે વિશ્રામ મેળવવો જોઈએ કહ્યું પણ છે કે શ્રાવકોને ૪ વિસામા હોય છે
અનિત્ય ભાવના
(૧) બાર વ્રતનો સ્વીકાર (૨) સામાયિક દેશાવગાસિકનું પાલન (૩) પાંચમ-આઠમ ઈત્યાદિ પર્વતિથિએ પૌષધ (૪) અંત સમયે અણસણ સ્વીકાર. હવે ભોગોથી અટકીએ કામવિકારોથી બચી જીવનને નંદનવન સમું બનાવીએ એજ શુભાભિલાષા...
सुखमनुत्तर सुरा वधि यदति मेदुरं
कालतस्तदपि कलयति विरामम् ।
कतरदितरत्तदा वस्तु सांसारिकं
स्थिरतरं भवति चिन्तय निकामम् ॥ ५ ॥
ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ શાન્તસુધારસ ગ્રન્થમાં અનિત્ય ભાવનાના ચિંતનને આગળ ધપાવતા કહે છે કે... સાંસારિકસુખ ક્યાં સુધી ટકશે ? બધું જ અસ્થિર અનિત્ય છે શું સ્થિર રહેશે ?શું કાયમ
Page #52
--------------------------------------------------------------------------
________________
સુધારા-૧૦ કડાકડી પડ્યેયમ =? સાગરેપસ,
શાન્તસુધારસ વિવેચન
૩૯
રહેશે ? એનું તું ચિંતન કર. આમ તો એમ હકીકત છે કે સંસારમાં સૌથી લાંબા કાળ સુધી સુખ હોય તો અનુત્તર દેવોનું છે. ૩૩ સાગરોપમનું એમનું આયુષ્ય હોય છે. અસંખ્ય વર્ષ થાય.. એક સાગરોપમમાં અસંખ્યાત પલ્યોપમ થાય... શાસ્ત્રમાં પલ્યોપમનું માપ આ પ્રમાણે બતાવેલ છે.
ચાર યોજન લાંબો-પહોળો અને ચાર યોજન ઊંડો એક કૂવો બનાવવાનો. માની લો કે મોટો ખાડો કરવો. ત્યાં તરતના જન્મેલ યુગલિકના માથાના વાળ ટુકડા કરી ભરવા (યુગલિકના વાળ એટલા માટે કે એકદમ આછા અને બારીક હોય). આખો કૂવો વાળથી ઠાંસી-ઠાંસી ને ભરી દેવો. ૧ ઈંચ જેટલી પણ જગ્યા ન રહે. પછી દર ૧૦૦ વર્ષે ૧ ટુકડો બહાર કાઢવો એમ કરતાં આખો કૂવો જ્યારે ખાલી થાય ત્યારે ૧ પલ્યોપમ પુરું થયું કહેવાય. આવા અસંખ્ય પલ્યોપમ પૂરા થાય ત્યારે ૧ સાગરોપમ. એવા ૩૩ સાગરોપમનું આયુષ્ય સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરવાસી દેવોનું હોય છે.
તેઓનું સુખ ઉત્કૃષ્ટ કોટિનું છે છતાં તેવા સુખનો પણ એક વાર અંત આવી જાય છે. કાલના પ્રભાવે બધા જ સુખ-દુઃખો ફર્યા કરે છે. એવી કઈ સાંસારિક વસ્તુ છે કે જે સ્થિર રહી હોય. બધું જ અશાશ્વત છે. નાશવંત છે માટે અશાશ્વતની પાછળ નહિ પણ શાશ્વતની પાછળ આપણે દોડવાનું છે.
આ જીંદગી છે પત્તાના મહેલ જેવી. મેઘધનુષના રંગ જેવી. એનો કોઈ ભરોસો નથી. માટે ધર્મ આરાધનાના પ્રભાવે શાશ્વત સુખો જીવનમાં મળે. આવ્યા પછી જાય નહિ એવો આનંદ થવો એના માટે જ પ્રયત્નશીલ બનવું જોઈએ.
હવે જીવનમાં થતા સંબંધો કેવા તકલાદી છે એ વાત પણ ઉપાધ્યાયજી મહારાજ ખૂબજ સરસ રીતે સમજાવી રહ્યા છે.
ચૈ: સમંીડિતા, યે = મુશમીડિતા:
यैः सहाकृष्पहि प्रीति वादम् । तान् जनान् वीक्ष्य बत भस्मभूयंगतान्
निर्विशंका स्म इति धिक् प्रमादम् ॥ ६ ॥ असकृदुन्मिष्य निमिषन्ति सिन्धूर्मिवत्
चेतनाऽ चेतना सर्व भावा :
इन्द्र जालोपमाः स्वजन धन संगमा :
तेषु रज्यन्ति मूढ स्वभावा: ॥ ७ ॥
Page #53
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના
બચપણમાં જેમની સાથે ક્રીડા કરી રમ્યા. ગામના પાદરે જઈને રખડયા. ધૂળમાં આળોટયા. ખૂબ જ ધીંગામસ્તી તોફાનો કર્યા.. જે બાળમિત્રો હતા. જેમની સાથે દોસ્તી હતી તે તેમજ અન્ય સ્વજનો કે જેમની સાથે સુખ-દુ:ખ અને પ્યારની વાતો કરી હતી. અંગત ડાયરીના પાના જેમની આગળ ખુલ્લા મૂક્યા હતા તે જ સ્વજનો-સંબંધીમિત્રોને ભસ્મીભૂત થતા તમે જોઈને કેમ કશું વિચારતા નથી. તમારી નજર સામે જ તમારા સ્વજનો ખળે છે. ભસ્મીભૂત થાય છે. છતાં તમે નિ:શંક બની જોયા કરો છો. તમારા આ પ્રમાદને ધિક્કાર છે.
૪૦
આ પરિવાર એ પંખીના મેળા જેવો છે સાંજ પડયે ભેગા થાય ને સવારે વિખરાઈ જાય. બસ એજ પ્રમાણે સૌ આયુષ્ય પૂરું થતાં સૌના રસ્તે ચાલ્યા જાય છે કોઈ કોઈના માટે ઊભા રહેતા નથી કે કોઈની પાછળ કોઈ જતું પણ નથી માટે જ કહ્યું છે કે.....
“મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી કહે છે કે હું મરી જઈશ પણ પાછળથી કોઈ મરતું નથી બળતા જોઈ એના દેહને એની આગમાં કોઈ પડતું નથી અરે ! આગમાં તો શું પણ એની રાખને કોઈ અડતું નથી”
માટે મમત્વ છોડવાનું કાર્ય કરવાનું છે. વળી સમુદ્રના તરંગોની જેમ સજીવ નિર્જીવ પદાર્થો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે અને સ્વજન-ધનલક્ષ્મી આદિના સંબંધો પણ ઈન્દ્રજાળ જેવા છે. આવા પ્રકારના સંબંધોમાં મૂઢ સ્વભાવી જીવો રંગાઈ જાય છે.
લક્ષ્મીની અનિત્યતા પણ જીવનમાં સમજવાની છે. ભલે કદાચ તમારી પાસે લાખો રૂ. હોય અને તમે એમ માનતા પણ હો કે અમને કશો વાંધો આવે તેમ નથી છતાં લક્ષ્મી ક્યારે દગો આપે એનું કશું કહેવાય નહિ માટે મિથ્યાભ્રમમાં રાચવું નહિ. સંપત્તિ એકઠી ન કરતાં એનો સર્વ્યય કરવો. સંચય કરવાથી
“કષાયો વધે....
વિકારો વધે....
શત્રુતા વધે...,
અપયશ ફેલાય (કંજુસ છે.)”
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૧
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
માટે દાન આપવું જોઈએ જેથી... “મમત્વ ભાવ ઘટે, મન ખુશ રહે, જગતમાં યશ ફેલાય, શાતિ સમતા મળે”
ટુંકમાં લક્ષ્મીનો મોહ પણ છોડી દેવો. જો તમે લક્ષ્મી આદિનો ત્યાગ નહિ કરો તો એ તમને છોડીને જશે અને કદાચ એમ નહિ બને તો છેવટે તમે સ્વયં અહિં જ બધું મૂકીને ચાલ્યા જશો...
“કાં માળી મરી જશે કાં ફૂલ કરમાઈ જશે” મરણ સુનિશ્ચિત પણે આવશે જ. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ મહાકાળ યમરાજા કેવો છે તેનું વર્ણન કરે છે તે હવે જોઈએकवलयन्नविरतं जंगमा जंगमं
जगदहो नैव तृप्यति कृतान्तः । मुख गतान् खादतस्तस्य करतलगतै
न कथमुपलप्स्यतेऽस्माभिरन्त ः ॥८॥ અહો... કેવું આશ્ચર્ય છે... આ જગતમાં રહેલ તમામ જંગમ અને સ્થાવર પદાર્થોને ભસ્ય કરતો કાળ કયારેય તૃત થતો નથી. અવિરત-નિરંતર પદાર્થોનું ભક્ષણ થયા કરે છે. કાળના ખપ્પરમાં બધું હોમાઈ ગયું... કાળના મોઢામાં ગયેલને ખાતા જોઈને તેના હાથમાં રહેલ આપણે કેમ હજુ કંઈ જ વિચારતા નથી?
એક પછી એક જીવ મહાકાળની ઊંડી ગર્તામાં ગબડી પડે છે. કેટલાક મરે છે ત્યારે આપણે એનાલિસ્ટમાં જ છીએ એ ભૂલી જઈએ છીએ. અત્યાર સુધીમાં કેટલાયને સ્મશાનમાં મૂકી આવ્યા પણ ક્યારે એવો વિચાર નથી આવ્યો કે મારો નંબર પણ અહિં જ આવવાનો છે. તમે જ્યારે ફોન કરતા હો ત્યારે જો એંગેજ ટોન આવતો હોય તો અંદર રહેલી કેસેટમાંથી જવાબ આવે कृपया प्रतिक्षा कीजिए आप कतारमें खडे है॥
સંભળાય છે ને તમને આવો અવાજ? સભા- હાજી..
Page #55
--------------------------------------------------------------------------
________________
અનિત્ય ભાવના
૪૨
કોઈ દિવસ સ્મશાનમાંથી આવો અવાજ સાંભળ્યો છે? કોઈને બાળવા માટે જાઓ ત્યારે ત્યાં પણ આવોજ અવાજ સંભળાય છે. કૃપયા પ્રતિક્ષા कीजिए, आप कतारमें खडे हैं॥
પણ સાંભળવો હોય તો સંભળાય ને! ધ્યાનમાં રાખજો કે એક સમય જવાનું જ છે. કહ્યું પણ છે...
શાયદ ઈસી8ા નામ દુનિયા ૬ કોઈ જા રહા 8 8ોઈ જા રહા છે ઈર એક દુઠ્ઠા ઘોડે ચઢઉં જા રહા છે. ઉઘર એક જનાજા ઉઠા છે જા રહા હું ઈશર વાહ વાહ ! ઉદર આહ છે કભી સુખ કભી દુખ શાયદ ઈસીકા નામ દુનિયા છે
જ્યારે જીવ પરલોકમાં એકલો જ ચાલ્યો જશે ત્યારે અન્યાય-અનીતિઅસત્ય-હિંસા-ચોરી-અબ્રહ્મ જેવા પાપો નું ફળ એણે એકલાએ જ ભોગવવાનું છે. તમારું કરેલ કર્મ તમારે જ ભોગવવાનું છે. અહિંનું અહિંજ રહેવાનું છે. માટે જ તો કહ્યું છે
“રાજાઓના રાજ ગયા, માથા ઉપરના તાજ ગયા, શાણા હતા તે સમજી ગયા, મુરખ હતા તે રહી ગયા.”
બસ શાનમાં જ સમજી લેવાનું છે. તમારું કર્મ તમારું પાપ એ તમોને પોકારશે. અનંતા જીવોમાંથી કર્મ પોતાના કર્તાને ગોતી લે છે-જેમ કે હજારો ગાયોના ધણમાં પ-૧૦વાછરડા હોયતો ગાયો એકસરખી હોવા છતાં વાછરડું એની મા ને ખોળવામાં ભૂલ કરતું નથી તેમ કર્મપણ ઓળખી જાય છે.
“તાકી જયોત મેં ચન્દ્ર જાપે નહિ સૂર્થ નહી બાદલ છાઓ. રણ શર્ટ રજપૂત છિપે નહિ દાતા છિપે નહિ ઘર મંગન આવ્યો. ચંચલ નારી8 નેન છિપે નહિ પ્રીત પેિ નહિ પીઠ દિખાયો. દેશ કિરૉ-પરદેશ કિ
Page #56
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
કર્મ છિપે નહિ ભભૂત્ત લગાવ્યો.
માટે ભવાંતરમાં નરકાદિ દુર્ગતિમાં જઈ મહાદુઃખોના ભોક્તા ન બનીએ તેની કાળજી રાખી શાશ્વત સુખની પ્રાપ્તિ માટે અનિત્ય ભાવનાના માધ્યમે આત્મચિંતનમાં ઊંડા ઊતરીને પ્રશમમય બનીએ.
આત્મચિંતન માટે છેલ્લે-છેલ્લે ઉપાધ્યાયજી મહારાજ શું કહે છે તે જોઈએनित्यमेकं चिदानन्दमयमात्मनो
रुपमभिरुप्य सुख मनुभवेयम् । प्रशमरस नवसुधा पान विनयोत्सवो
भवतु सततं सतामिह भवेऽयम् ॥९॥ અનિત્ય ભાવનાનો આ છેલ્લો શ્લોક છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે બધું જ અનિત્ય છે. અસ્થિર છે. ચંચળ છે. નાશવંત અને ક્ષણિક છે. તો પછી પ્રશ્ન થાય કે શાશ્વત, નિત્ય અને સ્થિર શું છે?
એના જવાબમાં અ૪િ જણાવે છે કે “નિત્યમેકં ચિદાનંદ સ્વરૂપ એક આત્મા જ નિત્ય છે એના સ્વરૂપને તું જાણ અને સુખનો અનુભવ કર તેમજ પ્રશમ રસ રૂપી નવું અમૃત પાન કરવા વડે અપૂર્વ આનંદોત્સવ ચશે સજ્જનોને આ ભવમાં સતત આવો આનંદ મળ્યા જ કરો. આત્માનો પરિચય :
આત્મા સ-ચિત્ અને આનંદમય છે. આપણા જ દેહમાં પણ દેહથી ભિન્ન એવો નિર્મળ આત્મા છે. તેની બરાબર પિછાણ કરવાની છે. આત્મા એકલો જ છે. એકલો જ આવ્યો છે જે શાશ્વત છે- સ્થિર છે- નિત્ય છે. આત્મા ક્યારેય મરતો નથી. વિશુદ્ધ છે. અનંત સુખનો માલિક છે. પરમાનંદમય છે. નિર્વિકાર છે. નિરામય છે. અનંત શક્તિશાળી છે.
યોગી પુરૂષોએ આત્માના અનેક ગુણો ગાયા છે. આત્માની ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. આત્મા અરૂપી છે. નિરંજન- નિરાકાર છે. આવા આત્માનું ધ્યાન યોગી પુરૂષો જ કરી શકે છે. અને એ ધ્યાનથી પ્રશમરસના અપૂર્વ સુખની પ્રાપ્તિ થાય છે. એજ યોગીઓનો મહોત્સવ હોય છે કેમકે પ્રશમરસના સુખથી કર્મ નિર્જરા થયા કરે છે અને કર્મ નિર્જરા જેવો બીજો આનંદ કયો?
Page #57
--------------------------------------------------------------------------
________________
४४
અનિત્ય ભાવના મોક્ષનું સુખ તો દૂર છે પણ પ્રશમસુખ તો પ્રત્યક્ષ જ રહેલું છે માટે આ જ જન્મમાં પ્રશમસુખનો આનંદ મેળવી લઈએ. અંતરના આનંદને મેળવવા માટે બહારના આનંદને, બહારના ઉત્સવને છોડવા પડશે કેમકે બહારનો ઉત્સવ અપેક્ષા કે આધાર વગર પ્રગટ થતો નથી પણ અંતરનો આનંદ નિરપેક્ષતાથી જ મળે. માટે અત્તર્મુખ બનવા માટે મોહ માયા સંગને છોડો.
“સરણની દિનમેં ખિલતા 8 પર તમે નહિ ચમુખી રતમેં ખીલતા પ્રભાતમેં નહિ અંતમુખી હરક્ષાણ ખીલતા હી રહેતા કયોંકી ઉસકી મુસ્કાન કિસીકે હાથમેં નહિ
આત્માની અનુભૂતિમાંથી પ્રાપ્ત થયેલ પ્રશમરસના સુધાપાન ઉત્સવ દ્વારા જીવન પરમ સુખી બને એજ અનિત્ય ભાવનાનું ફળ છે. અસ્તુ!
અનિત્ય ભાવના કેવી રીતે ભાવશો? * આ શરીર અનિત્ય છે * આણણ ક્ષણિક છે * યવન નાશવંત છે * વિષયો અનિત્ય છે * પતિ-લામી ચંચળ છે. * સંબંધો અનિત્ય છે. * વૃદ્ધત્વથી પરાધીનતા છે. * અને મહાકાળ - મૃત્યુ ભયંકર છે.
આ પ્રમાણે સતત ચિંતન કરતા રહો. સવાર-સાંજ તો કરો જ. એ ચિંતન દ્વારા મમત્વભાવ ઘટશે. મમત્વ ઘટશે એટલે પાપ ઘટશે. એનાથી દુર્ગતિથી જીવ બચી જશે.
જેટલું મમત્વ વધુ તેટલું દુઃખ વધુ જેટલું મમત્વ ઓછું તેટલું દુઃખ ઓછું.”
Page #58
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૪૫
૨ થી આશરણ ભાવના ये षट् खंड मही महीन तरसा निर्जित्य बभ्राजिरे ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुरा : तेऽपि क्रूर कृतान्त वक्त्ररदनै निदल्यमाना हठा ત્રા : શRUTયa -વિશા: ક્ષત્ત વીનાના: . ? | I
સંસારના તમામ પદાર્થો અનિત્ય છે. ક્ષણભંગુર છે અને ચંચળ છે માટે જે અનિત્ય હોય તેનો વિશ્વાસ કરાય નહિ તે અશરણ છે માટે અનિત્ય ભાવનાનું નિરૂપણ કર્યા પછી બીજી ભાવના અશરણ મૂકવામાં આવી છે.
પૂ. ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ શાન્તસુધારસ ગ્રન્થમાં હવે અશરણ ભાવના સમજાવે છે. (પોતાની અલીણ શકિત દ્વારા છ ખંડને જીતનાર સમગ્ર પૃથ્વી ઉપર વિજય પ્રાપ્ત કરનાર ચક્રવર્તી તેમજ પોતાની અજેય શકિતથી ઉન્નત અને અપૂર્વ હર્ષચી સદાય આનંદમાં રહેનાર સુરેન્દ્ર જયારે તેમના ઉપર નિર્દય યમરાજા બળાત્કાર કરે છે અને પોતાના તીક્ષ્ણ દાંતોથી એમને ચીરી નાંખે છે ત્યારે તે સમ્રાટ - દેવ - દેવેન્દ્ર કે રાજા-મહારાજા હીન-દીન બનીને અારણ સ્થિતિમાં ચારે તરફ જોતા રહે છે.)
મૃત્યુના આગમન વખતે કોઈ કોઈને બચાવી શક્યું નથી. બધા જ અશરણ છે.
“ફાંસીની સજા પામેલ કેદી દયાની અરજી કરે તો કદાચ સજામાંથી મુક્ત બની શકે છે. પણ ગમે તેટલું હૈયાફાટ રૂદન કરવા છતાંય શરીરમાંથી નીકળી ગયેલ આત્મા ફરી પાછો શરીરમાં પ્રવેશ કરતો નથી.”
જ્યારે મોત નજર સમક્ષ જ નગ્ન નાચ કરતું હોય ત્યારે તમે ગમે તેમ ડાફોળીયા મારો, ચકળવકળ નજરે ચારે બાજુ જુઓ છતાં પણ કોઈ બચાવનાર આવતું નથી. તમારી સત્તા, તમારો વૈભવ, તમારું પદ કે તમારો પરિવાર તમને બચાવી નહીં શકે.. કેમ કે.. અંતિમ સમયે પૈસા બેંકમાં, ગાડી ગેરેજમાં, પત્ની મકાનમાં, પરિવાર સ્મશાનમાં અને શરીર ચિતામાં પડી રહે છે કેવળ બિચારો જીવ એકલો ચાલ્યો જાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૬
- - અશરણ ભાવના
આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ સૌ પ્રથમ ચક્રવર્તીની વાત કરે છે. જે છ ખંડનું આધિપત્ય ભોગવે છે. હજારો વર્ષનું આયુષ્ય હોય છે તેમનું દરેક અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં ૧૨ ચક્રવર્તી થાય છે. દરેકનું આયુષ્ય કાળમર્યાદા અનુસારે હોય છે. બાકી ઋદ્ધિ-સમૃદ્ધિ એક સરખી જ હોય છે. હા... બલમાં અને વિજય પ્રાપ્તિના સમયમાં ફેરફાર હોઈ શકે છે.
ચક્રવર્તિએટલે અતુલપરાક્રમી કહેવાય.દેવતાઓ પણ એમની સેવામાં હાજર હોય છે. એક બાજુ ચક્રવર્તિની તમામ સેના હોય જેમાં હાથી-ઘોડા પાયદળ બધું જ આવી જાય અને એક બાજુ ચક્રવર્તિ એકલા જ હોય તો બન્નેમાંથી ચક્રર્વર્તિનું બળ ચડી જાય છે. આવા અદ્વિતીય પરાક્રમશાળી હોય.
વળી ચક્રવર્તિની ઋદ્ધિનો કોઈ પાર ન હોય. સર્વત્ર એમની આણ ચાલતી હોય. પ્રચંડ પુણ્ય લઈને ૧૪ સ્વપ્ન સૂચિત જેઓ અવતાર પામ્યા હોય. એમની સમૃદ્ધિ પણ કેવી છે તે સાંભળો.
છ ખંડનું આધિપત્ય. ૧૪ રત્નોના માલિક.. (આ ચૌદ રત્નોની જુદી જુદી વિશેષતાઓ હોય છે.) નવ નિધાન, ૧૬૦૦૦ યક્ષો સેવામાં હાજર રહે, ૩૨૦૦૦ મુગટબદ્ધ રાજાઓના જે સ્વામિ હોય. ૬૪૦૦૦ રાણીઓ હોય ૧ રાણી જોડે બે વારાંગનાઓ હોવાથી કુલ ૧ લાખ ૯૨ હજાર પત્નીઓ કહેવાય. તેના સૈન્યમાં ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૮૪ લાખ ઘોડા તેમજ ૧૮ કરોડમોટા અશ્વો, ૯૬ ક્રોડપાયદળ, ૩૨૦૦૦નાટકો, ૩૨૦૦૦ દેશ, ૯૬ ક્રોડ ગામ ૮૦હજાર પંડિતો અને ૧૪૦૦૦બુદ્ધિનિધાન મંત્રીશ્વરો એની પાસે હોય છે. તેમજ ૧ કરોડ ગોકુલનો તે સ્વામિ હોય. ૧ ગોકુલમાં ૧૦,૦૦૦ગાયો સમજવાની. ૩૬૦ મુખ્ય રસોયા તેના રસોડામાં કામ કરે અને દરરોજનું ૪ કરોડ મણ અનાજ રંધાય. ૧૦ લાખ મણ મીઠું વપરાય વિચારજો ૧૦લાખમણ મીઠું રોજ વપરાય તો કેટલી રસોઈ બનતી હશે? આવી તો અનેક પ્રકારની એની સમૃદ્ધિ છે. છેવટે આવા ચક્રવર્તિની પણ શું દશા!
જ્યારે અંત સમય નજીક આવે ત્યારે કોઈ એને બચાવી શકે તેમ નથી. સુભૂમ ચક્રવર્તી સમુદ્રમાં જ ડૂબી ગયો ને મરીને સાતમી નરકે ઉત્પન્ન થયો. ચક્રવર્તિ માટે એવો નિયમ છે કે ચારિત્ર લીધા વગર જો મરણ પામે તો સાતમીએ જ જાય.
વળી સુરપતિ ઈન્દ્રમહારાજા પણ સમર્થ શક્તિશાળી હોય છે. મેરૂને દંડ કરી શકે અને ધરતીને છત્ર કરે એટલી તાકાત ઈન્દ્રમાં હોય છે. તે ઈન્દ્રોને
Page #60
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ પણ મોતના મુખમાંથી કોઈ બચાવી શકતું નથી. માટે જ કહ્યું છે કે
મરણ ન ડે રે પ્રાણીસા કરતા કોટી ઉપાય સર નર વિધાધા રે સૌ એક માગ જય....
આટલી સંપન્નતા-સત્તા અને શક્તિ હોવા છતાં યમરાજા લઈ જાય તે છે જીવની અશરણતા. સંસારના કોઈ પદાર્થો બચાવી શકે તેમ નથી. માતાપિતા-પરિવાર બધાની સામેથી જીવને યમરાજા ઉપાડી જશે.
“માતાપિતાદિક ટગટગ જોતા ચમ લે જનને તાણી રે મરણ થકી સૂરપતિ નવિ છૂટે નવિ છૂટે ઈન્દ્રાણી રે.....
કો નવિ શરણં કો નવિ શરણ” માટે અભિમાન, કષાયોને છોડો કેમકે મોત સામે જ ઊભું છે. લાખ પ્રયત્ન કરવા છતાં મોત અટકતું નથી.
મૃત્યુ એક એવી એલાર્મ છે જે તમે સૂવાના લાખ પ્રયત્ન કરો તોય તમને જગાડી દે છે.
तावदेवमद विभ्रम माली, तावदेव गुण गौरवशाली A यावदक्षम कृतान्त कटाक्ष नेक्षितो विशरणो नरकीट : ॥२॥
તું ત્યાં સુધી જ અભિમાનમાં મસ્ત છે અને ત્યાં સુધી જ ગુણ ગૌરવ- શાલી છે, કે જયાં સુધી દુર્જય એવા યમરાજાનો ક્રૂર દ્રષ્ટિપાત થયો નથી. જ્યારે યમરાજાની દ્રષ્ટિ તારા ઉપર પડશે ત્યારે કીડા જેવા પામર વિશરણ નરને કોઈ બચાવી નહીં શકે !
આપણે અશરણ ભાવનાનું ચિંતન કરવાનું છે. વારંવાર આપણે અભિમાની બની જઈએ છીએ. જાણે મને કોઈ તકલીફ આવવાની જ નથી. સંપત્તિ, યૌવન, સત્તાનું જ્યારે-જ્યારે અભિમાન આવે ત્યારે મોતને નજર સમક્ષ રાખજો. એનુ ચિંતન કરજો કે મારે પણ આ બધું જ છોડીને જવાનું છે.
“ન રૂપ રહેગા ન જવાની રહેગી કોઈ ભી ન બાકી નિશાની રહેગી તુમ ભી ન ઈક દિન રહોને યહાં પર
કેવલ તુમ્હારી કહાની રહેગી....” લંકાનરેશ રાવણ અને મહાભારતના દુર્યોધન છેવટે રણમાં રોળાયા.
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૮
અશરણ ભાવના કશું જ સાથે લઈને ગયા નહીં અને કોઈ એમને બચાવી શક્યા નહિ. બધાજ એકજ મારગ-મરણનો પકડે છે. ગુણનિધાન માણસોને પણ યમરાજા છોડતા નથી.
આ જગતમાં જે આવે છે તે ચોક્કસ જાય જ છે. જુઓ. "दीपक के प्यार में पतंगा जल जाता है सूरज के आने से चन्द्र छिप जाता है आप न भूलना अपने अस्तित्व को ए गीत संसार में जो आता है निःसन्देह जाता है
સંસારી જીવોની આ નિયતિ છે. ભવિતવ્યતા છે કે જે જન્મ લે તે સર્વને મરવું જ પડે છે. ખુદ તીર્થંકર પરમાત્મા પણ પોતાનું આયુષ્ય ક્ષણ માત્ર વધારી શક્તા નથી. માટે જીવે પોતાનું બાંધેલું આયુષ્ય પૂર્ણ થઈ જાય એટલે તરત જ અન્ય ગતિમાં જવું પડે છે. જેટલું આયુષ્ય કર્મ હશે એટલું જ જીવી શકશો. અને પછી બધું જ છોડીને ચાલ્યા જશો. જેણે જીવનમાં ઉત્તમ કર્મો કર્યા છે એને મરણનો કોઈ ડર નથી. માટે જ જેને મરતા મરતા મૂકી જવાનું છે તેને જીવતા જીવતા જ મૂકી દે
તે મહાન..III અને મહાન માણસો મોતને હસતા મોઢે સ્વીકારી લે છે. એ મરણથી ડરતો નથી. મરણથી કોણ કરે?
“પ્રાણ જાયે દેહ તજ કે આજ હી ચા કલ ભલે ન મુજ કો દોષ દો કોઈ કિ થા ડરપોક મરનેકા બિતાયા હૈ મૈને સદા સુજીવન નામ પાને મેં
વહી મરને સે ડરતા હૈ જો પાપી ચા અધર્મી
માટે મોત આવે એ વખતે જો ધર્મનું શરણું હોય તો કોઈ ભય નથી. અન્યથા સતત ભયના ઓથાર હેઠળ જીવવું પડે છે. જુઓ કૃષ્ણ અને બલરામ પાસે પુષ્કળ સત્તા-શક્તિ હતી છતાં કશું જ કરી શક્યા નહિ. સુવર્ણમય દ્વારિકા બળી ગઈ. માતા-પિતાને પણ બચાવી શક્યા નહિ. એમના જીવનની આ ટ્રેજેડી હતી કે એમના દેખતા જ એમની માલ-મિલ્કત-નગર અને પ્રજા નાશ પામી ગઈ એ જોતા જ રહી ગયા. એકાકીબનીને નગર બહાર જંગલમાં ગયા અને ત્યાં કૃષ્ણ મોતને ભેટયા. કેવું કરૂણ મૃત્યુ!!
Page #62
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૪૯
િ
प्रतापै या॑पन्नं गलितमथ तेजोभिरूदितै र्गतं धैर्योद्योगैः श्लथितमथ पुष्टेन वपुषा प्रवत्तं तद्रव्य ग्रहण विषये बान्धव जनै
र्जने कीनाशेन प्रसभमुपनीते निजवशम् ॥३॥ અશરણભાવનાનું સ્વરૂપ જણાવતાં ઉપાધ્યાયજી મહારાજ આગળ વધીને ભવ્ય પ્રાણીઓને જણાવે છે કે.. (જ્યારે યમરાજા જીવ ઉપર બળાત્કાર કરે છે ત્યારે તેનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. ઉદય પામેલ તેનું તેજ પણ નષ્ટ થઈ જાય છે. તેનું ધૈર્ય અને ઉદ્યોગ-પુરૂષાર્થ વિલીન થઈ જાય છે. હૃષ્ટ-પૃષ્ટ શરીર શિચીલ બની જાય છે. તેનું દ્રવ્ય, વૈભવ કે સંપત્તિ ગ્રહણ કરવા સ્વજનો પરિજનો તત્પર બની જાય છે. મૃત્યુની સામે માણસ સર્વચા દીન-હીન બની જાય છે. એનું કશું જ ત્યાં ઉપજતું નથી. ધનના ઢગલા પણ એને બચાવી શકતા નથી. કેવી કરૂણતા... કેવી અશરણતા....)
તમે કદાચ એમ માનતા હો કે ઘર મારું રક્ષણ કરશે પણ એ જ ઘરની ચાર દિવાલો ક્યારે પડી જશે અને એની અંદર જ તમે દટાઈ મરશો એની ખબર નહિ પડે. પ્રાણીઓ પર યમરાજાની દ્રષ્ટિ પડે એટલે સૌ પ્રથમ તો તેનો પ્રભાવ નાશ પામી જાય.
સમ્રાટ સિકંદર, સમ્રાટ નેપોલિયન કે હીટલર. ચંગીઝખાન જેવા સમ્રાટો ઘડીના છઠ્ઠા ભાગમાં ફૂંકાઈ ગયા. જેમના નામ માત્રથી ધરતી ધ્રુજતી એવા રાજા-મહારાજાઓ પણ અસ્તિત્વ ખોઈ બેઠા. એમનો પ્રતાપ-પ્રભાવ ક્યાંય ચાલ્યો ગયો! ગમે તેટલા તેજસ્વી હોવા છતાં મૃત્યુ સમયે તમારું તેજ પણ નષ્ટ થઈ જશે.
શ્રી કૃષ્ણ જેવા પ્રભાવશાળી પુરૂષનું મોત જંગલમાં એકાકી કોઈ પાસે હતું નહીં ત્યારે કરૂણ રીતે થયું. શ્રેણિક જેવા પરમગુરુભક્ત મહારાજા જેલમાં મર્યા. આવા અનેક દૃષ્ટાંત શાસ્ત્રમાં મળે છે. મોત ક્યારેય કોઈની રાહ જોતું નથી. એ ચોક્કસ ટાઈમે આવશે જ. તમે પણ માનો તો છો ને? મરણ આવશે નિયત, ક્યારે આવશે તે ખબર નથી. મોતને ઊભા રહેવાનું કહેશો તો પણ તે ઊભું નહીં રહે. તમારા બધા જ કામો, બધા જ સુખો અધૂરા જ રહી જવાના છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના
“સુખ કોષ હજી ભરીયા ના પૂરા મુજ અશુ હજી સઘળા ન ટક્યા મુજ ગાન બધા હજી છે અધૂરા
પલવાર જ થોભ તું મોત ભલા.” પણ મોત થોભવાનું નથી. માટે જે જન્મ મલ્યો છે તે જન્મ દ્વારા જીવનને સફળ કરવું જોઈએ કારણ કે જગતમાં કરોડો માણસો જન્મે છે ને કરોડો મરે છે. બધાને કોઈ યાદ કરતા નથી. યાદ કોની રહે.
“સમયની સરિતાના સલિલ સરી જાય છે વખતના વાયરા વહી જાય છે ગગનચુંબી ઈમારતો જમીન-દોસ્ત થઈ જાય છે પણ, જીવનમાં મહાપુરૂષોની યાદ રહી જાય છે
ટુંકમાં મોત સામે માણસ અસહાય છે, લાચાર છે. તો હવે શું કરવું? કોના શરણે જવું? જેથી જીવનમાં શાન્તિ મળે. કેમકે શ્વાસ ક્યારે ખૂટી જશે. એની ખબર પડતી નથી. અને છેવટે કાલની ચિંતામાં જ દુર્ગતિ તરફ રવાના થઈ જવું પડે છે.
ગગરીગર હટ ગઈ તો જલકા ક્યા હોગા, ડાલીગર ૩ ગઈ તો ફલ કા ક્યા હોગા,
વ્યર્થ આશા કે અનગિન બાર લગાને વાલો, સાંગર ખટ ગઈ તો કલકા ક્યા હોગા.
શ્વાસ ખૂટે એની પહેલા સાચું શરણું શોધવા માટે ઉપાધ્યાયજી મહારાજા ગેયકાવ્યમાં શું કહે છે તે જોઈયે.
स्वजनजनो बहुधा हितकामं प्रीति रसैरभिरामम् मरणदशावश मुपगतवन्तम् रक्षति कोऽपि न सन्तम् । विनय ! विधीयतां रे श्री जिनधर्मः शरणम् । अनुसन्धीयतां रे शुचितर चरण स्मरणम् ॥१॥
હિતકારી, પ્રીતિપાત્ર જયારે મૃત્યુ દશાને વશ થાય છે તે સમયે કોઈ સ્વજન એમને બચાવી શક્યું નથી. માટે તે વિનય, હે આત્મન, તું જૈન ધર્મનું શરણું લઈ લે અને નિર્મળ-પવિત્ર ચારિત્ર ધર્મનું સ્મરણ કર!
Page #64
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૫૧
અફાટ સંસાર સાગરમાં જો બચાવનાર હોય તો એક માત્ર ધર્મ જ છે માટે સાચું શરણું એ જૈન ધર્મ-ચારિત્ર ધર્મ જ છે. તમે રોજ સ્મરણ કરો છો ને ?......
“ચત્તારિ શરણં પવજ્જામિ અરિહંતે શરણ પવામિ સિદ્ધે શરણ પવજ્જામિ
સાહ્ શરણ પવજ્જામિ કેવલિ પનત ધમ્મ શરણં પવામિ."
અરિહંતાદિ ચારના શરણનો સ્વીકાર કરવાનો છે જેથી ક્યારે પણ જીવ દુર્ગતિમાં જાય નહિ અને કદાચ જાય તો સમાધિ અને સમતામાં લીન બને. આ ચાર શરણો એ વિશ્વના મહાન-શ્રેષ્ઠ શરણો છે. જે આત્મા આ ચારના શરણે જાય છે તે પરમ સુખી બને છે.
બીજી વાત એ છે કે ચારિત્રનું શરણ પવિત્ર છે. સંયમ જીવન જ જીવને આધારભૂત છે. પણ કમનસીબી એ છે કે......
“રોગના ભચથી માણસ ખાવાનું છોડી દે છે પણ મોતના ભચથી પાપ કરવાનું છોડતો નથી.” અનાથિ મુનિની અશરણતા ઃ
ભગવાન મહાવીરે સ્વયં અનાથિ મુનિની વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં કહી છે. તમે કદાચ કથા તો સાંભળી જ હશે. એટલે વાતના મુખ્ય મુદ્દા ઉપર જ જઈએ. વન-જગંલમાં ફરતા ફરતા શ્રેણીક રાજાએ “મંડિત કુક્ષિ’” નામના નંદનવન જેવા સુંદર ઉદ્યાનમાં ઝાડ નીચે બેઠેલ યુવાન-રૂપવાન અને ગુણવાન તેજસ્વી મુનિને જોયા. તે મુનિ અતિ સુકોમળ હતા અને સમાધિમગ્ન હતા.
આવા મુનિવરને જોઈને રાજા વિનયથી નમી પડયો. બે હાથ જોડી મુનિની સામે બેઠો પછી અતિ વિનમ્ર ભાષામાં પૂછ્યું કે હે મુનિ, તમે ખૂબજ નાની ઉંમરમાં આ કઠોર માર્ગ કેમ ગ્રહણ કર્યો ? હજુ તમારી ઉંમર વિષય ભોગો ભોગવવાની છે. આવી કાચી ઉંમરે વ્રત ગ્રહણ કરવાનું શું કારણ ?
ત્યારે મુનિએ પ્રત્યુત્તરમાં કહ્યું કે હે રાજનૢ ! હું અશરણ છું. અનાથ છું. મારો યોગક્ષેમ કરનાર ‘નાથ’ કોઈ નથી. કોઈ શરણદાતા પુરૂષ મને મલ્યો નહિ, કોઈ સ્વજન-મિત્ર-સ્નેહી નથી માટે મેં યૌવન કાળમાં સાધુવેશ ગ્રહણ
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
અશરણ ભાવના
કર્યો.. કેવી ગંભીર વાત મુનિએ સાહજિક ભાવે કરી દીધી. પણ શ્રેણીક સમજ્યો નહિ તેણે હસતા હસતા કહ્યું કે જો એમ જ છે તો હું તમારો નાથ, આવી જાવ મારે શરણે અને યથેચ્છ સુખો ભોગવો ને માનવ જન્મ સફળ કરો.
આ સાંભળી મુનિએ કહ્યું કે હે રાજન! તું સ્વયં અનાથ છે. તો મારો નાથ ક્યાંથી બનીશ?
રાજા કહે કે મારી પાસે વિપુલ સંપત્તિ, હજારો હાથી-ઘોડા-પાયદળ મોટું રાજ્ય છે. હું મોટા અંતપુરનો માલિક છું. અનેક રાજાઓ મારી આશા માને છે. મારી પાસે ઉત્કૃષ્ટ સમૃદ્ધિ છે. પ્રજાજનો મારી તમામ ઈચ્છા પૂર્ણ કરનાર છે. આ બધાનો હું નાથ છું. શાસક છું પછી હું અનાથ ક્યાંથી?
મુનિ કહે છે કે હે રાજન, નાથ અને અનાથ એટલે શું એનું સાચું તાત્પર્ય તમે સમજ્યા નથી. હું કેવી રીતે અનાથ હતો તે તમને સમજાવું છું...
આમ કહી મુનિએ પોતાની આત્મકથાનો પ્રારંભ કર્યો. કૌશામ્બીનગરી, કરોડો રૂા.ની સંપત્તિ, અઢળક સુખ અને સાહ્યબીભર્યા મારા જીવનમાં અનેક ગુણનિધાન કન્યા સાથે માતા-પિતાએ મને પરણાવ્યો. યૌવનકાળના સુખભર્યા દિવસોમાં મને આંખમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ. મારા આખા શરીરમાં તીવ્ર દિહ પેદા થયો. પ્રચંડ વેદના પેદા થઈ. શરીરનું એક પણ અવયવ બાકી ન રહ્યું કે ત્યાં શાન્તિ હોય. મન સર્વથા બેચેન બની ગયું. રાત્રે ઊંઘ ન આવે દિવસે ખાવાનું ન ભાવે, ચારે બાજુ ચકળવિકળ જોયા કરું, ભયંકર પીડા મારા દેહમાં ઉત્પન્ન થઈ ગઈ. મારા માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, સ્વજનો કોઈ પણ આ વેદનામાંથી મને બચાવી શકે તેમ ન હતા.
ત્યારે મારા પ્રેમાળ અને વાત્સલ્યમય પિતાજીએ કુશળ વૈદ્યોને બોલાવ્યા. ચિકિત્સકો ચિકિત્સા કરવા લાગ્યા. ઉત્તમ બાવળના ચંદન ઘસીને મારા શરીરે લેપ કરવા લાગ્યા જેથી ઠંડક મળે. પણ વ્યર્થ છે! આ બધાજ ઉપાયો કારગત નિવડયા નહિ. રોગમુક્ત મને કોઈ કરી શક્યું નહિ. વૈદ્યોની દવા પણ નિષ્ફળ ગઈ. અતિમુલ્યવાન ઔષધ આણવામાં આવ્યા છતાં મારો રોગ ગયો નહિ. હે રાજનું આ અનાથતા નથી તો બીજું શું છે ! આના જેવી બીજી કઈ કરૂણતા મારા જીવનની હોઈ શકે. પિતાજી ન બચાવી શક્યા. વૈદ્યો ન ઉગારી શક્યા. છતી સંપત્તિ રોગ મુક્તિમાં નિમિત્ત ન બની શકે એ મારી મોટી અશરણતા છે વળી.. મારી માતા. હેમગધપતિ!. મારી પ્રિય બહેનમારો વ્હાલો ભાઈ પણ મને રોગમુક્ત કરી ન શક્યા. બધા શોકાતુર
Page #66
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
અને ચિંતાતૂર બની ગયા.
મારી સ્વરૂપવતી અને પ્રેમાળ પત્નીઓ આંસુ વહાવતી છતી મારા દુઃખને દૂર ન કરી શકી. આ મારી કરૂણતા-અશરણતા છે.
૫૩
શ્રેણીકરાજા એક ચિત્તે આ બધું સાંભળે છે. પછી મુનિને પૂછે છે કે કહો મુનિવર... એ કહો કે તમારી વેદના દૂર કેવી રીતે થઈ. મુનિએ પ્રત્યુત્તરમાંકહ્યું કે રાજન્ ! જ્યારે હું સાવ અનાથ અશરણ બની ગયો ત્યારે મેં વિચાર્યું કે અહો જગમાં કોઈ કોઈનું નથી. જીવને આધાર હોય તો એક માત્ર પરમાત્મા છે. જો પરમાત્માને પકડી લઈએ તો કોઈને પકડવાની જરૂર પડતી નથી. માટે જ કહેવાય છે ને
“માની આંગળીએ બાળક સલામત પરમાત્માની આંગળીએ ભક્ત સલામત
જો દેવ-ગુરૂ-ધર્મના શરણે જઈએ તો દુઃખ મુક્ત બનતા વાર લાગતી નથી અને એટલે જ હે રાજન્ ! મેં સંકલ્પ કર્યો કે જો મારી આ વેદના શાન્ત થાય તો હું ક્ષમાવાનૢ - ઈન્દ્રિય-મનને જીતનારી અને નિરારંભી બનાવનાર સાધુતાનો સ્વીકાર કરીશ. અને... એ રીતે ચિંતવન કરતાં જ ઘણા સમયે ઘણા દિવસો પછી મને ઉંઘ આવી ગઈ. કેટલીયે રાતોના ઉજાગરા થયા હતા. તે બધું શાન્ત થઈ ગયું અને સવારે જાગ્યો ત્યારે મારી તમામ વેદના શાન્ત થઈ ગઈ. તમામ પ્રકારનુ દર્દ ચાલ્યું ગયું. અને પ્રભાતે મેં મારા માતા-પિતા આદિ સ્વજનોને મારા સંકલ્પની વાત કરી. શુભ સંકલ્પનો પ્રભાવ જણાવ્યો. અને સાધુ બનવાની રજા મેળવી. અને હું સાધુ બની ગયો. સાધુ જીવનનું પાલન કરવા લાગ્યો. ક્રોધાદિ કષાયોનું શમન અને ઈન્દ્રિયોનું દમન કરવા દ્વારા પંચાચારનું પાલન કરી હું સનાથ બન્યો.
હું મારો અને પરનો એટલે કે બીજા જીવોનો પણ નાથ બન્યો. અણગાર બની આત્મદમન દ્વારા નાથ બનાય છે. કહ્યું છે કે - આત્મા વૈતરણી નદી છે. આત્મા જ વજ કંટકોવાળું શાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામદુગ્ધા ધેનુ છે અને આત્મા જ નંદનવન છે. આત્મા જ સુખ - દુઃખનો કર્તા છે, આત્મા જ મિત્ર છે, આત્મા જ શત્રુ છે.
રાજન્ ! હું અણગાર બન્યો હોઈ હું પોતાનો નાથ બન્યો છું. જ્યાં સુધી જીવ સંસારમાં, વિષય કષાયમાં મગ્ન રહે છે ત્યાં સુધી વૈતરણી નદી રૂપ છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
અશરણ ભાવના
વળી મેં આરંભ-સમારંભનો સર્વથા ત્યાગ કરેલ હોઈ બીજા જીવોનો પણ નાથ બન્યો છું. ત્રસ-સ્થાવર તમામ જીવોની રક્ષા કરનાર છું. હું ચિત્તનો પરમ આનંદ અનુભવું છું. મેં સાધુતા સ્વીકારી એટલે મને કામધેનુ મળી ગઈ. નંદનવન મળી ગયું. આ મારી સનાથતા છે. મનવચન કાયાથી સંયમનું પાલન કરું છું માટે સ્વ-પરનો નાથ છું... અને હે રાજન્ ! સ્વ-પરનો નાથ તે જ जने छेडे...
૫૪
★ रे धर्म शत्रुओोनो नाश करवा तत्पर होय. * ઈન્દ્રિય વિજય કરવા પ્રયત્નશીલ હોય * મનોજય કરવા પ્રતિક્ષણ જાગૃત હોય છે * ધોર વીર અને ઉગ્ર તપ કરે છે
* મહાવ્રતોનું દૃઢતા પૂર્વક પાલન કરે છે અનાથિ મુનિમાં આ પાંચેય વાતો હતી એટલે તે ‘નાથ’ હતા. શ્રેણીકમાં આ પાંચમાંથી એકેય વાત ન હતી માટે જ મુનિએ તેમને ‘અનાથ’ કહ્યા હતા.
तुरगरथेभनरावृतिकलितं दधतं बलमस्खलितम् ।
हरति यमो नरपतिमपि दीनं मैनिक इव लघु मीनम्
विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥ २ ॥ प्रविशति वज्रमये यदि सदने तृणमथघटयति वदने । तदपि न मुञ्चति हत समवर्ती निर्दय पौरुष नर्ती
विनय ! विधीयतां रे श्री जिनधर्मः शरणम् ॥३॥ विद्यामंत्र महौषधिसेवां सृजतु वशीकृत देवाम् । रसतु रसायनमुपचयकरणं तदपि न मुञ्चति मरणम्
विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥ ४ ॥ वपुषि चिरं निरुणद्धि समीरं पतति जलधिपर तीरम् । शिरसि गिरेरधिरोहति तरसा तदपि स जीर्यति जरसा
विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥ ५ ॥ सृजतिमसित शिरोरूहललितं मनुजशिरः सित पलितम् को विदधानां भूधनमरसं प्रभवति रोद्धुं जरसम्
विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥६॥
Page #68
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
પપ ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજા અશરણ ભાવનાનું ચિંતન આગળ ધપાવે છે. યાદ રાખજો આપણે ભાવનાનું ચિંતન કરવાનું છે વારંવાર ચિંતન કરવાનું છે, ભાવનાથી ભવ વિનાશ થાય છે.
અશરણ ભાવનાનું ચિંતન કરવું છે આપણે. જુઓ, (જેવી રીતે માછીમાર માછલીઓને પકડી લે છે તેવી જ રીતે ઝૂર યમરાજા, હાથીઘોડા રથ અને પદાતિ સૈન્યથી અખ્ખલિત બળને ધારણ કરનાર રાજાઓને ક્ષણવારમાં જ પકડી લે છે પછી એ રાજાઓ ભલે ને દીનતા પ્રગટ કરે.
મોટા-મોટા સમ્રાટો ક્ષણભરમાં કાળના ખપરમાં હોમાઈ ગયા. મહાકાળથી બચવા કોઈ મનુષ્ય વજમય ઘરમાં પ્રવેશ કરે અથવા મખમાં તરણું લઈને ઉપર ઉભો રહે (તારી ગાય છું મને બચાવ એમ કહે) તો પણ નિર્દય યમરાજા કોઈને ય છોડતો નથી. તેમજ દેવોને આધિન કરનાર મંત્રો, વિદ્યાઓ અથવા ઔષધિઓનો પ્રયોગ કરે અથવા શરીરને પુષ્ટ કરનાર રસાયણનું સેવન કરે છતાં પણ મૃત્યુ તેને છોડતું નથી. માટે છે વિનય ! જૈન ધર્મનું શરણ સ્વીકાર.)
જીવની મરણ સામે કેવી અશરણતા છે
કરોડો ઉપાયો કરવા છતાં જીવ મૃત્યુની ચુંગાલમાંથી બચી શકે તેમ નથી.
શદને ટેપમાં, ચિત્રને કેમેરામાં, સુગંધને બાટલીમાં અને સવાદને રીઝમાં રાખી શકાય પણ મૃત્યુને કેદ કરવાનું કોઈ મશીન હજુ શોધી શકાયું નથી.
એજ પ્રમાણે વૃદ્ધાવસ્થા સામે પણ જીવ લાચાર બની જાય છે. “વૃદ્ધાવસ્થા વાઘણ જેવી છે. રોગો દુશ્મનની જેમ પ્રહાર કરે છે. ફૂટેલા ઘડામાંથી જેમ જળ નીતરે તેમ આયુષ્ય ચાલ્યું જાય છે.”
તમે ચિરકાળ સુધી પ્રાણાયામ કરો. શ્વાસ રોકવાનું કરો સમુદ્રની પેલે પાર જઈને રહો અથવા તો પર્વતના શિખર ઉપર વાસ કરો તો પણ એક વખત જરાચી દેહ જીર્ણ થવાનો જ છે. અર્થાત્ વૃદ્ધાવસ્થા તો આવશે જ.
સશોભિત શ્યામ કેશકલાપથી મનોહર શિરને શ્વેત કરનાર, સંદર શરીરને શુષ્ક કરી દેનાર એવી વૃદ્ધાવસ્થાને રોકવા કોણ સમર્થ છે?
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૬
અશરણ ભાવના
કોઈ જ નહિ.
વૈરાગ્યશતક ગ્રન્થમાં લખ્યું છે કે “તિનિજણા અણુલગ્નિ રોગો અ જરા અમથ્ય અ”
તારી પાછળ ત્રણ શત્રુ પડયા છે. રોગ, જરા અને મરણ-એક શત્રુથી પણ બચવા માટે આપણે સતત પ્રયત્ન કરીએ છીએ ત્યારે અહિં તો એક સાથે ત્રણ શત્રુઆપણી પાછળ પડયા છે. જીવની જબરજસ્ત અશરણતા છે, કે આ શત્રુથી એને બચાવનાર કોઈ નથી. સંસારમાં જીવ અશરણ-અનાથ છે.
ઉગ્ર રોગ. વૃદ્ધાવસ્થા કે મરણ સામે તો અશરણ ખરો જ પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો શ્રેણીક રાજા આગળ અનાથિ મુનિ જીવની અનાથ દશા બતાવે છે...
જે જીવાત્મા પરમાત્મા અરિહંતની, સિદ્ધ ભગવંતની, સાધુ પુરૂષોની કે કેવલિ પ્રણિત ધર્મની અવજ્ઞા કરે છે તેમની આજ્ઞા માનતો નથી, તેમના પ્રત્યે શ્રદ્ધા નથી રાખતો એ અનાથ-અશરણ છે. • જે જીવાત્મા ચાર કષાયોને પાપ માનતો નથી. ક્રોધ-માન-માયા-લોભ
કરતો રહે છે તે અશરણ છે. • જે જીવાત્મા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહમાં લીન રહે
છે, આ પાપોના ત્યાગની ભાવના રાખતો નથી તે અનાથ અશરણ છે. જે જીવાત્મા મન-વચન-કાયાના અશુભ યોગોમાં, પાપકર્મોમાંપ્રવર્તિત રહે છે, શુભ યોગોમાં પડતો નથી તે અનાથ અશરણ છે. જે જીવાત્મામાયાશલ્યનિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યનો ત્યાગ કરતો નથી, રસગારવ, ઋદ્ધિ ગાર, શાતા ગારવમાં લીન રહે છે તે અનાથઅશરણ છે. જે જીવાત્મા જ્ઞાન-દર્શન-ચારિત્ર વિરાધના કરતો રહે છે અને આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરે, ધર્મધ્યાન કરતો નથી તે અનાથ અશરણ છે. જે જીવાત્મા પાંચે ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ હોય છે તે અનાથ અશરણ
આવી તો જીવની અનેક પ્રકારની અશરણતા છે માટે જ છે વિનય, જિનધર્મનું શરણું સ્વીકારી લે. અલબત્ત જૈન મુનિ બન્યા પછી પણ યાત્રાનો અંત નથી.
Page #70
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૫૭.
આ તમારી યાત્રાનો અંત નથી પ્રારંભ છે આ શાનિનો કાર નથી સુધાનો પડકાર છે હજુ તળેટીએ શભા છો શિખર થી આમંત્રણ આપે છે. સાધુ બન્યા પછી પણ કેવી અનાથતા છે એ જોઈએ.
અરિહંત ધર્મની પ્રાપ્તિ થયા પછી નિસત્વ મનુષ્ય પોતાના આચાર પાલનમાં શિથિલબને છે સ્વ-પરની રક્ષા કરવા સમર્થ બનતા નથી. એ જીવોની અશરણતા છે
પ્રવ્રજ્યા લીધા પછી જે સાધુપ્રમાદના કારણે મહાવ્રતોનું પાલન કરતો નથી, આત્માનું શાસન કરતો નથી, રસાસક્ત હોય છે, તે રાગદ્વેષનું ઉચ્છેદન કરી શકતો નથી આ એની અશરણતા અનાથતા છે. જે સાધુ પાંચ સમિતિનું પાલન નથી કરતો તે મોક્ષમાર્ગનું અનુસરણ નથી કરી શક્તો એ પણ એની અશરણતા છે. જે તપ અને નિયમોથી ભ્રષ્ટ થાય છે તે અશરણ છે કેમકે સંસારનું ભ્રમણ વધી જાય છે. જેનામાં સાધુતાનો ભાવ હોતો નથી, જે સાધુના આચારોના પાલનમાં શિથિલ હોય છે તે દ્રવ્યસાધુ કહેવાય છે. દ્રવ્યમુનિ અસાર હોય છે, નિર્ગુણી હોય છે, મુલ્યહીન હોય છે. આવા દ્રવ્યસાધુઓ ભોળા જીવોને ઠગે છે. તેઓ અશરણ બની સંસારમાં ભટકે છે. માત્ર ઉદરભરણ કાજે સાધુ બને છે તે અસંયમી હોવા છતાં સંયમી કહેવડાવે છે તે દીર્ઘકાળ પર્યત સંસારમાં ભમે છે. જે રીતે પીધેલ ઝેર, ખોટી રીતે પકડેલું હથિયાર, અવિધિથી કરેલ મંત્રસાધના મનુષ્યને મારે છે એજ રીતે ઈન્દ્રિયોની લંપટતા મુનિને દુર્ગતિમાં ધકેલી દે છે. જે દ્રવ્યમુનિ લક્ષણશાસ્ત્ર અને સ્વપ્નશાસ્ત્રનો પ્રયોગ કરે છે, અષ્ટાંગ
જ્યોતિષ નિમિત્ત તથા સંતાન-સ્ત્રી- દ્રવ્યાદિ માટે પ્રયોગ કરે જાદુમંત્ર, તંત્ર આદિનું સેવન કરે તે અશરણ અનાથ સમજવો. મિથ્યાત્વથી હણાયેલ અને અજ્ઞાન દશાથી તે દ્રવ્યમુનિ શીલહીન બની સદાય દુઃખી થઈને તત્વ વિપરિતતા પામીને ચારિત્રવિરાધના કરીને સતત નરક તિર્યંચગતિમાં જન્મ મરણ કરે છે. દુર્ગતિથી કોઈ
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
અશરણ ભાવના
બચાવનાર નથી, આ એની અશરણતા છે.
उद्यत उग्ररूजा जनकायः, कः स्यात्तत्र सहाय :। एकोऽनु भवति विधुरुपरागं विभजति कोऽपि न भागम् ।
विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम् ॥७॥
શરીરમાં જયારે ઉગ્ર રોગો આવી જાય છે ત્યારે તેને સહાયક કોણ બને છે? જયારે ગ્રહણ થાય ત્યારે એની પીડા એકલો ચન્દ્ર જ અનુભવે છે. એ સમયે એમાં કોઈ ભાગીદાર બનતું નથી.
ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે, આકાશમાં જ્યારે ચન્દ્રગ્રહણ થાય, ત્યારે તારા-નક્ષત્ર આદિ પણ ત્યાં હોય જ છે, પણ એ ગ્રસિત થતા નથી. ગ્રહણ તો ચન્દ્રને જ લાગે.
તેવી જ રીતે તમે સમૃદ્ધશાળી હો. શક્તિશાળી હો, પણ જ્યારે શરીરમાં રોગ આવે ત્યારે મોટા ડૉ. કે વૈદ્યોને બોલાવો તો પણ તે સહાયક નહીં બની શકે! જ્યારે ઉગ્ર રોગો વડે શરીર ઘેરાઈ ગયું હોય ત્યારે કોઈ સહાય કરનાર મળતું નથી.
સુખમાં ૧૦૦ જણા પુછનાર મળશે પણ દુઃખમાં કોઈ આવશે નહિ. લાખો રૂા. ખરચવા છતાં રોગ નાબુદ થતો નથી. રોગથી છેવટે જીવ દુઃખીદુઃખી બની જાય છે. મોટી-મોટી હોસ્પિટલમાં જીવ મોટા પ્રસિદ્ધ ડૉક્ટરને બતાવે તો પણ રાજરોગો ને તમે કાબૂમાં લઈ શક્તા નથી. ત્યાં જીવ અસહાય અને અશરણ છે.
આવા જીવનમાં શરણભૂત એકમાત્ર જિનધર્મ જ છે. માટે હે વિનય ! તું જૈન ધર્મના શરણે જા. એજ તારો ઉદ્ધાર કરશે.
शरणमेकमनुसर चतुरंगं परिहर ममता संगम् । विनय ! रचय शिव सुख निधानं शान्तसुधारसपानम् विनय ! विधीयतां रे श्री जिनधर्म : शरणम्
अनु संधीयतां रे शुचितर चरण स्मरणम् ! ॥८॥ શાન્તસુધારસ ગ્રન્થની અશરણભાવનાની સમાપ્તિ કરતાં વિનય વિજયજી મહારાજ કહે છે કે તું એક માત્ર ચાર શરણને અનુસર અને
Page #72
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ મમતાના સંગને છોડી દે અને શાશ્વત સુખના નિધાન રૂપ શાન્ત સુધારસનું પાન કર.
સઘળા યે વિખવાદનું મૂળ છે મમત્વભાવ. જરા, મરણ, રોગ જેવી અશરણતાથી કોઈ બચવાનું તો નથી જ તો શું કરવું? રોગાદિના કારણે જીવ દુઃખી બને છે એનું કારણ છે મમત્વભાવ. જો વસ્તુ ઉપર મમત્વ ન હોય તો દુઃખ પણ ઘટી જાય છે. મમતા દૂર થાય ત્યારે સમતા આવે છે. જીવની દુઃખદ પરિસ્થિતિમાં કોઈ સ્વજન પરિજનો વહારે આવતા નથી ત્યારે જીવ ખૂબજ આર્તધ્યાન કરે છે પણ જો મમતાને ત્યજી દીધી હોય તો કોઈ વાંધો આવતો નથી.
સંભૂતિ મુનિ ઉચ્ચકક્ષાના ચારિત્રધર મહાત્મા હોવા છતાં પણ ચક્રવર્તિની સ્ત્રીના વાળનો સ્પર્શ થવા માત્રથી કામવાસના પ્રબળ બની અને ચક્રવર્તિપણું મેળવવાની ઈચ્છા જાગ્રત થઈગઈ. આ એક પ્રકારનું મમત્વ જ છે. મમત્વથી બંધાયેલ સંભૂતિ મુનિએ તપના પ્રભાવથી ચક્રવર્તિપણું મળો આવું નિયાણ બાંધી દીધું.
નિયાણુ એટલે ધર્મના બદલામાં સંસારની માંગણી. ઐરાવણ હાથીને વેચી ગધેડાને ખરીદવા જેવું કામ કરવું. નિયાણા ૯ પ્રકારના છે
“તપના પ્રભાવથી હું રાજા બનું ધનવાન ગૃહસ્થ બનું પુરૂષ હોય ત્યારે સ્ત્રી બનું સ્ત્રી હોય ત્યારે પુરુષ બનું દેવ બનું બહુરતા બનું (ઘણા દેવ-દેવીનો ભોગ) વિરત દેવ બનું સાધુને દાન આપનાર ગૃહસ્થ બનું જલ્દી વ્રત મળી શકે માટે દરિદ્રી બનું.” .
આ નવમાં પહેલા છ નિયાણાથી દુર્લભ-બોધિપણું થાય માટે કનિષ્ઠ છે. છેલ્લા ત્રણ નિયાણા શુભ છે.
જ્યારે તમે ધર્માનુષ્ઠાનો કરો છો એ વખતે સંસારના કોઈ સુખની અપેક્ષા પૂર્વક કરવી જોઈએ નહિ અને ધર્મના પ્રભાવથી આ સુખ મને મળો
Page #73
--------------------------------------------------------------------------
________________
૬o
• અશરણ ભાવના
એવી કોઈ અપેક્ષા કરવી નહિ.
સંભૂતિમુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તિતરીકે જન્મ્યા તો ખરા પણ છેવટે મરીને સાતમી નરકે ગયા. કેમકે રાજ્ય-વિષયો-પરિગ્રહ આદિ ઉપર ગાઢ મમત્વ હતું. માટે અહિં મમત્વ છોડવાની વાત કરે છે. બીજા નંબરમાં ચાર શરણનો સ્વીકાર કરવાનો છે. વાસ્તવિક્તા તો એ છે કે જે મમતા ત્યજી શકે તે જ શરણાંનો સ્વીકાર કરી શકે. કેમકે મમતા જીવંત હોય તો શરણ સ્વીકાર પણ સહજ નહીં બને. માટે મનથી મમત્વને તિલાંજલિ આપવી પડશે. સાજી થાઉં તો..
૭૦ વર્ષની ઉંમરે મરણ પથારીએ પડેલા કાકાની આજુબાજુ સ્વજનો ગોઠવાઈ ગયા હતા. આખી જીંદગી કાકાએ પરિગ્રહ અને મમતમાં વીતાવી હતી. ત્રણ-ત્રણ વાર તો લગ્ન કર્યા હતા. પરિજનો છેલ્લી જીંદગી સુધરે માટે નવકાર મંત્ર સંભળાવે છે. કોઈ ચાર શરણ સ્વીકાર કરાવે છે એમાં બધા ભેળા થઈને બોલ્યા...
“મારે અરિહંતનું હોજો શરણું
કાકાને કહે છે કે તમે પણ આ રટણ કરો. આમ વારંવાર અરિહંતસિદ્ધ આદિના શરણની વાત કરે છે. આ બધું સાંભળીને કાકાને કંટાળો આવે છે. પણ કશું બોલતા નથી. છેવટે થોડું બોલવાનું જોર એકઠું કરે છે. કંઈક કહેવા જાય છે ત્યાં જ બધા બોલ્યા કે... બોલો....
મારે અરિહંતનું હોજો શરણું “એટલે કાકા પણ જેટલી શક્તિ હતી તે બધી ભેગી કરીને બોલ્યા કે સાજો થાઉ તો ચોથી પરણું...”
જુઓ તો ખરા બિચારાની માનસિક સ્થિતિ...!! X મમત્વભાવ છોડવો ખૂબ જ જરૂરી છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ, સર્વગ્રાહી, સર્વગુણ સંપન્ન એવા ચાર શરણનો સ્વીકાર કરવો છે. શરણ સ્વીકાર ત્યારે જ શક્ય બને કે શ્રદ્ધા હોય તો. માટે જેના શરણે જવું છે, તે સત્ય છે. તે શ્રેષ્ઠ છે. જંગતમાં આધારભૂત અને શરણભૂત આ ચાર જ છે. બીજા બધા જ અશરણ છે આવી દઢ શ્રદ્ધા જાગવી જોઈએ. સીતા-દમયંતી, સુદર્શન શેઠ વિગેરે મહાપુરૂષોના દિલમાં પરમાત્મા પ્રત્યે અવિહડ શ્રદ્ધા હતી માટે ગમે તેવા પ્રખર વિદ્ગોમાં પણ અડગ રહી શક્યા.
શ્રદ્ધા પ્રગટે એટલે નિર્ભયપણું, અદ્વેષ અને અખેદની પ્રાપ્તિ થાય છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૧
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ ગમે તેવી પરિસ્થિતિમાં ડરતો નથી. કોઈપણ જીવ પ્રત્યે દ્વેષ જાગતો નથી. દુઃખ આપનાર જીવ પ્રત્યે પણ દ્વેષ ન થાય, પણ કરૂણા પ્રગટે, દુઃખોની સામે લડતા થાકતો નથી, ધર્મકાર્ય કરતા થાકતો નથી, એનું મન કદીયેખિન્ન બનતું નથી. સદાયે પ્રસન્ન રહે છે. શ્રદ્ધાના આ ત્રણ ફળ છે.
જ્યારે વિકટ પરિસ્થિતિમાં પણ વિચલિત બન્યા વગર અરિહંતાદિ ચાર શરણોનું સ્મરણ કરવામાં આવે ત્યારે શાન્ત સુધાનું પાન થાય છે. આપણા દુઃખોનો ભાર, અશાન્તિનો ભાર, પરમાત્માના ચરણે છોડીને આપણે નિશ્ચિત બનવાનું છે. જે પરમાત્માના ચરણોમાં બધું જ છોડી દે છે એનું રક્ષણ કર્યું ભગવાન કરે છે. એક જૈનેતર કથા ક્યાંક વાંચેલી છે. અત્યારે યાદ આવે છે, સમજવા જેવી છે.
એકદા કૃષ્ણમહારાજા ભોજનના અવસરે જમવા બેઠા હોયે છે અને મહાદેવી રાધા ભલી ભક્તિથી ભગવાનને પીરસવાનું કામ કરી રહી હોય છે. થાળીમાં વિવિધ વાનગીઓ આગ્રહ કરીને મુકેલી છે. ભગવાન હાથમાં કોળીયો લઈ મોંમા મુકવાની તૈયારી કરે છે ને કોણ જાણે એકાએક શું થયું, કે કોળીયો પુનઃ થાળીમાં મૂકી દીધો. જમતા-જમતા ઊભા થયા. દોડયા. મહેલના બારણા સુધી જઈ ને તરત પાછા વળી ગયા. આવીને જમવાનું ચાલુ કર્યું. પ્રેમથી રાધાએ જમાડયા પણ એમના મનમાં વિચારો આવ્યા. ભગવાને કેમ આમ કર્યું? કેમ જમતા-જમતા ઉભા થયા એવું શું કામ પડ્યું? વળી પાછા આવીને ચૂપચાપ બેસી ગયા? રાધાજીથી રહેવાયું નહીં. એમણે પૂછી જ લીધું કે ભંતે! આમ કેમ? ભગવાન તો અંતર્યામી હતા, બધું જાણતા હતા. કૃષ્ણ કહે છે કે પ્રિયે! તમને નહિ કહું તો કોને કહીશ. તમારાથી શું અજાણ્યું હોય?
“જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ હોય
જ્યાં સમર્પણ હોય ત્યાં કશું ગમ ન હોય.” ત્યાં કશું જ છુપાવવાનું હોતું નથી. કૃષ્ણ કહે છે કે વાત એમ હતી કે નીચે પૃથ્વીલોકમાં મારો એક પરમ ભક્ત દરરોજ હાથમાં એકતારો લઈ મારા નામનું રટણ કરે છે. મારો ભક્ત હોઈ મારી નજર એની સામે અવાર નવાર રહેતી જ હોય છે. આજે “શ્રી કૃષ્ણ શરણં મમ” ગાતો ગાતો ગામની ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં જ કેટલાક બાળકો હાથમાં પથ્થર લઈને એને સતાવતા હતા. એની સામે ફેંકતા હતા. આ દ્રશ્ય મેં જોયું અને
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૨
અશરણ ભાવના
મારાથી રહેવાયું નહીં એટલે એને બચાવવા હું ઊભો થયો.
ભક્તોની ભીડ ભાંગવી એ ભગવાનની ફરજ છે.
પણ,પ્રભુ, આપ તો દરવાજેથી જ કેમ પાછા વળ્યા? હા... હું દરવાજા સુધી ગયો પછી વળી નીચે મૃત્યુલોકમાં જોયું તો મારા ભક્ત હાથમાંથી એકતારો અને મુખમાંથી મારું નામ એક બાજુ મૂકી મોટો પથ્થર અને ગાળોનો વરસાદ છોકરાની સામે શરૂ કરી દીધો ત્યારે મને થયું કે હવે અહિ મારું કામ નથી કેમ
જે ભક્ત ખુદ પોતાનો બચાવ કરી શકે છે તેનો બચાવ કરવા ભગવાને જવાની જરૂર નથી.”
એમ વિચારી હું પાછો મારી જગ્યાએ આવી ગોઠવાઈ ગયો.
આખું કથાનક ઘણું ઘણું સમજાવી દે છે. ભગવાનના શરણે જાઓ. તમારે કોઈ ચિંતા-ઉપાધિ રાખવાની જરૂર નથી. શિવસુખના નિધાન સ્વરૂપ પ્રશમપાન એનાથી જ મળશે. મોક્ષનું સુખતો દૂર-સુદૂર છે. પ્રશમનું સુખ તો આ સંસારમાં જ છે. માટે શાન્તસુધારસનું પાન કરતા રહો.
અરિહંત-સિદ્ધ-સાધુ અને કેવલિ પ્રરૂપિત ધર્મ એ ચાર શરણને સતત ધ્યાવો. આ પ્રમાણે શાન્ત સુધારસ ગ્રન્થમાં અશરણભાવના વર્ણવેલી છે. રોજ આ ભાવનાને ભાવવાની છે. ધ્યાનમાં રાખો કે આપણે મનમાં ભાવનાઓ રોજ ચિતવવાની છે. રોજ ભાવના ગાવાની છે. આત્મામાં ઉતારવાની છે. અશરણ ભાવનાને કેવી રીતે ચિંતવશો...
મૃત્યુ-રોગ-વૃદ્ધાવસ્થા-જીવન આદિની સામે જીવ અશરણ છે. અનાથ છે. એનું કશું જ ચાલશે નહિ. આ પ્રમાણેચિંતવન કરીને છેવટે એવું વિચારવાનું કે મારું કોઈ નથી. હું લાચાર છું એમ નહિ પણ જો જગતમાં શરણભૂત હોય તો ચાર શરણ છે. હું અશરણ છું એમ નહિ પણ સાચું શરણ આપનાર હોય તો અરિહંતાદિ ચાર પરમ તત્ત્વો છે. એના સિવાય કોઈ શરણ નથી એમ વિચારવાનું છે.
વારંવાર ચાર શરણનું રટણ કરવાનું
“હિતેશRUપવષ્ણ”નુંનિત ધ્યાન કરવાનું છે. પાંચ વિચારોથી મનને પવિત્ર કરવાનું છે. એક તો ઉમદા ધ્યેય હોય. બીજા નંબરે ધ્યેય સુધી પહોંચવાની શ્રદ્ધા, ત્રીજા નંબરમાં ધ્યેય સુધી જવાની ઝંખના, ચોથા નંબરે
Page #76
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ધ્યેય માટે પ્રયત્નશીલ બનવું (ગતિ) અને પાંચમા નંબરમાં ઉમદા દિશામાં ઉપયોગ. આમ પાંચ વિચારો વડે અરિહંતાદિ ઉમદા ધ્યેય તરફ ગતિ કરીને શાન્તરસનું પાન કરવાથી અશાંત ચિત્ત શાન્ત બને છે, પ્રસન્ન બને છે, નિર્ભય બને છે.
માટે વારંવાર અશરણ ભાવનાનું ચિંતન તેમજ શરણાગતિનું ધ્યાન કર્યા કરો. એમ કરવાવારા છેવટે જીવ શાશ્વત સુખની મંઝીલે પહોંચવા સમર્થ બની શકશે.
એજ.
તિપનો પ્રભાવ
નારકીનો જીવ એકસો વર્ષ સુધી અકામ નિર્જરા વડે જેટલા કર્મ ખપાવે છે તેટલા કર્મ એક નવકારશીના પચ્ચખાણથી ખપે છે.
તેજ પ્રમાણે પરિસીના પચ્ચખાણથી ૧૦૦૦ વર્ષના પાપ, સાઢ પોરિસીના પચ્ચખાણથી ૧૦ હજાર વર્ષના પાપ ટળે, પુરિમટ્ટના પચ્ચકખાણથી એક લાખ વર્ષના પાપકર્મ નષ્ટ થઈ જાય, એકાસણાથી ૧૦ લાખ વર્ષના પાપ નાશ થઈ જાય, નિવિના તપથી કોડવરસના પાપ જાય, એકલ ઠાણાથી દશ ક્રોડ વરસના પાપ ખપે.
૧દત્તિથી (એક જ વાર પાત્રમાં જેટલું આવ્યું હોય તેટલું જ ભોજન કરવું) ૧૦૦ ક્રોડ વરસના પાપ જાય
આયંબિલના તપથી ૧૦૦૦ ક્રોડ વરસના પાપ નષ્ટ પામે, ૧ ઉપવાસથી દશહજાર કોટી વરસના, છઠ્ઠ કરવાથી એક લાખ કોટી વરસ અને અઠ્ઠમ કરવાથી દશ લાખ ક્રોડ વરસના પાપ નાશ પામે છે પછી એક - એક ઉપવાસ વધારવાથી તેના ફળમાં પણ દશ ગણો વધારો કરવો.
Page #77
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના ઉ ઉ સંસાર ભાવના છે इतो लोभ : क्षोभं जनयति दुरन्तो दव इवो लसंल्लाभोम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति मृगतृष्णेव विफला, कथं स्वस्थै : स्थेयं विविध भयभीमेभववने ॥१॥
શાન્તસુધારસ ગ્રન્થમાં આપણે બે ભાવનાનું વિવેચન કર્યું. જે જીવો અશરણ હોય છે તે જીવો સંસારમાં ભટકે છે. માટે હવે વિનય વિજયજી મહારાજા ત્રીજી સંસાર ભાવના ભવ્ય જીવોને સમજાવી રહ્યા છે.
સંસાર એટલે ભયંકર ભવન-ધનધોર જંગલ છે. આ સંસાર વનમાં લોભનો દાવાનળ ભડકે બળી રહ્યો છે. તેને શાન્ત કરવો કેમેય કરી શકાય નહીં લાભ પ્રાપ્તિના લાકડાથી આ દાવાનળ પ્રદીપ્ત બની રહ્યો છે. બીજી તરફ ઈજિયોની તૃષ્ણા-વિષય લાલસા મૃગતૃષ્ણાની જેમ નિષ્ફળ હોવા છતાં જીવોને પીડે છે આવા સંસારમાં સ્વસ્થ કેવી રીતે રહેવાય?
જ્યારે ચારે બાજુ ભુતાવળના ડાકલા વાગતા હોય, દાવાનળથી આખુંય જંગલ ભડભડ થતું હોય ત્યારે અંદર રહેલ વ્યક્તિની પરેશાનીનો કોઈ પાર રહેતો નથી. બસ આ સંસાર પણ વિચિત્રતાથી ભરપુર છે માટે જ કહ્યું છે કે
“સડસડતા સંસાર કરતા બળબળતો રંડાપો સારો”
આ સંસારમાં લોભનો દાવાનળ છે. લોભને અહિં દાવાનળની ઉપમા આપી છે. ભવને જંગલની ઉપમા આપી છે. દાવાનળ કદી બુઝાતો નથી.
"ધી લાકડા મળ્યા કરે છે ત્યાં સુધી દાવાનળ સળગ્યા જ કરે છે લોભને તૃષ્ણા રૂપી લાકડાનો પુરવઠો મળે છે. જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય અને લોભથી સર્વનાશ થાય છે માટે જ વાચકશ્રેષ્ઠ શ્રી ઉમાસ્વાતિ ભગવંતે પ્રશમરતિમાં કહ્યું છે.
क्रोधात् प्रीति विनाशं मानात् विनयोपधातमाप्नोति शाठयात् प्रत्यहानि सर्व गुण विनाशनं लोभात्
અર્થાતુ - ક્રોધથી પ્રીતિનો નાશ, માનથી વિનયનો નાશ, માયાથી પોતાને જ નુકશાન અને લોભથી સર્વગુણનો નાશ થાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
૬૫
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
લોભની દિકરી માયા તેનો પુત્ર માન, માનનો પુત્ર ક્રોધ, ક્રોધથી દ્રોહ જન્મ અને દ્રોહથી દુર્ગતિની પ્રાપ્તિ થાય અને તેનો પરિવાર સંસાર.. એટલે લોભ બધા જ પાપોનો દાદો થયો. વળી આ લોભ મૃગજળ જેવી તૃષ્ણાથી વૃદ્ધિ પામે છે. જેમ જેમ ઈચ્છાઓ પૂરી થતી જશે તેમ તેમ નવી ઈચ્છાઓ જાગૃત થશે. ઈચ્છાઓનો અંત છે જ નહિ માટે - ઠાણાંગ સૂત્રમાં ૪ ખાડા બતાવ્યા છે. તે કદી પુરા ભરી શકાતા નથી. (૧) પેટનો, ) સાગરનો. (૩) રમશાનનો અને () વણાનો.
તૃષ્ણા સતત વધ્યા જ કરે છે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે तृप्तो न पुत्रै सगरः कुचिकों न गोधनैः । नधान्यैस्तिलक श्रेष्ठी न नन्दः कनको त्करैः ॥
હજારો પુત્રો વડે સગર. ગાયના સેંકડો ગોકુળોથી કુચિકર્ણ તેમજ ધાન્યના ઢગલા વડે તિલક શેઠ તથા સોનાના ડુંગરથી નંદરાજા તૃપ્ત થયા ન હતા. અર્થાત્ આ બધી જ સામગ્રી હોવા છતાં તેમને તે ઓછી લાગતી હતી. તૃષ્ણાની દશા જ એવી હોય છે. વસ્તુનું મૂલ્ય ન હોય તો પણ જીવ તેમાં આસક્ત બની જાય છે. જુઓ
ખોટો તોય ગાંઠનો રૂપિયો ભાંગ્યુ તોય ભરૂચ ઘેલો તો પણ પેટનો દિકરો ખારો તો પણ બાપનો કૂવો.
આમ જીવ તૃષ્ણામાં વધુમાં વધુ આસક્ત બને છે. લોભ દાવાનળમાં બળ્યા કરે છે. માટે તૃષ્ણાને છોડવાનું કામ કરવાનું છે. તૃષ્ણાને પીઠ આપો. એના કહેવામાં નહિ રહેવાનું. એની પાછળ આપણે નહિ એને તમારી પાછળ રાખો. પટેલ પડછાયાની પાછળ પડે છે
એક પટેલ ચાંદની રાતે કુદરતી હાજતે જવા ગયા. ત્યાં થોડો ઘણો ભૂતનો પણ ભય ખરો. રાત્રિના અંધકારમાં ચાંદના પ્રકાશમાં એમણે કંઈક ઓળા જેવું જોયું. પટેલને શંકા પડી કંઈક છે માટે એની પાછળ દોડયા. જેમ પટેલ દોડે છે. તો પેલો ઓળો પણ આગળને આગળ ભાગે છે. પટેલ વિચારે છે કે હાળો હાથમાં આવે તેમ લાગતું નથી. ત્યાં જ સામેથી એક સન્યાસી આવતા હોય છે.. પટેલને જોઈ સન્યાસી બોલ્યા કાં પટેલ ! આમ કેમ ભાગંભાગી કરી છે. પટેલે સત્ય વાત જણાવીને કહ્યું કે જુઓ આ મારી સામે
Page #79
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના જ. ઓળો ઊભો છે. સન્યાસી બધી વાત સમજી ગયા. અને મનમાં જ બોલ્યા કે અરે ભોળા પટેલ, આ તો તારો જ પડછાયો છે !! પટેલ, તારે ઓળાની પાછળ દોડવાની જરૂર નથી જા, ઓળાને પીઠ આપ તો ઓળો જ તારી પાછળ દોડશે. અને છેવટે એમ જ થયું પટેલે પડછાયાને પીઠ આપી ને ચાલવા માંડયા કે પડછાયો પટેલ ની પાછળ.. પાછળ..!
એવી જ રીતે તમે તૃષ્ણાને પીઠ આપો. તમે તૃષ્ણાની પાછળ ન પડો. તૃષ્ણાને છોડો. તૃષ્ણા સતત વધ્યા જ કરે છે. માટે જ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે.. ધન વગરનો માણસ સો રૂપિયાની ઈચ્છા કરે. સો રૂપિયા વાળો ૧૦૦૦ રૂા. ને ઈચ્છ. ૧૦૦૦ રૂ. વાળો લાખ રૂા. ની ઈચ્છા કરે. લાખ વાળો કરોડ મેળવવા ઈચ્છા રાખે. કરોડ રૂા. વાળો ઈચ્છે કે રાજા હોઉં તો કેવું સારું! રાજા ચક્રવર્તિ બનવાની ઈચ્છા કરે અને ચક્રવર્તિ દેવ બનવાની ભાવના રાખે. દેવ એવો વિચાર કરે કે હું ઈન્દ્ર બનું તો! અને ઈન્દ્રત મળી જાય તો પણ સંતોષ હોતો નથી.
જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ પણ વધ્યા જ કરે. અહિં કપિલ કેવળીનું દષ્ટાંત મનનીય અને વિચારણીય છે. તે સ્વયં સમજી લેવું.
વળી વિષયતૃષ્ણા એ મૃગાજળ સમાન છે. રણમાં દૂરથી દેખો તો પાણી લાગે પણ હકીકતમાં વેરાન ભૂમિ જ હોય. એવી જ રીતે વિષયોમાં સુખ દેખાય પણ ભયંકર દુઃખ જ હોય છે.
સંસારના બધા જ સુખોમાં પણ દુઃખનું દર્શન કરવાનું છે. આ સંસાર સાગરમાં પહેલા નંબરે તો લોભના ખળભળાટની વાત કરી છે. કેમ કે એનાથી સર્વ ગુણનો નાશ થાય છે. માટે લોભને મારો
લોભ માટે મરે તે કાયર છે. લોભને મારે તે બહાદૂર છે. ગરીબ તો થોડું જ માંગે પણ લોભી બધુ જ માંગે..” તેમજ નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કેलोभमूलानि पापानि रस मूलानि व्याधय : स्नेह मूलानि शोकानि त्रीणी त्यक्त्वा सुखी भव !
પાપોનું મૂળ છે લોભ, રોગોનું મૂલ છે રસ (આસક્તિ) તેમજ શોકનું મૂળ છે સ્નેહ આ ત્રણેયને (લોભ-રસ-સ્નેહ) છોડીને તું સુખી બન. બધા
Page #80
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૬૭ પાપનું મૂળ લોભ જ હોવાથી લોભ દુઃખ દાયી છે. વળી પણ ઉપાધ્યાયજી મહારાજ સંસારનું વર્ણન કેવી રીતે કરે છે તે આગળની ગાથામાં જોઈએ..
गलत्येका चिन्ता, भवति पुनरन्या तदधिका मनोवाक्ये हा विकृति रति रोषात्तरजस : । विपद् गर्तावर्ते झटिति पतयालो : प्रतिपदं न जन्तो : संसारे भवति कथमप्यति विरति :॥२
આ સંસારમાં મનુષ્યની એક ચિંતા પુરી થાય છે અને બીજી ચિંતા એના કરતાં પણ અધિક થાય છે. મન-વચન અને કાયાની વિકૃતિ થયા કરે. રજોગુણ અને તમોગુણના પ્રભાવે ડગલે પગલે આપત્તિ-વિપત્તિના ખાડામાં પડતા જીવના દુ:ખનો આ સંસારમાં કેવી રીતે અંત થશે?
સંસાર એટલે ચિંતાનો સાગર. તમારા માથાના વાળ ગણી શકાય પણ ચિંતાઓ ન ગણી શકાય. સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે. સાગર વિશાળ છે. અગાધ છે. સાથે સાથે વમળ અને તુફાનો છે આ બધું જ સંસારમાં છે. પણ એક વાત એ છે કે.. સાગરને કોઈ પણ જગ્યાથી ચાખો. મુંબઈના કિનારેથી જામનગરના કાંઠેથી કે અમેરિકાના કિનારેથી અથવા વચમાંથી પણ કેવો લાગશે? ખારો જ ને? બસ એવી જ રીતે સંસારને કોઈ પણ એંગલથી જુઓ, ચાખો, ખારો જ લાગવાનો. આ સંસારમાં જીવને કોઈ જગ્યાએ સુખ-મીઠાશ કે આનંદ મળતા નથી.
ચારે બાજુ દાવાનળ સળગી રહ્યો છે. આ સંસાર ભડકે બળી રહ્યો છે. “તાવડી ઉપર જેમ શેકેલા શેકાય તેમ સંસારમાં જીવો શેકાઈ રહ્યા છે.”
ગલત્યેકા ચિંતા -
એક ચિંતા માંડ-માંડ પૂરી થઈ અને ત્યાં અધિક દુઃખ દેનારી બીજી ચિંતા આવી ગઈ. એક કામ સુલઝાવ્યું ત્યાં માથે દુઃખનો ભાર આવી ગયો.
જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આધિ- વ્યાધિ-ઉપાધિ રહેવાની જ. જન્મ મરણ ના ફેરા ચાલ્યા જ કરવાના. દાવાનળ સમો આ સંસાર છે અને કહેવતમાં કહ્યું છે કે.
“આગ અને પાણીનો કદી વિશ્વાસ કરવો નહિ”
Page #81
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના
બસ એ જ પ્રમાણે સંસારના વિશ્વાસે રહેશો નહિ. જ્યાં તમારી ઈચ્છા મુજબનું કશું જ થતું નથી તે સંસાર છે. જુઓ એની કેટલીક વ્યાખ્યાઓ !!! સમ્ ઉપસર્ગ અને સૃ (સરકવું) ધાતુથી સંસાર શબ્દ બન્યો છે.
૬૮
જોત જોતામાં સરી જાય તેનું નામ સંસાર. ન ચાલવું હોય તોય ઢસડાતા રહેવું પડે તે સંસાર ચારે ચાર ગતિમાં ભ્રમણ કરવું પડે તે સંસાર ચોરાશી-ચોરાશી લાખ યૉનિમાં ભટકવું પડે તે સંસાર જ્યાં આત્મ સ્વરૂપનું વિસ્તરણ થાય તે સંસાર વિભાવ દશાથી ભાવિત બને જ્યાં મન તે સંસાર ભય શૉક આદિ દુર્ગુણોથી ઉભરાતો આત્મા તે સંસાર આત્મ દ્રવ્યમાં કાસઁણ વર્ગણાની ઘુસણખોરી તે સંસાર
અન્નાનનો અંધાપો તે સંસાર
મિથ્યા દર્શનના ભૂલભૂલામણી તે સંસાર
જ્યાં અનંત અપાર શક્તિનો તિÁભાવ તે સંસાર. જે સંસારમાં “પુનરપિ જનનેં પુનરપિ મરણં
પુનરપિ જનની જઠરે શયનની પરિસ્થિતિ ચાલ્યા
જ કરે છે. કદાચ એક જ વાક્યમાં સંસારનું સ્વરૂપ કહેવું હોય તો એમ કહી શકાય કે....
-
“મારે તો સાસુજી સાપણ નણંદી તો વીંછણ
પઠાણી જમડાએ લીધો જીવડો...’
બીજી વાત છે મન-વચન -કાયાની વિકૃતિ.. મનના વિકારો એટલે ખરાબ વિચારો. વચનના વિકારો એટલે ખરાબ ઉચ્ચારો. કાયાના વિકારો એટલે ખરાબ આચારો. સતત મન-વચન. કાયાના વિકારો માણસને સતાવ્યા કરે છે. એની વિકૃત્તિ ઉપર ઘેરું ચિંતન કરવાનું છે.
ત્રીજી વાત બતાવે છે.. ડગલે-પગલે સંસારમાં આપત્તિ.. તમે જરા વિચારો કે એવી કઈ તમારી ક્ષણ ગઈ કે જેમાં તમે દુઃખી ન બન્યા. પ્રત્યેક
99
Page #82
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
પગલે દુઃખ આપત્તિ અને વિપત્તિનો ભોગ બન્યા છીએ. માટે જ..
કે..
“બજારમાં તડકો
ઘરમાં ભડકો
અંતે કડકો”
સંસારની અનેકવિધ મુશ્કેલીમાં માણસ ફસાયા કરે છે. ક્યાંય એને ચેન પડતું નથી. અને જીંદગી દુ:ખી હોય ત્યારે દિવસો વિતાવવા પડે છે.
થઈ
૬૯
કહેવાય
સ્ત્રી વરહા વેણ કાઢતી હોય, નેણ ચડેલા હોય
ત્યારે પુરૂષ નિહાકો નાખીને હૈયા વરાળ કાઢે કે
હે પ્રભુ, આના કરતાં તો વાંઢો રહ્યો હોત તો સારું હતું !
જીવન બરબાદ બની જાય છે. સંસારના ભોગ સુખોમાં જીવ ઉન્મત બની જાય છે. ૨સથી સંસાર ભલે ભોગવે પણ ભોગવટા પછી પરિણામ શું ? કેમકે
સંખ્યાતા-અસંખ્યાતા કે અનંતા જીવોની કબર ઉપર બેસ્યા વગર સંસારનું એક પણ સુખ ભોગવાતું નથી.. આવા પાપમય સંસારમાં આનંદ માનવાનો નથી...
लोग कहते हैं शादी है तेरी
में कहता हूं बरबादी है तेरी
लोग कहते हैं तुं दुल्हा बनेगा में कहता हूं तू जिन्दा मरेगा ।
આમ આપત્તિથી ભરપૂર સંસારમાં દુઃખથી જ નહિ સુખથી પણ કંટાળવાનું છે. કેમકે દુઃખમય સંસાર તો ગાય-ભેંસ-કૂતરા-બિલાડા-ગધેડા ને પણ ન ગમે. તમને ન ગમે એમાં કોઈ નવાઈ નથી. સુખમય સંસાર પણ ન ગમવો જોઈએ. સાચું કહો તમને શું ખટકે છે....
બોલો તો ખરા. સુખ ખટકે કે દુઃખ? સભા- દુઃખ જ ખટકે ને ?...
જુઓ સાંભળો... અગાઉ પણ તમન કહી ગયો છું કે, જેને માત્ર દુ:ખ જ ખટકે છે તે વાનર છે
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૦
સંસાર ભાવના જેને માત્ર પાપ જ ખટકે તે નર છે. અને જેને આખો ચા સંસાર ખટકે તે નારાયણ છે.. બોલો શામાં આવવું છે.? સાહેબ, કંઈ બોલાચ એવું જ નથી !”
વાહ! એમ કરીને સારી રીતે છટકી જવું છે ને? આપણે “સંસાર ભાવના” ચિંતવવાની છે. સંસાર સ્વરૂપો બરાબર જાણવા છે. આજે ત્રણ વસ્તુ ઉપર ચિંતન કરવાનું છે.
સંસારમાં૦ એક પછી એક ચિંતા આવ્યા કરે છે. ૦ મન વચન કાયામાં વિકારો ઉત્પન્ન થયા કરે છે. ૦ પગલે-પગલે દુખો આવ્યા જ કરે છે.
આના ઉપર ઊંડું ચિંતન કરજો. ખૂબ-ખૂબ મનન કરજો આદુઃખો તો ઉપરછલ્લા છે. નરકાદિ દુર્ગતિમાં કેવા દુઃખો છે તે પણ આપણે જાણવું છે.
ગ્રન્થકાર સ્વયં જ બીજા પણ દુઃખોની વાત કેવી રીતે કરે છે તે આપણે હવે આગળ ઉપર જોઈશું. અત્યારે આટલું જ.
सहित्वासन्तापानशुचि जननी कुक्षि कुहरे, ततो जन्म प्राप्य प्रचुरतर कष्ट क्रम हतः । सुखाभासै र्यावत् स्पृशति कथमप्यति विरतिः
___ जरा तावत् कायं कवलयति मृत्यो : सहचरी ॥३॥ - “ખાતાના ગર્ભમાં અપવિત્ર વાતાવરણમાં સંતાપો સહન કરીને પ્રચુરતો સહન કરતાં જન્મ પામીને મોટા-પાપો, કષ્ટોને સહન કરતાં સણિક અને કલ્પિત સખોમાં આનંદ અનુભવતા મોતની સહચરી જરાવસ્યા કાયાને કોળીયો કરી રહી છે.
ઉપાધ્યાયવિનયવિજયજી મ. સંસારના દુઃખોનું વર્ણન કરતા હવે સૌ પ્રથમ મનુષ્ય જન્મના દુઃખો ની પ્રારંભિક વાતો કરે છે. અહિ પાંચ દુઃખોની વાત કરી છે.
(૧) ગર્ભાવસ્થાનું દુખ (૨) જન્મનું દુઃખ
Page #84
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
(૩) વિષય સુખોના સંયોગ-વિયોગનું દુઃખ
(૪) વૃદ્ધાવસ્થાનું દુઃખ
(૫) મરણનું... દુઃખ
આ જીવ સૌથી પહેલા માતાના ગર્ભમાં આવ્યો ત્યારે જાણે અંધારી કોટડીમાં પુરાઈ ગયો. ત્યાં કોઈ એના દુઃખોને સાંભળનાર હતું નહિ. વળી માથું નીચું અને પગ ઊંચા કરીને નવ મહિના લટકવાનું હતું. વળી મળ-મૂત્રનું એ સ્થાન હતું ત્યાં ભયંકર દુઃખનો ભોગવટો કર્યા પછી ભયંકર વેદના વડે જન્મ થયો. જન્મનું દુઃખ ભયંકર હોય છે.
૭૧
સાડાત્રણ કરોડ લોખંડના સળીયા ગરમ કરી કોમળ શરીરવાળા ૧૬ વર્ષીય રાજકુમારના શરીરની સાડાત્રણ કરોડ રોમરાજીમાં કોઈ એકી સાથે ભોકે તો તેને જે દુઃખ થાય છે તેના કરતાં આઠગણું દુઃખ જીવને જન્મ વેળાએ હોય છે.
(અને જન્મ કરતા અનંતીવેદના મરણ સમયે હોય છે)
આવા દુઃખ પૂર્વક અને વેદના વડે કણસતો રડતા-રડતા જન્મ થયો. મળ મૂત્રમાં આંગળી જાય, તે આંગળી મુખમાં પણ નાંખી. આમ બાળપણમાં અશુચિ પદાર્થોમાં જીવન પસાર કર્યું. માતા-પિતાએ પરણાવ્યો ખૂબ હોંશથી સંસાર માંડયો અને સ્ત્રીનો નચાવ્યો હું નાચવા લાગ્યો. સ્ત્રી રૂપી નદીમાં ફસાઈ ને દુઃખી-દુ:ખી બની ગયો. માટે જ ભર્તૃહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે કે...
હે સંસાર, તારી વચ્ચે શરાબી આંખો વાળી સુંદરી ન હોત તો તને પાર પામવાનું સ્થાન દૂર નથી...
આ પ્રમાણે સ્ત્રીના વિષયમાં બરાબર ફસામણી થઈ ગઈ. અને એટલે સંસાર પણ વધતો ચાલ્યો. આ સ્ત્રી એટલે એક પ્રકારનું યંત્ર છે.. અવિનયના ધામ જેવું
સંશયોની ઘૂમરી જેવું,
સાહસોનું શહેર જેવું,
અવિશ્વાસનું ક્ષેત્ર જેવું
નરકપુરના દરવાજા જેવું તમામ પ્રાણીઓના ફાંસલા
દોષોનો ભંડાર જેવું સ્વર્ગના દ્વારની અળા જેવું માયાના કરાંડીયા જેવું અને જેવું તેમજ .
અમૃતથી વીંટળાયેલા ઝેર જેવું,
Page #85
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના
આ શ્રી યંત્ર કેવી રીતે બનાવ્યું હશે ? પછી પુત્ર-પુત્રાદિ પરિવારની ચિંતાઓ આવી. અને આમ સુખ-દુઃખની ઘટમાળ ચાલતી જ હતી ને મરણની જાણે બહેન ન હોય કે સખી ન હોય તેવી જરા આવી ને ઊભી રહી. આંખો ઉંડી ઉતરી ગઈ, દાંત પડી ગયા, વાળ ધોળા થઈ ગયા, શરીર માટીનું ઢેફુ બની ગયું. લોકો હવે ડોસો કહેવા લાગ્યા, કિંમત વગરનો, કોડીનો હવે બની ગયો. માટે જ તમે કહો છો ને કોઈ મરી જાય ત્યારે બિચારો છૂટયો ? પણ કોણ છૂટયું ?એ કે તમે ? કોઈ મરી જાય ? ત્યારે શ્રદ્ધાંજલિ તો બહુ જ સારા શબ્દોમાં આપો છો
૭૨
“કુલ ગયું અને ફોરમ રહી” પણ મનમાં તો બોલો છો.....
“ઝાડ ગયું ને જગ્યા થઈ”
આવા સ્વાર્થમય સંસારમાં જીવ દુઃખનો જે અનુભવ કરે છે તેનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. વળી પણ આગળ શું કહે છે તે જોઈએ.
विभ्रान्तचित्तो बत बम्भ्रमीति, पक्षीव रुद्धस्तनुपञ्जरेंगी । नुन्नो नियत्या तनु कर्म तन्तु-सन्दानितः सन्निहितान्तकौतु: ॥ अनन्तान् पुदगला वर्ताननन्तानन्तरुपभृत् । अनन्तशो भ्रमत्येव जीवोऽनादि भवार्णवे ॥ ५ ॥
પક્ષીની જેમ પાંજરામાં પુરાયેલો આ જીવ નિયતિ અનુસારે ભારે કર્મોના દોરડાથી બંધાયેલ કાળ બિલાડા પાસે રહેલો દિશા શૂન્ય બની ભમે છે.
અનંતા અનંત પુદ્ગલ પરાવર્તના ભ્રમણમાં જીવ અનંત શરીરોને ધારણ કરે છે. અનાદિ ભવસંસારમાં જીવ અનંતીવાર ભમે છે.
સંસાર એક પ્રકારનું પાંજરૂં છે એમાં રહેલ જીવ ભ્રાન્ત ચિત્તવાળો થઈ ને ભમે છે. ભમવાનું કારણ છે. ભવિત્તવ્યતા. એટલે નિયતિ અનુસારે જીવનું ભ્રમણ ચાલુ જ રહે છે. જ્યારે કાળ પરિપાક થાય ત્યારે જ કર્મ મુક્ત બનાય છે.
પરમાત્માએ દરેક કાર્યની પાછળ પાંચ કારણ બતાવ્યા છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ, પુરૂષાર્થ.....
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
દા.ત. સ્ત્રી ગર્ભ ક્યારે ધારણ કરે?પુત્ર જન્મ ક્યારે થાય? તો કહેવાય કે સમય પાકે ત્યારે. એજ પ્રમાણે દૂધમાંથી માખણ ક્યારે બને? છ યે ઋતુ એના સમયે જ ફળે, તીર્થકરનું આયુષ્ય પણ વધે-ઘટે નહિ આ બધામાં કાળ કારણ છે.
સવભાવ - હથેળીમાં વાળ કેમ નહિ? લીમડા ઉપર કેરી કેમ નહિ? લીમડો કડવો ને કેરી મીઠી કેમ આમ? આ બધામાં સ્વભાવ કારણ છે.
ભવિતવ્યતા - કેટલીક કેરી ખાટી કેટલીક મીઠી.? જન્મ ક્યારેમરણ ક્યારે? બધું ભવિતવ્યતા (નિયતિ)ને આધિન છે.
કર્મ - જેણે જે કર્મ બાંધ્યું હોય તે કર્મ તેને ભોગવવું રહ્યું. એક સુખી એક દુઃખી એક ગરીબ એક તવંગર. આમાં કર્મ કારણ છે.
પુરૂષાર્થ - કાર્ય કરવા માટેનો પુરૂષાર્થ કરવો. બધી વ્યક્તિ પુરૂષાર્થ ન કરે. જે કરે તેનું કામ થાય.
આ જ પ્રમાણે બીજા પણ દષ્ટાંત દ્વારા સમજી શકાય છે. જેમકે તંતુ છે તેમાંથી કપડું બનાવવું હોય સૌ પ્રથમ તો તંતુ એવા હોય કે જેમાંથી કપડું બનવું જોઈએ માટે તંતુમાંથી કપડું બને તે એનો સ્વભાવ થયો. પછી કપડું તરતને તરત તો બનતું નથી. બનતા જે ટાઈમ થાય તે કાલ. બધું જ બરાબર કર્યું પણ જો કપડું બનવાની ભવિતવ્યતા જ ન હોય તો? માટે કપડું તૈયાર થાય તે એની ભવિતવ્યતા થઈ. અને કાંતનારનો પુરૂષાર્થ પણ જોઈએ. એ વિના કપડું તૈયાર થઈ શકે નહિ! હવે કપડું તૈયાર થયા પછી એને ભોગવનારનું કર્મ હોય તો એ ભોગવી શકે.. - આ જ પ્રમાણે આ પાંચ કારણો આત્મામાં ઘટાવીએ-નિગોદ એ જીવની ભવિતવ્યતા છે મનુષ્યપણાની પ્રાપ્તિ એ પુણ્યકર્મ ની નિશાની છે એના વગર મનુષ્યત્વ અશક્ય છે તેમજ જીવની ભવસ્થિતિ પરિપક્વ બને છે કાળથી માટે કાળ એ ભવપરિપાક કહેવાય ત્યારબાદ મોક્ષપ્રાપ્તિ માટે જે જે માર્ગો બતાવ્યા છે તે તે માર્ગદ્વારા પ્રચંડ પુરૂષાર્થની જરૂર પડે છે. તે તે માર્ગમાં વીર્ય ઉલ્લસિત કરવું પડે છે માટે વીર્ય ઉલ્લાસ તે પુરૂષાર્થ કારણ છે. અને છેલ્લે કારણ છે સ્વભાવ. જો જીવનો મોક્ષગમન સ્વભાવ જ ન હોય તો તે મોક્ષે જઈ શક્તો નથી.માટે ભવ્યત્વ એ સ્વભાવ છે. જો અભવ્યત્વ સ્વભાવ હોય તો મોક્ષ ન થાય.
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪
સંસાર ભાવના આ પ્રમાણે દરેક કાર્યમાં પાંચ કારણો હોય છે. અહિં જીવ અનાદિ કાળથી સંસારમાં રખડે છે. તેમાં પ્રેરક તત્વ છે નિયતિ. નિયતિ એટલે જ ભવિતવ્યતા. જીવ ચારે ગતિમાં ભટકે છે. ચારગતિમાં ભટકવાનું કારણ છે કર્મ. કર્મએ બંધન છે બંધનથી જીવબંધાયેલો છે જેમ પાંજરામાં પંખીપુરાયેલું હોય તો તે પરવશ છે તે જ પ્રમાણે જીવ કર્મથી પરવશ છે. અનંત પુદ્ગલ પરાવર્તકાળથી જીવનું ભ્રમણ ચાલુ છે એક પુદ્ગલપરાવર્ત એટલે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી. આવા અનંતા પુદ્ગલપરાવર્ત સુધી જીવ ભમ્યો છે અને હજુ ભમી રહ્યો છે.
સંસાર ભાવના ભાવતી વખતે તમારા આત્માની સાથે એકાંતમાં વાત કરજો. તમારા આત્માને પ્રશ્ન કરજો કે
આ જન્મ-મરણના ફેરા ક્યારે અટકશે? આ સંસારથી મુક્ત ક્યારે થવાશે? સુખ-દુઃખ શું કાયમ ટકે છે? ચાર ગતિમાં ભ્રમણ કરીને છેવટે જીવ શું હાંસલ કરે છે? મારો જીવ અનંતા ભ્રમણથી ક્યારે મુક્ત થશે?
દરરોજ આ ચિંતન કરવું જરૂરી છે. અને ચિંતન કરવા દ્વારા એમાંથી સાત્ત્વન મેળવવું જોઈએ. ખુદ ગ્રન્થકાર ભગવંત અહીં ચાર મહત્વની વાતો ઉપર પ્રકાશ ફેંકે છે
જીવ અનંત રૂપો (શરીરો) ધારણ કરે છે. (જન્મ-મરણ) અનંતીવાર ભ્રમણ કરે છે. ભવ સંસાર અનાદિનો છે. ચાર ગતિ રૂપ સંસાર છે.
આ જીવે એક જ વાર નહિ બ સેકડોવાર શરીરો ધર્યા. નવા નવા ભવોમાં નવા નવા રૂપો લીધા. આજે જે માતા હોય આવતા ભવમાં પત્ની બને છે. આ જન્મમાં જે પિતા છે, આવતા જન્મમાં તે પુત્ર બને છે. આજે જે મિત્ર છે, તે શત્રુ બને છે. બહેન પત્ની બને, પત્ની માતા બને, રાજા નોકર થાય, ભાઈ શત્રુ થાય. આવા સંબંધો સતત બદલાયા કરે છે. વળી આ જીવનું ભ્રમણ પણ ચારે ગતિમાં થાય છે.
નરકમાં તીવ્ર દુઃખો તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં પણ દુઃખ,
Page #88
--------------------------------------------------------------------------
________________
૭પ
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ દેવગતિમાં કંઈક દેખાતું સુખ પણ નાશવંત જ છે. ચારે ય ગતિના દુઃખોનો વિચાર કરીએ ત્યારે દેવગતિમાં માનસિક દુઃખ પારાવાર હોય છે. જો દેવનું હૃદય વજનું બનેલ ન હોય તો મનની ચિંતાઓથી દયના ૧૦૦૦ ટુકડા થઈ જાય તેટલી અશાન્તિ હોય. ઈર્ષ્યા લોભ અને ક્રોધની આગમાં બળે છે. વળી સંપત્તિ મિલ્કત અને વિમાનો દેવીઓ આદિની તરતમતા હોવાથી સતત એ ઉચાટમાં રહે છે. તેમજ મર્યા પછી મનુષ્યત્વની ખાતરી નથી. કેમકે દેવો રોજ જેટલા અવે છે. તેટલી તો મનુષ્યની સંખ્યા જ છે. માટે મનુષ્યપણામાં આવનાર દેવતાઓ બહુ જ જુજ હોય છે. અને એમને અગાઉથી મરણનો સંકેત પણ આવી જાય છે. એટલે છેલ્લા છ મહિના તો એના ખેદ-ચિંતા અને ઉચાટમાં પસાર થાય. મરીને તિર્યંચગતિમાં જવાનું હોય તેવા દેવો કાળો કલ્પાંત કરે છે. આવા તો અગણિત દુઃખો એમના જીવનમાં હોય છે.
મનુષ્યગતિના દુઃખનો પણ કોઈ પાર નથી. સુખી જીંદગી જીવતા માણસને પણ કાળની થપાટ ક્યારે લાગે તે ખબર ન પડે. એક વાવાઝોડું, એક ધરતીકંપનો આંચકો, માણસને હતો નહતો બનાવી મૂકે છે. જીવનનિરસ બની જાય છે આવા અગણિત દુઃખો મનુષ્ય ગતિમાં રહેલા છે. વળી તિર્યંચ નરક ગતિના દુઃખોનો પણ આપણે વિચાર કરીશું.
कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे। मोहरिपुणेह सगलग्रहं प्रतिपदं विपद मुपनीत रे ॥१॥.
મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા શાન્ત સુધારસગ્રન્થમાં સંસાર ભાવનાના ગેયાષ્ટકમાં ફરમાવે છે કે મોહ શત્રુ વડે ગળેથી પકડીને તું ડગલે પગલે વિપત્તિ પામ્યો છે. હે જીવ! તું આ સંસારને જન્મ મરણની પરંપરાવાળો અને અત્યંત ડરાવનારો માન. અતિ દારૂણ સંસાર છે તેમ સ્વીકાર.
સંસાર ખરાબ છે. ભૂંડો છે તેવો સ્વીકાર કરવો એ પણ કઠીન કામ છે. માટે પહેલા તો સંસારને ખરાબ માનવાનો છે. કેમકે સંસારમાં મોહશત્રુ જીવને સતાવે છે. મોહ શત્રુ છે. જે જીવને દુઃખી કરે તેને શત્રુ કહેવાય. મોહ ભયાનક શત્રુ છે. મીઠી છૂરી જેવો છે. બહારથી તો લાગે બધું સારું સારું, પણ અંદરથી. તો મારનારો છે. મોહથી જીવ મુંઝાય છે. પરપદાર્થો ઉપર મમત્વ ભાવ વધે છે. અહં અને મમ આ બે મંત્રો જગતને વશ કરવા માટે મોહ રાજાએ મુકયા છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના અને મોહાન્ય માણસ દ્રષ્ટિ જ ગુમાવી બેસે છે. એને સંસાર મીઠો લાગે છે. ખૂબ ખૂબ ગમે છે. અને જેને “સંસાર ગમે છે એનો સંસાર ઊભો રહે છે.”
જો સંસારને ખતમ કરવો હોય તો સંસાર પ્રત્યે ભારોભાર નફરત હોવી જોઈએ. મનમાં કડવાશ હોવી જોઈએ. બસ પછીનું કામ આસાન બની જાય. કદાચ તમારી તાકાત ઓછી હશે તો પણ સંસાર તમને કશું જ કરી શકશે નહિ. કેમકે સંસારમાં રહીને પણ એ સંસાર પ્રત્યે દ્વેષ કરતો હશે એટલે રાગ જાગવાની સંભાવના નહિ રહે. સંસાર ડરામણો બિહામણો છે. જેમાં દુઃખો સિવાય કશું જ નથી.
વિચચગતિના ખો
પશુયોનિમાં પરવશપણાનું દુઃખ, ઈચ્છા મુજબ ખાવા-પીવાનું મળે નહિ. ભાર વહન કરવાનો છે. ઠંડી ગરમી સહન કરવાની. આવા તો બેસુમાર દુઃખો પશુઓને છે. વાચા ન હોવાથી દુઃખ વ્યક્ત કરી શકે નહિ. ઘોડા-બળદઊંટ વિગેરે બોજો ઉપાડીને બિચારા બની જાય. ગધેડા-કૂતરાં ભૂંડ આદિને ચારે તરફથી તિરસ્કાર મળે. તેમજ બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય આદિ જીવોની કરૂણતા તો કેવી છે? કોઈ સંજ્ઞા નહિ મન નહિ અને ઈચ્છાઓ નહિ આવા અનેક દુઃખો, જન્મ મરણો, અવ્યક્ત પણે ભોગવવા પડે છે. નરક ગતિના દુખો
નરકમાં જીવને જરાય શાન્તિ નથી. સતત નારકીનો જીવ મરવાની ઈચ્છા રાખે છે. કેમકે એના દુખો અને વેદના ગણી શકાય નહિ વર્ણવી શકાય નહિ એટલી છે.
પુણ્ય પ્રકૃતિના ૪૨ ભેદ અને પાપ પ્રકૃતિના ૮૨ ભેદ છે. તેમાં નરક ગતિ અને નરકાયુઅશુભ છે અને તિર્યંચ ગતિ અશુભબતાવી છે પણ તિર્યંચાયુ શુભ-બતાવ્યું છે. આનું કારણ શું? ખબર છે? મનુષ્ય ગતિ અને મનુષ્યાયું શુભ દેવગતિ અને દેવાયુ શુભ. પણ નરક ગતિ-નરકાયુ અશુભ. એ પણ બરાબર છે પણ તિર્યંચની ગતિ ને અશુભ ગણી અને તિર્યંચના આયુષ્યને શુભ ગણ્યું છે.
નવતત્ત્વની ૧૬મી ગાથામાં બતાવેલ છે
સુર નર નિરિઆઉ તિત્યયર” સુર નર અને તિર્યંચાયુ-તીર્થકર નામકર્મ એ શુભ પ્રકૃતિ છે. તિર્યંચના
Page #90
--------------------------------------------------------------------------
________________
99
શાન્તસુધારસ વિવેચન ભાગ-૧ આયુષ્યને શુભ કેમ ગયું? નરકના આયુને શુભ કેમ ન ગમ્યું?
એનું કારણ એ છે કે તિર્યંચગતિ તો દેખીતી રીતે અશુભ છે જ. પણ તિર્યંચના જીવોને મરવાની ઈચ્છા થતી નથી. મરણથી બચવા માટે એનો પ્રયત્ન સતત ચાલુ જ હોય છે જ્યાં જ્યાં મરણાંત કષ્ટ આવે એવું હોય ત્યારે પણ એની જીજીવિષા પ્રબળ હોય છે ત્યારે નરકમાં?
સતત નિરંતર ત્યાં મરવાની જ ઈચ્છા હોય છે જલ્દી મરણ આવે તો સારું એવી ભાવના નારકીને હોય છે. માટે નરકના આયુષ્યને અશુભ ગયું છે એવું તે શું દુઃખ હોય છે નરકમાં...!
ત્રણ પ્રકારના દુઃખો દશપ્રકારની વેદના
ક્ષેત્ર કૃત દુખ નરકનું ક્ષેત્ર જ દુઃખદાઈ છે. ત્યાં ગરમી ઠંડી, તરસભૂખ આદિના દુઃખનો કોઈ પાર નથી.
ત્યાં એટલી પ્રચંડ દુર્ગધ હોય છે કે એનો એક અંશ જો પૃથ્વી પર આવે તો એ દુર્ગધથી આખું એક નગર સાફ થઈ જાય. આવા દશ પ્રકારના દુઃખો ને જોઈએ
૧. પુદ્ગલ સાથે જે સંબંધ હોય છે તે અગ્નિ કરતાં વધારે દુઃખ આપનાર હોય છે.
૨. ઊંટ કેગધેડાની ચાલ કરતાં પણ વધારે અશુભ ચાલનારકી જીવોને હોય છે. તપેલા લોખંડ ઉપર પગ મૂકવાથી જે વેદના થાય એના કરતાં પણ અધિક વેદના ત્યાંની ભૂમિ ઉપર ચાલતા થાય છે.
૩. નારકીના જીવોની આકૃતિ અતિ વિકૃત હોય છે.
૪. ઉપરથી પડતા પદાર્થોથી થતી વેદના શસ્ત્રની ધાર કરતાં પણ વધારે તીવ્ર હોય છે.
૫. એમનો વર્ણ અતિ ભયંકર હોય છે. અંધકાર જેવો કાળો. ૬. તીવ્ર દુર્ગધ, સડી ગયેલા પશુ કરતાં પણ વધારે હોય છે. ૭. અત્યંત કડવો રસ હોય છે. ૮. સ્પર્શ-વિછી અને અગ્નિ કરતાં પણ વધારે તીવ્ર સ્પર્શ છે. ૯. ત્યાં નો શબ્દ પણ અતિ પીડાકારી હોય છે. ૧૦. એમના ભાવો પણ વધુ પીડા કરનારા છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮
સંસાર ભાવના ત્યાંની ભૂમિ ભાગ શ્લેષ્મ વિઝા મળ મૂત્રથી ભરેલો હોય છે. ત્યાં માંસ-હાડકા રૂધિર ચામડું આદિ વેરાયેલ હોય છે તે જગ્યા સ્મશાન કરતાં પણ ભેંકાર લાગે છે ત્યાં જીવો રહીને દુખી બને છે. તેમજ..
- ઠંડીનું પ્રમાણ તીવ્ર હોય છે. કોઈ નારકજીવને પોષ મહિનાની કડકડતી ઠંડીમાં હિમાલય ઉપર વસ્ત્ર રહિત પણે સુવડાવવામાં આવે તો એને હુંફનો અનુભવ થાય. વિચારજો કે નારકમાં કેવી પ્રચંડ ઠંડી હશે.
- વૈશાખ મહિનાની પ્રચંડ ગરમી પડતી હોય તે વેળાએ મધ્યાહ્નની વેળાએ ચારે દિશામાં અગ્નિજવાળાઓ ફેલાયેલ હોય ત્યારે કોઈનરકજીવને ત્યાં લાવવામાં આવે તો એને અપૂર્વ ઠંડકનો અનુભવ થાય કેમકે આ ગરમી કરતાં નરકમાં અનંતગણી ગરમી છે.
- હંમેશા તરસ્યા ને તરસ્યા જ હોય છે. કદાપિ તરસ મટતી નથી.
- નારકીના જીવો સદાય ખણતા જ રહે છે છરી ચપ્પ કે કોઈ પણ સાધન કદાચ મળી જાય અને તેનાથી ખણે તો પણ ખણજ મટતી નથી.
- હંમેશા પરવશપણું જ હોય
- નારકીના જીવોને સતત તાવ રહે છે. જે મનુષ્યના તાવ કરતા અનંતગણો વધારે છે.
- શરીરમાં સદા દાહવર રહે છે.
-અવધિ કે વિભંગ જ્ઞાનના કારણે આવતા ભયને પણ જુએ છે જેથી ભયાકૂળ રહે છે.
- અને તે સદેવ શોકગ્રસ્ત જ હોય છે.
આ સિવાય પણ નરકના જીવોને વેદનાઓ હોય છે. જે પરસ્પરકૃત વેદના કહેવાય છે.
• નારકીજીવ બીજા નારકીજીવને કૂતરાની જેમ મારવા દોડે છે
જેવી રીતે કતલખાનામાં પશુઓના ટુકડા કરવામાં આવે છે. એવી રીતે એક નારકી બીજા નારકી જીવને ક્ષેત્રથી ઉત્પન્ન થયેલ શસ્ત્ર વડે ટુકડા કરી નાખે છે.
ત્યાં સમ્ય દ્રષ્ટિ આત્મા હોય તો તત્વચિંતન કરે છે અને સમતાભાવે દુઃખ સહન કરે છે.
મિથ્યાત્વી જીવ ખૂબ પીડાનો અનુભવ કરે છે અને કર્મબંધન કરે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૧
૭૯
શાન્ત સુધારસવિવેચન - ભાગ-૧
પરમાલામી દેવો પણ જો તેની વેદના આપે છે.
અતિ તમ લોઢાની પૂતળીઓ સાથે જીવને આલિંગન અપાવે છે. - તપાવેલા સીસાનો રસ પીવડાવે છે. - ગરમ ગરમ તેલથી સ્નાન કરાવે છે. - ભડભડતી આગમાં નાખે છે. - ભાલાથી વધે છે. - ઘાણીમાં પીલે છે. - કરવતથી વેહરે છે. - ગરમ ગરમ રેતીમાં ચાલવાની ફરજ પાડે છે. - વાઘ-સિંહ જેવા રૂપો કરી ડરાવે છે. - કૂકડાની જેમ પરસ્પર લડાવે છે. - તલવારની ધાર જેવા અસિપત્ર વનમાં ચલાવે છે.
- હાથ-પગ-કાન-આંખ વિગેરે અંગ-ઉપાંગને કાપી નાખે છે. આમ અતિ દુઃખ આપે છે. છતાં તે જીવો આત્મહત્યા કરીને મારી શક્તા પણ નથી જ્યારે આયુષ્ય સમાપ્ત થાય ત્યારે જ મરે છે.
વળી તેમને ૫૦૦-૫૦૦ જોજન ઊંચા ઉછાળે છે. આવી રીતે નરકમાં પારવગરના દુઃખો છે. આપણો આત્મા ચારે ય ગતિમાં જઈ આવ્યો છે.
ભગવાન મહાવીરને ગૌતમસ્વામિએ પ્રશ્ન કર્યો કે હેમંતે, નરક કેટલી છે?જવાબ સાત.
પ્રશ્ન- મારો આત્મા નરકમાં કેટલીવાર જઈ આવ્યો છે?
હે ગૌતમ તારો જ નહિ મારો પણ આત્મા સાતેય નરકમાં અનંતીવાર જઈ આવ્યો છે. પ્રભુનો આ જવાબ હતો.
स्वजन तनयादि परिचय गुणै- रिह मुधा बध्यसे मुढ रे प्रतिपदं नवनवैरनुभवैः परिभवैरसकृदुपगूढ रे ॥२॥ धटयसि क्वचन मदमुन्नते : क्वचिदहो हीनता दीन रे। प्रतिभवं रूपमपरापरं वहसि बत कर्मणाधीन रे ॥३॥ जातु शैशव दशापरवशो जातु तारुण्य मदमत्त रे। जातु दुर्जय जरा जर्जरो जातु पितृपति करायत्त रे ॥४॥
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૦
સંસાર ભાવના ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સંસારના સ્વરૂપનું વર્ણન કરતા જણાવે છે કે.. રે મૂઢ! સ્વજનો અને પરિજનો સાથે જે તારા મીઠા સંબંધો છે. તે નિરર્થક છે. શું તારે ડગલે ને પગલે નવા નવા અનુભવો વાળા સંકટોની પરેશાની નથી? તારો પરાભવ થતો નથી? તું જરા શાન્તિથી વિચારી જો.
જે કંઈ સ્વાર્થના સબંધો છે તે ક્યારે તૂટી જશે એની ખબર પડશે નહિ. સંસારના કોઈ સંબંધો શાશ્વત નથી.
“તો હું તને પ્લેનમાં મોકલીશ.”
એક ભાઈ મુસાફરી કરવા ટ્રેનમાં જઈ રહ્યા હતા. રસ્તામાં અકસ્માત થતા કેટલાય મુસાફરોની સાથે આ ભાઈ પણ મૃત્યુ પામ્યા. સરકારી ધોરણે રાહત કામ શરૂ થઈ ગયું. દરેક મૃતકના નિકટના સગાને ૧૦ હજાર રૂા. ના વળતરની જાહેરાત થઈ.
આ ભાઈની ડેડબોડી પણ ઘરે લાવવામાં આવી. ઘરે શોકાતુર વાતાવરણ થઈ ગયું. બધા જ રડે છે. પુત્રપત્ની તેમજ પરિવારમાં ઘેરા દુઃખની છાયા ફરી વળી. કેટલાક દિવસે બધા શાંત થયા. છતાં એની પત્નીનું રૂદન અટકતું જ નથી. બધાને એમ કે થોડા દિવસ પછી દુઃખ વિસારે પડી જશે કહ્યું છે ને “દુઃખનું ઓસડ દહાડા” છતાં આ પત્ની રોજ રડે છે. એટલે છેવટે એનો દિકરો કહે છે.
મમ્મી, જેબનવાનુ હતું તે બની ગયું? પપ્પા ગયા. હવે પાછા આવવાના નથી. માટે રડવાનું છોડ. આમ દુઃખી થવાનો કોઈ મતલબ નથી ત્યારે એની મમ્મી શું જવાબ આપે છે? ખબર છે?
એ કહે છે બેટા, એ ગયા અને હું નથી રડતી પણ જો તારા પપ્પા ટ્રેનના બદલે પ્લેનમાં ગયા હોત તો સારૂ હતું.... કેમ?
કારણ કે ટ્રેનમાં મૃત્યુનું વળતર ૧૦ હજાર રૂા. છે અને પ્લેનમાં રૂા. ૧લાખનું વળતર છે. જો તારા પપ્પા પ્લેનમાં ગયા હોત તો આપણને ૧ લાખ રૂા. નું વળતર તો મળત. બસ આ કારણ છે મારે રડવાનું દિકરો કહે છે કંઈ વાંધો નહિ! મમ્મી, તું ચિંતા ન કર. હું તને પ્લેનમાં મોકલીશ. બસ! આવા સ્વાર્થો સંસારમાં છે.
વળી સંસારમાં સંબંધો બદલાયા કરે છે. માતા-પિતા-પત્ની વિગેરે
Page #94
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ સંબંધોમાં પરિવર્તન થાય છે. માતા પત્ની અને પત્ની દિકરી બને વગેરે...
અરે એક જ ભવમાં પણ સંબંધો કેવો આકાર લે છે એનું શાસ્ત્રીય દષ્ટાંત પણ આપણે જોઈએ.
કુબેરદત્ત - કુબેરદત્તા....
મથુરા નામની મોટી નગરી હતી તેમાં એક કુબેરસેના નામની ગણિકા રહેતી હતી. તે રોજ નવાનવા પુરૂષોનો સહવાસ કરી આજીવિકા ચલાવતી હતી. અનેક પુરૂષોના સંબંધ દ્વારા એને ગર્ભ રહ્યો અને પૂર્ણમાસે એક જોડકાનો જન્મ આપ્યો. બાળક અને બાળિકા. થોડા દિવસ તો એણે સ્તન પાનાદિ કરાવ્યું પણ પછી એ વિચારે છે કે આપણે રહ્યા વેશ્યા... આ બાળકોને સંભાળવા કે ધંધો કરવો? રોજ નવડાવવા ધોવડાવવા સાફસૂફી કરવી ધવડાવવા. આવી બધી પળોજણ કેમ થાય? વળી એવો વખત પણ મળે નહિ માટે કંઈક કરવું પડશે!
બહુ જ વિચારના અંતે એક મોટી મજબૂત પેટી લાવી એમાં ગાદી પાથરી બન્ને બાળકોને સુવડાવી એમાં મૂકી દીધા. અને બે સોનાની વીંટી પણ મૂકી તેમાં બન્નેના નામ કોતરાવી દીધા. દીકરાનું નામ કુબેરદત્ત અને દિકરીનું નામ કુબેરદત્તા.
દસ દિવસના માસુમ બાળકો મા વિહોણા બની ગયા કેમકે આ પેટી બંધ કરીને યમુના નદીના વહેતા પાણીમાં મૂકી દેવામાં આવી હતી જેથી રામ ભરોસે જ્યાં જાય ત્યાં ખરી..ખરેખર વેશ્યાને દયા જેવું કશું હોતું નથી. માનું દયાળુ દિલ પણ કેવું કઠોર અને નઠોર બને છે.
બીજી બાજુ શૌરીપુરી નગરના બે મિત્ર શેઠીયાને દરરોજ યમુના કિનારે ફરવા જવાની ટેવ. દરરોજ બન્ને મિત્રો સાથે જ જાય અને સાથે જ આવે આ તો રોજનો નિયમ હતો.
એક સુવર્ણપ્રભાતે બન્ને ફરતા હોય છે તો એ વખતે બે બાળકો સાથે પેલી પેટી પણ તણાતી તણાતી આવી રહી હોય છે. બન્ને વેપારીઓએ વિચાર્યું કે આ પેટીમાં કોઈ માલ હોવો જોઈએ માટે આપણે બન્ને જણાએ એમાંથી જે નીકળે તે સરખે ભાગે વહેચી લઈશું. અને પછી ગુપચૂપ નદીમાંથી પેટી કાઢી ને ઘરે લાવી ખોલીને જોયું તો રૂડારૂપાળા ગમી જાય એવા બે બાળકો દીઠા અને કરેલ સમજુતી અનુસારે બન્ને જણાએ વહેંચણી કરી દીધી. એકે પુત્ર
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૨
સંસાર ભાવના
લીધો એક પુત્રી. બંનેના નામ વાળી સોનાની વીંટી પણ મેળવી લીધી અને વીંટી અનુસારે કુબેરદત્ત અને કુબેરદતા નામ પાડવામાં આવ્યું.
બન્ને બાળકો પુણ્યશાળી હોવાથી ઉછેર લાડકોડમાં થાય છે. બન્ને જુદી જુદી જગ્યાએ ઉછરી રહ્યા છે.
કુબેરદત અને કુબેરદત્તા બન્ને સ્વસ્થાને ભણી ગણીને લાડ-પ્યારથી મોટા થયા. માતા-પિતાનો અપાર પ્યાર મળ્યો. બન્ને રૂપવાન તો હતા જ પણ ગુણવાને ય હતા. યોગ્ય ઉંમર થતા બન્નેના માતા-પિતાએ અરસ પરસ પરણાવી દીધા. ભાઈ બહેન પતિ-પત્ની બની ગયા.
જુઓ તો ખરા-સંસારની કેવી વિચિત્રતા છે. જે સગ્ગા ભાઈ બહેન હતા એ આજ ભવમાં પતિ પત્ની બની ગયા. રે! સંસાર તારું સ્વરૂપ જ કંઈ. નિરાળું છે. ભાઈ બહેનને તો જરાય ખબર નથી કે અમે ભાઈ બહેન છીએ. પણ...
એક વખત ચોપાટની રમત રમતાં રમતાં કુબેરદત્તની આંગળીમાંથી વિટી નીકળી ગઈ અને કુબેરદત્તાના ખોળામાં જઈને પડી. સંસાર સુખ ભોગવતા મજાક મસ્તીને ગમ્મત કરતા ક્યારેક જીવનમાં વળાંક પણ આવે છે. કુબેરદતાએ વીંટી જોતાં જ વિચાર્યું કે મારી અને આની બન્ને વીંટી એક સરખી જ લાગે છે. નામ પણ સરખા જ છે. અમારૂં રૂપ પણ સરખું છે બન્નેની આકૃતિ પણ સમાન છે. આમ કેમ હશે? આમ વિચારી તે રમત પડતી મૂકીને ઉઠી ગઈ એની મા પાસે ગઈ અને કહ્યું કે મા, સત્ય હકીકત શું છે? તે કહો, શું તમે જ અમારા મા-બાપ છો?
મા કહે કે હા બેટા, અમે જ તારા મા-બાપ છીએ. શા માટે આમ પૂછવું પડ્યું. છતાં કુબેરદત્તાનું મન માન્યુ નહિ બહુ આગ્રહ કરે છે ત્યારે એની માતા કહે છે કે હું કશું જાણું નહિ તારા પિતાને પૂછ.
છેવટે પિતાને આગ્રહ કરીને પૂછતા બધી સત્ય હકીકત જાણવા મળી. ખરા માતા-પિતા તો કોણ હશે?પણ અમે સગાભાઈ બહેન છીએ એ વાતની ખાતરી થઈ ગઈ. અને પછી તો બન્ને છુટા પડી ગયા. કુબેરદત્તા પોતાના પિયર આવી ગઈ અને વિચારે છે કે રે કેવો વિચિત્ર છે સંસાર! આ માયા અને મોહના કારણે જ ભાઈ વર્યોને ભાઈ ભોગવ્યો. ના.. હવે એક ક્ષણ પણ આ સંસારમાં રહેવું યોગ્ય નથી. અને એક પાવન પળે...
Page #96
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
શૌરીપુરી નગરીમાં તપસ્વી સાધ્વીજી ભગવંત પધાર્યા. એમની અમી ભરી દ્રષ્ટિ ને પામી ને કુબેરદત્તા ધન્ય બની ગઈ. સંસારનો ત્યાગ કરી શ્રમણી બની ગઈ. કરેલ પાપનો પશ્ચાતાપ અને તીવ્ર તપના પ્રભાવે નિર્મળ એવું અવધિજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. - આ તરફ કુબેરદત્તવિચાર કરે છે કે આ ગામમાં હવે રહેવું સારું લાગતું નથી. કેમકે ઘર ઘરમાં મારી વાત થાય છે. “બેન વરીને બેન ભોગવી” માટે અન્યત્ર જવું એજ સલામત છે. આવો વિચાર કરીને એક વખત શૌરીપુરી નગર છોડીને ભાગ્ય અજમાવવા મથુરા નગરીમાં પહોંચી ગયો. ભાગ્યની બલિહારી પણ અજીબોગરીબ છે. મથુરા નગરીમાં યોગાનુયોગ કુબેરસેના વેશ્યાને ત્યાં જ ઉતરે છે. એને ખબર નથી કે આ મારી માતા.... હા....જન્મદાતા મા છે. કુબેરસેના પણ જાણતી નથી કે આ મારો દીકરો છે. અને છેવટે બન્ને જણ સાથે રહેતા અરસ પરસ પરણી ગયા. મા બને છે પત્ની, દીકરો બને છે પતિ, આને કહેવાય કર્મની કમાલ. સંસારનું સુખ ભોગવતા જન્મ થાય છે. એક બાળકનો. બન્નેનો લાડકો અને પ્યારો બાળક છે. આમ કેટલોક સમય વીતી જાય છે. અને એક સમય આવે છે. પરિવર્તનનો.
કુબેરદત્તા સાધ્વીજી કે જેમને અવધિજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થયો છે એ પ્રકાશમાં પોતાનો ભૂતકાળ દેખે છે. એનો જન્મ... મથુરાનગરી અને માતાનો પરિચય મેળવે છે. અત્યારે માતા શું કરે છે? ભાઈ શું કરે છે? એ દ્રશ્ય જોતાં જ સંસારની વિષમતા અને ભીષણતા જોઈ કમકમા આવી ગયા આ શું? માતાની સાથે જ વિલાસ, માતા-દિકરો જ પતિ પત્ની. રે અજ્ઞાનતા! શી તારી કમાલ મારે વહેલી તકે ત્યાં જવું જરૂરી છે અને આ અકાર્યથી એમને પાછા વાળવા જરૂરી છે.
છેવટે ગુરૂણીજીની આજ્ઞા મેળવી કુબેરદત્તા સાધ્વીજી વેશ્યાને ત્યાં આવી અને ઉતારાની વ્યવસ્થા માંગી. સરલ હૃદયથી વેશ્યાએ પણ ઉતરવા માટે થોડો ભાગ ફાજલ કરી આપ્યો. સાધ્વીજી ત્યાં ઉતર્યા અને જ્ઞાન-ધ્યાનતપમાં મગ્ન બની સમજાવવાનો મોકો શોધે છે. તે વેળા કુબેરદત્ત બહાર ગયો હોય છે. કુબેરસેના અંદર કામ કરતી હોય છે. બહાર ઘોડીયામાં સુતેલ બાળક એકાએક જાગીને રડવા લાગ્યો.
આ તક સાધ્વીજીએ ઝડપી લીધી અને બાળક પાસે આવીને ઉતાવળે ઉતાવળે બોલે છે કે હે બાળક તું છાનો રહી જા. કેમ રડે છે? રડ નહિ. જો
Page #97
--------------------------------------------------------------------------
________________
८४
સંસાર ભાવના હું તને એક ગીત સંભળાવું. પછી સરસ હાલરડું ગાય છે.
ભાઈ તું બેટો મારો, દેવર વળી ભત્રીજ પિતરાઈને પૌત્ર ઈમ સંબંધના બીજ ...૧ ભાઈ પિતા માતામહ ભર્તા બેટો સસરો તેહ છ સંબંધ ધરૂ છું તારા જનકથી હું સસ્નેહ.... ...૨ માતા, પિતામહી ભોજાઈ વહુ સાસુ વળી શોક છ સંબંધ ધરાવે મુજથી માતા તુજ અવલોક.............૩
આ સાંભળી કુબેરસેના ઘરમાંથી દોડી આવી અને શ્રમણીને કહેવા લાગી કે આ અસંબદ્ધ અટપટુ શું બોલો છો? શું આવું બોલવું તમને શોભે છે? એવામાં કુબેરદત્ત પણ આવી જાય છે. સઘળી હકીકત જાણીને એ પણ પૂછે કે આ બધું શું છે.? ત્યારે સાધ્વીજી કહે છે કે હું જે બોલું છું તે સાચુજ કહું છું. અસત્ય બોલવાના મારે પ્રત્યાખ્યાન છે. જુઓ -
આ જે બાળક છે તેને મારી સાથે છ સંબંધ છે – (૧) આ બાળ મારો ભાઈ છે . એની અને મારી માતા એક જ છે. (૨) મારો પુત્ર છે. - કેમકે મારા પતિનો પુત્ર છે. (૩) મારો દિયર છે. - મારા પતિનો નાનો ભાઈ છે માટે કેમકે
બન્નેની જન્મદાતા કુબેરસેના છે માટે) (૪) મારો ભત્રીજો છે. - મારા ભાઈનો પુત્ર હોવાથી (૫) મારા કાકા પણ છે. - કેમકે મારી માતાના પતિનો ભાઈ પણ
(6) મારો પૌત્ર પણ કહેવાય - મારી શોકયનાબેટાનો પુત્ર પુત્રનો પુત્ર) અને તે કુબેરદત્ત તારી સાથે પણ મારે છ સંબંધ છે. જો સાંભળ(૭) તું મારો ભાઈ છે. - આપણે એક જ માતાના ઉદરમાં જન્મ્યા
- છીએ. (૮) તું મારો પિતા છે. - કેમકે મારી માતાનો પતિ છે. (૯) તું મારો પિતામહ (દાદા) છે. - આ બાળક જે મારો કાકો છે તેના તમે
પિતા છો. (૧૦) તું મારો પતિ છે. - કેમકે તે મારી સાથે લગ્ન કરેલ છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
(૧૧) તું મારો પુત્ર છે.
(૧૨) તું મારો સસરો છે.
-
(૧૩) મારી માતા છે
(૧૪) મારી પિતામહી છે.
અને આ કુબેરસેના સાથે પણ મારે છ સંબંધો છે:
કેમકે મારી જન્મદાત્રી છે.
-
૮૫
મારી શોકયનો તું પુત્ર છે માટે મારો પણ
પુત્ર જ છે.
(૧૫) મારી ભોજાઈ (ભાભી છે)
(૧૬) મારી પુત્રવધુ પણ છે.
મારો દિયર (બાળક)નો તું પિતા હોવાથી
- તું મારો પિતામહ છે. તારી પત્ની મારી
દાદી છે.
-
તુ મારો ભાઈ હોવાથી તારી પત્ની ભાભી છે.
કેમકે મારા પુત્રની પત્ની છે. કેમ કે એક સંબંધ (નં. ૧૧)થી તું મારો પુત્ર છે. મારા પતિ(કુબેરદત્ત)ની માતા છે. મારા પતિની પત્ની છે.
સાસુ છે.
(૧૦) મારી (૧૮) મારી શોક્ય છે.
આમ તમારી સાથે મારે અઢાર સંબંધ છે જે આ એક જ ભવમાં બંધાયા છે. શ્રમણીની આ વાત સાંભળી કુબેરદત્ત તરત જ ઓળખી ગયો. કુબેરદત્તા એ બે વીંટી બતાવી. કુબેરસેના બન્ને વીંટી ઓળખી ગઈ. એની આંખ સામે જન્મ-વીંટી પેટી અને યમુના નદી તરવરી ગયા. સત્ય હકીકત સમજતાં બન્ને હીબકે હીબકે ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. પશ્ચાતાપની આગમાં સળગવા માંડ્યા. સંસાર પ્રત્યે વિરકિત જાગી અને સંસારનો ત્યાગ કરી તપ અને જપના પ્રભાવે આત્મ કલ્યાણ કર્યું.
માટે આવા સંબંધોમાં રાગ દ્વેષ કરવા ન જોઈએ. “ભલે સંબંધ એ અકબંધ લાગે પણ કદીક, ક્યારેક તૂટે કોઈની ડંફાસ કદી ન ચાલે જ્યારે અંજળ ખૂટે”
પરેશાનીમય સંસાર !
વળી સંસારમાં ડગલે ને પગલે પરાભવ-પરેશાની આવ્યા જ કરે છે ક્યાંય શાન્તિ મળતી નથી. કોઈને પુત્રનું દુઃખ, કોઈને પરિવાર નું દુઃખ, કોઈને ઘર ન મળે, તો કોઈને વર ન મળે, મળે તો સારુ-સુંદર ન મળે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૬
સંસાર ભાવના કોઈ લગ્ન પછી તરત જ પતિ ગુમાવે તો આખી જીંદગી કાઢવી મુશ્કેલ થઈ પડે. માટે જ કહ્યું છે ને... --
બાલ્યાવસ્થામાં માતા, યુવાવસ્થામાં પત્ની કે પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ અત્યંત દુખદાયી હોય છે.
કોઈ ને સંતાનો મૂંગા-લંગડા જન્મ, નિર્ધનતા મળે, નોકર સારા ન મળે ઘણી દીકરીઓ હોય આવા તો કેટલાય દુઃખો અને પરાભવો આવતા હોય છે.
વળી સંપત્તિ આવે ત્યારે માણસ ગર્વિષ્ઠ થઈ જાય છે અને નિર્ધન બને તો દીન બની જાય છે, પૈસો ઘણો હોય ત્યારે જમીનથી અદ્ધર ચાલે, માતાપિતાનું સન્માન જાળવે નહિ, ધન રક્ષાની સતત ચિંતા કર્યા કરે. એમ કરીને છેવટે દુઃખી બની જાય છે. કર્મની પરતંત્રતા
સંસારમાં દુઃખ આવે છે કર્મના કારણે. ચારે ગતિમાં ભ્રમણ કર્મના કારણે જ થાય છે. અભિલાષાઓ પૂર્ણ ન થાય. ઈચ્છા મુજબ જીવવાનું મળે નહિ આ બધામાં કર્મસત્તા જ કારણ ભૂત છે એણે અદ્રશ્ય રહી ને પણ સમગ્ર સંસાર ઉપર આધિપત્ય જમાવી દીધું છે. જે આત્મા કર્મને સમજે તેને તોડવા માટે ઉદ્યમ કરે તે સ્વતંત્ર બની શકે. જે દુઃખોથી ડરે નહિ કર્મજન્ય ભોગવિલાસમાં લલચાય નહિ તે જ કર્મોને તોડી ને સિદ્ધ-બુદ્ધ મુક્ત બની શકે છે. પ્રત્યેક જન્મમાં નવા રૂપો
ક્યારેક પૃથ્વીકાયમાં તો ક્યારે અપૂકાયમાં કોઈ વાર અગ્નિ તો કોઈ વાર વાયનું રૂપ ધારણ કરવું પડે છે. કોઈવાર વનસ્પતિ-બેઈજિય-તેઈન્દ્રિયચઉરિજિયનું રૂપ ધારણ કરવું પડે. ક્યારેક ગાય-ભેંસ-ઘેટા-બકરા-ઉંટ-હાથી ભંડ-કૂતરા-બિલાડા-ઉંદર આદિ પંચેન્દ્રિય તિર્યંચોના રૂપો ધારણ કરવા પડે છે. ક્યારેક મનુષ્ય તો ક્યારેક દેવ. ક્યારેક નરકમાં જવું પડે છે. સંસાર રંગ મંચ ઉપર જીવાત્મા નાટક કર્યા જ કરે છે. કર્મ નચાવે તેમ નાચે જીવડો માટે અંગ્રેજીમાં કહ્યું છે
WORLD is Stage Life is DRAMA MAN is ACTOR God is DIRECTOR
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૭
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
સારી દુનિયા એક પ્રકારનું સ્ટેજ છે તેમાં જીંદગીનું નાટક ભજવાય છે. માણસ એટલે કે જીવાત્મા એકટર છે અને ગોડ એટલે કર્મ સમજવું “તે ડાયરેક્ટર છે તે નચાવે તેમ જીવ નાચે છે.” ભવ મંડપમાં રે નાટકનાચીયો. જુદા જુદા અભિનય કરે છે. અનંત કાળથી નાટક થઈ રહ્યું છે. વળી મનુષ્ય જન્મ માં પણ પહેલા શૈશવદશા પછી મદોન્મત તારુણ્ય દશા અને છેલ્લે દુર્જય જરાથી જર્જરિત બની જઈએ છીએ અને પછી છેવટે મોતના મુખમાં ધકેલાઈ જઈએ. આ સંસાર ભાવના ભાવતી વખતે નીચેની નવી બાબતોનો રોજ વિચાર કરો
- મોહ રણની સતામણી. - સંસાર બિહામણો છે. - તમામ સંબંધો અધૂરા છે. અથવિહિન છે. - કદમ કદમ ઉપર પરેશાની આવે છે. - સંપત્તિમાં અભિમાન અને નિર્ધનતામાં દીન પણ. - કર્મ ને આધિન જીવન છે. - દરેક જન્મમાં નવા-નવા રૂપો ધારણ કરવા પડે છે. - સંસાર એક પ્રકારની નાટયશાળા છે. - બાલ્યત્વ, યુવાવસ્થા-વૃદ્ધત્વ અને મૃત્યુ આવે છે.
આ પ્રમાણે વિચાર કરીને સંસારની ભયાનકતાને સમજવી અને દેવગુરુ-ધર્મના શરણે જવું.
व्रजति तनयोऽपि ननु जनकतां, तनयतां व्रजति पुनरेष रे। भावयन्विकृतिमिति भवगतेस्त्यजतमां नृभवशुभशेष रे॥५॥क्लय० ॥ यत्र दुःखार्ति गददवलवैरनुदिनं दासे जीव रे। हन्त तत्रैव रज्यसि चिरं मोहमदिरा मद क्षीब रे ॥६॥ कलय० ॥ दर्शयन् किमपि सुख वैभवं संहरंस्तदथ सहसैवरे विप्रलम्भयति शिशमिव जनं कालबटुकोऽयमत्रैव रे ॥७॥क्लय० । सकल संसारभयभेदकं जिनवचो मनसि निबधान रे विनय परिणमय निःश्रेयसं विहित शम रस सुधा पान रे ॥८॥ શાન્તસુધારસ ગ્રન્થમાં ત્રીજી “સંસાર ભાવના” નું વર્ણન ચાલી રહ્યું
S
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૮
સંસાર ભાવના છે. અગાઉની જ વાતને પુષ્ટ કરતા ઉપાધ્યાયજી ભગવંત ફરમાવી રહ્યા છે
આ સંસારમાં પુત્રએપિતા બને અને પિતા પુત્ર બને છે આવી વિકૃતિનો તું વિચાર કર. માનવ દેહની શુભ સામગ્રી તારી પાસે છે માટે પાપ રૂપી અંધકારનો તું ત્યાગ કર.
તું જરા વિચાર કે આ વિષમસ્થિતિ સર્જાઈ છે તો એમાં કારણ શું છે? આ જીવ સદાય પાપ કર્મમાં રત હોય છે માટે તું એવો પુરૂષાર્થ કર જેથી તારા પાપો ઘટે. સંસાર આખો ય પાપમય છે એ પાપથી પાછા ફરવું તે શાણપણ છે. માટે જ કહેવાય છે. ભૂલ કરવી એ નહિ પરંતુ ભૂલ કર્યા પછી ના સમજવી કે ન સુધારવી, કે ન કબૂલ કરવી, તે પતનની પગદંડી છે.....
વળી મદિરાના પાનથી જેમ જીવોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ મોહ રૂપી મદિરાથી આ જીવ હેરાન થાય છે માટે જ જાતજાત ને ભાતભાતની ચિંતા કર્યા કરે છે અને દુઃખ શોકની આગમાં પ્રતિદિન શેકાય છે.
છતાં પણ હજું એટલે ખેદની વાત છે કે તું ત્યાં જ આનંદ પામે છે. દારૂડીયો દારૂ પીને ઉન્મત્ત બને અને પછી ગમે ત્યાં પડયો રહે. ઉકરડામાં પણ સૂઈ જાય. ગંદકીમાં પણ સ્વર્ગના સુખનું દર્શન કરે. એવી રીતે મોહના નશામાં માણસ બધું જ ભૂલી જાય છે.
જીવનની સાચી મઝા માણવી હોય તો સત્ય જીવન બનાવવું પડશે અને એના દ્વારા જ કલ્યાણ થશે.
સાચા હશે એ સૌને પ્રફુલ્લિત બનાવશે ખોટાના રૂપને ય સુશોભિત બનાવશે અત્તરના બિંદુ જ પડશે કાગળના ક્લ પર માનવ, એને પણ એ સુવાસિત બનાવશે.
ગ્રન્થકારશ્રી જણાવે છે કે આ કાળ - (સમય) એ જાદુગર છે. સંસારના જીવોને સુખ સમૃદ્ધિની લાલચ આપે છે. લલચાવે છે, અને પછી એકાએકબધું સમેટી લે છે. બાળકની જેમ માણસને (આત્માને) આ કાલબટુક ઠગે છે.
માણસ બધું જ ઊભું કરે છે મોટું સામ્રાજ્ય એકઠું કરે છે ગાડી-વાડીને લાડી મેળવે છે. અફસોસ એ છે કે ક્ષણવારમાં જ આયખુ પૂરું થઈ જાય છે અને હાથમાં કશું જ આવતું નથી. બધું જ ક્ષણમાં અદ્રશ્ય થઈ જાય છે. ગમે
Page #102
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
તેટલી રઝળપાટ કરવામાં આવે તો પણ છેવટે શૂન્ય જ છે.
ગાજર ક્યાંથી મળે ?
૮૯
એક કુંભારનો ગધેડો ક્યારેય સીધો ન ચાલે. હંમેશા આડો અવળો જ ઘૂસી જાય. સીધો ચાલે તો એને ગધેડો કેમ કહેવાય ? રોજના આ ક્રમથી કુંભાર પણ કંટાળ્યો. છેવટે કોઈ ડાહ્યા માણસે સલાહ આપી અને ગધેડાને સીધો કેમ ચલાવવો એ બધું સમજાવ્યું. અને એ ઉપાય બરાબર કારગત નીવડયો. ગધેડો બરાબર સીધો ચાલવા લાગ્યો. હવે ક્યાંય આડો અવળો જતો નથી. શું ઉપાય અજમાવ્યો કુંભારે. ખબર છે તમને ?
ડાહ્યા માણસની સલાહ અનુસાર તેણે એક લાકડી લીધી અને લાકડીના એક છેડે દોરી બાંધી ને એક ગાજર લટકાવ્યું અને બીજો છેડો પોતાના હાથમાં રાખ્યો. પછી ગધેડા ઉપર બેસી ગયો એવી રીતે લાકડી રાખી કે ગધેડાની પીઠ ઉપરથી પસાર થઈ ગાજરવાળો છેડો છેક મોંઢા ઉપર જાય એટલે મોંઢાથી ગાજર ચાર આગળ છેટે રહે. બીજો છેડો કુંભારે પકડી રાખ્યો.
હવે ગાજર ગધેડાને દેખાય છે માટે ખાવાની લાલચે સીધો સરળ ચાલે છે અને માને છે કે હમણાં ગાજર મળ્યું સમજો..
બોલો એ ગાજર ગધેડાના મોંઢામાં આવશે ખરૂં ? ક્યારે એને મળશે? સભા- ક્યારેય ગાજર ગધેડો મેળવી નહિ શકે !
બસ આવી જ સ્થિતિ સંસારના સુખ માટેની છે. જેમ જેમ ગધેડો આગળ વધે તેમ તેમ ગાજર પણ આગળ વધ્યા જ કરે એ પ્રમાણે જેમ જેમ સુખની પાછળ માણસ પાગલ બને તેમ તેમ આ સુખ આગળ જ જાય છે. હાથમાં આવતું નથી એમ કરતાં કરતાં કાળ રૂપી જાદુગર આવી બધું પરિવર્તન કરી જાય છે.
ક્યાંક વાંચેલી આ પંક્તિને યાદ કરો.
જીવંત નૅ પણ લોથપોથ કરવાનું કામ- કાળનું ! 8ી મૂકે ઉછળતા કૂવાને પણ નીસ.... સમુદ્રને પણ મૂઠ મારીને એ સાવ સૂકવી નાખે... આકાશમાં ઉડતા પંખીને છરી મૂકે સ્તબ્ધ.... એક જ દૂă કરમાવી નાંખે ગુલાબના વર્તવન.... અને મુરઝાવી નાખે મનુષ્યના આયુષ્યમય મન....
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૦
સંસાર ભાવના પારણામાંથી મશાનના બારણા સુધી એની હલૂમત. કાળર્ન કોઈ દિવસ કોઈનું પણ સૂતક લાગતું નથી...
આવા મહાકાળની ગર્તામાં માણસ ક્યાંય ફેંકાઈ જશે !! જિનવાણી સમલાની ખાણી.
પાપ, મોહમદિરાઅનેમહાકાળની ત્રિપુટીથી બચવા શું કરવાનું? શું પ્રયત્ન કરવાનો? ગ્રન્થકારશ્રી સ્વયં જણાવે છે કે.... જિનવાણી એ જ ઉપાય છે.
“સકલ સંસાર ભયભેદક” અસાર, નિસાર, ક્ષણિક, દુઃખમય અને પાપમય એવા આ સંસારમાં સેંકડો ભય છે. જીવને ક્યાંય શાન્તિ નથી. સંસાર એટલેજ દુખ, ચિંતાની ખાણ. આવુ ચિંતન કરતાં સંસાર પ્રત્યે જીવને તિરસ્કાર જાગે વૈરાગ્ય ભાવ પુષ્ટ બને એ વખતે જિનવાણી આત્મામાં ઠંડકનું આરોપણ કરે.
જિનવચન એ જીવનમાં ખૂબજ અગત્યનો ફાળો આપે છે. જો જીવન માં જિનવાણી ન હોય તો જીવ ક્યાંય ભટકતો હોત. માટે જ જિનવચનનો આદર કરવો જોઈએ. મહાપુણ્યનો ઉદય હોય તો જ જિનવચન મળે છે. શાસ્ત્રમાં કેટલાય દષ્ટાંતો જિનવચનના પ્રભાવના આવે છે. રોહિણેય ચોર મુનિ બન્યો, શ્રેણીક તીર્થકર બનશે. ઈન્દ્રભૂતિપ્રથમ ગણઘર બન્યા. નયસાર ને સમ્યકત્વ મળ્યું. આવા અનેકાનેક દાખલાઓ જિનવાણીનો પ્રભાવ બતાવે છે. વીતરાગ પરમાત્મા જે ઘોર અખંડ સાધના કરે છે. તેના માહાભ્યથી તેમની વાણીનો રણકાર કંઈક જુદો જ હોય છે. ઉપદેશમાળામાં વાણીના આઠ ગુણો બતાવ્યા છે
મધરતા -દરેકને ગમી જાય એવી મીઠી મધુર હોવી જોઈએ. નિપુણતા :-ચતુરાઈ યુક્ત હોય યુક્તિ સંગત વાળી. અલ્પતા -અલ્પ માત્રામાં ખપ પુરતી જ બોલવી. શકારણતા - કારણ વગર બડબડ કરવું નહિ. નમ્રતા -નમ્રપણે ઉચ્ચારાયેલ. અતુચ્છતા-ગંભીર અર્થવાળી, તુચ્છ નહિ. બુદ્ધિયુક્તા:- બુદ્ધિ સંગત હોય અને ધર્મ સંરકતા - ધર્મવાળી હોય. વીતરાગ પરમાત્માની વાણી ઘર-ઘર અને ઘટ-ઘટમાં ફેલાઈ જાય છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
કોઈની વાણી મારા ઘરમાં જ ફેલાય છે. કોઈની વાણી માત્ર ગામમાં જ ફેલાય છે. કોઈની વાણી માત્ર દેશમાં જ ફેલાય છે જ્યારે મહાપુરુષની વાણી આખી દુનિયામાં ફેલાઈ જાય છે. છ પ્રકારની વાણી ન બોલવી જોઈએ
(૧) અસત્ય (૨) તિરસ્કારભરી. (૩) કઠોર (૪) અવિચારી (૫) ઝઘડા ઘોર (૬) કષાય ભરેલી. ઈતિ ઠાણાંગે. જરૂર પૂરતું અને કાર્ય પૂરતું જ બોલવું. શક્ય હોય તો મૌન જ રાખવું હિતાવહ છે. જુઓ
વધારે અવાજ કરે છે માટે ઝાંઝરનું સ્થાન પગે. અલ્પ અવાજ કરે છે માટે હારનું સ્થાન છે. મૌન રહે તે માટે મુગટનું સ્થાન મત કે.
અને બોલવાની જરૂર પડે ત્યારે પણ સત્ય અને મધુર જબોલો. અપ્રિય, અસત્ય કદી બોલશો નહિ અથવા કલ્યાણ માટે બોલવું હોય તો જ બોલશો.
જેનો મંત્રી મીઠા બોલો, તે રાજા વિનાશ પામે. જેનો ગુરુ મીઠા બોલો તે ધર્મ વિનાશ પામે. જેનો વેદ મીઠા બોલો તેનું શરીર વિનાશ પામે. માટે અવસરે જકડવું શોભે છે. ચાર પ્રકારની વાણી બતાવી છે. મધનો ઘડો અને મધનું ઢાંકણ. મધનો ઘડો અને ઝેરનું ઢાંકણા ઝેરનો ઘડો અને ઝેરનું ઢાંકણ ઝેરનો ઘડો અને મધનું ઢાંકણ એટલે કે... શુદ્ધ હૃદય અને મધુર વાણી શુદ્ધ હૃદય અને કટુ વાણી કલુષિત હૃદય અને કટુ વાણી કલુષિત હૃદય અને મધુર વાણી. આમાં પ્રથમ પ્રકાર જ સર્વ શ્રેષ્ઠ છે. સામાન્ય માણસોની વાણીથી કડવાશ ફેલાય છે. જ્યારે જિનવાણીના
Page #105
--------------------------------------------------------------------------
________________
સંસાર ભાવના
પ્રભાવથી
પુદગલની તૃષ્ણા મટે છે. કષાયની અગ્નિ શમે છે. કર્મનો કાદવ હટે છે. વિવેક પ્રગટે છે અને કર્તવ્યનો બોધ થાય છે.
૦માટે જ નયનને કહો કે જ્યાં જ્યાં તારી નજર પડે ત્યાં ત્યાંથી ઊંડું સત્ય શોધજે.
કાન ને કહો કે સાંભળે તેમાંથી ઊંડો બોધપાઠ લેજે. વાચાને કહો કે જે જે ઉચ્ચારે તેમાંથી સત્ય ટપકાવજે અને
કાયાને કહો કે જ્યાં જ્યાં તું હાજરી આપે ત્યાં ત્યાં સેવાની સૌરભ પ્રસરાવજે.
જિનવાણી માત્ર સાંભળવાની જ નથી અંદર પણ ઉતારવાની છે. જિનવાણીના માહાભ્યથી જીવન સુમધુર બને છે. તે
એ જિનવાણીને તું મનમાં ધારણ કર. જેથી કલ્યાણકારી એવી મુક્તિનું સુખ પામી શકાશે. વળી આ જિનવચન શમરસરૂપી અમૃતનું પાન કરાવનાર છે. સમતાની પ્રાપ્તિ જિનવચનમાં જ રહે છે.
શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે સમતા જરૂરી છે. અને સમતાની પ્રાપ્તિ માટે જિનવચન આવશ્યક છે. આ જિનવચનના સહારે જલ્દી જલ્દી વિરક્ત બની સંસાર ત્યાગી બનો એજ શુભકામના.
પીયૂષ પરબ જ્યાં ગુરુજનોની પૂજા થાય છે, જ્યાં ન્યાયથી દ્રવ્ય મેળવાય છે. અને જ્યાં પરસ્પર કલહ થતો નથી ત્યાં સુખ સૌભાગ્ય અને લક્ષ્મીનો વાસ હોય છે. અને..
જ્યાં જુગારનું પોષણ થાય છે. જ્યાં સ્વજનોનો દ્વેષ અને ઈર્ષા થાય છે. જ્યાં આળસ રહેતી હોય અને જ્યાં આવક અને ખર્ચની તપાસ થતી ન હોય ત્યાં દુઃખ-દરિદ્ર અને દૌભગ્ય રહે છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૯૩
છે
કે એકત્વ ભાવના જ
। एक एव भगवानयमात्मा ज्ञानदर्शन तरंग सरंग :
सर्वमन्य दुपकल्पितमेतद् व्याकुली करणमेव ममत्वम् ॥१॥
આ આત્મા એક જ છે. અને એજ પ્રભુ છે. ભગવાન છે. આત્મા જ જ્ઞાન-દર્શનના તરંગમાં મસ્ત છે. અને એના સિવાય જે છે તે બધું જ કલ્પિત છે મમત્વ છે અને વ્યાકૂળતા વધારનાર છે.
આ સંસારમાં જીવ એકલો જ ભટકે છે કોઈ એની સાથે આવતું નથી એ દર્શાવવા સંસાર ભાવના બતાવ્યા પછી
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા શાન્ત સુધારસનામના ગ્રન્થમાં ચોથી એકત્વ ભાવનાની વ્યાખ્યા કરે છે....
આજે આપણે આત્મા ઉપર વિચાર કરવાનો છે. આત્મા શું છે? એનું ચિંતન મનન કરવાનું છે. આત્મા એટલે આપણે પોતે.... સ્વયં... ભાવોની વિશુદ્ધિ વડે આત્મદ્રવ્યને નીરખવાનું છે. એક વાત ધ્યાનમાં રાખજો કે આત્મા અરૂપી છે, નિરાકાર છે, અને એટલે આપણે જોઈ શકવાના નથી. પણ આપણે આત્માને જોવાનો નથી અનુભવવાનો છે. સુખ-દુઃખ, રાગ-મોહ, કર્મબંધકર્મક્ષય, પુણ્ય-પાપ વિગેરે પ્રવૃત્તિ જે દેખાય છે તેનો અનુભવ આત્માને થાય છે. વળી માણસ મરી જાય તો એનું શરીર અહિં હોવા છતાં એમ કહેવાય છે કે આ મરી ગયો. એટલે આત્મા ચાલ્યો ગયો. માટે આત્મા એ જ ભગવાન છે. વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા સિવાય જે દેખાય છે તે બધું જ મમત્વ છે, વિકલ્પનું વિશ્વ છે. આત્મા અનંત સુખમય છે, અનંત દર્શનમય છે. અનંત ચારિત્રમય, અનંત ગુણમય છે.
સિદ્ધશિલા ઉપર બિરાજમાન સિદ્ધભગવંતો જેવું જ પૂર્ણાનંદી સ્વરૂપ આપણું છે. જગતના તમામ આત્માઓ આવા ગુણ સંપન્ન છે માટે અનંત આત્મા સમાન છે. તમામ આત્મા એક સમાન છે એમ માનવું.
આત્માના પાંચ મૂળભૂત ગુણો. સવ - જીવવાની ઈચ્છા ચિત - જાણવાની ઈચ્છા
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૪
આનંદ :- સુખની ઈચ્છા (અવિનાશી સુખ) ઈશિત્વ :- સ્વતંત્રતાની ઈચ્છા.... કર્મક્ષય... વશિત્વ ઃ- સત્તાની ઈચ્છા (સ્વપણું...)
આપણો આત્મા આવો વિશિષ્ઠ ગુણવાન છે અને માટે જ આનંદઘનજી
મહારાજે ગાયું છે.....
અહીં અહીં હું મુજને કહું. આમાં આત્માની જ સ્તુતિ ગાઈ છે.
એકત્વ ભાવના
..મુક્ત
આત્મા જ ભગવાન
આત્મા માયકાંગલો નથી. બિચારો અને લાચાર નથી... પણ આત્મા એ ભગવાન છે કેવી સરસ અને આનંદ દાયક વાત કરી છે. આત્મા ભગવાન છે એ વાત જ એક ઉલ્લાસ અને ઉમંગની લહેરખી જગાડે છે. આત્મા સમર્થ છે. આત્મા સર્વવ્યાપી છે. અને એટલે જ રોગ, શોક, ચિંતા, આધિ-વ્યાધિઉપાધિ અને વ્યાકૂળતા આદિ કર્મજન્ય પરિસ્થિતિમાં પણ શાન્ત અને ઉપશાન્ત બનવાનું છે કેમકે આત્માથી ભિન્ન પદાર્થો સાથે મારે કશો જ સંબંધ નથી. હવે આપણે આત્મચિંતન કરવું જરૂરી છે. કેમકે ચિંતનના સાત ફળો પ્રત્યક્ષ જોવા મળે છે.
વૈરાગ્ય :- ચિંતન પ્રભાવે વૈરાગ્ય ભાવ પ્રગટ થાય છે. પરપદાર્થોની આસક્તિ છૂટે છે.
કર્મક્ષય :- આત્મ ચિંતનથી મોહક્ષીણ બને છે. વિશુદ્ધજ્ઞાન :- આત્મા અને સંસારનો ભેદ સમજાય. ચારિત્રના પરિણામ :- આત્મા સુખી બને તેવા વિચારો કરે. સ્થિરતા ઃ- જ્યાં ત્યાં ભટકતું મન આત્મામાં કેન્દ્રિત બને. આયુષ્ય :- મન અને વચન ઉપરનો કાબૂ આયુષ્ય વધારે અને સારુ કરે. બોધિ પ્રાપ્તિ :- રાગ દ્વેષ માંદા પડે.
આત્મા એક છે પણ વિભુ છે. અનંતજ્ઞાની છે અક્ષય-અમર અને અજર છે. આ પ્રમાણે ચિંતન કરતાં વિશુદ્ધ આત્મ સત્તા તરફ જવાનું છે અને એમ કરતાં નિર્મળ આનંદની પ્રાપ્તિ થશે જ્યાં સુધી આત્મ તત્વજ્ઞાનની ઓળખાણ ન થાય ત્યાં સુધી ભવની પરંપરા પણ ચાલુ જ રહેવાની છે.
આત્માથી જે ભિન્ન છે તે મારું નથી. એ મમત્વ છે, મમત્વથી જ દુઃખી
Page #108
--------------------------------------------------------------------------
________________
૯૫
શાન્ત સુધારસ વિવેચન ભાગ-૧ બનાય છે. મારું નથી તેને મારું માનવું એ જડતા છે.
આત્માની સાથે જોડાયેલ શરીર મનુષ્યત્વ, સ્ત્રી-પુરૂષ યુવાન વૃદ્ધ અને નાના-મોટાપણું વિગેરે સાથે આત્માને કંઈ સંબંધ નથી તે આત્મા નથી. પોતાના વ્યક્તિત્વને ભૂલવું જરૂરી છે.
અરૂપી આત્મા સાથે સંબંધ જોડવા માટે બાહ્ય રૂપ નામ અને પદાર્થો સાથે નાતો તોડવો પડશે.
આત્મા સાથે તાદાત્મ સાધવા માટે બહારની દુનિયાથી અતીત થઈ જવું પડે. આત્માનંદનો અનુભવ ત્યારે જ થાય કે પરિચયથી દૂર થઈએ. કહ્યું છે કે... “પરિચય પાતક ધાતક સાધુ શું રે.”
આનંદઘનજી મહારાજે સ્તવનમાં જણાવ્યું છે કે સાધુ એટલે સાધક. સાધક એટલે આત્મરમણતા અને આત્મ રમણતામાં પરપરિચય એ પતન કરનાર છે. માટે આત્માની સાચી ઓળખાણ કરીને સંસારના પદાર્થો પ્રત્યે વિરાગ ભાવ કેળવવો એજ.
अबुधैः परभाव लालसा लसदज्ञान दशावशात्मभि : परवस्तुषु हा स्वकीयता विषयावेश वशाद् विकल्पते ॥२॥ कृतिनां दयितेति चिन्तनं परदारेषु यथा विपत्तये । विविधाति भयावहं तथा परभावेषु ममत्वभावनम् ॥३॥
મૂર્ખ અજ્ઞાની માણસો વિષયોના આવેશમાં રત બને છે ખેદની વાત છે કે પરભાવની લાલસામાં ડૂબેલાઓ પર વસ્તુઓમાં પોતાપણું માને છે.
જે માણસો બીજાની સ્ત્રીઓને આ મારી સ્ત્રી છે, એવી કલ્પના જો કરે તો તે દુઃખી થાય છે એવી જ રીતે જે પોતાનું નથી.પરભાવ છે એમાં મમત્વ બાંધે છે તે વિવિધ પીડાઓનું કારણ બને છે.
મૂર્ખ અને અજ્ઞાની માણસોને સ્વભાવદશા અને પરભાવનું જ્ઞાન હોતું જ નથી તેઓ ધર્મક્રિયા કરે પણ આત્માની સ્વભાવ દશા શું છે એ ખ્યાલ ન હોય. વળી પાંચે ઈન્દ્રિયોથી મળતું જે સુખ છે તેમાં જ આસક્ત હોય. પરદ્રવ્યો ને પોતાના માને એમાં જ રાજી થાય. અને સ્વભાવ દશાના જ્ઞાનને સમજી ન શકે. છેવટે દુઃખી થાય.
આપણે જ્યાં સુધી પરભાવમાં રમતા હોઈશું ત્યાં સુધી સ્વભાવ દશાનું
Page #109
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના સુખ નહીં મળે. સ્તવનમાં પણ કહ્યું છે..
શાન અનંત સુખ અનંતુ વાહને ક્ષયિક ભાવે વર્તે છે તુજ ગુણ ને પણ હુ પાપી રમણ કર પરભાવમાં તો કિમ પાછું સવારૂપ રમણનું સુખ જે.
જ્યાં સુધી સંસારની લાલસા છુટશે નહિ ત્યાં સુધી સાચું સુખ પણ મળી શકશે નહિ. ઉપાધ્યાય વિનયવિજયજી મ. અત્રે દ્રષ્ટાંત આપે છે કે... જેમકે કોઈ માણસ પારકી સ્ત્રીને જોઈને એમ કહે કે આ મારી સ્ત્રી છે, તો લોકો એને ત્યાં ને ત્યાં ટીપી નાંખે અને છેવટે એ દુઃખી થાય અગર પરસ્ત્રી સાથે રતિ ક્રિીડા કરે તો પણ એને અનેક પ્રકારના દુઃખો આવે છે. રાવણ પરસ્ત્રીમાં મોહાયો તો છેવટે રાજ્ય પરિવાર અને જાત પણ ગુમાવવા પડ્યા. બસ એવી જ રીતે જે માણસો પરદ્રવ્ય ને સ્વદ્રવ્ય માને તે પણ દુઃખી થાય છે અને સ્વદ્રવ્ય એટલે આત્મ દ્રવ્ય, પોતાના આત્મા સિવાય બાકી બધું જ પર છે. જે આપણું છે તે કદી પરાયું થાય નહિ અને જે પારકું છે તે પોતાનું નહિ થાય. માટે પરદ્રવ્યોમાં મમત્વભાવ રાખવો નહિ
ઘર, બંગલો, ગાડી, પૈસો ઓફિસ પરિવાર અને બીજી સેંકડો વસ્તુઓ સાથે મમત્વભાવ જોડી દીધું છે. અને એટલે જ જીવનમાં દુઃખ-ચિંતા-ઉપાધિ આવે છે. કંઈ તુટી ગયું. નૂકશાન થયું કોઈ મરી ગયું એટલે તરત જ એની અસર તમારા મનમાં પડશે. પણ જો એકત્વ ભાવનું ચિંતન કરશો તો એમ થશે કે આ જીવ એકલો જ આવ્યો અને એકલો જ જવાનો છે.
માટે વિચારોની ચિંતન ધારા આગળ વધે કે હું શુદ્ધ સ્વરૂપી આત્મા છું. હું જ્ઞાનમય સુખમય અને આનંદમય છું.
જગતના તમામ આત્માઓ મારા જેવા જ છે માટે સમત્વ રાખું વિગેરે વિચારણા દ્વારા મોહ અને માયા જાળથી મુક્ત બનો એજ...
अधुना परभाव संवृत्तिं हर चेतः परितोवगुण्ठितम् ॥ क्षणमात्म विचार चन्दन द्रुमवातोर्मिरसा स्पृशन्तु माम् ॥ ४॥ एकतां समतोपेता मेनामात्मन् विभावय लभस्व परमानन्द सम्पदं नमिराज वत् ॥५॥
- -
Page #110
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારણ વિવેચન - ભાગ-૧
હે મારા મન ! પરભાવના આવરણો ચીરીને જરા મુકત ચા જેથી આત્મવિચાર રૂપ ચંદનવૃક્ષની શીતલ હવા તને સ્પર્શી શકે ! વળી હે આત્મન્ ! સમત્વભાવની સાથે તું એકત્વભાવની અનુભૂતિ કર જેવી નમિરાજની જેમ પરમાનન્દની સંપત્તિ મેળવી શકે !
જરા વિચાર કરજો કે ઉનાળાની કાળઝાળ ગરમી હોય આકાશમાંથી જાણે અંગારા વરસતા હોય એવે વખતે નજીકમાં ચંદનના સુગંધી વનમાંથી મીઠો-મધુરો મંદ-મંદ પવન આવતો હોય તે વેળાએ કેટલો આનંદ હોય પણ જો ઘરના બારીબારણા બંધ હોય તો એ પવનનો સ્પર્શ ક્યાંથી હોય? માટે જો પવનના સ્પર્શની લહેરખી જોઈતી હોય તો આવરણ દૂર કરવા પડે. બસ એવી જ રીતે. ચંદન વૃક્ષની હવા એટલે આત્મ વિચાર.. આત્મ વિચારના શીતલ પવનને માણવો હોય તો હવે પરભાવરૂપી આવરણોને દૂર કરવા પડશે.
જ્યાં લગી પરપદાર્થમાં આનંદ હશે ત્યાં સુધી આત્માનો સ્વભાવ જન્ય આનંદ પ્રાપ્ત નહિ થાય. અનાદિ કાળથી આપણે પુદ્ગલનો જ વિચાર કરીએ છીએ અને એમ ને એમ અનંતકાળ વ્યતીત થઈ ગયો. હવે... અધુના.... એટલે કે અત્યારે. મનુષ્ય જન્મમાં અને એ પણ ફક્ત ક્ષણ એટલે થોડી ક્ષણો માટે તારે આત્મ વિચાર કરવો જોઈએ. અનંત કાળથી નિગોદમાં રહેવું પડ્યું છે તેનું કારણ છે પુદ્ગલ રાગ. અનંત જન્મ મરણના દુઃખોને વેઠીને અનંત દુઃખ ત્યાં સહન કરતો રહ્યો એનાથી જે કર્મની નિર્જરા થઈ તેને અકામનિર્જરા કહેવાય. તેથી કર્મોનો ભાર કંઈક ઓછો થયો. એટલેબાદરનિગોદમાં આવ્યો. ત્યાં પણ અસંખ્યકાળ પસાર કર્યો. આત્માના વિકાસની આ પ્રારંભિક દશા હતી અહિં પણ પુલ પ્રત્યે તીવ્ર ખેંચાણ-રાગ છે અને એટલે જ વિવિધ ગતિમાં ભ્રમણ છે. જોઈએ આત્માનો વિકાસક્રમ કેવો છે.
વનસ્પતિમાંથી નીકળી પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાયાદિ એકન્દ્રિયમાં અસંખ્ય કાળ નિર્ગમન થાય. ત્યાંથી બેઈન્દ્રિય તે ઈન્દ્રિય ચઉરિન્દ્રિયમાં પરિભ્રમણ કરે પછી ઘણી મુશ્કેલી અને પુરુષાર્થપછી પંચેન્દ્રિય પણું પામ્યો. તિર્યંચગતિમાં રહીને વિષયો પ્રત્યે આસક્તિ અને પુદ્ગલ પ્રત્યેના રાગના કારણે નરકગતિમાં જન્મ મળ્યો. ત્યાં અનેક પ્રકારની વેદના. દુઃખ તાડન આદિ દુઃખો સહન કર્યા. આ જીવ નરકમાં એકાદ બે વાર નથી ગયો પણ અનંતી વાર ગયો છે.
અનંતીવાર આપણા જીવે નરકના દુઃખો સહન કર્યા છે. તેનું કારણ છે
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૮
એકત્વ ભાવના પરપદાર્થો પ્રત્યે આસક્તિ. - નરકગતિમાં અનિચ્છાએ દુઃખોને ભોગવવાથી જે કર્મની નિર્જરા થઈ તેઅકામનિર્જરા કહેવાય તેના કારણે જીવ થોડો હળવો થયો. એટલે મનુષ્યગતિ મળી. નરકઅનેતિર્યંચગતિમાંથી જીવનો છુટકારો થયો મનુષ્યગતિમાં આવ્યો. ભગવાને મનુષ્યગતિ ને ઉત્તમ ગણાવેલ છે. માનવ જન્મને ભગવાને ખૂબ વખાણ્યો છે. આપણે જીવની ગતિ અને આગતિ પણ વિચારી લઈએ.
મનુષ્યગતિમાં ચારે ગતિના જીવો ઉત્પન્ન થઈ શકે અને મનુષ્યો પણ ચારે ગતિમાં જઈ શકે... દેવ મરીને દેવ કે નરકમાં ન જઈ શકે અને નરક પણ દેવ-નારકમાં ઉત્પન ન થાય.
દેવ મરીને પૃથ્વી, અને વનસ્પતિમાં ઉત્પન્ન ન થાય. પૃથ્વી અપ કે વનસ્પતિના જીવો દેવ ગતિ ન મેળવી શકે.
મનુષ્ય અગ્નિ વાયુમાં જાય પણ અગ્નિ વાયુ મનુષ્યમાં ન જઈ શકે (વિશેષ જાણકારી નીચેના કોષ્ટક દ્વારા મળી શકશે.)
અમુક જીવ મરીને અમુક-અમુક ગતિમાં જઈ શકે તે ગતિ અને અમુક ગતિમાં અમુક-અમુક જીવો મરીને આવે તે આગતિ કહેવાય. અર્થાત્ પૂર્વભવની અપેક્ષાએ આગતિ કહેવાય અને પછીના ભવની અપેક્ષાએ ગતિ કહેવાય.
આગતિ (પૂર્વભવ) જીવભેદ ગતિ (પછીનો ભાવ)
એકેન્દ્રિય |
7 એકેન્દ્રિય
પૃથ્વી
પાણી વનસ્પતિ
/>વિકલેન્દ્રિય જ અંચે. તિર્યંચ
//
> મનુષ્ય
વિકલેન્દ્રિય છે. પંચે. તિર્યંચ
મનુષ્ય દેવલોક / એકેન્દ્રિય , વિકસેન્દ્રિય પંચે તિર્યંચ
અગ્નિ વાયુ
7 એકેન્દ્રિય Jત્રવિકસેન્દ્રિય
પંચે. તિર્યચ
પંચે. મનુષ્ય //
Page #112
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
(બે દેવલોક સુધીના દેવો બાદર પર્યાપ્ત પૃથ્વી-અપ-પ્રત્યેક વનસ્પતિમાં જઈ શકે છે તે સિવાય એકેન્દ્રિયની ગતિ કે આગતિ દેવ-નારક સાથે નથી. વળી અગ્નિ-વાયુ મરીને મનુષ્યમાં જઈ શક્તો નથી.) એકેન્દ્રિય ,
7 એકેન્દ્રિય વિકસેન્દ્રિય -
/ >વિકલેન્દ્રિય પંચે તિર્યંચ -
પંચે. તિર્યંચ
મનુષ્ય (વિકલેજિયની ગતિ કે આગતિ દેવ-નારક સાથે નથી.) એકેન્દ્રિય
- એકેન્દ્રિય વિકસેન્દ્રિય પંચે તિર્યંચ
પંચે. તિર્યંચ મનુષ્ય
મનુષ્ય
મનુષ્ય -
વિકલેન્દ્રિય
| હ જ છે
દેવ
નારક
નારક
એકેન્દ્રિય 7 વિકસેન્દ્રિય
પૃથ્વી, પાણી, વનસ્પતિ વિકસેન્દ્રિય પંચે તિર્યંચ મનુષ્ય – દેવ /
?
'>પંચે. તિર્યંચ = મનુષ્ય
હ હ
દેવ
|
નારક
નારક
(મનુષ્ય અગ્નિ, વાયુમાં જાય, પરંતુ
અગ્નિ વાયુ મનુષ્યમાં ન જાય) પર્યાપ્ત પંચે. તિર્યંચ - યુગલિક (સંમૂચ્છિમ કે ગર્ભજ) ) (મનુષ્ય >દેવલોકમાં જ પર્યાપા ગર્ભ મનુષ્ય ને તિયચ
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦
-
a પર્યાપ્ત ગર્ભજ પંચે.
એકત્વ ભાવના (એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સમૂ. મનુષ્ય, યુગલિકો, દેવ, નારક
અને અપર્યાપ્તા જીવો યુગલિકોમાં જન્મ લઈ શક્તા નથી.) પર્યાપ્ત પંચે. તિર્યંચ
પર્યાપ્ત બાદર પૃથ્વી અપુ (સંમૂચ્છિમ કે ગર્ભજ)
/ પ્રત્યેક વનસ્પતિ પર્યાપા ગર્ભ મનુષ્ય | લો>પર્યાપ્ત પંચે. ગર્ભતિર્યંચ (યુગલિક કે અયુગલિક) ક ] પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય
(સંપૂ. પંચેન્દ્રિય તિર્થી ભવનપતિ, વ્યંતર સુધી; અને
ગર્ભજ પંચે. તિર્યંચ આઇ દેવલોક સુધી જઈ શકે છે.) પર્યાપ્ત પંચે. તિર્યંચ (સંમૂચ્છિમ કે ગર્ભજ) | પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય જ > પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય (અયુગલિક) . (સંમૂપંચે. તિર્યંચ પહેલી નરક સુધી; અને ગર્ભજ
પંચે. તિર્યંચ સાતે નરક સુધી જઈ શકે છે.) જાણવા જેવું અહીં લબ્ધિ પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ વિચારવું. અપર્યાપ્ત સઘળા જીવો; તથા પર્યાપ્ત એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સમૂ. મનુષ્ય: મરીને યુગલિક (મનુષ્ય-તિર્યંચ)માં, દેવમાં, નરકમાં ન જાય. તેમાં તેલ-વાયુ તો મનુષ્યમાં પણ ન જાય. તે તિર્યંચ ગતિમાં જ જાય. ૪પ્રયતા સંમ, પંચે. તિરંથ : મરીને અંતદ્વપના યુગલિક (મનુષ્ય-તિર્યંચ)માં, ભવનપતિમાં, વ્યંતરમાં, પહેલી નરકમાં (૪ પ્રહર સુધી) જઈ શકે છે. આ પfiા ગર્ભજ પંચે. તિઃ યુગલિક (મનુષ્ય-તિર્યંચ) માં, આઇ દેવલોક સુધીમાં, અને સાતે નરકમાં જઈ શકે છે. તેમાં ભુજપરિસર્પ બે નરક સુધી, ખેચર ત્રણ નરક સુધી, ચતુષ્પદ ચાર નરક સુધી, ઉર પરિસર્પ પાંચ નરક સુધી; અને જલચર સાત નરક સુધી જઈ શકે છે. ૪ પમિા ગર્ભજ મનુષ્ય બધે જઈ શકે છે. (સ્ત્રીવેદી છ નરક સુધી અને પુરૂષવેદી સાત નરક સુધી જઈ શકે છે.)
* યુગલિકો : મરીને દેવલોકમાં જ જાય છે. તેમાં હિમવંતહિરણ્યવંતના યુગલિક મનુષ્યો પહેલા દેવલોક સુધી; હરિવર્ષનરમ્ય
Page #114
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૦૧ ઉત્તરકુરુના યુગલિક મનુષ્યો બીજા દેવલોક સુધી; અને અંતર્દીપના યુગલિક મનુષ્યો ભવનપતિ વ્યંતર સુધી જ જાય છે. યુગલિક તિર્યંચમાં ચતુષ્પદ કે ખેચર જ હોય છે. જલચર, ઉરઃપરિસર્પ કે ભુજપરિસર્પ યુગલિક ન હોય. તેમાં યુગલિક ચતુષ્પદની ગતિ-આગતિ તે-તે ક્ષેત્રના યુગલિક મનુષ્યોની જેમ જ સમજવી અને યુગલિક ખેચરનું આયુષ્ય અંતર્લીપના મનુષ્ય જેટલું હોવાથી તેમની ગતિ-આગતિ બધે અંતર્લીપના મનુષ્યની જેમ સમજવી.
આપણને જે મનુષ્ય જન્મ મલ્યો છે તે ઉત્તમ કોટિનો છે. પણ વૈષયિક સુખો અને સંસારના મોહ-માયાના પદાર્થોમાં જો આસક્ત બની જઈશું તો મનુષ્ય જન્મ ગુમાવી બેસીશું. મહાપુણ્યોદયે અને પ્રચંડ પુરૂષાર્થના યોગે પ્રાપ્ત થયેલ મનુષ્ય જન્મનો સદુપયોગ કરી લેવો જોઈએ. વિષયોનો ભોગ કરવા છતાં પણ તૃપ્તિ થતી નથી, આગમાં ઘી નાંખવાથી આગ શાંત ન થાય પણ વધે એવી જ રીતે ભોગની ઈચ્છા વધ્યા જ કરવાની, સાગરનું પાણી પીવાથી જેમ તરસ છીપે નહિ ઉલટાની વધે તેવી રીતે વૈષયિક સુખો ભોગવવાથી વધારે ને વધારે ભોગવવાની તૃષ્ણા જાગે છે.
જીવને પૌલિક સુખો સારા-પ્યારા લાગે છે પરંતુ એ સુખોના ભોગોપભોગના પરિણામનો વિચાર કરતો નથી. અંતે દુઃખી થાય છે. પૌદ્ગલિક સુખમાં આસક્ત જીવ આવી કોઈ વાત સમજતો જ નથી. એને તો વર્તમાનકાળનું જ જ્ઞાન હોય છે. “કાલ કોણે દીઠી છે,' બસ આજે ભોગવો.
પણ જેમ કિંપાક નામનું ફળ ખાતા સ્વાદિષ્ટ લાગે છતાં અંતે મરણ આપનાર છે તેમ શરૂઆતમાં વિષય સુખો મીઠા લાગે પણ પરિણામે દુઃખદાયક છે.
મન-વચન-કાયાના યોગે આત્માના શુદ્ધ સ્વરૂપને સમજવું જોઈએ. કેમકે આત્મા મૂળ સ્વભાવમાં અજ્ઞાની નથી પણ કર્મથી ઢંકાયેલો હોવાથી શક્તિહીન બન્યો છે. એ કર્મના આવરણને છોડવાનું છે. જ્યાં સુધી કર્મપુલો હશે ત્યાં લગી આત્મા દુઃખ સહન કર્યા કરશે.
કર્મ પરવશપણાના કારણે આત્મા પોતાના તમામ શ્રેષ્ઠ ગુણો ભૂલી ગયો છે, અને એના શુદ્ધ અને શ્રેષ્ઠ સ્વરૂપને પણ ગુમાવી દીધું છે, પુદ્ગલની માયાના કારણે આત્મા પોતાની જાત પણ વિસરી ગયો છે! પુલ એટલે શું? પુદ્ગલો કોને કહેવાય?
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨
એકત્વ ભાવના
જે પાણીમાં ઓગળી જાય. જે અગ્નિમાં બળી જાય તે પુદ્ગલ છે.
• જે છાયા દેખાય, પ્રકાશ દેખાય છે. જે આકાર છે. તે બધું જ પુદ્ગલનો પર્યાય છે. પુગલનો ધર્મ છે સડવું પડવું અને નાશ થવો. જે ચર્મચક્ષુથી દેખાય તે પુદ્ગલ છે. આત્મા અરૂપી છે. માટે ચક્ષુથી દેખાતો નથી એટલે પૌદ્ગલિક નથી.
જે વધે- જે ઘટે, જે નાશ પામે તે પુગલ. તેના અનંતા પર્યાયો છે. તે પરિવર્તનશીલ છે. માટે તેના ઉપર રાગ કે દ્વેષ ન કરાય, પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં હર્ષ-શોક ન કરવો.
આવા પુદ્ગલનું આવરણ દૂર થશે ત્યારે જ આત્મ વિચાર રૂપ ચંદન વૃક્ષની શીતલહવાનો સ્પર્શ થશે. આત્માનંદ મેળવવા માટે આત્મચિંતન કરવું પડશે. આત્મચિંતન કરતાં જીવ એકત્વમાંથી સમત્વમાં આવે છે. માટે જ ગ્રન્થકાર ભગવંત આગળની ગાથામાં જણાવે છે કે આત્માનું! તુંનમિરાજની જેમ પરમાનંદની સંપત્તિ પ્રાપ્ત કર. “મિરાજવતુ” કહી નમિરાજાની જેમતું આત્મ વિચાર કર, તારું શું અને પારકું શું એનો વિચાર કર. ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈન્દ્ર અને નમિરાજનો સંવાદ રોચક અને હૃદયંગમ છે તે ભગવાન મહાવીર સ્વયં બતાવેલ છે.
નમિરાજ મિથિલા નગરીના મહારાજા હતા. એકવાર એમને શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થયો. રાણીઓ સેવા કરે છે, બાવના ચંદન ઘસે છે. ઠંડક થવાથી ઉંઘ આવે છે. પણ હાથે પહેરેલ કંકણનો અવાજ થવાથી જાગી જાય છે અને કહે છે કે આ અવાજ બંધ કરો. રાણીઓ વિચારે છે કે અવાજ બંધ ત્યારે જ થાય કે ચંદન ઘસવાનું બંધ કરીયે અને ચંદન ઘસવાનું બંધ થાય તો ઠંડક ક્યાંથી આવે અને ઠંડકના અભાવે ઊંઘ પણ ન મળે છેવટે બહુ વિચારીને સૌભાગ્ય-સૂચક એક-એક કંકણ રાખી બાકીના કંકણ કાઢી નાખ્યાં.
રાજાને શાન્તિથી ઉંઘ આવી ગઈ. જાગ્યા ત્યારે રાણીને પૂછ્યું કે અવાજ કેવી રીતે બંધ થયો. તો રાણીઓએ કહ્યું કે એક કંકણ હતું માટે અવાજ ને આવ્યો બસ.. આ જ વાત ઉપર રાજા વિચારમાં ગરકાવ થઈ ગયો. બે હોય તો અવાજ થાય. બે હોય ત્યારે કલેશ કંકાસ અને ચિંતાઓ આવે એકમાં કંઈ જ નહિ.
Page #116
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૦૩
જ્યારે તમે નાના હતા ત્યારે પણ સાહેબ શીખવાડતા હતા કે એકડે એક અને બગડે બે..
એટલે બે ભેળા થાય તો બગડે આમ વિચારીને પુત્રનો રાજ્યાભિષેક કરી વૈરાગ્ય વાસિત્ બનેલ રાજવીએ ભોગ, સુખ-વૈભવ અને રાજ્યનો ત્યાગ કર્યો. સાધુ બન્યા જ્યારે. તેઓ મિથિલા છોડીને ચાલ્યા ત્યારે સર્વત્ર રૂદન, શોક અને કોલાહલ થઈ ગયો. પ્રજાનો રાજા પ્રત્યે અફાટ પ્રેમ હતો
ઈન્દ્રે પોતાના અવધિજ્ઞાનના આલોકમાં નમિરાજર્ષિને મિથિલા છોડીને જતા જોયા, ઈન્દ્રે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને રાજર્ષિને મળ્યા. પ્રણામ કરી રાજર્ષિને પૂછયું
किं नु भो अज्ज मिहिलाए कोलाहलग संकुला । सुच्चंतिदारुणा सद्दा पासएसु गिहे सुअ ॥
‘હે રાજર્ષિ, આજ મિથિલામાં, મહેલોમાં અને ગૃહોમાં સર્વત્ર રુદન, વિલાપાદિ શબ્દો સંભળાઈ રહ્યા છે ! કારણ શું છે ?’
રાજર્ષિએ કહ્યું, ‘હે બ્રાહ્મણ, ઉદ્યાનમાં રહેલું મનોરમ વૃક્ષ પ્રચંડ આંધીતોફાનમાં પડી જાય છે ત્યારે એની ઉપર બેઠેલાં પક્ષીઓ દુઃખી થાય છે, આશ્રયહીન થાય છે એટલા માટે તેઓ ક્રંદન-રુદન કરે છે. એટલે કે લોકો પોતાનો સ્વાર્થ નષ્ટ થવાથી રડે છે. મારી પ્રવ્રજ્યાને કારણે રડતા નથી.’
દેવેન્દ્રે કહ્યું : ‘રાજર્ષિ, આપ મિથિલા તરફ જુઓ તો ખરા ! મિથિલા આગમાં બળી રહી છે. આપના અંતઃ પુરમાં આગ લાગી છે. રાણીવાસ બળી રહ્યો છે. આપ કેમ એ તરફ જોતાં નથી ?’
રાજર્ષિ સમતાથી બોલ્યા :
सुहं वसामो जीवामो जिसिंमो नत्थि किंचणं । मिहिलाए उज्झमाणीए न में डज्झई किंचण ॥
હે બ્રાહ્મણ, અમે સુખથી જીવીએ છીએ, સુખથી રહીએ છીએ, મારું કશું નથી, મિથિલા બળી રહી છે, મારું કશું બળતું નથી. वित्तपुत्तकलत्तस्स निव्वा वारस्स भिक्खुणो । पिअंण विज्जइ किंचि अप्पिअंपि ण विज्जई ॥ बहु खु मुणिणो भद्दं, अणगारस्स भिक्खूणो । सव्वओ विप्पमुक्कस्स एगंतमणुपस्सोओ ॥
Page #117
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
‘હે બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર વગેરે સ્વજનોનો ત્યાગ કરનારા અને સર્વ પાપવૃત્તિઓનો પરિહાર કરનારા ભિક્ષુઓને કોઈ વસ્તુ પ્રિય નથી હોતી, કોઈ વસ્તુ અપ્રિય નથી હોતી. એમને તો સર્વત્ર સમભાવ - સમત્વ હોય છે. ‘હે બ્રાહ્મણ, પરિગ્રહથી સર્વથા મુક્ત અણગાર એવા ભિક્ષુઓને તો હું એકલો છું એવી એકત્વની મસ્તીમાં ઘણું સુખ મળે છે.
ત્યારે ઈન્દ્રે કહ્યું : હે રાજર્ષિ, ઠીક છે તમારી વાત, પરંતુ તમે કિલ્લાપ્રાકાર બનાવીને, ગોપુર, અટ્ટાલિકાઓ, યુદ્ધનાં સ્થાન, શસ્ત્રાગાર ઈત્યાદિ બધું જ વ્યવસ્થિત બનાવીને જ્જો.
રાજર્ષિએ પ્રત્યુત્તર આપ્યો ઃ
सद्धं च नगरं किच्चा, तव संवरमग्गलं ।
खंति निउण पागारं तिगुत्तं दुप्पधंसगं ॥ धणुं परक्कमं किच्चा, जीवं च ईरिअं सया । धि च केअणं किच्चा, सच्चेणं पलिमंथ ॥ तव नाराय जुत्तेणं भित्तुणं कम्मकं चुअं ।
मुणी विगढं संगामो भवाओ परिमुच्चई ॥
.
હે બ્રાહ્મણ, પામવા માટે શસ્ત્ર વગેરે પણ બનાવી લીધાં છે, સાંભળો :
‘શ્રદ્ધા’ નામે નગર વસાવ્યું છે.
‘પ્રશમ’ને નગરનો મુખ્ય દરવાજો બનાવ્યો છે.
‘ક્ષમા’ને ગઢ બનાવ્યો છે.
મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિને અટ્ટાલિકા, ખાઈ અને શસ્ત્ર બનાવ્યાં
૧૦૪
છે.
મેં એક અભિનવ નગર વસાવ્યું છે. શત્રુ ઉપર વિજય
વીર્યોલ્લાસને ધનુષ્ય બનાવ્યું છે. પાંચ સમિતિની ધનુષ્યની દોરી બનાવી છે.
ધૈર્ય’ને ધનુષ્ય પકડવાની મૂઠી બનાવી છે.
‘તપ’નાં બાણ - તીર બનાવ્યાં છે.
હે બ્રાહ્મણ, તપના તીરોથી કર્મશત્રુને મારીને મુનિ સંગ્રામ વિજેતા બને છે અને સંસારમાંથી મુક્ત થાય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૫
શાન્ત સુધારસવિવેચન - ભાગ-૧
ઈન્દ્રનું ચિત્ત આનંદિત થાય છે. તે કહે છેઃ રાજર્ષિ, વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રાસાદ, વિશિષ્ટ રચનાવાળાં ઘર ઈત્યાદિનું નિર્માણ કરાવીને પછી નિષ્ક્રમણ કરવું!
રાજર્ષિએ કહ્યું: संसय खलु सोकुणइ, जो मग्गे कुणई घरं । जत्थेव गन्तुमिच्छिज्जा, तत्थ कुव्विज्ज सासयं ॥
જે માણસને પોતાની યાત્રામાં સંશય હોય છે, તે માણસ માર્ગમાં ઘર કરે છે. જેણે યાત્રાનો નિશ્ચય કરી દીધો છે, તે તો પોતાના ઈષ્ટ સ્થાન ઉપર પહોંચ્યા પછી જ આશ્રય કરે છે. તે બ્રાહ્મણ, એટલા માટે હું મુક્તિને જ આશ્રય બનાવવા પ્રયત્નશીલ છું.
ત્યારે ઈન્ટે કહ્યું: “હે રાજેશ્વર, ધનવાનોને મારીને અથવા વગર માર્યો ચોરી કરનારા ચોરોને, નગરની બહાર કાઢીને નગરનું ક્ષેમ કર્યા બાદ જજો. કારણ કે એ આપનો રાજધર્મ છે. ઈન્દ્રની વાત સાંભળીને રાજર્ષિએ કહ્યું:
હે બ્રાહ્મણ, જે નિરપરાધી હોય છે, એને અજ્ઞાનને કારણે મનુષ્ય સજા કરે છે. એનાથી નિર્દોષ લોકો દુનિયામાં દંડાય છે અને દોષિત લોકો છૂટી જાય છે. અજ્ઞાનને કારણે અપરાધીને દંડ ન મળે અને નિરપરાધી દંડિત થાય, એવો રાજા નગરનું, પ્રજાનું ક્ષેમ કરનાર કેવી રીતે કહેવાય?
ઈન્દ્ર રાજર્ષિની અદ્વેષ ભાવનાની પરીક્ષા કરવા કહ્યું: “રાજનું, તમારી વાત સાચી છે. પરંતુ જે રાજાઓ તમારી આજ્ઞા નથી માનતા એને આજ્ઞાધીન કરીને જ્જો! રાજાઓને આજ્ઞાધીન કરવાની તમારામાં શક્તિ છે.”
રાજર્ષિએ કહ્યું जो सहस्सं सहस्साणं, संगामे दुज्जाए जिणे। एगं जिजिज्ज अप्पाणं, एस मे परमो जओ ॥
હે બ્રાહ્મણ, દુર્જય સંગ્રામમાં જે સુભટ દશલાખ સૈનિકો ઉપર વિજય પામે છે, તે સુભટ જો વિષય કષાયમાં પ્રવૃત્ત એવા અતિદુર્જેય એક આત્માને જીતી લે છે, તે પરમ વિજેતા કહેવાય છે.
अप्पाणमेव जुज्झाहि किं ते जुझेण बज्झओ। अप्पणामेवमग्गाणं जइत्ता सुहमेहए ॥ હે બ્રાહ્મણ, આત્માએ આત્માની સાથે યુદ્ધ કરવાનું છે. અનાચારોમાં
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૬
એકત્વ ભાવના પ્રવૃત્ત આત્માની સાથે યુદ્ધ કરવાનું છે. બહારના દુશ્મનોની સાથે લડવાથી શું લાભ? આત્માથી આત્મા ઉપર વિજય પામનારો મુનિ પરમ સુખ પામે છે.
पंचिन्द्रियाणी कोहं माणं मायं तहेव लोभं च। दुज्जयं चे व अप्पाणं सव्वमप्पे जिए जिअं॥
હે બ્રાહ્મણ, પાંચ ઈન્દ્રિયો -ક્રોધ, માન, માયા, લોભ અને દુર્જય મન - આ બધાં આત્મવિજય પ્રાપ્ત થતાં સહજતાથી જીતી શકાય છે. એટલા માટે બહારના શત્રુઓની ઉપેક્ષા કરીને હું આત્મજય પામવામાં પ્રયત્નશીલ છું. આત્મજય પ્રાપ્ત થયા પછી બધું જ જીતી શકાય છે.' નમિરાજર્ષિ બ્રાહ્મણ વેશધારી ઈન્દ્રને જે ઉત્તરો આપી રહ્યા છે, એની એક એક વાત ઉપર એક એક પ્રવચન આપી શકાય તેમ છે. પરંતુ એટલું દીર્ઘ પ્રવચન આપવું નથી. સંક્ષેપમાં સમજી ગયા હશો. ખૂબ સરળ ભાષામાં બધી વાતો સમજાવી છે.
મહત્વપૂર્ણ વાતોલે છે - સમત્વની અને એકત્વની. નમિરાજર્ષિ ઈન્દ્રને કેટલા સમભાવથી ઉત્તર આપે છે.? એમની અંદર આત્માનું વિશુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવાની કેટલી ઉત્કટ ભાવના છે? તે અંદરથી કેટલા સંતુષ્ટ હશે? એટલા માટે તો તેમણે કહ્યું: સુહૃવસામો નીવાનો અમે સુખપૂર્વક રહીએ છીએ અને જીવીએ છીએ. ખૂબ મહત્ત્વ પૂર્ણ વાત છે. આત્માની મસ્તીમાં રહેવું અને જીવવું બીજું શું જોઈએ?
ઈન્ટે કહ્યું: “રાજનું, મોટા મોટા યજ્ઞો કરાવીને શ્રમણ-બ્રાહ્મણ વગેરેને ભોજન કરાવીને; ગાયો વગેરેનું દાન આપીને; ઈષ્ટ, મિષ્ટ અને પ્રિય વિષયસુખો ભોગવીને સ્વયં યજ્ઞાદિ કર્યા પછી ત્યાગમાર્ગ ઉપર જ્જો.”
નમિરાજર્ષિએ કહ્યું: जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए। तस्सावि संजमो सेओ अदितस्सावि किंचणं ॥
“હે બ્રાહ્મણ, કોઈ માણસ પ્રતિમાસ ૧૦-૧૦ લાખ ગાયોનું દાન આપતો હોય અને એક માણસ એક પણ ગાયનું દાન આપતો ન હોય, પણ હિંસા વગેરે પાપોના પરિહારરૂપ સંયમ પાળે તે શ્રેષ્ઠ છે'
ઈન્ટે કહ્યું: “ઠીક છે આપની વાત, પરંતુ ગૃહસ્થાશ્રમ પણ અતિદુષ્કર
Page #120
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૦૭
છે. એનો ત્યાગ કરીને અન્યની-સંન્યાસાશ્રમની ઈચ્છા કેમ કરો છો ? હે રાજન, ગૃહ્સ્થાશ્રમમાં રહીને પૌષધવ્રતમાં રત રહો !’ નમિરાજર્ષિએ જવાબ આપ્યો :
मासे मासे उजो बालो, कुसग्गेणं तु मुंजए ।
न सो सुअकरवाय धम्मस्स, कलं अग्धई सोलसिं ॥
હે બ્રાહ્મણ, કોઈ અજ્ઞાની મનુષ્ય એક એક મહિનાના ઉપવાસના પારણે અતિ અલ્પ આહાર ગ્રહણ કરતો હોય, છતાં પણ તે તીર્થંકર પ્રણિત મુનિધર્મના સોળમા ભાગ સમાન પણ ન હોય ! તીર્થંકરોએ મુનિધર્મને જ મુખ્યરૂપે મુક્તિમાર્ગ બતાવ્યો છે - ગૃહસ્થાશ્રમને નહીં.’
ઈન્દ્રે કહ્યું : ‘હે રાજન, સોનું, મણિ, મોતી, મૂલ્યવાન વસ્ત્રો, વાહન, ધનભંડાર ઈત્યાદિની વૃદ્ધિ કરીને અણગાર બનજો.’
નમિરાજાએ કહ્યું :
सुवण्णरूपस्स, उपव्वया भवे, सिआ हु केलाससमा असंखया । नरस्स बुद्धस्स न ते हि किंचि ईच्छा हु आगाससमाअणंतिया ॥
‘હે બ્રાહ્મણ, મેરુ પર્વત જેવા સોના-ચાંદીના અસંખ્ય પહાડ મળી જાય, તો પણ તૃષ્ણાતુર મનુષ્યને અલ્પ પણ સંતોષ થતો નથી, કારણકે ઈચ્છા આકાશ સમાન અનંત હોય છે. ’ એટલું જ નહીં.
पुढवी साली जवाचेव हिरण्यं पसुभिस्सइ । पडिपुण्णं नालमेगस्स, इ इ विज्जा तवंचरे ॥
હે બ્રાહ્મણ, ભૂમિ, જવાદિ ધાન્ય, સોનું વગેરે ધનસંપત્તિ, પશુ આદિ વૈભવ એક જીવાત્માની ઈચ્છાપૂર્તિ માટે પર્યાપ્ત નથી, એવું સમજીને બાર પ્રકારનું તપ કરવું જોઈએ.
ઈન્દ્રે કહ્યું : ‘હે રાજન, આશ્ચર્યની વાત છે કે આપ વિદ્યમાન અદ્ભૂત ભોગોનો ત્યાગ કરીને અવિધમાન સ્વર્ગનાં સુખોની ચાહના કરો છો. અપ્રાપ્ત ભોગોની અનંત ઈચ્છાઓથી હત-પ્રહત થઈ રહ્યા છો. તમે વિવેકી છો. અપર્યાપ્ત ભોગોની ઈચ્છાથી પ્રાપ્ત ભોગોનો ત્યાગ ન કરવો જોઈએ.’
નમિરાજર્ષિએ કહ્યું ઃ
મછામા, વિતંત્રમા, ગમા, आसीवसोवा 1
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮
એકત્વ ભાવના
कामे पत्थयमाणा य अकामा जंति दुग्गइं॥ अहे वयइ कोहेणं माणेणं अहसा गई। माया गइ पडिग्धाओ लोहोओ दुहओ भयं ॥
હે બ્રાહ્મણ, શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનકામસુખ શલ્યરૂપ છે. કાંટા જેવા છે. ઝેર જેવાં છે અને કાળા નાગ જેવાં છે.કામભોગોની ઈચ્છા કરવા માત્રથી જીવ નરક - તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. કામભોગ ભોગવવાની વાત તો દૂર રહી.
હે બ્રાહ્મણ, ક્રોધથી નરકગતિ મળે છે. માન-અભિમાનથી નીચ ગતિ મળે છે. માયાથી સતિનો નાશ થાય છે અને લોભથી આ ભવમાં અને પરભવમાં અનેક ભય ઉત્પન્ન થાય છે. દેવરાજ ઈન્દ્રને ‘નમિરાજર્ષિનોવૈરાગ્ય જ્ઞાનમૂલક છે એ વાતની પ્રતીતિ થઈ ગઈ. તેને અતિ હર્ષ થયો. તેણે પોતાનું ઈન્દ્રરૂપ પ્રકટ કર્યું અને નમિરાજર્ષિના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરીને સ્તુતિ કરી.
હે રાજર્ષિ, આપે ક્રોધને જીતી લીધો છે. માન-અભિમાનને હરાવી દીધાં છે. માયાનું વિસર્જન કર્યું છે અને લોભસ્વાધીન કરી દીધો છે. હે રાજર્ષિ, આપની કેવી શ્રેષ્ઠ સરળતા છે? કેવી અપૂર્વ નમ્રતા છે? કેવી અલૌકિક ક્ષમા છે? અને કેવો અલૌકિક અસાધારણ સંતોષ છે?”
પૂજ્ય, આપ ઉત્તમ ગુણોથી સંપન્ન છો, એટલા માટે વર્તમાન જીવનમાં ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ હશો. આપકર્મમુક્ત બનીને ઉત્તમોત્તમ સ્થાન મુક્તિમાં જશો.'
આ પ્રમાણે એકત્વભાવનાને આત્મસાત્ કરવાથી ઈન્દ્ર મહારાજાને સુયોગ્ય જવાબો નમિરાજર્ષિ આપી શક્યા. અને ત્યારબાદ અદ્વૈતની પ્રખર સાધના કરી તેમણે આત્મકલ્યાણ કર્યું. સંસારના તમામ પદાર્થોની અંદર
જ્યારે ભિન્નતાનું દર્શન થાય છે. ત્યારે જ આવી ઉત્કૃષ્ટ સિધ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે.
જે ચાર પ્રત્યેક બુદ્ધ મહાત્માઓ જૈન શાસનમાં થઈ ગયા. તેમાંના એક પ્રત્યેક બુદ્ધ નમિરાજા થઈ ગયા. એકત્વભાવના ને ભાવતી વેળાએ નમિરાજર્ષિને નજર સામે લાવી જીવન સાર્થક કરીએ. અને પરપદાર્થો પ્રત્યેના મમત્વ ભાવથી મુક્ત થઈએ હવે ગેય કાવ્યાષ્ટક જોઈએ.
Page #122
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૦૯
विनय चिंतय वस्तुतत्त्वं जगति निजमिह कस्य किम् । भवति मतिरिति यस्य हृदये दुरितमुदयति तस्य किम् ॥१॥ एक उपद्यते तनुमानेक एक विपद्यते । एक एव हि कर्म चिनुते सैककः फलमश्नुते ॥२॥ यस्य यावान् परपरिग्रहो विविध ममता वीवध : । जलधिविनिहित पोत युक्त्या पतति तावदसावध : ॥३॥ स्वस्वभावंमद्यमुदितो भुवि विलुप्य विचेष्टते । दृश्यतां परभावघटनात् पतति विलुठति जृम्भते ॥४॥ पश्य काञ्चन मितर पुद्गल मिलित मञ्चति कां दशाम् । केवलस्य तु तस्य रूपं विदितमेव भवाद्दशाम् ॥५॥ एव मात्मनि कर्मवशतो भवति रूपमनेकधा कर्ममलरहिते तु भगवति भासते काञ्चन विधा ॥६॥ ज्ञान दर्शन चरण पर्यवं परिवृत्तः परमेश्वरः । एक एवानुभव सदने स रमता मविनश्वर ः ॥७॥ रूचिर समतामृत रसं क्षण मुदित मास्वादय मुदा । विनय ! विषयातीत सुख रस रति रुदञ्चतु ते सदा ॥८॥
हे विनय, तुं वस्तुना पास्तविज स्प३पर्नु यिंतन ३२, ३ मा ४गतभा मा पोतानुं शुं छे ?
ठे ना ध्यभां मापी भति... पुद्धि उत्पन्न याय छ तेने दु: दुरितनो स्पर्श पर डेपी रीते थई शझे ? (१)
શરીરધારી જીવ એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે તે मेसो उर्भ जांधे छे भेने तेनुं इण ते मेसो भोगवे छे. (२)
જુદા-જુદા મમત્વના ભારથી દબાયેલ પરિગ્રહના બોજ વડે જેમ ભાર વધવાથી જહાજ સમુદ્રમાં ડૂબે છે તેમ જીવ પણ સંસાર सागरमां isो ने Bisो तरतो गाय छे. (3)
મદિરાથી મત્ત બનેલ આદમીની જેમ આ જીવ પણ પરાભાવના पंधन थी पडेछ. भीन पर माणोटे छे भने गांडा नी म भटछे छे. (४)
હલકી ધાતુ સાથે મિલન થવાથી જેમ સોનું પોતાનું નિર્મળ રૂપ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦
એકત્વ ભાવના
ગુમાવે છે તેમ પરભાવમાં રમણ કરવાથી આત્મા પોતાનું નિર્મળ રૂપ ગુમાવી બેસે છે. (૫)
કર્મવશપણાથી આત્મા અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે પણ કર્મરહિત થયે છતે શુદ્ધ સોનાની જેમ આત્મા ચમકી ઉઠે છે, ઝળહળી ઉઠે છે. (૬)
જ્ઞાન દર્શન અને ચારિત્રના ભાવોથી પરિપૂર્ણ એવા એક પરમેશ્વર (આત્મા) જ મારા અનુભવ મંદિરમાં સદેવ રમતા રહો. (૭)
સમતા અમૃતરસનો આવિર્ભાવ થયો છે. તું ક્ષણ ભર તેનો સ્વાદ લે. ઈન્દ્રિયજન્ય સુખોથી અતીત એવા શાન્તરસમાં રહે. વિનય, તારું મન આનંદ પામશે. (૮)
ગ્રન્થકાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ શાન્ત સુધારસ ગ્રન્થમાં એકત્વ ભાવનાના ગેયકાવ્યમાં જણાવે છે કે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જાણ. વાસ્તવિક એટલે શું અને અવાસ્તવિક એટલે શું? એ વિચારીએ...!જે વસ્તુનો ક્યારેય નાશ ન થાય તે વાસ્તવિક અને જેમાં ફેરફાર થાય તે અવાસ્તવિક તેને પર્યાય કહેવાય. દરેક દ્રવ્યના અનંત પર્યાય હોય. અને પર્યાય વિનાશી હોય, દ્રવ્ય અવિનાશી હોય. જેમ કે માટીએ દ્રવ્ય, તેનો ઘડોતે પર્યાય, ભલે ઘડો નાશ પામે પણ એ પુદ્ગલ રૂપે તો છે જ. આપણે આ તત્ત્વજ્ઞાન ખાસ જાણવું છે અને જીવનમાં ઉતારવું છે. દ્રવ્ય અને પર્યાય રૂપ જે વસ્તુ છે તેમાં આપણું શું છે? આ સંસારમાં કઈ એવી વસ્તુ છે જે તારી સાથે આવવા વાળી હોય. આત્મા અવિનાશી છે. જ્ઞાનાદિ ગુણ એજ મારા છે બીજું કશું જ મારું નથી. આવી ભાવના દ્વારા ક્યારે પણ દુઃખ દુરિત કે શોકપ્રવેશ કરી શકતો નથી. સંસારના પદાર્થો કે સંબંધો મળે કે તુટે પણ આત્માને કશું નુકશાન નથી એમ વિચારવું.
આ અનાદિ સંસારમાં જીવ એકલો જ આવે છે અને એકલો જ જાય છે. ગર્ભમાં જીવ એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ જન્મ પામે છે. એકલો જ મરણ પામે છે. કર્મ બાંધનાર પણ તે એકલો જ છે અને તેનું ફળ પણ તે એકલો જ અનુભવે છે. તારું કર્મ અન્ય કોઈ ભોગવે નહિ. તું જેવા કર્મ બાંધે એ તારે એકલાએ જ ભોગવવા પડે છે.
તું જરા વિચાર કરજે કે આ સંસારમાં તે કઈ વેદના નથી ભોગવી?
Page #124
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન- ભાગ-૧
૧૧૧
તારા દુઃખમાં કોઈ ભાગીદાર બન્યું નથી. “પ્રશમરતિ' નામના ગ્રન્થમાં બતાવ્યું છે કે જીવ જ્યારે ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે અનંત ગણાવિશુદ્ધ ભાવોમાં વર્તે છે. એ વખતે જગતના તમામ જીવોના કર્મો જો એની પાસે આવી જાય તો બળીને ભસ્મીભૂત થઈ જાય. પણ એવું બનતું નથી કે કોઈના કર્મો કોઈ ભોગવે. - એકલો જ જીવ મરે છે, નરકમાં એકલો જ દુઃખ ભોગવે છે અને
સ્વર્ગમાં પણ એકલો જ જાય છે. મનુષ્યગતિમાં અગર પશુયોનિમાં પણ એકલો જ જાય છે.
માટે આત્મહિત પણ એકલાએ જ કરી લેવું. અનંત કાળ સંસારમાં વીતી ગયો હવે આત્મહિત કરી લેવું જોઈએ. આરાધના કરવી છે પણ એકલા એકલા ન ફાવે. તપ કરવો છે પણ સાથે કોઈ જોઈએ વિગેરે બહાનાબાજીને છોડીને એકાકી જ આરાધનામાં લાગી જાવ.
એગોહે નલ્થિ મે કોઈ નાહ મનસ્સ કસ્સઈ”- હું એકલો જ છું. મારું કોઈ નથી અને હું કોઈનો નથી. આ પ્રમાણે ભાવના આત્મસાત્ કરવી અને આત્મહિત માટે પ્રયત્ન કરી પરંપરાએ શાશ્વત મોક્ષ સુખ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શરાબી માણસને જેમ સારાસારનો વિવેક હોતો નથી તેમ પરભાવમાં રત માણસનો વિવેક પણ ચાલ્યો જાય છે. તે શૂન્યમનસ્ક બની જાય છે.
- પાંચમી ગેય ગાથામાં ઉપાધ્યાયજી જણાવે છે કે..પરભાવમાં આત્મા પોતાનું સ્વરૂપ પણ ગુમાવી બેઠો છે. આત્માનું સ્વરૂપ શુદ્ધ-વિશુદ્ધ છે. જેમ સોનું શુદ્ધ અને પવિત્ર હોય છે પણ જો પિત્તળ જેવી હલકી ધાતુમાં ભળી જાય તો પોતાનું નિર્મળ રૂપ ગુમાવી બેસે છે એજ રીતે આત્મા સંસારના ચક્કરમાં ફસાઈ ગયો છે. પુદ્ગલના મોહમાં જકડાઈ ગયો છે. પુદ્ગલ રૂપી છે જ્યારે આત્મા અરૂપી છે એને પુગલનો સંગ કોઈ રીતે યોગ્ય જણાતો નથી. છતાં અનાદિના સંસ્કારના કારણે જીવ ત્યાં ખેંચાઈ જાય છે.
કર્મના કારણે જીવ આ રંગભૂમિ ઉપર જુદા જુદા ખેલ કરે છે. ક્યારે પશુ તો ક્યારે દેવ ક્યારેક નરક તો ક્યારેક માનવનું રૂપ ધારણ કરે છે તેમાં પણ ઘણી વિષમતા અને વિચિત્રતા જોવા મળશે. કીડી-મંકોડી માછલી-કાચબા -દેડકા ગાય-ભેંસ હરણ બળદ ઘેટા બકરા વાઘ-સિંહ શિયાળ વરૂ આવા તો નાના મોટા કેટલાય સ્વાંગ આ જીવે રચ્યા. વળી ગરીબ શ્રીમંત રાય-રક રોગી-નિરોગી રૂપવાન-કુરૂપ ઈત્યાદિ જુદા-જુદા રૂપ આ જીવ લીધા છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
એકત્વ ભાવના
૧૧૨
કર્મ જેમ નાચ નચાવે તેમ જીવે નાચવાનું છે. કર્મ જડ છે. પુદ્ગલ છે તે ચેતન આત્માને નચાવે છે. આ આત્મા કર્મ મેલથી મુક્ત બની જાય તો શુદ્ધ સુવર્ણની જેમ ચમકી ઉઠે, મોક્ષમાં કર્મ નથી. વિકાર નથી આત્મા ઉપર એક પણ ડાઘ નથી.
“ઈન્દ્રિયોના સુખો કર્મ જળ્યું છે.
આત્મિક સુખ કર્માણી મળે છે.” માટે કર્મજન્ય પદાર્થો ઉપર મમત્વકે આસક્તિ રાખવી નહિ. એકત્વની દઢ ભાવનાશાળી જીવને કોઈ શક્તિ ચલાયમાન કરવા સમર્થ બનતી નથી.
હવે આત્મા કેવો છે એનો વિચાર કરીએ... આત્મા એ જ પરમાત્મા છે. “પપ્પા તો પરમા” તે જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણથી યુક્ત છે અને પરિપૂર્ણ છે. ઈન્દ્રિયો રૂપી છે એના વિષયો રૂપી છે જ્યારે આત્મા અરૂપી છે. આત્મા અનંત શક્તિમાન છે. જ્ઞાનાદિનો અભ્યાસ સતત ચાલુ રાખવાનો છે. આત્માને ઈન્દ્રિયો સાથે જોડવાનો નથી અને ત્યાંથી વિમુખ કરવાનો છે. વિષયોથી વિમુખ બનીને અધ્યાત્મમાં જેની રુચિ થાય અને મોક્ષ જેનું લક્ષ્ય થઈ જાય તે આત્મજ્ઞાની કહેવાય. તે આત્મજ્ઞાની પરમાત્માને અનુભવ મંદિરમાં રાખી શકે છે. ગ્રન્થકારશ્રી અહિં જણાવે છે કે આવો આત્મા જે પરમેશ્વર છે તે સ્વાનુભવ મંદિરમાં રમમાણ હો..
परमेश्वरः एक एवानुभव सदने रमतामविनश्वर : આ આત્મા એ જ મહાન છે માટે કહેવાય કે “તું તારું ધ્યાન કર સમતા સુધાનું પાન કર”
આત્માનું સ્વરૂપનિર્વિકલ્પ છે. આત્મજ્ઞાનીના ચિંતનમાં કોઈ વિકલ્પની માયાજાળ હોતી જ નથી. એની બુદ્ધિ, એનું મન અને એનું હૃદય પરમાત્મમય જ હોય છે.
પ્રતિદિન તમે એકત્વ ભાવનું ચિંતન કરતા રહો પછી હૃદયમાં સમતારસનો આવિર્ભાવ થશે. શાન્ત સુધાનો રસ એ બાહ્ય સુખથી ખૂબ-ખૂબ દૂર છે એનો જરા આસ્વાદ લે. સમતાસુધાને થોડું ચાખ પછીતને મજા આવી જશે. પછી સતત શાન્તસુધા સરોવરમાં સ્નાન કરતા રહો. પાંચે ઈન્દ્રિયોના ઝેરને દૂર કરો અને નિજાનંદની પ્રાપ્તિ કરો,
એજ શુભ ભાવના
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૫ અન્યત્વ ભાવના પણ
परः प्रविष्ट : कुरुते विनाशं लोकोक्तिरेषा न मृषेति मन्ये निर्विश्य कर्माणु भिरस्य किं किंज्ञानात्मनो नो समपादिक्ष्टम् ॥१॥ खिद्यते ननु किमन्य कथार्त : सर्वदैवं ममता परतन्त्र : चिन्तयस्य नुपमान्कथमात्मन्नात्मनो गुणमणीन कदापि ॥२॥ ।
લોકોમાં એક કહેવત છે કે.. પરાયો ઘરમાં ઘુસે તો વિનાશ વેરે તે ખરેખર અસત્ય નથી. જ્ઞાનથી શુદ્ધ અને પવિત્ર એવા આત્મામાં ઘુસી ગયેલ કર્મ પરમાણુઓએ કયા કયા કણો પેદા નથી કર્યો?
ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાન્ત સુધારસ નામના ગ્રંથમાં હવે પાંચમી અન્યત્વ ભાવનાની શરૂઆત કરે છે.
આત્મામાં શાન્તરસને જગાવવા માટે આત્માથી અન્ય શું છે તે જાણવું જરૂરી છે અને અન્યથી શું નુકશાન થાય તે પણ સમજવું જોઈએ.
હે આત્માનું! તું પારકી ચિંતા કરીને કેમ દુઃખી થાય છે? મમતા ને પરતંત્ર થઈ સર્વદા તું પીડા પામે છે. અનુપમ એવા આત્માના ગુણ મણીઓને શોધીને એનો કેમ વિચાર કરતો નથી? એની સામે કેમદ્રષ્ટિપાત કરતો નથી!
પારકો ઘુસવાથી વિનાશ થાય છે.
હમણાં હમણાં એવા સમાચાર સાંભળવા-વાંચવા મળે છે કે દાગીના ધોવા માટે કોઈ અજાણ્યા માણસ આવે અને છેવટે દાગીના લઈને ચાલ્યા જાય, મતલબ પારકો ઘરમાં ઘુસી જાય તો વિનાશ વેરીને જાય. રાજ્યમાં દેશમાં કે ઘરમાં દુર્જન, શેતાન ઘુસી જાય અને પછી સંપત્તિ આરોગ્ય કે સંતાન સંબંધી દુઃખ શોક કે ત્રાસ ફેલાવી દે છે. માટે જ વિનયવિજયજી મહારાજ લોકોકિતનું દૃષ્ટાંત આપે છે.
परः प्रविष्ट : कुरुते विनाशम्
ડાહ્યા અને અનુભવી પુરૂષો, માટે જ જણાવી ગયા છે કે જે તે ઉપર જલ્દી વિશ્વાસ મુકશો નહિ. આત્મા અને કર્મ
એ જ રીતે આત્મામાં પર એટલે કે કર્મ ઘુસે તો વિનાશ વેરી દે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
અન્યત્વ ભાવના
જ્ઞાની ભગવંતો જણાવી ગયા છે કે આત્મા અને કર્મ જુદા છે. આત્મા અપૌદ્ગલિક છે, કર્મ પૌદ્ગલિક છે. આત્મા અરૂપી છે. કર્મ રૂપી છે. અનાદિ કાળથી કર્મ આત્મા સાથે જોડાયેલ છે. ક્ષીર-નીરની જેમ એકમેકમાં મળેલા છે. અનંત શક્તિવાળા આત્માને કર્મ જુદા જુદા નાચ નચાવે છે. અજર, અમર અને અચલ આત્મામાં પ્રવેશ કરીને કર્મ-રાજાએ આત્માને મોટી પછડાટ આપી
છે.
જે આત્માએ ક્યારે પણ મરવાનું નથી તેના લમણે અનંત જન્મમરણ નોંધાઈ ગયા. અરે ! એક શ્વાસોશ્વાસમાં સાડી સત્તર જન્મ-મરણ આપી દીધા. જેને ક્યારેય ઘરડો થવાનું નથી એના નસીબમાં ઘડપણ આવી ગયું. જેને ક્યારે રોગી નથી બનવાનું તેને રોગગ્રસ્ત કરી નાખ્યો. અરે ! અનંતજ્ઞાની આત્મા અજ્ઞાની બની ગયો. પરમ સુખી મહાદુઃખી થઈ ગયો. આ બધું બનવાનું કારણ છે કર્મનો પ્રવેશ.
સુખ-દુઃખ-આધિ-વ્યાધિ-ઉપાધિ-રોગ-શોક જન્મ-મરણ આ બધું જ કર્મના કારણે જ થાય છે.
આત્મા અને કર્મ જુદા છે.
હવે તમારે એ સમજવાનું છે કે આત્મા અને કર્મ બન્ને જુદા છે. ભિન્ન છે. હું કર્મોથી ભિન્ન છું કર્મો મારાંથી જુદા છે. કર્મ પુદ્ગલ છે. આત્મા અને કર્મો એ બન્નેના માર્ગ ન્યારા છે. આવા જ્ઞાન પાછળ ઉદ્દેશ એ છે કે પુદ્ગલ પ્રત્યે માયા ન બંધાય. આજકાલ પુદ્ગલ પાછળ તમે ગાંડા બની ગયા છો. એટલે ક્યારેક ઉદ્દેશ ન હોવા છતાં વાતચીત દરમ્યાન પુદ્ગલ રાગ છતો થાય છે. જુઓ
૫૦ તોલા દાગીના શરીર ઉપર ચડાવીને લગ્નમાં જઈ રહેલ પત્નીને શું કહેશો તમે ? અલિ, દાગીના સાચવજે ?
મતલબ ! પત્નિ જાય એની ચિંતા નહિ દાગીના સચવાવા જોઈએ. પુદ્ગલથી જ ક્રોધ-માન-માયા-લોભ કામ-ઈર્ષ્યા-નિંદા આદિ પેદા થાય છે. પુદ્ગલના સંગથી જ જન્મ-જરા-મરણ આવે, પુદ્ગલ પ્રેમથી જ કર્મબંધ
થાય.
જો વિકારનો વિનાશ કરવો હોય, વિષય વાસનાથી મુક્ત બનવું હોય તો પુદ્ગલ પ્રેમ છોડવો જ રહ્યો.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૫
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
આત્માથી પુદ્ગલ અન્ય છે આવું ભેદ જ્ઞાન ભેજામાં ઉતારવું પડે છે.
ટુંકમાં આ પુદ્ગલથી કશું જ સુખ નથી માટે એના મોહને છોડવો જોઈએ. મુંબઈનું એક દ્રષ્ટાંત તમને કહું.
મુંબઈમાં શ્રેષ્ઠિવર્ય શ્રી માણેકલાલ ચુનીલાલને ત્યાં ઘર દેરાસર હતું. દરરોજ ત્રિકાળ ભક્તિ કરે. ખૂબ જ ધર્મિષ્ઠ અને ભાવુક આત્મા હતા. દયા ક્ષમા અને નમ્રતાનો અભૂત ગુણ હતો.
એક વાર એક ગૃહસ્થ ત્યાં દર્શન કરવા આવ્યો. દર્શન કરીને બહાર નીકળતાં પહેલા કોઈ ન દેખે તેમ ત્યાં રહેલ રૂા. ૮૦ હજારની કિંમતની રત્ન પ્રતિમા ઉઠાવી લે છે. પણ ચતુર માણેક શેઠની નજર બહાર આ દ્રશ્ય ન રહ્યું. તેઓ તરત જ કળી ગયા કે આ દુઃખિયારો સાધર્મિક છે.
શેઠ માણેકલાલે એ ચોરને પ્રેમથી બોલાવ્યો. સાધર્મિક ભક્તિનો લાભ આપવાનો અપૂર્વઆગ્રહ કર્યો. શેઠનીવાત પેલો ટાળી ન શક્યો. જુઓ શેઠની કેવી ઉદારતા છે ! ચોર તરીકે જાણવા છતાં કશું કહેતા નથી. એને પ્રેમથી જમાડે છે અને વાતવાતમાં જાણી લે છે કે જુગાર રમતાં રમતાં ૮૦,૦૦૦ રૂા. ગુમાવ્યા છે.
આ વાત જાણીને તરત જ શેઠે રૂા. એંશી હજાર રોકડા એના હાથમાં મુક્યા અને કહ્યું કે જો ભાઈ હવે પછી ક્યારે ય જુગાર રમીશ નહિ અને જ્યારે પણ મુશ્કેલી પડે તો આવી જજે મારી પાસે.
પેલો ચોર તો.. કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો. શેઠના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. શેઠજી! મને માફ કરો હું તમારો ગુનેગાર છું. મેં ભગવાનની ચોરી કરી છે. તમારા જેવા મહાપુરૂષને હું ઓળખી ન શક્યો. આજ પછી હું ક્યારે પણ જીવનમાં જુગાર રમીશ નહિ અને એના જીવનનું પરિવર્તન થઈ ગયું.
પુદ્ગલનો રાગ ઓછો હોય તો જ આ શક્ય બને છે. જરા વિચારી જો જો કે માણેકલાલ શેઠની જગ્યાએ તમે હોત તો શું કરત! સભા - મારી મારીને હાડકાં ખોખરા કરી નાંખીએ. બસ એજ સુચવે
છે કે પુદ્ગલ ઉપર કેટલો રાગ છે તમને! આત્માથી ભિન્ન એવા પુગલોનો પ્રવેશ આત્મદ્રવ્યમાં થવાથી આત્માની સ્થિતિ બગડી ગઈ.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અન્યત્વ ભાવના
આપણે અન્યત્વ ભાવના ભાવવાની છે. અન્ય તમામ પદાર્થોને ઓળખવાના છે. અનંત કાળથી જીવ સંસારમાં રખડે છે. ભટકે છે. અને દુઃખી થાય છે.
આ મારી માતા; આ મારા પિતા; આ મારો પુત્ર; આ મારી પુત્રી; આ મારી પત્નિ કે આ મારો પતિ ઈત્યાદિ જે મમત્વ ભાવ છે, તે રાગ જનિત છે. તે પુલના કારણે જ છે. પરાઈ ચિંતા અને મમતાના કારણે જ તું પીડાનો શિકાર બને છે. અનંતકાળથી આ વેદના તું સહન કર્યા કરે છે. આત્માના ગુણો ઉપર નજર કર!
પુદ્ગલના મોહમાં ફસાયેલ આત્મા પોતાના જ ગુણોનો વિચાર કરતો નથી. આપણા આત્મામાં બે-પાંચ ગુણો નથી અનંત ગુણો છે ગુણોનો ખજાનો ભરેલો છે. તું જરા તો યાદ કર કે તારી કેટલી શક્તિ છે.
અત્યારસુધી માં બહારના રત્નો જ જોયા પણ આત્મામાં રહેલા સાચા રત્નો જોઈ શક્યા નથી. અવિનાશી અને અમર રત્નોનો તારે વિચાર કરવાનો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય આ બધા જ ગુણો સર્વોચ્ચ છે. મહાન છે. જ્યારે ક્ષય પામે તેમ નથી. અવિનાશી રત્નો સામે જ હોય તો પૌલિક વાતોમાં કોણ માથું મારે!?
જ્યારે જ્યારે સંસારમાં આધિ-વ્યાધિ ઉપાધિ રોગ શોક દ્વેષ કે ક્રોધાદિ કષાયો હુમલો કરે ત્યારે ત્યારે આ અન્યત્વભાવનું ચિંતન કરજો.
પદ્ગલિક પદાર્થો અને આત્મિક પદાર્થોનું ભિન્નપણું જાણજો. સતત આત્મગુણોનું ચિંતન કરશો. એમ અન્યત્વનો વિચાર કરવો.
यस्मैत्वं यतसे बिभेषि च यतो, यत्रा निशं मोदसे यद्यच्छोचसि यद्यदिच्छसि हृदा यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषु निजस्वभावममलं निर्लोठ्य लालप्यसे तत्सर्वं परकीय मेव भगवन् नात्मन्न किंञ्चत्तव ॥३॥
હે આત્મન્ ! તું જેના માટે યત્ન કરે છે. જેનાથી તુંરે છે. જ્યાં તું નિરંતર ખુશ થાય છે હૃદયથી તું આનંદ વિભોર બની જાય છે જે પદાર્થો મેળવીને તું આળોટવા લાગે છે તે પદાર્થોની પાછળ પાગલ બને છે તે સર્વ પદાર્થો પરાયા છે. “ન કિંચત્ તવ” તેમાં તારું કશું જ નથી. !
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૭.
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
બઈ પરાયું છે!
આત્મ સ્વભાવને ભૂલીને જીવ... અર્થ-કામ-કુટુંબ અને શરીર માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. પોતાને ઈષ્ટ એવા પદાર્થો મેળવવા માટે ભરપુર પ્રયત્નો કરે છે. રાત દિવસ મહેનત-મજુરી કરી છે. એ પદાર્થો મળતાં જ તારી ખુશીનો કોઈ પાર રહેતો નથી. ન મળે તો તને ઉદાસી ઘેરી વળે છે. મળ્યા પછી જતાં રહે તો તું શોકમગ્ન બની જાય વ્યાકૂળ બની જાય. પદાર્થો મળતાં પાગલની જેમ નાચવા માંડે છે.
ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ જણાવે છે કે તું જેના માટે આટલો ગર્વ કરે છે તેમાં તારું પોતાનું શું? એનો તો વિચાર કર.
શું આપણું અને શું પરાયું તે સમજી લેવાની જરૂર છે. અનંતા જન્મોમાં આપણે સમજી શક્યા નથી કે આપણી સાથે શું આવશે? સંસારના તમામ પદાર્થો અને તમામ સંબંધો સ્વાર્થના સગા છે.
જુઓ.. ચાર દિવસો મહી સો સલામ કરી ગળી જાય છે. માઠા દિવસો મહીં એજ સામે ધૂકી જાય છે. કોણ કહે છે કે પડછાયો સાથ ન છોડે કોઇ તિ અંધારે પડછાયો પણ સાથ છોડી જાય છે. માટે જ જે પરાયું છે તેને સમજી લેવાની જરૂર છે.
જ્યાં સુધી તમે બહારની દુનિયામાં જોતા રહેશો ત્યાં સુધી ભય શોક રોગવિગેરે તમને પરેશાન કરશે જ. અંદરની દુનિયામાં તમારે ડોકીયું કરીને જોવાની જરૂર છે. પૌદ્ગલિક મોહ અને મૂચ્છને તેમજ ભૌતિકલાગણીઓને દૂર કરવા માટે આત્માને ઓળખવો પડશે. આત્માને ઓળખ્યા પછી વિષયો અને વિકારોને દૂર કરવા પડશે.
કદીક તો તું વિચાર કર... સુખડના ટુકડા ઘસી નાંખ્યા માળાના પારા ઘસી નાખ્યાં કટાસણા ઘસી નાખ્યાં. ચરવળાની દાંડી ઘસી નાંખી
ઉપાશ્રયના પગથીયા ઘસી નાંખ્યા
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૮
અન્યત્વ ભાવના
પણ,
અંતરના વિષયો કેટલા ઘસાયા?
બાહ્ય-વૈષયિક આકર્ષણો ને ઘટાડવા માટે જડ અને ચેતન વચ્ચેનું ભેદ જ્ઞાન મેળવવું પડશે. આજે એક જમીનના ટુકડા માટે ભાઈઓ ઝઘડશે પણ બે ભાઈઓ માટે ક્યારે જમીનનો ટુકડો ઝઘડતો નથી.
તિજોરીમાં પડેલ દાગીના માટે સાસુ-વહુ-દેરાણી જેઠાણી ઝઘડશે પણ કોઈ દિ તમે એવું સાંભળ્યું કે સાસુ-વહુ માટે અંદર પડેલ દાગીના ઝઘડયાં હોય?
માટે જ જડ પદાર્થો પ્રત્યેના મોહને ઓછો કરો. જે જડ છે તે પરાયું છે અને જે પારકું છે તે કોઈ દિવસ પોતાનું થવાનું નથી. માટે પરાયા પ્રત્યે કોઈ આકર્ષણ ન જાગવું જોઈએ. જે માણસ પરાયા ને પોતાનું માને છે. તે મિથ્યા દ્રષ્ટિ છે. આપણે સમ્ય દ્રષ્ટિ મેળવવી છે.
જડ અને ચેતનનુંબિનપણું જણાઈ આવશે ત્યારે આત્મા જડપદાર્થોમાં મોહ નહિ પામે. મેં દરેક પદાર્થોને જ્ઞાન દ્રષ્ટિથી નિહાળશે.
એટલેજ કહ્યું છે કે જાની મહેલાં રહે પણ તેના
મનમાં મહેલ ન હોય બસ એ જ પ્રમાણે ભોજન, સ્વજન, સંપત્તિ વગેરે બાબતમાં ચિંતન કરવું
“સંસારમાં રહેવાની છૂટ પણ રમવાની છૂટ નહિ”
રહેવાનું કામ તન કરે રમવાનું કામ મન કરે. મનને કોઈ ભૌતિક પદાર્થોમાં જોડે નહિ તે જ્ઞાની. માટે આવું વિશિષ્ટ જ્ઞાન મેળવવું જરૂરી છે.
“સંપત્તિ અને સાધનોથી ભલે સંપન્ન હોય પણ જ્ઞાન વગર તે સમૃદ્ધ નથી. સંપન્ન કોઈ પણ હોઈ શકે છે. સમૃદ્ધ તો જ્ઞાની જ હોય.”
“જગતને આંજી નાખે તે જ્ઞાન નથી પણ જીવન અને જીગરને માંજી નાખે તે જ્ઞાન છે.”
આપણે સત્ય જ્ઞાનનો પ્રકાશ મેળવી આત્મા સાથે ઐક્ય સાધીએ. જ્યાં લગી આધ્યાત્મિકતા નહિ આવે ત્યાં સુધી કલેશ-કંકાશ, ઝઘડા હિંસા ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ, અશાન્તિ આદિ જીવનમાં વધ્યા જ કરવાના.
Page #132
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૧૯
આત્માને ઓળખો
આપણી મૂળ વાત છે આપણા આત્માને ઓળખવો. આત્માને જાણવો એટલે નિર્મળ આત્મ તત્ત્વનો વિચાર કરવો. આત્માને જાણવો એટલે સર્વ જાણી લેવું. આત્માને જાણવો એટલે દુનિયાના તમામ દગાથી બચવું. મિથ્યા, છળ અને પ્રપંચથી બચવાનું છે. મિથ્યાદ્રષ્ટિનો પરિત્યાગ કરવાનો છે. એટલે જ ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે આત્માને જુઓ, જાણો અને ઓળખો. તું તારી જાતને જ ઓળખતો નથી માટે થાપ ખાઈ ગયો છે અને એટલે જ સંસારમાં ફસાઈ ગયો છે.
“હું શરીરથી અલગ છું” આ અન્યત્વ ભાવનાનું મહત્વનું ચિંતન છે.
આ ચિંતનને પ્રેક્ટીકલ જીવનમાં ઉતારવું જોઈએ. એક વાર ભેદજ્ઞાન થઈ જાય પછી એના ઉપર રોજ રોજ થોડું-થોડું ચિંતન કરતા રહો.
સાથે-સાથે જીવ-અજીવ વિગેરેને પણ જાણવાના છે. જીવ-અજીવને જાણ્યા વગર તમે આત્માને જાણી શકશો નહિ. માટે એ જ્ઞાન મેળવવું પણ જરૂરી છે. છેવટે... આટલો નિશ્ચય કરો...
હું સ્વહિત માટે પ્રયત્ન કરીશ. આત્માથી પર ઈન્દ્રિયોના વિષયોમાં રત બનીશ નહિ. પૌલિક પદાર્થો માટે મનને કલુષિત કરીશ નહિ. રોજ આત્મચિંતન દ્વારા જીવનને ધન્ય બનાવીશ.
આ પ્રમાણે જીવન જીવવાથી આત્માનંદની પ્રાપ્તિ થશે અને તમે સ્વયં કહેશો કે..
“મોહ માયા છોડ દે ઈનસે નાતા તોડ દે.” जो आपकी पहिचान करादे वह ज्ञान है,
जो उलझे हूए को सुलझाए वह ध्यान है। जो सबसे प्रतिपल मिलता है आदमी ___पर जो अपने को मिलादे वही निर्वाण है। दुष्टा : कष्ट कदर्थनाः कति न ताः सोढास्त्वया संसृतौ, तिर्यंङनारकयोनिषु प्रतिहतच्छिन्नो विभिन्नो मुहुः ।
सर्वं तत्पिरकीयं दुर्विलसितं विस्मृत्य तेष्वेव हा । S रज्यन् मुह्यसि मूढ ! तानुपचरन् नात्मन्न किं लज्जसे ॥ ४ ॥
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
અન્યત્વ ભાવના
હે આત્મન્, આ જગતમાં એવી કદર્ચના પીડા કે દુ:ખ છે કે જે તેં સહન ન કરી હોય. પશુ અને નરકપણામાં તું વારંવાર હણાયો છે. તારા ટુકડે ટુકડા કરાયા છે. તે બધું જ પરપદાર્થોની આસક્તિના કારણે બન્યું છે અરે, ખેદ અને દુ:ખની વાત છે કે એ બધું જ ભૂલી ને પાછો તું મૂઢતા આચરીને ત્યાં જ (પરપદાર્થોમાં) આનંદ પામે છે. કેમ તું લાજી મરતો નથી ?
શાન્તસુધારસકાર અહિં જીવને થોડો ઉપાલંભ આપે છે. હે મુરખ ! તું કેમ લજ્જા પામતો નથી. તને શરમ આવવી જોઈએ. કેમ ? જો સાંભળ અત્યાર સુધીમાં તે જે દુઃખ-ત્રાસ અને પીડા સહન કરી તે બધી જ પુદ્ગલના કારણે જેમ-જમ પુદ્ગલ ઉપર રાગ વધતો ગયો તેમ તેમ દુઃખ વધતુ ગયું. નરક અને તિર્યંચ ગતિમાં સેંકડો દુ:ખો સહન કર્યા. કેટલીયે વાર તું કપાયો-છેદાયો એનું કારણ છે ભૌતિક સુખમાં મગ્નતા. હવે તું જરા વિચાર કે આટલો ત્રાસ પડયો, માર પડ્યો છતાં તારા મનોભાવ કેવા છે ? જુઓ તમને એક રૂપક કહું.
એક સાકરના પાણીથી ભરેલ ગ્લાસ પડેલ છે. તમે વિચારો છો કે થોડીવાર પછી જેલપાન કરૂં. ત્યાંજ નજીકમાં રહેલ દરમાંથી એક કીડી નીકળી. સાકરની સુગંધ એને આવી. કીડીને આમેય યોજનગંધી તરીકે ઓળખવામાં આવે છે. યોજન દૂરથી ગંધને ઓળખી શકે.
ધીમે ધીમે કીડી ગ્લાસ સમીપે આવે છે. મીઠાશ માણવા અને મેળવવાની અદ્રશ્ય ઈચ્છાથી ગ્લાસ ઉપર ચડે છે અને ઉપર ચડીને મીઠાશ લેવા પાણીમાં ખાબકે છે. અને પછી તરફડીયાં મારે છે. મીઠાશ તો બાજુએ રહી પણ બચવાની કોશિષ કરે છે. એ વખતે એકાએક તમારી નજર પાણીમાં જાય એટલે . દયાળુ એવા તમે ધીમે રહીને આંગળી દ્વારા કીડીને બહાર કાઢી એક બાજુ મુકી દો. થોડી વારમાં કીડી સ્વસ્થ બની જાય ! હવે હું તમને પુછુ છું કે આ કીડી કઈ તરફ જશે ?
સભા - ફરીથી ગ્લાસ તરફ જ જશે ?
એક વાર કીડીને કડવો અનુભવ થઈ ગયો છે છતાં એ ભૂલીને ફરી ત્યાં જ જાય. આ એની મૂર્ખતા છે. પણ કીડી અજ્ઞાની છે.
સાચું કહેજો કે સંસારમાં અનેક પ્રકારની વિટંબણા અનુભવતા તમારી ગતિ કઈ ? તમે પાછા ક્યાં જાઓ ?
સભા - સાહેબ, એ તો કહેવા જેવું નથી.
Page #134
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૨૧
ભલે તમે ન કહો પણ અમે સમજી ગયા છીએ. માટે જ વિનય વિજય જી મહારાજ કહે છે- હે, મૂઢ, આટલો દુઃખી બન્યો છે.છતાં પુનઃ કેમ ત્યાં જ જાય છે ? તારી મુર્ખામીની પણ હદ હોવી જોઈએ. કીડી તો અજ્ઞાની છે.તું તો મનુષ્ય છે એક વાર કડવા અનુભવો થયા પછી વિચારવું જોઈએ. કંઈક બોધ પ્રાપ્ત કરવો જોઈએ. એકની એક ભૂલ બે વાર કરવી કે વારંવાર કરવી તે બુદ્ધિમતા નથી. મૂર્ખતા છે.
એટલે હવે તું તારો રાહ બદલ. પુદ્ગલમાંથી મનને પાછું ખેચી લે. નરક નિગોદ અને તિર્યંચગતિમાં ઘસડી જનાર ઈચ્છાઓ ઉપર કાબુ રાખ. પુદ્ગલ પ્રત્યે વિરક્ત બનો અને આત્મહિત થાય એ મુજબની પ્રગતિ કરો. પ્રયત્નશીલ બનો. આત્મકલ્યાણ એજ સાધના છે
પાયા વિનાના મકાનો જેમ ટકતા નથી તેમ વૈષથિક સુખો ક્યારેય આત્માને સુખી કરી શક્તા નથી
ज्ञान- दर्शन चारित्र केतनां चेतनां विना
सर्वमन्यत् विनिश्चित्य यतस्व स्वहिताप्तये ॥ ५ ॥
જ્ઞાન-દર્શન અને ચારિત્રમય ચેતના (આત્મા) વિનાના બાકીના બધા પદાર્થો અન્ય તેવો નિશ્ચય કરીને આત્મહિત માટે તું યત્ન કર ! આત્મા જ્ઞાનાદિ ગુણો યુક્ત છે એના સિવાયના જે પદાર્થો છે તે બધાં જ પરાયા છે. ઈન્દ્રિયોના વિષયો, પુદ્ગલના પદાર્થો વિગેરેનો ભોગ જીવન માટે કરવાનો છે તેમાં આસક્તિ ન હોવી જોઈએ. સંસાર ભોગવવા છતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય, મન એનું નિર્લેપ હોય.
જ્ઞાની અને અજ્ઞાની બન્નેના દ્રષ્ટિકોણ ભિન્ન હશે. જ્ઞાની વસ્તુનો ભોગઉપભોગ કરવા છતાં તેમાં લેપાતો નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુ, સાધ્વી આહાર લે તો તે સૌંદર્ય વધારવા માટે નહિ પણ શરીર ટકાવવા માટે, વસ્રો પહેરે તે સારા દેખાવા માટે નહિ પણ શરીર ઢાંકવા માટે. આહારાદિ પદાર્થો નો ઉપયોગ સંયમ નિર્વાહ માટે કરવાનો હોય છે. માટે મુનિનું ભોજન પણ આત્મ કલ્યાણ માટે હોય છે. હરિભદ્રસૂરિ મ. જણાવે છે કે.. સાધુની તમામ ક્રિયા સ્વરૂપ ધર્મ વ્યાપાર તે યોગ છે. અને તે મોક્ષની સાથે જોડનાર હોવાથી તેને યોગ કહેવાય. એટલે સાધુને ભોજન કરવું. કાપ કાઢવો, ગોચરી લેવા
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૨
અન્યત્વ ભાવના
જવું, પરઠવવું આદિ ક્રિયાઓ યોગ જાણવી. કેમકે આ ક્રિયા આત્મકલ્યાણ માટે થાય છે.
જ્યારે અજ્ઞાનીનો દ્રષ્ટિકોણ જુદો હોય છે. જ્ઞાની વિચારે છે કે ભૂખ એબિમારી છે. માટે એનો ઉપચાર કરવો જોઈએ. ભોજન પ્રત્યે ચિકિત્સાદ્રષ્ટિ હશે જ્યારે અજ્ઞાની વિચારશે કે ભોજન સ્વાદિષ્ટ હોવું જોઈએ મધુર હોવું જોઈએ. તે સ્વાદ માટે ખાશે. શરીરને હૃષ્ટપુષ્ટ કરવા માટે તેનું ભોજન હશે. એટલે જ કહ્યું છે કે
સ્વાદ માટે ખાવું તે અજ્ઞાનતા છે. જીવવા માટે ખાવું તે આવશ્યક્તા છે. ધમચરણ માટે ખાવું તે આરાધના છે.
જ્ઞાની એજ છે કે જે ભોજન કરતી વખતે પણ એવો જ વિચાર કરે કે એક પુલ (શરીર) બીજા પુદ્ગલ (ભોજન)નું ભક્ષણ કરે છે. હું (આત્મા) ભોક્તા નથી પણ દ્રષ્ટા જ છું. જ્ઞાનીનો બધો જ વ્યવહાર જ્ઞાનમય જ હશે. જ્ઞાન એ રગેરગ માં ફેલાઈ ગયું હશે. ફક્ત માઈન્ડમાંજ જ્ઞાન નહિ પણ જીવનમાં ય જ્ઞાન હશે.
જીભમાં રહેલ શાન પ્રદર્શન બને છે. જીવનમાં રહેલ શાન સુદર્શન બને છે.
ગ્રન્થકાર જણાવે છે કે તું તારા હિત માટે પ્રયત્ન કર. જેનાથી આત્મહિત થાય એનું અનુકરણ કર. જો ઈચ્છાઓથી આત્માનું અહિત થાય છે તો ઈચ્છા ને રોક. જો પરપદાર્થોની પ્રાપ્તિથી આત્માનું અહિત થાય છે તો પરપદાર્થોને છોડ તું જેવી પ્રવૃત્તિ કરીશ તેવો તારો કર્મબંધ થશે. જ્ઞાનીનો કર્મબંધનિમિત્ત માત્ર જ હશે. જ્ઞાનીને બંધાયેલ કર્મ કોઈ તીવ્ર ફળ તો નહિ જ આપે.
તો આત્મહિત માટે કર્મ બંધ ન થાય અથવા થાય તો મંદ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એટલે જ પદાર્થો પ્રત્યે આસક્તિ છોડવી જોઈએ.
વર્તમાનના પદાર્થો પ્રત્યે અનુરાગ નહિ. ભવિષ્ય માટે આકાંક્ષા ઇચ્છા નહિ તે શાની. આવો જ્ઞાનાત્મા પાપથી લિપાતો નથી. જ્ઞાનસારમાં પણ કહ્યું છે કેઃ आकाशमिव पंकेन नासो पापेन लिप्यते । જેમ કાદવથી આકાશખરડાતું નથી તેમ આત્મા પાપથી ખરડાતો નથી.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧ ૨૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
આવા આત્માના જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણો એ જ પોતાના છે. બાકી બધું જ અન્ય છે એવો વિચાર કરી તારો આત્મા દુઃખી ન બને એવો પ્રયત્ન તું કર. આત્માના દુઃખોનો વિચાર કર. અત્યાર સુધીમાં તમે ડૉક્ટર પાસે તનના રોગ માટે રડ્યા, મિત્ર પાસે મનના રોગ માટે રડ્યા પણ ગુરૂ પાસે આત્માના દુઃખો માટે કેટલું રડ્યા?
માટે આત્માથી અન્ય પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટાડતા જાઓ જ્યારે તમારા પુણ્યનો ઉદય કાળ જાગતો હોય ત્યારે પદાર્થો વિપુલ પ્રમાણમાં મળતા હોય છે. એ વખતે પદાર્થો પ્રત્યે આકર્ષણ થતું હોય છે. ગમે તેમ કરીને એ આકર્ષણ તો છોડવું જ રહ્યું કેમકે આકર્ષણથી જ પાપોદય શરૂ થાય છે.
પદાથોં મળે છે પુરયોદયથી પણ ગમે છે પાપોદયથી
માટે એ પદાર્થો પ્રત્યે જરા પણ રૂચિ નહિ, આકર્ષણ નહિ. આ પદાર્થો ઈચ્છવા જોગ તો નથી જ એવું સદાય ચિંતન કરવું અને તો જ પાપોદયથી મળેલ દુઃખ અને કષ્ટ સહન કરવાની શક્તિ પણ આપોઆપ મળી જશે.
માટે આત્મહિતનો સાચો પુરૂષાર્થ તો એ છે કે પુદ્ગલો પ્રત્યે આકર્ષણ ઘટાડવું, મન-વચન-કાયાથી આસક્તિ તોડવી પડશે.
બસ જલ્દી લ્હી અન્યત્વને સમજીને આત્મકલ્યાણ સાધો એજ.... વી કાલીઘણા કિસ કામની
અગર ઉસમેં પાની નહિ વો સમાજ કિસ કામકા
અગર ઉરમેં શાની નહિ विनय ! निभालय निज भवनम्, તકુ-ઘન-સુત-અન-સ્વાનાવિષ, किं निजमिह कुगते रवनम् ॥१॥ विनय, येन सहा श्रयसेऽतिविमोहा-दिदमह मित्य विभेदम् । तदपि शरीरं नियतमधीरं त्यजति भवन्तं धृतखेदम् ॥२॥ जन्मनि जन्मनि विविध परिग्रहमुपचिनुषे च कुटुम्बम् तेषु भवन्तं परभव गमने नानुसरति कृशमपि शुम्बम् ॥३॥ त्यजममता परिताप निदानं परपरिचय परिणामम् । भज निःसंगतया विशदीकृतमनुभवसुखरसमभिरामम् ॥ ४॥
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અન્યત્વ ભાવના
છે વિનય, તારા ઘરને સંભાળ.
શરીર-સંપત્તિ, સુત-ધર કે સ્વજન વિગેરેમાં તારું કોણ છે કે જે દુર્ગતિમાં પડતાં તને બચાવશે.? ૧
અતિ મોહચી જેને તું તારું ગણે છે તે શરીર પણ અતિ ચંચળ છે. તને એ ખિન્ન કરીને શિથિલ અને પરાસ્ત કરી દેશે. ૨
પ્રત્યેક જન્મમાં તું કુટુંબ કબિલા રચે છે, વિવિધ પ્રકારના પરિસર ભેળાં કરે છે, પણ જ્યારે તારે પરમવગમનનો અવસર આવે છે, ત્યારે એ બધું જ અહિં જ રહે છે. ઘાસનું તણખલું પણ તારી સાથે આવતું નથી. ૩.
આસક્તિ અને આવેશને વધારનાર મમત્વને છોડ. પરપદાર્થોના સંગને છોડ. તેનો સંપર્ક, આકાંક્ષા છોડ. અને નિઃસંગતા વડે અનુભવરસના અભિરામ સુખનો અનુભવ કર.
તારું ઘર સંભાળ -
તારું ઘર કયું? તું ક્યાં રહે છે? જરા યાદ કર, તું કોણ છે? વિનય, નિમાયનિન ભવનમ્-ઉપાધ્યાયવિનયવિજય મહારાજ પોતાના આત્માને ઉદ્દેશીને ભવ્ય પ્રાણીઓને જણાવે છે કે હે વિનય, તારું ઘર સંભાળ. બોલો, તમારું ઘર ક્યું? તમે રહો છો તે બંગલો?
સભા - હા, સાહેબ એ જ અમારું ઘર છે ને?
બસ ત્યારે, ત્યાં જ તમે માર ખાઈ જાઓ છો. ખરેખર તમારું ઘર એટલે આત્માનું સ્થાન. દરેક ભવમાં તમે ઘર માટે ઝઝુમ્યા છો. મનુષ્ય ઘર માટે... કીડી દર માટે.....
પંખી માળા માટે સંઘર્ષ કરે છે. પણ આત્માના સ્થાનનો કોઈએ વિચાર કર્યો નથી. તમારી જાતનું તમે નિરીક્ષણ કરો. હું શાશ્વત આત્મા છું. "एगो मे सासओ अप्पा नाणदंसण लक्खणो"
જ્ઞાન-દર્શન લક્ષણવાળો મારો આત્મા શાશ્વત છે. આવું ચિંતન હવે કરવાનું છે. તમે તમારું જ ઘર ભૂલી ગયા એટલે પરઘરને જ જોવા લાગ્યા. બાહ્ય દ્રષ્ટિ જ થવા લાગી. પરઘર એટલે પરપરિણતિ, પરપદાર્થો અને તેમાં
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૫
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જે ધર્મશોધે તે મિથ્યાદ્રષ્ટિ. અને જેનિજ ઘરનું અવગાહન કરે તે સમ્યદ્રષ્ટિ. ચાર આકર્ષણો સંસારના.
તમને ચાર વસ્તુઓ એવી મળી છે કે એમાં ને એમાં રમ્યા કરો છો એટલે સ્વભુવનને જોવાનો ટાઈમ જ મળતો નથી. પરાયા ઘરમાં જ પડી રહ્યા
છો.
“આત્મપરિણતિ એ આપણું ઘર છે પરપરિણતિ એ પરાયું ઘર છે”
પરાયા ઘરમાં રમવાના ચાર આકર્ષણો ઉપાધ્યાય વિનયવિ.મ.બતાવે છે અને એના કારણે જ જીવ ભટકે છે.
(૧) શરીર (૩) ધન (૩) પુત્રાદિ પરિવાર (૪) સદન (ઘર).
શરીરનો અતિરાગ આસક્તિ આત્માનો વિચાર કરવા ન દે. જીવને અનાદિ કાળથી શરીર લાગેલું છે. એટલે એ એવો જ વિચાર કરે કે શરીર એજ આત્મા છે. માટે શરીર સુખી થાય એવા પ્રયત્નો સતત થયા કરે છે. ઈન્દ્રિયજન્ય સુખો શરીરથી જ ભોગવાય છે. શરીર અને આત્માને એક જ માનવા તે અજ્ઞાન છે. શરીરનો રાગ અનર્થનું કારણ છે. જ્યાં સુધી શરીર ઉપર રાગ હશે ત્યાં સુધી દ્વેષ-ઝઘડા-કલેશ કંકાસનું વાતાવરણ રહેવાનું જ.
અનર્થો દુઃખો અને પીડાથી બચવું હોય તો શરીરને આત્માથી જુદું માનો. હું આત્મા છું આવું તત્ત્વજ્ઞાન જીવનમાં ઉતારો. શરીર વિનાશી છે. જડ છે. હું અવિનાશી છું, ચેતન છું. આવું ભેદ જ્ઞાન મેળવવું જોઈએ.
હા. શરીરને સાચવવું જોઈએ પણ ક્યાં સુધી! કેવી રીતે? “આત્માના ભોગે શરીરનેહરગિજ સાચવવાનું નથી. શરીરના ભોગે આત્માને સાચવવાનો
જ્યાં સુધી ઈષ્ટ મંઝિલની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શરીરને સંભાળવાનું છે. માટે જ કહ્યું છે.
શરીર નૌકા છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે. જ્યારે સંસાર સમુદ્ર ના કિનારે પહોંચીએ ત્યારે જ નૌકા છોડવાની છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૬
અન્યત્વ ભાવના એટલે શરીરના સહારે સંસાર સમુદ્ર તરવાનો છે. પણ ઉદ્દેશ એક જ હોય કે આત્મા જ મહત્વનો છે. જુઓ એક વ્યવહારુ દ્રષ્ટાંત આપું.
ચાર દિવસ પછી તમારે ત્યાં ત્રણ રૂા. ના કવરમાં રૂા. ૩ લાખનો એક ચેક બહારગામથી આવવાનો છે. અગાઉથી તમને મેસેજ મળી ગયા છે. ફોન દ્વારા સામેની પાર્ટીએ જણાવી દીધું છે.
અને બરાબર ચાર દિવસે તમારા હાથમાં એક કવર આવ્યું. એમાં રૂા. ૩ લાખનો ચેક છે એની તમને ખાતરી છે. હવે કવરમાં એક એવી રીતે ફીટ કરેલ છે કે કવરના માપમાં ચેક સમાઈ ગયો છે. જરા જગ્યા રહી નથી તો તમે એને કેવી રીતે ફાડશો?
સભા- સાહેબ જાળવીને, ચેક ન ફાટે એની કાળજી રાખીશું.
કેટલાક સમજદાર છો તમે. સાચવીને કવર ફાડી એમાંથી એક કાઢી લેશો. ચેક ન ફાટે તેની કાળજી રાખશો. હવે હું પૂછું છું કે ફેડેલ કવરને શું કરશો? તિજોરીમાં મૂકી રાખશો ને?
સભા -ના સાહેબ, કવર જશે કચરા પેટીમાં. કેમ? સાચવીને રાખો ને? કામ લાગશે! ના કવર ન સચવાય. એ કશા કામમાં ન લાગે.
બસ આ જ વાત અધ્યાત્મ જીવનમાં સમજવાની છે. આ શરીર એટલે ૩ રૂ. નું કવર અને આત્મા એટલે ૩ લાખ રૂ. નો ચેક. બોલો? તમે કોને સાચવો છો? ચેક ને કે કવરને?
સભા - બોલાય એવું જ નથી......!
ભાઈ કવરની પણ કિંમત ખરી પણ ક્યાં સુધી ? આત્મા રૂપી ચેક હાથમાં ન આવે ત્યાં સુધી. તમે શરીરને સાચવવામાં પડી ગયા એટલે માર ખાઈ ગયા. આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન મેળવી આપણા આત્માને ઓળખવો જોઈએ.
અન્યત્વ ભાવના એજ શીખવે છે કે તું મૂર્છા-આસકિતને છોડ! ચેતન તું તારા ઘેર ચાલ. દેહાધ્યાસ ભાવને ત્યાગ. મળેલ શરીરથી તું ધર્મ આરાધી લે અને આત્માના પોતાના ઘરને સંભાળી લે. તારા ઘરમાં અપાર અને પરમ આનંદ છે. સદૈવ ત્યાંજ રમણ કરો. તે ઘર શાશ્વત છે. અવિનાશી છે. પરમસ્વરૂપી ચેતના છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૨૭
માનવી ધનને પણ પોતાનું ગણે છે, ધન પાછળ પાગલ બને છે. પણ ધનથી સુખ મળે છે તે ભ્રામક માન્યતા છે.
નથી મળવાની ખુશી સંપત્તિમાં, આ મોજાઓ રડીને કહે છે જગતને ભીતર માંહે મોતી ભર્યા છે છતાંય સમંદરના જીવન માાં થઈ ગયા છે.
પૈસો કમાવવા, કમાયા પછી સાચવવામાં માણસ કેટલો પુરૂષાર્થ કરે છે એના પ્રત્યે આસક્તિ રાખે છે અને પૈસાને જ સર્વસ્વ ગણે છે.
પૈસા માટે અન્યાય અનીતિ અને દંભ આચરવાનું કામ કરે છે. પૈસા માટે માણસ મા-બાપ-પુત્રાદિને પણ તરછોડે છે. એટલે જ કહ્યું હશે.
જનમ જનમાકા પ્યાર ભી અંગાર બન જતા છે. દોસ્ત ભી દુશમન કા તરફદાર બન જાતા હે. હદિસા કછ ઐસા હોતા હૈ જબ પાસ સે નહિ હોતે. બેટે અપને બાપા ગાર બન જાતા હૈ.
અર્થવાસના ભયંકર કોટિની છે. મમ્મણશેઠને સાતમી નરકમાં લઈ જનાર આ આસક્તિભાવ જ છે. માટે અનાસક્ત બનવું. જે અહિંનું છે તે અહિં જ રહી જવાનું છે. માટે આત્માનું સાચું ધન જે જ્ઞાન-દર્શન અને ચારિત્ર છે તેને બરાબર ઓળખી.. એ ધન મેળવવા તું પ્રયત્ન કર. તે જ શાશ્વત છે. અને તે જ પરમ આનંદનું કારણ છે.
અહીંનું ધન ક્યારે ચાલ્યું જશે એની ખબર પડશે નહિ માટે ધનથી આત્મા અન્ય છે એવું ચિંતન સદા કરતો રહેજે. પુત્ર-ઘર સવજનાદિ...!
જેમ આત્મા શરીરથી ભિન્ન છે તેમ પુત્ર-પન્યાદિ સ્વજન-પરિવાર પણ આત્માથી ભિન્ન છે. માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ બહેન આ બધા જ સંબંધોની જાળ વિકસતી જાય છે. એમાં સ્વાર્થ, દ્વેષ અને નિંદા પણ ભળે છે.
અરસ-પરસ સ્નેહ અને સદ્ભાવથી રહેવાના બદલે ઝઘડા અને કંકાસનું વાતાવરણ ખડું થઈ જાય છે. વિચારભેદ અને મતભેદના કારણે પરિવાર ખંડિત બની જાય છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮
અન્યત્વ ભાવના વળી આ સ્વજનો-પરિવાર પણ પોતાના સ્વાર્થને જ મુખ્ય ગણે છે. તેમજ આ પરિવાર અનંતા જન્મોમાં અનંતીવાર મલ્યો છે. દરેક જન્મમાં સદસ્યો બદલાયા કરે છે. કોઈ કાયમ સાથ આપતું નથી.
बूरे दिनो में ना भाई और जाया काम आता है। फक्त अपना कमाया और बचाया काम आता है।
સંસારની ધરી ઉપર છેવટે જીવે એકલાએ જ ભમવાનું છે. ઉપાધ્યાયજી મહારાજ છેલ્લે પ્રશ્ન કરે છે કે પુત્ર-ધન-શરીર કે પરિવારોમાંથી બોલ! દુર્ગતિમાં જતાં તને કોણ બચાવશે?
કેટલી મહત્વપૂર્ણ વાત છે. આ બાહ્ય સુખો તને દુઃખ કે દુર્ગતિમાંથી બચાવવા માટે સમર્થ નથી.
તો પછી આત્મા જેનાથી ભિન્ન છે તેની સાથે આત્મીયતા કેમ બાંધી શકાય? જે કદી મારા બન્યા નથી તેને મારા માનવાની મેં ભૂલ કરી છે. પરદ્રવ્યોમાં મમતાના પ્રગાઢ બંધનથી બંધાઈ ગયો છું.
અનંતકાળથી આવી ભૂલની પરંપરા આચરી છે એટલે જ જ્યારે માતા પિતાનો વિયોગ થયો ત્યારે હું હૈયાફાટ રહ્યો છું. પુત્રે દગો દીધો ત્યારે તે ખૂબ દુઃખ અનુભવ્યું. મિત્રો અને અન્ય સ્વજનો જ્યારે તારાથી વિમુખ થયા ત્યારે તારા કાળજામાં જોરદાર ચોટ લાગી.
જે સંપત્તિને મેં મારી માની તે જ્યારે નાશપામી ત્યારે હુંચોધાર આંસુએ રડ્યો. મારું શરીર જ્યારે રોગગ્રસ્ત બન્યું ત્યારે વેદનાથી ભાંગી પડયો. આ બધું શું સૂચવે છે. ગાઢ મમત્વ ભાવ માટે સતત ચિંતન કરો.
अन्योहं स्वजनात् परिजनात्
આ તમામ પદાર્થો સાથેનો મારો સંબંધ કર્મજન્ય છે તે મળે તો ભલે ને ન મળે તો ભલે. મારે એમાં રાજી-નારાજી કેળવવી નથી. પછી શોક ઉગ દૂર થશે અને પરમ આનંદની અનુભૂતિ થઈ શકશે.
આસક્તિને વધારનાર એવા મમત્વભાવને તું છોડી દે. એના માટે પરાઈ વસ્તુના સંપર્કને છોડ. જે પદાર્થો સાથે નથી આવવાના એની આકાંક્ષા શા માટે? ચાર દિવસના ચાંદરણા પર
જુડી મમતા શા માટે
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૯
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જે ના આવે સાથે તેની
ખોટી માયા શા માટે? તું તદન નિઃસંગ અને નિરપેક્ષ બની જા. તમામ સંબંધોથી પર બની જાતોજ અનુભવ રસનું સુખ મળી શકશે. આત્મામાંથી ઝરતો જે સાત્વિકરસ તે અનુભવરસ છે. એવું સુખ મેળવવા માટે ભૌતિક સુખ છોડવું પડશે તું સુખને અંદર જો. બહાર ફાંફા મારવા છોડી છે. અંતર્મુખ બની જા...
અત્યાર સુધીમાં માતૃમુખ, પિતૃમુખ અને પત્ની મુખ બન્યો છે પણ હવે અન્તર્મુખ બન. જે બહાર સુખ ગોતે તે બાહાત્મા જે અંદર સુખ ગોતે તે અંતરાત્મા पथि पथि विविध पथैः पथिकैः सह कुरुते कः प्रतिबन्धनम् । निज निज कर्म वशै : स्वजनै : सह सह किं कुरुषे ममता बन्धम् ॥५॥
વિવિધ રસ્તાઓમાં યાત્રિક બનતા સહયાત્રીઓ સાથે શું બંધન હોય ? પોતપોતાના કર્મના કારણે ભેળા થતા સ્વજનોની સાથે શું મમતાનું બંધન હોય?
હે વિનય તારું ઘર સંભાળ.
ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે હે ચેતન ! જન્મના સ્ટેશનથી શરૂ થયેલ તારી યાત્રા મરણના સ્ટેશને પૂર્ણ થશે. આ જીવનયાત્રામાં વચ્ચે વચ્ચે કેટલાય યાત્રિકો જોડાશે. કેટલાય યાત્રિકો છૂટા પડશે. એમાં કંઈ હરખશોક ન હોય.
ટ્રેનમાં કેટલાય મુસાફરો મળે ને કેટલાય છૂટા પડે પણ તમને એનો આનંદ શોક ન હોય. આ તો ભાઈ યાત્રા છે. ભેળાં થઈ ને છૂટા પડીએ.
એ છુટા પડે તો દુઃખ નહિ કેમકે એના પ્રત્યે મમત્વ નથી.
પાલિતાણાની કોક ધર્મશાળામાં તમે ઉતર્યા હો અને તમારી બાજુની રૂમમાં કોઈ અણજાણ કુટુમ્બ ઊતરેલ હોય. પછી કોઈ તમને પ્રશ્ન કરે કે આ કુટુમ્બ ક્યાંથી આવ્યું? તમે શું કહેશો..
ખબર નથી. .
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩)
અન્યત્વ ભાવના
પછી તમને પૂછે કે આ લોકો ક્યાં જવાના છે? ત્યારે તમે શું કહેશો... ખબર નથી.
હવે એ જાય તો તમને શોક થાય? આવે તો આનંદ થાય? ના. કેમ? કેમકે એ કોણ છે. ક્યાંથી આવ્યા ક્યાં જવાના? એ જ તમને ખબર નથી. તો પછી દુઃખસુખ થાય જ નહિ!
બસ એ જ રીતે તમારો પરિવાર ક્યાંથી આવ્યો? જવાબ આપો... તમને ખબર છે? બોલો ક્યાંથી આવ્યો તમારો પરિવાર.....?
સાહેબ ખબર નથી.... તમારો પરિવાર ક્યાં જવાનો છે?..... એ પણ ખબર નથી... તો પછી એમ સંયોગે કે વિયોગે આટલો સંતાપ કેમ? હર્ષ કેમ? મમત્વ જ એમાં કારણ છે.
વિનયવિજયજી મ. એ જ વાત જણાવે છે કે મુસાફરીમાં જેમાં મુસાફર જોડાય અને છુટા પડે પણ તેને કશું વિશેષ થતું નથી એમ જીવનયાત્રામાં પણ કુટુંબીજનો જુદા-જુદા સંબંધોથી જોડાય છે અને સમય પૂર્ણ થતાં વિદાય લે છે. એના પ્રત્યેનો મમત્વ ભાવ પણ છોડી દેવો જોઈએ, હે ચેતન! તું તારા આત્માને સંભાળ. નિજ ઘરનો ખ્યાલ કર, તારા આત્માનો ઉદ્ધાર તારે જ કરવાનો છે. બીજી કોઈ વ્યક્તિ તારો ઉદ્ધાર કરવા નહિ આવે. સંસારની પાર તારે જાતે જ ઉતરવાનું છે.
દરેકના આત્મા જુદા છે. દરેક આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે અને પોતાને સ્વાધીન છે અને અન્ય પદાર્થોથી આત્મા ભિન્ન છે.
આ રીતે અન્યત્વ ભાવનાનું ચિંતન કરવા દ્વારા જીવ પરમ સુખને પામે છે. ક્યારે ય દુઃખી થતો નથી. પારકાને પોતાના માનવાથી દુઃખ આવે છે.
આત્મભાવમાં રમણ કરવા માટે સતત અન્યત્વ ભાવનાને ગાતા રહો. એનું રોજ ગાન કરો. શુદ્ધાત્મક વાર્દનું ચિંતન કરી પરમપદ પ્રાપ્ત કરીએ એ જ ભાવના.
Page #144
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૩૧
प्रणय विहीने दधदभिषंगं सहते बहु संतापम् । त्वयि निःप्रणये पुद्गल निचये, वहसि मुधा ममता तापम् ॥६॥ त्यज संयोगं नियत वियोगं कुरु निर्मलमवधानम् । नहि विदधान : कथमपि तृप्यसि, मृगतृष्णाघन रस पानम् ॥७॥ भज जिनपति मसहाय सहायं शिवगति सुगमो पायम् । पिब गद शमनं परिहृत वमनं शान्तसुधारसमनपायम् ॥८॥
પ્રણય રહિતમાં પ્રણય કરવાથી ઘણો સંતાપ સહન કરવો પડે છે. પુદગલનો સમૂહ પણ તારા ઉપર પ્રેમ વગરનો છે. તે ફોગટ મમતાના તાપને વહન કરે છે. ૬
નિશ કરીને વિયોગ થવાનો છે એવા સંયોગને તું છોડ નિર્મળ અવધાન કર. ઝાંઝવાના જળનું રસપાન કેમેય કરીને તને તૃત નહિ કરે. ૭.
અસહાય ને સહાયભૂત તીર્થંકરનું તું ધ્યાન ધર. આ જ મોક્ષ માટે સુગમ ઉપાય છે. રોગને શમન કરનાર તાપને શાન્ત કરનાર શાન્ત સુધારા રસનું તું પાન કર. ૮
ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ શાન્તસુધારસની અન્યત્વ ભાવના ના અંતિમ ભાગમાં જણાવે છે કે જેને તારા પ્રત્યે પ્રેમ ન હોય તેની સાથે પ્રેમ કરવાથી સર્યું. તું એની પાછળ પાગલ બની જાય એને મેળવવા કોશિષ કરે પણ એ તો અપાર વેદના અને પીડા જ આપવાનું કામ કરશે, કેમ કે તારો પ્રેમ એકપક્ષી પ્રેમ છે.
આ સંસારમાં મળેલા જીવ ઓછા હોય છે. બળેલા જીવ જ વધારે જોવા મળે છે. જેને આપણા પ્રત્યે પ્રેમ ન હોય તેને પ્રેમ-સ્નેહ બતાવવો નહિ. હા. તમામ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખવાનો છે. પણ અહીં પુલ પ્રત્યે જે તમે ખેંચાઈ ગયા છો એટલે કહે છે કે જેને તારી સાથે કોઈ લાગણી જ નથી એના પ્રત્યે જો તું પ્રેમ બતાવીશ તો ઘોર દુઃખો જ સહન કરવા પડશે.
જે જડપદાર્થો છે તેને ન તો રાગ હોય કે ન તો ‘ષ કેમ કે એ જડ છે છતાં વિચિત્રતા એ છે કે ચેતનાત્મા એના પ્રત્યે રાગદ્વેષ ધારણ કરે છે. માટે એટલું જ વિચારવાનું છે કે “
પુલ મને પ્રેમ કરતા નથી તો મારે શા માટે
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પુદ્ગલને પ્રેમ કરવો.’’
પુદ્ગલની તોડ-ફોડ થશે તો તમે રડી ઊઠશો પણ તમારી તોડ-ફોડ કે હાનિ થશે તો પુદ્ગલને એની કોઈ જ અસર નહિ થાય. એટલે પુદ્ગલો પ્રત્યે પરિવાર પ્રત્યે, સંપત્તિ પ્રત્યે ઉદાસીન ભાવ કેળવવાનો છે. આપણું આત્મ દ્રવ્ય આત્મઘર આપણે સંભાળવાનું છે.
त्यज संयोगं नियत वियोगं :
અન્યત્વ ભાવના
જે સંયોગ નિશ્ચે કરીને વિયોગમાં પલટાઈ જવાનો છે એવા સંયોગને પણ ત્યજ. એનો સંયોગ જ ન કર. જે પદાર્થોના સંયોગમાં તમે સુખ માન્યું હશે તો એના વિયોગમાં દુઃખ આવશે જ. માટે સંયોગમાં ખુશ થવાનું નથી. આ બધી માયાજાળ જ છે એમ માની એ પ્રસંગોએ પણ ઉદાસીન ભાવથી રહેવાનું છે.
બેંકના કેશીયર પાસે રોજના લાખો રૂપિયા આવે અને લાખો રૂ।. જાય એ તો તમને ખબર જ હશે પણ જ્યારે એને રૂ।. આપવા પડે ત્યારે દુઃખ લાગે ખરૂં ? કચવાતા મને આપે ? કાલે આવજો એમ કહે ? બોલો શું કરે ?
ભા આપી દે. એને ક્યાં ઘરના આપવાના છે !
·
એટલે આપતી વખતે એને દુઃખ ન લાગે... કેમ ?
આગમન વખતે આનંદ નહિ, વિદાય વેળાયે દુઃખ નહિ. સન્માન વખતે અહંકાર નહિ, અપમાન વખતે નુકશાન નહિ. જો મસ્ત નહિ મરણે શસ્ત નહિ.
સંયોગ વખતે મજા નહિ, વિયોગ વખતે સજા નહિં કેશિયરને દુઃખ નથી કેમકે પૈસા આવતી વખતે આનંદ-હર્ષ ન હતો માટે આપતી વખતે ખેદ નથી
પુદ્ગલ પ્રત્યે પણ તમે એવાજ ભાવ કેળવો કે આ ક્યાં મારું છે. સભા- એવા ભાવ તો નથી કેળવાતા.
કેળવવા જ પડશે. તો જ પુદ્ગલ રાગ ઓછો થશે. અને તો જ દુઃખ, શોક હીન થશે.
પુદ્ગલરાગને ઓછો કરવા માટે જ અન્યત્વભાવનું ચિંતન છે. તમે વિચારો કે જે પુદ્ગલો મલ્યા છે તે બધા જ શું કાયમ તમારી સાથે જ રહેવાના છે ? શું તમારો સાથ એ કદી નહિ છોડે ? શાન્ત ચિત્તે આ પ્રશ્ન તમે તમારા
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ આત્માને પૂછજો.
સંયોગ એ વિયોગનું કારણ છે. અને દુઃખનું નિમિત્ત છે. સંથારા પોરિસિની આ ગાથા તમને આવડતી જ હશે.
संजोगमूला जीवेण पत्ता दुःख परंपरा । तम्हा संजोग सम्बन्धं सव्वं तिविहेण वोसिरियं ॥
પત્તા દુઃખ પરંપરા. દુઃખ શાનાથી આવે છે. તમે એના મૂળ સુધી જાઓ. પત્નીએ દુઃખ આપ્યું. પુત્રે ત્રાસ આપ્યો. ભાઈએ દગો કર્યો. ભાગીદારે કપટ કર્યું. આવુ બધું ઘણીવાર સાંભળવા મળે છે. પણ હકીકત આપણે નથી જાણતા. આ બધા તો નિમિત્તો છે. દુઃખની પરંપરાનું કારણ છે- સંયોગ. માટે જ સંયોગ સંબંધને મન-વચન-કાયા એ વોસિરાવાના છે.
સંયોગ જન્ય સુખમાં જીવ એટલો આસક્ત બની ગયો છે કે બધું જ ભાન ભૂલી ગયો છે. એ સુખમાં આત્માના નિર્મળ સ્વભાવને પણ ભૂલી જવાયો છે. એટલે ગ્રીકાર કહે છે તું નિર્મળ સ્વરૂપને ધારણ કર.
આત્માનું અનંત સુખ ભૂલી જઈને સામાન્ય સુખમાં આજનો માણસ ડુબકી ખાય છે. એમાં જ મસ્ત બની ગયો છે. જો એક વાર સ્વરૂપ રમણના સુખનો આનંદ મળી જાય તો સામાન્ય – પુદ્ગલ જન્ય સુખમાં કોઈ મજા આવે નહિ.
“અમૃતનો સ્વાદ માણ્યા પછી સાકર ભેરવાઇ લાગે
જ્યારે પુગલજન્ય સુખોને તું છોડીશ તો જ તને આત્મિક સુખ મેળવવાની ઝંખના જાગશે. પુદ્ગલના સુખો એટલે ઝાંઝવાના જળ. એની પાછળ તું ગમે તેટલો દોડે તો પણ ઝાંઝવાના જળ તને મળશે નહિ અને કેમે કરીને તારી તરસ મટશે નહિ. ઉલટાનું દોડદોડ કરવાથી વધુમાં વધુ તરસ લાગ્યા કરશે. એટલે મૃગતૃષ્ણા જેવા જળની પાછળ તું દોડ નહિ.
આપણે અલૌકિક સુખ મેળવવાનું છે એ અલૌકિક સુખ એટલે શાન્ત સુધાનું પાન કરવાનું છે. એ માટે શું કરવાનું? જિન ભક્તિ એ જ મુક્તિનો ઉપાય
તું જિનેશ્વરને ઓળખ અને એમને ભજ. આ સંસારમાં જ્યારે ચારે બાજુ સ્વાર્થનો દાવાનળ સળગી રહ્યો છે ત્યારે એક માત્ર પ્રભુ જ નિઃસ્વાર્થ ભાવે બંધુ બની રહ્યા. આ સળગતા સંસારમાં અસહાય-બેસહારા જીવને
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪
અન્યત્વ ભાવના
સહાય આપે છે જિનપતિ... બસ એ જિનને ભજ. તો જ એનું ફળ તને મળશે. જો... દેખ..
ગુલાબની સુગંધ સૌ પ્રથમ ગુલાબ જ માણે
મોતીનો સ્પર્શ સૌથી પહેલા છીપ ને જ મળે
સાધનાની ફલ સિદ્ધિ સૌથી પહેલા સાધકને જ મળે એજ રીતે ભક્તને જ સૌ પ્રથમ ભગવાન ફળે.
માટે પરમાત્માને ભજવાના છે. ભક્ત બનીને પ્રભુ પાસે જવાનું છે. મસ્તક પરમાત્માની સામે ઝૂકે છે તેને કોઈની પાસે મૂકવું પડતું નથી.
પરમાત્મા ભક્તને પરમાત્મા બનાવી દે છે. પોતાનું સ્વરૂપ નિજભક્ત ને આપે છે. પરમાત્માને પ્રાર્થના હોઠથી નહિ, પણ હૈયેથી કરવાની છે. અન્યત્વ ભાવનાના આ ચિંતનમાં છેલ્લી ગાથામાં ગ્રન્થકાર જિનપતિને ભજવાનું જણાવે છે માટે આપણે થોડું ચિંતન જિનભક્તિ ઉપર પણ કરીયે.
જગતને રંજાડનાર હોય તો રાગ-દ્વેષ અને કામ. આ ત્રણ તત્ત્વો ઉપર આપણે વિજય મેળવવાનો છે. એના માટે એના વિજેતા પાસે જવું પડશે. રાગાદિ વિજેતા જગતમાં એક માત્ર જિનપતિ છે. અન્યત્વ ભાવનાના ચિંતનમાં આપણને જિનેશ્વર દેવ જ સહાય કરશે. રાગ-દ્વેષ-કામ વિજેતા પ્રભુજ આપણા તારણહાર છે.
પરમાત્માનો અચિત્ત્વ પ્રભાવ છે, અપૂર્વ મહિમા છે કે મહારાગી - પણ મહાત્યાગી બની જાય. મહાક્રોધી સમતાવાન થઈ જાય, કામી નિર્વિકારી બની જાય. જે પ્રભુએ પુદ્ગલનો રાગ છોડયો, સંબંધનું મમત્વ છોડયું, એમના પ્રભાવે આપણે નીરાગી અને નિઃસંગી બનવાનું છે.
પરમાત્મતત્વમય આપણે બની જવાનું છે. આત્મામાં રહેલ મલિનતા હટી જાય એટલે એ પરમાત્મા બને છે.
અનંત ગુણના ધારક પરમાત્માનો આત્મા સ્ફટિક જેવો સ્વચ્છ અને નિર્મળ છે. ભગવદ્ કૃપાના બળે આપણો આત્મા પણ એવો જ નિર્મળ બને.
વળી- પ્રભુ નિષ્કારણ બંધુ છે. અનંત કરૂણાના સાગર છે, સાક્ષાત પરબ્રહ્મના અવતાર છે. જગતમાં ભટકતા અશરણ અસહાય જીવોને સહાય કરનારા છે. એવા પ્રભુનું ભજન જ મુક્તિમાં જવાનો સુગમ ઉપાય છે. એટલે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૫
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જ તો કવિએ કહ્યું નહિ હોય ને? કે....
“મુક્તિ કરતાં ભક્તિ ભલી મુજ મન વસી”
શિવગતિ માટે સુગમ અને સરળ ઉપાય છે ભક્તિ. મોક્ષે જવા માટે ત્રણ રસ્તા છે. એક કટ . જ્ઞાનયોગ-જ્ઞાન ઉપાર્જન કરી કર્મ નિર્જરા કરી
મોક્ષે જવાય પણ આ યોગ કઠિન છે. શોર્ટ કટ - તપ યોગ-તીવ્ર તપ કરી કર્મનિર્જરા કરવી. આમાં
શારીરિક શક્તિ જરૂરી છે. માટે કઠિન છે. સરળ કાટ - ભક્તિયોગ - પરમાત્મ ભક્તિમાં કોઈ જાતની
શક્તિની અપેક્ષા નથી. જે નિરપેક્ષ બને તે ભક્તિ
કરી શકે. આ પ્રમાણે સરળ-સુગમ માર્ગે જવા અટલ ભક્તિ માર્ગ છે એના પ્રભાવે શાન્ત સુધારસનું પાન થાય છે. શાન્ત સુધા કેવી છે. ગદશમન છે. રોગને શાન્ત કરનાર છે. મનના - તનના અને આત્માનો રોગ જેનાથી નાશ થઈ જાય છે. આત્મા હળવો ફૂલ બની જાય છે. પરમ તૃપ્તિનો ઓડકાર પ્રાપ્ત થાય છે. તાપ અને સંતાપને દૂર કરનાર છે.
આવા શાન્તસુધારસના પાનને રોજ કરો... દરરોજ અન્યત્વ ભાવનું તમે ચિંતન કરતા રહેજો. જ્યારે પ્રિય વસ્તુનો સંયોગ થાય ત્યારે ખુશ ન થવું. જ્યારે પ્રિય વસ્તુનો વિયોગ થાય ત્યારે શોક ન કરવો. શરીર-સંપત્તિ-પરિવાર એ આત્માથી ભિન્ન છે. પૌલિક વિષયોમાં કોઈ જાતનું સુખ નથી. સ્વજન-પરિજન સાથે આવતા નથી કે દુઃખમાં ભાગ પડાવતા નથી. સંસારના સુખો, વિષયો ભૂંડા છે. ખરાબ છે. તમામ સંબંધો, અસ્થિર અનિત્ય છે. આ પ્રમાણે રોજે રોજ ચિંતન કરી પરમસુખના ભોક્તા બનો એજ.
આ પ્રમાણે અન્યત્ય ભાવનાનુ ચિંતનપૂર્ણ થયું. ઉપાધ્યાયજી મહારાજ હવે છઠ્ઠી અશુચિ ભાવનાનું વિવેચન કરશે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ક
-
અશુચિભાવના છે અશુચિ ભાવના ફી सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेश सङगाशुचिः शुच्याऽमृद्य मृदाबहिः स बहुशो घौतोऽपि गङगोदकैः । नाधत्ते शुचित्तां यथा तनुभृतां कायो निकायो महा बिभत्साऽस्थि पुरीष मूत्र रजसां नाऽयं तथा शुद्धयति ॥१॥
છિદ્રવાળી મદિરાનો ઘડો, જેમાંથી શરાબ ટપકતો હોય આવા અપવિત્ર ઘડાને માટીથી સારી રીતે સાફ કરવામાં આવે, ગંગાજળ વડે ઘણીવાર ધોવામાં આવે છતાં પવિત્રતાને ધારણ કરતો નથી તે પ્રમાણે બિભત્સ હાડકા, મળમૂત્ર શ્લેષ્મ અને લોહીથી ખરડાયેલ જીવોનું શરીર ઘણા બધા પ્રયત્નો કરવા છતાં શુદ્ધ થતું નથી. ૧
આપણે અત્યાર લગી પાંચ ભાવનાનું ચિંતન-વર્ણન સાંભળ્યું હવે ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજા છઠ્ઠી ભાવનામાં અશુચિનું વર્ણન કરે છે. આ ભાવના પ્રાયઃ કરીને શરીર ઉપર જ કેન્દ્રિત બનેલ છે.
આત્મા અને શરીર ભિન્ન છે એ વાત અન્યત્વ ભાવનામાં જણાવ્યા બાદ શરીર ઉપર રાગ કેમ ન કરવો? એ વાત અશુચિ ભાવનાના માધ્યમથી જણાવશે અને એટલે જ અન્યત્વપછી અશુચિભાવનાનો ક્રમ લીધો છે. જીવને સૌથી વધુ આસક્તિ પ્રેમ હોય તો એના શરીર ઉપર છે. એ શરીરને સાચવવા ઘણા પ્રયત્નો કરશે. ઉપવાસ, આયંબિલાદિ તપ પણ શરીરના કારણે નહિ કરે. અનાદિ કાળથી જીવને શરીર જોડાયેલ છે એ પણ એક બે નહિ પણ પાંચ-પાંચ શરીરમાં આત્મા ઘેરાયેલ છે. તે પાંચ શરીર આ પ્રમાણે જાણવા.
૧ તેજસ ૨. કામણ ૩. વેકિય ૪. આધારક ૫ દારિક
તેજસ અને કાર્મણ શરીર આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે પણ સાથે ને સાથે જ હોય છે દેવના ભવમાં વૈક્રિય શરીર હોય અને
Page #150
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૩૭
મનુષ્ય તથા તિર્યંચના ભવમાં ઔદારિક શરીર હોય-લબ્ધિ યોગે વૈક્રિય શરીર પણ કરી શકે.
ચૌદ પૂર્વધર મહાત્માને સંશય પડે ત્યારે ક્યારેક આહારક વર્ગણાના પુદ્ગલો દ્વારા આહારક શરીરને બનાવે છે.
આપણી મુખ્યત્વે વાત ઔદારિક શરીરને આશ્રયિને જ થશે. શરીર ઉપર રાગ આસક્તિને છોડવાની.
શરીરની રચના સમજવાની છે. કેવળ સમજવાની નહિ પણ જીવન માં ઉતારીને આત્માને નિર્મળ કરવાનો છે. કેમ કે...
અંતરાત્મા નિર્મળ ન બને તે જ્ઞાન નથી, માહિતી છે અંતરાત્મા પવિત્ર ન બને તે સમજણ નથી, જાણકારી છે. અંતરાત્મા શુદ્ધ ન બને તે વિદ્વત્તા નથી, સંગ્રહ છે.
માટે શરીર કેવું ગંદુ છે. એની જાણકારી જ નહિ પણ સમજણ કેળવવાની છે અને એના પ્રત્યે મોહ ઓછો કરવાનો છે. આજે તમારો મોટા ભાગનો સમય શરીરની ટાપ-ટીપ અને ચોક્સાઈ માટે જ જાય છે. શરીર ખાતર ગમે તે તમે કરી શકો છો એટલે કહેવાય છે કે
રોગના ડરથી માણસ ખાવાનું છોડી દે છે પણ મોતના ડરથી પાપ કરવાનું છોડતો નથી.
ગ્રન્થકારશ્રી જણાવે છે કે શરીર સાથે રાતદિવસ રહેવાનું છે. એની સાથે જ જીવવાનું છે છતાં એની તરફ આસક્તિ રાખવાની નથી. બહુ કપરૂ કામ છે. માટે તારે ખાસ સમજવાનું છે.
શું તમને ગંદકી, ગટર કે અશુચિ ગમે ? ઉકરડો હોય તો તમે કેવા થઈ જાઓ. બસ આ શરીર પ્રત્યે એવું જ વિચારવાનું છે.
એક ઘડો છે, એમાં શરાબ ભરેલો છે. આ ઘડો છિદ્રવાળો છે તેમાંથી શરાબ ટપક્યા કરે છે. અને ઘડો આખો ગંદો ગોબરો થઈ ગયો છે. હવે એ ઘડો દુર્ગંધ મય છે. ચારે બાજુ એની દુર્ગંધ ફેલાતી હોય છે. આ ઘડાને જો ગંગા જળથી ધોવામાં આવે અગર માટીથી સાફ કરવામાં આવે તો પણ એની દુર્ગંધ જાય નહિ. તે ઘડો સ્વચ્છ થાય નહિ. અપવિત્ર ઘડો છેવટે અપવિત્ર જ રહેતો હોય છે.
શરીરને છિદ્રવાળા શરાબ ઘડાની ઉપમા આપી છે. શરીરમાં ગંદા
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અશુચિભાવના
હાડકા-મળ મૂત્ર-પરૂ-લોહી શ્લેષ્મ અને વીર્ય ભરેલા છે. અપવિત્ર પદાર્થથી શરીર ગંદુ છે. આ શરીરને ગમે તેટલું સાફ કરો તો પણ એ પવિત્ર નહિ થાય. શરીરમાં તમે જે ભોજનપાણી નાંખો છો તે ગંદકી પેદા કરે છે. દુનિયાની ફેક્ટરી તો હજુય સારી કહેવાય કે એમાં ગંદો કચરો કાચોમાલ (રોમટિરિયલ) નાંખવામાં આવે અને જ્યારે એનું ઉત્પાદન(પ્રોડકશન) થાય ત્યારે માલ સ્વચ્છ મનોરંજક હોય છે. જ્યારે શરીર ફેક્ટરીમાં તમે સારો તાજો માલ પધરાવો છો અને જ્યારે તેનુ પ્રોડક્શન ! જોવું પણ ન ગમે.
આવા શરીર ઉપર-રૂપ ઉપર જીવ રાગાંધ બનીને ન કરવાના પાપો કરી બેસે છે. પણ ધ્યાનમાં રાખશો કે રૂપ પણ ક્યારે કુરૂપ બની જશે એટલેજ વિચારો....
“રૂપમાં બૂઢાપાનું દર્શન કરો.
મીઠાઈમાં વિષ્ટાનું દર્શન કરો
કપડામાં ચીંથરાનું દર્શન કરો.”
તો તે તે પદાર્થો ઉપર રાગ નહિ જાગે. કેમ કે અધૂરૂ દર્શન જ રાગવિકાર જગાવે છે.
ટુંકમાં શરીર નાશવંત છે એક વખત તમને દગો આપીને જવાનું છે માટે દેહાધ્યાસ તોડવાનો છે. તું શરીરને અપવિત્ર અને કુત્સિત સમજ. મળમૂત્રનું ઘર અને દુર્ગંધમય આ શરીર છે એવું ચિતન કરવાનું છે. વળી આ શરીરને ગમે તેટલું ચોખ્ખુ કરવામાં આવે તો પણ તે અપવિત્ર થઈ જાય છે. સારી રીતે માવજત કરવા છતાં તે રોગગ્રસ્ત બની જાય છે. જુઓ ગ્રન્થકાર જ આ બાબતમાં શું જણાવે છે
स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भि : वारंवारं बत मलतनुं चन्दनै रचर्यन्ते । मूढात्मानो वयमपमला प्रीतिमित्याश्रयन्ते नो शुद्धयन्ते कथमवकरः शक्यते शोद्धमेव ॥ २ ॥
મૂઢાત્મન વારંવાર સ્નાનાદિ કરીને શરીરને સ્વચ્છ કરે છે. ચંદનનો લેપ કરીને પોતાની જાતને નિર્મળ માને છે કે અમે અપમલ (સ્વચ્છ) છીએ પરંતુ આ માત્ર ભ્રમણા જ છે કેમ કે ઉકરડો કેમેય કરીને સ્વચ્છ કરી શકાતો નથી-૨
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૯
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
શરીરને સ્વચ્છ રાખવા માટે માણસ વારંવાર સ્નાન કરે છે. ઋતુ પ્રમાણે ભારે માહ્યલા સાબુનો ઉપયોગ કરે છે. શરીરની દુર્ગધ દૂર કરવા માટે ચંદનનો લેપ કરાય છે. શરીર ઉપર અત્તરનો છંટકાવ કરવામાં આવે છે.
કદાચ ક્ષણભર માટે શરીર સુગંધમય બની જશે પણ વળી પાછો પરસેવો થશે અને દુર્ગધ ચાલુ થઈ જશે. તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ શરીર સ્વચ્છ થશે જ નહિ. ઉકરડાના ઢગલાને કેવી રીતે સાફ કરી શકાય?
દુર્ગધ મારતો કચરાનો ઢગલો હોય અને એના ઉપર તમે એકાદ-બે બોટલ સેન્ટની ઠાલવી દો તો શું એ દુર્ગધ દૂર થશે ખરી? ન જ થાય ને?
બસ ત્યારે જેમ ઉકરડાને સ્વચ્છ કરી શકાય નહિ તેમ આ શરીરને પણ સ્વચ્છ કરી શકાતું નથી.
માણસ ઘસી-ઘસીને સ્નાન કરે, સારી બ્રાન્ડના સાબુ વાપરે અને પછી એ માને કે હું સ્વચ્છ થઈ ગયો છું. મારો બધો જ મેલ જતો રહ્યો છે તો આ માન્યતા ભૂલભરેલી છે. એની નરી ભ્રમણા છે એ ભ્રમણામાં મૂઢાત્મા જીવે છે અને શરીર પ્રત્યે પાગલ બની જાય છે.
જો કે બાહ્ય રીતે શરીરને ચોખ્ખું રાખવું પડે છે અને એટલે સ્નાનાદિ કરાવવું પડે છે. શરીરને ભોજનવિગેરે પણ કરાવવું જરૂરી છે. ધર્મ આરાધના અવસરે પણ શરીરની પવિત્રતા રાખવી જરૂરી છે. એટલે સ્નાન, ભોજન એ જરૂરી તો ખરું જ...પણ...
શરીર ઉપર રાગ નહિ, આસક્તિ નહિ. સ્નાન કરવું પડે છે. માટે કરો. ભોજન કરવું પડે છે માટે કરો. પણ રાગથી નહિ, પ્રેમથી નહિ બધું જ ઉપેક્ષા અને તિરસ્કારથી કરો. સાચવવા ખાતર સાચવો. ખવડાવવા ખાતર ખાઓ. જુઓ. તમને એક શેઠનું દ્રષ્ટાંત આપું..
એક નગરમાં એક શેઠ રહેતા હતા. આમ તો સુખી અને સંપન્ન હતા. ગામમાં સારું માન હતુ અને રાજમાન્ય પુરૂષ હતા. ઘરે નોકરચાકર પણ ઘણા હતા. પ્રેમાળ પત્નિ હતી. ખોટ હતી ખોળાનો ખુંદનારની.
ઘણી માનતા-આખડી-ચાખડીએ છેવટે શેઠાણીને પુત્ર પ્રાપ્તિ થઈ. માણસને સુખ મળે છે પણ પરિપૂર્ણ સુખ તો નથી જ મળતું. શેઠશેઠાણીનો હવે સુખનો સુરજ ઉગ્યો છે ઘેર પારણું બંધાયું છે.
જન્મની ખુશાલીમાં શેઠે ગામને મીઠું મોં કરાવ્યું. ઉત્સવની ઉજવણી
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
અશુચિભાવના કરી. ધીમે ધીમે લાડકોડથી દિકરો ઉછરવા લાગ્યો. પ-૬ વર્ષની ઉંમરે નાનાનાના બાળકો સાથે શેઠ પુત્ર પણ રમવા લાગ્યો. બાળ સુલભ ચેષ્ટાઓ અને રમતમાં એક વાર ગામના ગોંદરે પહોંચી જાય છે. શેઠે પોતાના પુત્રની સંભાળ રાખવા માટે એક નોકર રાખ્યો હોય છે. તે નોકર બાળકને રમવા લઈ જાય અને એની સંભાળ રાખે.
હવે એક વખત બન્યું એવું કે ગામના ગોંદરે રમતા બાળકોને જોઈ ત્યાં એક ચોર આવ્યો. ચોરની નજર હંમેશા ઘરેણા ઉપર જ હોય અને પોતાનું કાર્ય કરવા માટે કોઈ સારા-નરસાનો વિચાર પણ ન કરે. એની દ્રષ્ટિ હંમેશા માલ ક્યાં મળશે એની તરફ જ હોય.
આ શ્રેષ્ઠિ પુત્રના શરીર ઉપર સુવર્ણ અલંકારો સારા પ્રમાણમાં હતા. હાથમાં, ગળામાં કિંમતી સુવર્ણ અલંકાર જોઈ ચોરનું મન પીગળ્યું. ગમે તેમ કરી આ દાગીના તફડાવી લઉં પણ એની કારી ફાવી નહિ કેમકે શ્રેષ્ઠિપુત્રની સંભાળ રાખનાર નોકર ત્યાં હાજર હતો.
છતાં ચાલાક ચોર રમત નિહાળવામાં જાણે તલ્લીન બની ગયો હોય એવો દેખાવ કરવા લાગ્યો અને નોકર પણ રમત જોવામાં એકાગ્ર થયો એટલે એની નજર ચુકવી શ્રેષ્ઠિપુત્રને ઉપાડીને ચોર ભાગ્યો. નજીકમાં જ એક અંધારીયો કૂવો હતો ત્યાં જઈ બાળક બૂમાબૂમ કરી મૂકશે એ ભયે બાળકનું ખૂન કરી નાંખ્યું અને દાગીના લઈને લાશને કૂવામાં નાખી દીધી. એક અકાર્ય અન્ય અકાર્ય કરાવે.
ઘણી માન્યતા અને ઈચ્છાઓની પૂર્તિ કરનાર એકનો એક પુત્ર આમ અકાળે ઉપડી જાય એ કંઈ સામાન્ય ઘટના નથી. શેઠાણી હૈયાફાટ રૂદન કરે છે. કેટલા અરમાનો સેવ્યા હતા. કેટલી ઈચ્છાઓ કેળવી હતી જેના આગમને ઘરને મહેલ કર્યું હતું. એ બાળકનું એકાએક ખૂન થઈ જાય તો કંઈ માને આઘાત ન લાગે.
બાળક એટલે આનંદનું પ્રતિક બાળક એટલે માતાનું હૃદય બાળક એટલે મુગ્ધતા.
જેને બાળપુત્રનો વિયોગ થાય એને જ ખબર પડે કે પુત્ર વિયોગનું દુઃખ એ શું છે?
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૧
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
બનવા કાળ બની ગયું. મહેલમાં સોપો પડી ગયો. ચારે બાજુ આજંદ છવાઈ ગયો. રાજ્યમાં હાહાકાર થઈ ગયો કેમ કે શેઠ રાજમાન્ય હતા અને લોકપ્રિય હતા. છેવટે રાજ્યના માણસો દ્વારા બાળકની લાશ મેળવવામાં આવી અને તપાસના અંતે ખની ચોર પણ પકડાઈ ગયો. એને જેલમાં પુરવામાં આવ્યો. હાથે પગે બેડી નાંખી દીધી. જેથી જેલમાં રહીને પણ છટકી ન શકે.
આ તરફ એક વાર શેઠ રાજાના નજીવા ગુન્હામાં સપડાયા અને રાજા પણ શેઠ ઉપર બરાબર ગુસ્સે ભરાયા. એક વખતના મિત્ર-માનીતા એવા શેઠને રાજાએ કારાગૃહમાં પૂર્યા પણ વિચિત્રતા એ હતી કે જે કારાગૃહમાં પોતાના પુત્રનો ખુની ચોર હતો તેજ કારાગૃહમાં એક પેગડામાં ચોર અને બીજા પૈગડામાં શેઠને નાંખ્યા. એક બેડીના બે પૈગડા-એકમાં શેઠનો પગ બીજામાં ચોરનો પગ.
શેઠને એટલી છૂટ આપવામાં આવી હતી કે ઘેરથી ઈષ્ટભોજન લાવીને જમવું. એટલે શેઠાણી જમવાની વેળાયે ટીફીન લઈને આવ્યા. પ્રેમથી શેઠને જમાડ્યું. ચોર જોતો રહી ગયો અને શેઠાણી જમાડીને ચાલ્યા ગયા. સાંજે શેઠને કુદરતી હાજતે જવાનું થયું એટલે ચોરને કહ્યું કે ચાલ મારી સાથે મારે હાજત કરવા જવું છે કેમ કે એકને ક્યાંય પણ જવું હોય તો બીજા ની જરૂર પડે જ એ રીતે બને બંધનગ્રસ્ત હતા. ચોરે ઘસીને ના પાડી દીધી હું નહિ આવું. છેવટે શેઠ બહુ કરગર્યા એટલે ચોરે કીધું કે તમારા ઘેરથી જે ભોજન આવે છે તેમાંથી મને પણ આપો તો જ હું તમારી વાત માનું.
પુત્રના ખૂનીને ભોજન...! શેઠ વિચારમાં પડી ગયા પણ છૂટકો જ ન હતો એટલે ક-મને ચોરની વાત કબૂલી. એટલે ચોરે પણ શેઠને હાજત વગેરે જવામાં સહાય કરી.
બીજા દિવસે શેઠાણી ઘરનું સ્વાદિષ્ટ ભોજન લઈને આવ્યા પ્રેમથી શેઠને જમાડે છે.
ત્યારે શેઠે પણ એ ભોજન ચોરને આપ્યું. આ જોઈને શેઠાણી રાતાચોળ થઈ ગયા. આ શું? મારા વ્હાલા દિકરાના મારનારને ભોજન કરાવવાનું? કોણ ઈચ્છે પુત્રખૂનીને ભોજન આપવાનું, એ વખતે તો શેઠાણી કશુ જ ન બોલ્યા. ચાલ્યા ગયા પણ મનમાં મૂંઝવણ થવા લાગી.
અને પછી તો રોજનો શિરસ્તો બની ગયો. રોજ શેઠાણી જાય. શેઠને
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અશુચિભાવના આપે અને શેઠ ચોરને આપે જો ન આપે તો શેઠને તકલીફ હતી.
થોડા દિવસમાં શેઠ કેદમાંથી મુક્ત થઈ ગયા અને ઘેર આવ્યા. આવતાંની સાથે જ શેઠાણી ગુસ્સે ભરાયા. કેવા વિચિત્ર છો તમે? તમારો જીવ કેમ ચાલ્યો? શેઠ શેઠાણીને ઠંડી પાડતા કહે કે અરે શું થયું? આટલા ગુસ્સામાં કેમ છો? મને વાત કરો તો ખબર પડે ને?
શેઠાણી કહેશું વાત કરું? તમે રોજ રોજ આપણા ઘરનું ભોજન આપણા જ લાડકવાયાના હત્યારાને કેમ આપતા હતા? જેના પ્રત્યે તિરસ્કાર રાખવાનો હોય, જેની ઉપેક્ષા કરવાની હોય અરે જેનું કાળુ મોં પણ જોવાનું ન હોય એને ભોજન?
આપણા લાડકા દિકરાના મારતા એનો જીવ કેમ ચાલ્યો હશે? કેવી રીબામણ થઈ હશે પુત્રને? આવા પુત્ર ખૂનીને તમે ભોજન આપી શકો કેવી રીતે. બસ આ વાત ઉપર મને ખોટું લાગ્યું છે.
શેઠ બોલ્યા અરે ગાંડી હું પણ સમજુ છું કે પુત્રના ખૂનીને ભોજન ન અપાય. મારા કાળજામાં કેટલો આર્તનાદ હતો પણ મારે ન છૂટકે એને ભોજન આપવુ પડયું કેમ કે અમે એક જ હેડમાં બંધાયા હતા માટે મારે કુદરતી હાજતે જવા વખતે એના સહારાની જરૂર હતી. એટલે જ હું એને ભોજન આપતો હતો પ્રેમથી નહિ. જ્યારે જ્યારે ભોજન આપું ત્યારે ત્યારે મારી આંખ તિરસ્કારથી ભરાઈ જતી હતી. સતત મને એજ વાત સતાવતી હતી કે પુત્રખૂનીને હું ભોજન આપું છું. આપવું તો ન હતું છતાંય આપવું પડે છે. આ સાંભળી શેઠાણીનો ક્રોધ શાન્ત પડયો.
આ કથા કહી શાસ્ત્રકારો આપણને જણાવે છે કે જેમ પુત્રખૂનીને ભોજન તિરસ્કારથી આપવું પડે છે તેમ શરીરને પણ રાગથી, કે પ્રેમથી નહિ પણ અનાસક્ત ભાવે નિર્લેપપણે સાચવવાનું છે. આ શરીર આરાધનામાં સહાય આપે ટકી રહે નાશ ન પામે એટલે ભોજનાદિ આપું પણ એના પ્રત્યે પ્રેમ તો નહિ જ આસક્તિ તો નહિ જ.
જ્યારે જ્યારે શરીરને ભોજનાદિ આપવું પડે છે ત્યારે આંખમાં આંસુ હોય હૃદય રડતું હોય. ભારે વેદના હોય. શું થાય ન છૂટકે શરીરને સાચવવાનું છે. બસ આવી ભાવના શરીરનો મોહ ઓછો કરાવશે રાગ મંદ પડવાથી આત્મચિંતન વધુ થશે.
Page #156
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૪૩
कर्पूरादिभिरचितोऽपि लशुनो नो गाहते सौरभं ना जन्मोपकृतोऽपि ह्त पिशुनः सौजन्य मालम्बते । देहोप्येष तथा जहाति न नृणां स्वाभाविकी विस्त्रतां नाभ्यक्तोऽपि विभूषितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥३॥
કપૂર વિગેરે સુગંધી પદાર્થો વડે લેપન કરવા છતાં જેમ, લસણ સૌરભ ફેલાવતું નથી. જીંદગીભર ઉપકાર કરવા છતાં દુષ્ટ માણસ જેમ સૌજન્ય પ્રાપ્ત કરતો નથી. તે પ્રમાણે આ શરીરને પણ ગમે તેટલું શણગારો જમાડો, કે અનેક રીતે પુષ્ટ કરો તો પણ તે તેની સ્વાભાવિકી દુર્ગધ છોડશે નહિ!
આ શ્લોકમાં ઉપાધ્યાયજી મહારાજ શરીરને લસણની ઉપમા આપે છે. અગાઉ શરીરને મદિરાઘટ અને કાદવ ઉકરડાની ઉપમા આપી છે. આ રીતે શરીરને ૩ ઉપમા આપી છે બીજી એક વાત એ કહી છે કે દુર્જન-દુષ્ટ માણસ ઉપર તમે ગમે તેટલા ઉપકાર કરો છતાં તે સુધરતો નથી.
લસણ જેવું દુર્ગધમય અને દુર્જન જેવું અવિશ્વસનીય આ શરીર છે. શરીરની દુર્ગધ ક્યારે જશે નહિ અને શરીર ક્યારે દગો આપશે તે કહેવાય નહિ.
લસણ ઉપર કપુર અત્તર કે બીજી સુગંધી વસ્તુઓ નાખવામાં આવે તો પણ લસણ દુર્ગધ છોડશે નહિં. સુગંધ ફેલાવશે નહિ. દુર્ગધ જ રહેવાની. તેવી રીતે શરીર ઉપર સુગંધી દ્રવ્યના લેપ કરવા છતાં દુર્ગધવાળુ જ રહેવાનું છે. આવા દુર્ગધમય શરીર ઉપર આંધળો સ્નેહ ના રાખ.
બીજી વાત એ છે કે શરીર દગાબાજ છે. કોઈ દુષ્ટ ઉપર તમે ઉપકાર કરો, એને ઉગારો અને એને ઊંચે લાવવાના તમામ પ્રયત્ન કરો પણ દુર્જન એની દુર્જનતા છોડતો નથી.
શ્રીપાળકુમારે ધવલ શેઠ ઉપર અગણિત ઉપકાર કર્યા હતા મલેચ્છરાજાના ત્રાસમાંથી છોડાવ્યા, ન ચાલનાર વહાણ ચાલતા કર્યા. કોંકણના રાજાએ દેહાંતદંડની સજા કરી તો એમાંથી પણ બચાવ્યો. આવા તો સેંકડો ઉપકારો કર્યા છતાં પણ ધવલ શેઠે પોતાની દુર્જનતા ન છોડી. એક વાર શ્રીપાળને સમુદ્રમાં પધરાવી દીધા. એક વાર રાજાને ખોટી કાન ભંભેરણી
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અશુચિભાવના
કરી. છેવટે હાથમાં ખંજર લઈને મારવા ગયા. જો કે એનું પુણ્ય પરવારી ગયું હતું એટલે છેવટે એ જ દુર્જન ધવલ મરણ પામ્યો. અને સાતમી નરકે ગયો. ટુંકમાં શ્રીપાલે સેંકડો ઉપાયો એને બચાવવા કર્યા છતાં ધવલ સજ્જન ન બન્યો.
તમે શરીર સુશોભિત બને માટે એને શણગારો છો. પણ ધ્યાનમાં રાખશો કે એમાં કદાચ શરીર સુંદર લાગશે પણ સુંદર બનશે નહિ.
જાતને શણગારવામાં જે ખર્ચા થાય છે તે સંસાર વૃદ્ધિનું કારણ બનશે.
જગપતિને શણગારવામાં જે ખર્ચા થાય છે તે સંસાર અંતનું કારણ બનશે.
શરીરને શણગારવા પાછળ તો દ્રવ્ય અને સમયનો ગમે તેટલો ભોગ આપો પણ એનો કોઈ મતલબ નથી.
ગંદી ગટર ઉપર સ્ટેનલેસ સ્ટીલનું ઢાંકણ ચઢાવવાથી અંદરની ગટર-ગટર મટી જતી નથી.
સડેલા સફરજન ઉપર આકર્ષક પેકીંગ ચઢાવવાથી અંદરનો માલ સુધરી જતો નથી.
તમે શરીરને હૃષ્ટપુષ્ટ કરો. તો પણ એ તમને સાથ-સહકાર નહિ આપે એ તમારા ઉપર અપકાર જ કરશે. કેમકે શરીર સ્વયં દગાબાજ છે. શરીરને ભોજન આપવાના છ કારણો છે.
- ક્ષુધા વેદનીયને શાન્ત કરવા માટે
- વૈયાવચ્ચ- સેવા ભક્તિ કરવા માટે
- ઈાંસમતિ પાળવા માટે
- સંયમ નિરાબાધપણે પાળવા માટે
પ્રાણ ધારણ કરવા માટે
- ધર્મ ચિંતન કરવા માટે
આ છ કારણ સિવાય ભોજન કરવાનું હોતું નથી. આજે માણસ
જીભ ને રાજી રાખવા માટે ખાય છે. શરીર ને હષ્ટ પુષ્ટ બનાવવા માટે ખાય
છે.
.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૫
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
ફક્ત પેટ ભરવા માટે, સંયમાદિનું સુચારુ પાલન કરવા માટે જ. લુકખ-સુખુ ભોજન કરવાનું છે. માલ-મલીદા ઉડાવાના નથી.
અને શરીર જેટલું મજબૂત બનશે તેટલા ભોગો વધશે. પ્રાયઃ કરીને અલમસ્ત શરીરવાળો તપશ્ચર્યા ઓછી કરશે. આજ શરીરની દગાબાજી છે.
કોઈક જ હૃષ્ટ પુષ્ટ શરીર વાળા તપશ્ચર્યા-પરોપકાર અને સંયમ સાધનામાં અગ્રેસર જોવા મળે છે.
શરીરને સાચવવા છતાં આ શરીર ભોગ અને પાપમાં આસક્ત બનીને આત્માને દુઃખી કરી દે છે માટે જ વિશ્વસનીય નથી.
આ શરીરમાં ક્યારે રોગનો પ્રવેશ થશે એની ખબર નહિ પડે. તમે ઈળ્યું હશે કે કાલે ઉપવાસ કરીશ પણ શરીર બીજા જ દિવસે ફરિયાદ કરશે આજે માથુ દુઃખે છે તાવ છે, એમ કરીને તપમાં અંતરાય આવશે.
માટે જ્યાં સુધી શરીર સશક્ત હોય, સારું હોય ત્યાં સુધી સુકૃત કરી લો. શરીર ક્યારે દગો દેશે એ કહેવાય નહિ.
* એક ભાઈને માસખમણ કરવાની ઈચ્છા. શરીર સારું અને તંદુરસ્ત હતું પણ એકાએક અસાધ્ય રોગ આવી ગયો અને એમની ભાવના અધૂરી રહી ગઈ.
* એક ભાઈને ઘરનું તમામ કામકાજ સમેટી બે વર્ષમાં દીક્ષા લેવાની ઈચ્છા હતી. પત્ની-પુત્રી આદિની વ્યવસ્થા થઈ જાય પછી વિચારીએ. છેવટે બધી જ વ્યવસ્થા, સમય, અને સંયોગો અનુકૂળતા થતા ગયા પણ દીક્ષાના મનોરથ પૂર્ણ થાય એ પહેલાંજ શરીરમાં કેન્સરનો રોગ થઈ ગયો. દીક્ષા લઈ ન શક્યા.
આવા સેંકડો દાખલા આપણને મળશે.
આ શરીર એટલે કાચનો કુંભ. ક્યારે ફૂટી જાય એની ખબર પડે નહિ. એટલે અશુચિમય શરીર ઉપર તું અત્યધિક રાગ ના કર. એના મમત્વને છોડ. પૂર્વના મહાપુરૂષોમાં જુઓ- ગજસુકુમાલ.
ભગવાન નેમિનાથના ચરણમાંદેવકીનો લાડકવાયો અને કૃષ્ણના ભાઈ ગજસુકુમાલે દીક્ષા લીધી. મોક્ષે જવાની તાલાવેલી હતી ભગવાનની રજા લઈ સ્મશાને જાય છે. કાઉસ્સગમાં રહે છે. માતાએ કહ્યું હતું કે હે પુત્ર, તું દીક્ષા તો લે પણ હું જ તારી છેલ્લી મા બનું હવે તારે કોઈ મા કરવી નહિ. કેવી
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬
અશુચિભાવના ઉત્તમ ભાવના દેવકીની હશે એટલે જ કહ્યું છે ને કે
“મા મળો તો દેવકી જેવી અને પની મળો તો મયણા જેવી મળજો.
સ્મશાને ઊભા રહેલ ગજસુકુમાલને સસરા સોમિલે જોયા. કાળઝાળ ગુસ્સે ભરાયો અરે ! આણે તો મારી દિકરીનો ભવ બગાડ્યો એને દીક્ષા જ લેવી હતી તો શા માટે લગ્ન કર્યા? એવા દુષ્ટ વિચારોથી ગજસુકુમાલના માથે માટીની પાળ કરી એમાં અગ્નિ પ્રગટાવ્યો. તડ તડ માથુ બળવા લાગ્યું છતાં મુનિ સમતા ભાવમાં લીન છે. અગ્નિ કાયના જીવની વિરાધનાની ચિંતા કરે છે. શરીર તો નાશવંત છે. શરીર બળે છે, આત્મા તો શાશ્વત છે. આવા અનાસક્ત ભાવે સ્મશાનમાં ધ્યાનલીન મુનિવરને કેવળજ્ઞાન મળે છે. નિર્વાણ પ્રાપ્ત કરી મોક્ષે પણ પહોંચી જાય છે. માટે જ કહેવાનું મન થાય છે
શરીરની સાથે જ રહેલી ચામડી ઉતરી જાય તોય મહાત્માને કંઈ નહિ અને શરીરથી પર રહેલ કપડું બગડે તોય આપણે ગરમ હાય જેવા થઈ જઈએ.”
અશુચિ ભાવનાના માધ્યમથી આપણે વિષય અને કામથી વિરકત બનીએ.
यदीय संसर्गमवाप्य सद्यो भवेच्छुचीनाम शुचित्वमुच्चै ।। अमेध्ययोने वपुषोऽस्य शौच संकल्प मोहोयमहो ! महीयान् ॥ ४ ॥ इत्यवेत्य शुचिवादमतथ्यं पथ्यमेव जगदेक पवित्रम्। शोधनं सकल दोषमलानां धर्म मेव हृदये निदधीथा :॥५॥
જેના સંપર્કમાં આવનાર પવિત્ર વસ્તુઓ પણ મલિન થાય છે. એવા શરીરમાં પવિત્રતાની કલ્પના કરવી તે મહા અજ્ઞાનતા છે. આ પ્રમાણે શરીરના વિવાદને ખોટો સમજીને હિતકારી એવો ધર્મ જ જગતમાં પવિત્ર છે સકલ દોષ રૂપી મેલને દૂર કરનાર ધર્મને જ હૃદયમાં ધારણ કરો...
પવિત્ર પદાર્થોને પણ શરીર અપવિત્ર કરી દે છે. શરીરના સંસર્ગમાં સારા પદાર્થો આવશે તો એ પણ મલિન થઈ જશે. તમે સવારે સફેદ-ચમક્તા શુભ્ર વસ્ત્ર ધારણ કર્યા હશે તે સાંજે પડયે ગંદા થઈ જશે. શું કારણ? બસ
Page #160
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૪૭ શરીરનો સંસર્ગ થયો અને વસ્ત્ર બગાડવાનું ચાલુ થયું. આવા શરીરને પવિત્ર કે માનવું, રૂપવાન માનવું તે નરી મૂર્ખતા છે. શરીરનું સૌંદર્યબાહ્ય જ છે. અંદર તો હાડ માંસ મજ્જા અને ગંદકી જ ભરેલી છે. આવા શરીર ઉપર રાગ ન કરાય. બાહ્ય દૃષ્ટિથી શરીર કદાચ રૂપવાન લાગે પણ શરીરની બહારનો ભાગ અંદર જાય અને અંદરનો ભાગ બહાર આવે તો આ શરીર જોવું પણ ન ગમે. કેન્સર વિગેરે રોગો થઈ જાય અને રક્ત પરૂ આદિ જ્યારે બહાર નીકળે ત્યારે એજ શરીર ને જોઈ તમને ધૃણા પેદા થાય એટલે રૂપનું અભિમાન પણ નથી કરવાનું અને સ્ત્રી રૂપને જોઈને આકર્ષિત પણ થવાનું નથી કેમ કે આ જે દેખાય છે તે વાસ્તવિક રૂપ નથી. વાસ્તવિક સ્થિતિ તો જુદી જ છે. એના માટે બાહ્ય દ્રષ્ટિ કામ નહિ લાગે. તત્ત્વદ્રષ્ટિની જરૂર પડશે. જુઓ જ્ઞાનસારમાં ઉ. યશોવિજયજી મહારાજ શું કહે છે.
रूपे रूपवती द्रष्टि द्रष्टवा रुपं विमुह्यति । मज्जत्यात्मनि नीरूपे तत्वद्रष्टिस्त्व रूपिणी
પુગલના સ્વરૂપને જોનારી દૃષ્ટિ બાહ્ય રૂપને જોઈને તેમાં મોહ પામે છે પણ, તત્વદૃષ્ટિ (આત્મચેતન્યવાળી) તો આત્માને વિષે જ મગ્ન થાય છે.
बाह्य द्रष्टि ः सुधासार धटिता भाति सुंदरी। तत्वद्रष्टिस्तु सा साक्षात् विण्मूत्र पिठरोदरी ॥७॥
બાહ્યદ્રષ્ટિ સ્ત્રીમાં અમૃતના સારથી ઘડાયેલ સુંદરીનું દર્શન કરે છે અને તત્ત્વદ્રષ્ટિ એની અંદર મૂત્ર, માંસ અને હાડકાને સાક્ષાત દેખે છે.
માટે શરીરના રૂપ લાવણ્ય જોઈને મોહાઈ જવાનું નથી એની અંદર પણ ડોકીયું કરવાનું છે. વળી આ શરીર પરિવર્તનશીલ છે. આજે બાળપણ, કાલે યુવાની, અંતે બૂઢાપો અને મરણ. ગમે તેવું રૂપ હોય તો પણ ક્ષણવારમાં કરમાઈ જાય છે.
આવા શરીરમાં પવિત્રતાની કલ્પના પણ ન કરાય. પવિત્ર માનવું એ પૂરી અજ્ઞાનતા છે. દ્રવ્યશોચ કરવાનું ઉચિત નથી પણ ભાવ શોચનો જ આદર કરવો જોઈએ.
લોભ પ્રમાદ તૃષ્ણાનો ત્યાગ એ જ ખરો શૌચવાદ છે. આ પ્રમાણે શરીર સંબંધી શૌચને ખોટો માનીને પવિત્ર એવા ભાવ શૌચને જાણો.
શરીરની શુચિ એ શુચિ નથી, એક જાતનો રાગ અને મોહ જ છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮
અચિભાવના
જેનાથી આત્મા વધારે મલિન બને છે. બધાજ પાપો-દોષોનું પ્રક્ષાલન કરે, મલિનતાને હટાવે અને પવિત્રતા બક્ષે એજ સાચો શૌચ છે. એ શૌચ જ આત્માને હિતકારી છે. આ જગતમાં પવિત્ર એવો ધર્મ જ આદરણીય છે. માટે તમે ધર્મને જ હૃદયમાં સ્થાપન કરો.
જ
ધર્મથી જ જીવન ટકી શકે છે. ધર્મ જ જીવનમાં સર્વસ્વ છે.ધર્મ માટે કહેવાય છે કે...
दुर्गति प्रपतत् प्राणी धारणात् धर्म उच्चते !
દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે તે જ ધર્મ છે. જે માણસ ધર્મ માટે સમય ફાળવે છે એના માટે ધર્મ મોક્ષ ફાળવ્યા વગર રહેતો નથી.
માટે સતત ધર્મ ધ્યાનમાં જ લીન રહેવું જોઈએ. ધર્મ ભવઅટવીમાં સાર્થવાહ છે. ધર્મ જ સહારો અને આધાર છે. ધર્મના પ્રભાવે જ સુખ-શાન્તિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.
આત્માની શુચિ-પવિત્રતા અને શુદ્ધતા મેળવવા માટે પવિત્રતમ એવા ધર્મને મનમાં લાવો.
આ ધર્મ ૧૦ પ્રકારનો બતાવેલ છે. ક્ષમા-માર્દવ આદિ દશ યતિ ધર્મનું વિવેચન તેમજ ધર્મના પ્રભાવથી જીવન કેવું મંગલમય બને છે અને ધર્મથી જગતને શું લાભ થાય આ સઘળું વિવેચન ધર્મ ચિંતન નામની ભાવનામાં ગ્રન્થકાર સ્વયં જ કરવાના છે.
તેમજ સંવર ભાવનામાં યતિધર્મની સ્પષ્ટ સમજણ પણ આપવામાં
આવશે.
અત્યારે ગ્રન્થકારશ્રી અશુચિ ભાવનાનું વિશેષ વર્ણન કેવું કરે છે એ આપણે જોઈએ.
भावय रे वपुरिदमति मलिनं विनय ! विबोधय मानस नलिनम् पावनमनुचिन्तय विभुमेकं, परममहोदय मुदित विवेकम् ! दम्पति रेतो रुधिरविवर्ते किं शुभमिह मलकश्मलगर्ते । मृशमपि पिहितः स्त्रवति विरूपं को बहू मनुतेऽवस्करकूपम् ॥ २ ॥
હે વિનય, આ શરીર અત્યન્ત ગંદુ છે તે તું વિચારજે. તારા મન કમળને વિકસીત કર. તેમજ પરમ મહોદય વાળા વિવેક સંપન્ન પરમ
Page #162
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૪૯
પવિત્ર એવા એક માત્ર પરમાત્માનું ચિંતન કર.
સ્ત્રી અને પુરુષના રજ-વીર્યથી બનેલ મળ અને ગંદકીના ઢગલાથી આ શરીરમાં સારું શું થશે ? ઘણી સારી રીતે સાફ કરવા છતાં જેમાંથી વિકૃતિ જ હોય છે તેવા ગંદકીના દુર્ગધી કૂવાને કોણ બુદ્ધિમાન પુરૂષ સારો ગણે?
ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ શાન્ત સુધારસ નામના આ ગ્રન્થમાં છઠ્ઠી અશૌચ ભાવનાના ગેય કાવ્યમાં ભવ્યાત્માઓને ધર્મબોધ માટે ફરમાવે છે કે.. તું બે જાતના વિચાર કર.
એક તો આ શરીર અતિ ગંદુ-મલિન છે. બીજું, શરીરમાં રહેલ મન રૂપી કમળને જાણ. શરીર કેવું ગંદુ. એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? સ્ત્રીના રજ અને પુરૂષના વીર્યથી આ શરીર નિર્મિત થયું. પાયામાં જ ગંદકી મલિનતા જ પડી છે. નવ નવ મહિના સુધી એ ગંદી ગટરમાં જીવ ઊંધે માથે લટક્યો છે. અશુચિ પદાર્થો વચ્ચે તું જીવ્યો છે અને રહ્યો છે. આવી ગંદકીમાં જો આશ્વાસન હોય તો એ છે માનવીનું મન. મન! બધાને નથી મળતું. પુણ્યોદયના પ્રભાવે મન મળે છે. મન એટલે હૃદય.
અશુચિમય શરીરમાં રહેલ હૃદય રૂપી કમળમાં તું પરમાત્માનું ધ્યાન ધર... એક માત્ર વિભુ-પ્રભુ કે જે પરમ મહોદયનું કારણ છે, આત્મ વિકાસ અને ઉન્નતિ માટે પરમાત્માનું ધ્યાન એજ સર્વશ્રેષ્ઠ છે.
અત્યાર સુધીમાં તમે જાતે શરીરને સાચવવામાં જ સમય કાઢયો છે. હવે પરમાત્મામાં સમય ગાળવાનો છે.
અંતઃકરણમાં તું પરમાત્માને સ્થાપિત કરી દે.
મનને કમળની ઉપમા આપીને ઉપાધ્યાયજીએ કમાલ કરી દીધી છે. કમળ સુગંધી હોય, કોમળ હોય, સ્વચ્છ હોય અને આફ્લાદક હોય માટે મનને કમળ જેવું કરી એમાં પરમાત્માનું ધ્યાન કરવું.
અરિહંત પરમાત્માની ભક્તિની તાકાત છે કે ઘોર પાપાત્માને પણ પરમાત્મા બનાવે છે !
આવા અરિહંત પ્રભુના પ્રભાવે શરીર ઉપરની આસક્તિ અને મોહ છોડવા પ્રયત્ન કરવાનો છે.
વળી આ શરીર કેવું અશુચિમય- દુર્ગધ મારતું અને દગાબાજ છે. એ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦
અશુચિભાવના વાત સ્વયં ગ્રન્થકારશ્રી જણાવે છે. । भवति सचन्द्रं शुचि ताम्बूलं कर्तुं मुखमारुत मनुकूलम्।। तिष्ठति सुरभि कियन्तं कालं मुखमसुगन्धि जुगुप्सित लालम् ॥३॥ असुरमि गन्धवहोऽन्तरचारी आवरितुं शक्यो न विकारी । वपुरुपजिसि वारंवारं हसति बुधस्तव शौचाचारम् ॥४॥
મુખમાંથી સુવાસ આવતી રહે એટલે માણસ ખરાસ આદિ સુગંધ પદાર્ચ યુકત પાન ખાય છે પણ આ મુખ જ દુર્ગધભર્યા લાખ જેવા તત્વોથી લેપાયેલ છે તો મોઢામાં સુરભિ પવન (શ્વાસ) કેટલો સમય ટકે?
આ શરીરમાં વ્યાપ્ત દુર્ગધમય વાયુ દબાવી શકાતો નથી ઢાંકવા છતાં ઢંકાતો નથી તેમ છતાં આ શરીરને તું વારંવાર સુધે છે. ચાહે છે. તેના ઉપર પંડિતજનો વસે છે. જુઓ તો ખરા કેવો આ શૌચ આચાર?
આ શરીર દુર્ગધમય છે. ગંદકીથી ભરેલું છે. શરીરમાંથી ગંદા પદાર્થો ઝરે છે.
દુર્ગચ્છનીય અને અશુચિનો અવતાર એવા શરીર ઉપર રાગ શું કરવો? ચાહે ગમે તેનું શરીર હોય પણ તે શરીર ઉપર મોહ કરવો ઘટે નહિ. છતાં મનુષ્ય આ શરીરને પવિત્ર કરવા ઘણા ઉપાયો કરે છે. જેમ કે મોંઢામાંથી દુર્ગધ આવતી હોય માટે સુગંધી પદાર્થો યુક્ત પાન ખાય છે.
શરીર ઉપર અત્તર લગાવે છે. ફૂલોથી શણગારે છે. વસ્ત્રો ઉપર સુગંધી દ્રવ્યો નાંખે છે પણ આ બધા ઉપાયો નિરર્થક છે કેમકે મોટું જ સ્વયં દુર્ગધ પદાર્થોવાળું હોય તો અંદર રહેલ પદાર્થો ક્યાંથી સુગંધી બને? કેમકે શરીરનો સ્વભાવ જ દુર્ગધ છે. ઉકરડા ઉપર સેન્ટની બોટલ ખાલી કરવાનો મતલબ ખરો?
સત્ય હકીકતને નહીં પીછાણતા સંસારીજનો શરીર ઉપર મમત્વભાવ રાખીને ફરે છે. અને એને પવિત્ર ગણે છે. ખરેખર તો શરીરની શુદ્ધિનો તારો જે શૌચાચાર છે તે તદ્દન મુર્ખામી ભરેલો છે. જે પવિત્ર છે જ નહિ એ કેવી રીતે પવિત્ર બની શકે?
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૧
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
માટે જ.... સ્વયંના શરીર પ્રત્યે વિરક્ત બનો
જેનાથી રાગની માત્રા ઘટશે. અન્યના શરીર પ્રત્યે વિરક્ત બનો
જેથી કામની માત્રા ઘટશે. વિશુદ્ધ આત્મ સ્વરૂપનું ચિંતન કરો.
જેનાથી મોહ માંદો પડશે.
જ્યારે જ્યારે કોઈના દેહને, રૂપને કે લાવણ્યને જુઓ ત્યારે ત્યારે આસક્તિ કરવાના બદલે અશુચિભાવનું ચિંતન કરો-મનન કરો, જેથી તરતજ આસક્તિ છુટી જશે, મોહ છુટી જશે, મન નિર્મળ બની જશે.
પ્રતિદિન અશુચિભાવનું રટણકરવા દ્વારા નિર્વિકારમન, શાન્તિ સમતા નું પાન કર્યા કરે એજ અભ્યર્થના...
द्वादश - नवरन्ध्राणि निकामं गलदशुचीनि न यान्ति विरामम्।। यत्र वपुषि तत्कलयसि पूतं मन्ये तव नूतन माकूतम् ॥५॥ अशित मुपस्कर संस्कृतमन्नं जगति जुगुप्सां जनयति हन्नम् पुंसवनं धैनवमपि लीढं भवति विगर्हितमति जनमीढम् ॥६॥ केवलमलमय पुद्गलनिचये अशुचीकृत शुचि भोजन सिचये। वपुषि विचिन्तय परमिहसारं शिवसाधन सामर्थ्य मुदारम् ॥७॥ येन विराजित मिद मति पुण्यं तच्चितय चेतन ! नैपुण्यम् । विशदागममधिगम्य निपानं विरचय शान्तसुधारस पानम् ॥८॥
શરીરના બાર અને નવ અશચિમાર્ગો દ્વારા સતત ગંદકી ઝરે છે તે શરીરને તું પવિત્ર માને છે તે તારો કોઈ નવો જ અભિપ્રાય લાગે છે. (૫)
સારી રીતે તૈયાર કરેલ સ્વાદિષ્ટ ભોજન પણ શરીર દ્વારા જગતમાં જુગુપ્સા પેદા કરે છે. પવિત્ર મનાતું ગાયનું દૂધ પણ મૂત્ર સ્વરૂપે ગંદકી ફેલાવે છે. (૬).
આ શરીર કેવળ મનથી વ્યાપ્ત યુગલનો ઢગલો જ છે. સુંદર સરસ ભોજનને પણ અશુચિ, અપવિત્ર કરનારું છે. આ શરીરમાં મોક્ષ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૨
અશુચિભાવના અપાવવાનું સામર્થ્ય છે તે તેનો પરમ સાર છે તેનું ચિંતન કર (૭)
આ શરીરને મહાપુણ્યશાળી કહી શકાય તેવી કળાની બાબતમાં વિચાર કર અને આગમ રૂપી જળાશયને જાણીને શાન્ત સુધાના રસનો આસ્વાદ માણ (૮)
આ શરીરમાં સ્ત્રીના બાર અને પુરૂષના નવ અશુચિ દ્રવ્યોથી નિરંતર ગંદકી ઝર્યા કરે છે. છતાં આપણે શરીરને સારું સુંદર ગણીએ છીએ. પવિત્ર માનીએ છીએ. ગ્રન્થકાર જણાવે છે કે આ તારી કોઈ નવી-વિચિત્ર પદ્ધતિ છે કેમકે નજર સામે ગંદકી દેખાય છે છતાં તમે તે જોવા તૈયાર નથી.
વળી આ શરીરમાં તમે સારામાં સારા પદાર્થો નાંખશો તો પણ શરીર તેને પળવારમાં ગંદા કરી દેશે. નવા જ વસ્ત્રો પહેરેલા હોય પણ કલાકમાં તો પરસેવાથી ગંદા થઈ જાય છે, કોઈ પણ વસ્તુ શરીરના સંસર્ગમાં આવે છે તે જુગુપ્સનીય થઈ જાય છે. પવિત્રમાં પવિત્ર વસ્તુ શરીરને આપવામાં આવે તો પણ એ અપવિત્ર થઈ જાય છે. આવા શરીરનો મોહ રાખવો જોઈએ નહિ. શરીરને સાફસુફ કરવું, તેનો મોહ રાખવો, તંદુરસ્ત દેખાવા માટે દંભ કરવો વિગેરે અજ્ઞાનતા છે.
માણસ જ્યારે મોહમાં તણાય છે ત્યારે તે હાસ્યાસ્પદ બને છે, ત્યારે તેને સારા-નરસાનું ભાન રહેતું નથી.
એક પટેલ અને પટલાણી નાના એવા ગામડામાં રહે. એકવાર પટેલને કોઈ કામ પ્રસંગે શહેરમાં જવાનું થયું. પટેલ તો શહેરમાં પહોંચ્યા. અને એક બહુમાળી ઈમારત આગળ જઈ ઉભા રહ્યા ત્યાં તેમણે એક કૌતુક જોયું. તેઓ
જ્યાં ઊભા હતા ત્યાં એક બંધ બારણાની કેબીન જેવું હતું. તેવામાં એક વૃદ્ધ બાઈ ત્યાં આવી. તેણે એ કેબીનનું કાળું બટન દબાવ્યું તો તેના બારણા જાદુઈ રીતે ખૂલી ગયાં, વૃદ્ધા એ કેબીનમાં ગઈ અને તરત જ તેના બારણા આપો આપ બંધ થઈ ગયાં. પટેલ તો આ દેશ્ય આશ્ચર્યથી જોઈ રહ્યાં હતાં. ત્યાં તો ફરી કેબીનનું બારણું ખુલ્યું અને તેમાંથી એક સ્વરૂપવાન સ્ત્રી નીકળી અને ટપ-ટપ કરતી ચાલી ગઈ. કેબીનના બારણા ફરી આપોઆપ બંધ થઈ ગયાં. પટેલ તો આ દેશ્ય આંખો ફાડી ફાડી જોઈ રહ્યા અને તેમણે મનમાં ને મનમાં કંઈક મનસુબો કર્યો. પટેલ ત્યાંથી ભાગ્યા અને પોતાના ઘરે પહોંચી ગયા. ઘેર જઈ પટલાણીને કહ્યું અને સાંભળે છે? જો હું શહેરમાં જઈ આવ્યો ત્યાં મેં
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ એક જાદુઈ ઓરડી જોઈ. તેમાં ઘરડી ડોશી બેસી જાય તો થોડીવારમાં યુવાન થઈ બહાર આવે, માટે તું ચાલ મારી સાથે! તું હવે ડોસી થઈ ગઈ છે. તને હું યુવાન બનાવી દઉં. પટલાણી કહે મારે નથી યુવાન થવું, હું નહી આવું. પટેલે પટલાણીને બહુ સમજાવ્યા અને પટલાણી માની ગયાં. પટેલ પટલાણી શહેરમાં આવ્યા અને પેલી બહુમાળી ઈમારતમાં ગયાં અને ત્યાં જઈ પેલી જાદુઈ
ઓરડીઆગળ પટલાણીને લઈ ગયાં. પટલાણીને કહ્યું કે હવે તું પાંચ મિનિટમાં યુવાન થઈ જઈશ.
એમ કહી પટેલે કેબીન આગળનું કાળુ બટન દબાવ્યું તો તરત કેબીનના બારણા ખુલી ગયાં. પટેલે પટલાણીને ધક્કો મારી કેબીનમાં હડસેલી દીધાં કે તરત કેબીનના બારણા બંધ થઈ ગયાં.
હવે પટેલ કેબીન સામે રાહ જોતાં ઉભા રહ્યાં. થોડીક વાર પછી એકદમ કેબીનનું બારણું ખુલ્યું. એમાંથી એક યુવાન છોકરી આંખે ગોગલ્સ, પગમાં ઉંચી એડીના પગરખાં પહેરી ટપ-ટપ કરતી બહાર નીકળી. પટેલે ઝડપથી કે છોકરીનો હાથ પકડી લીધો અને બોલ્યા કેમ પટલાણી!તમે કેવા સુંદર યુવાન થઈ ગયાં. પણ છોકરીએ તો બૂમાબૂમ કરી મૂકી. લોકો ભેગા થઈ ગયા. પટેલ કહે કે આ છોકરી મારી પટલાણી છે. મેં મારી ઘરડી પટલાણીને આ કેબીનમાં ધકેલી અને તે તુરત યુવાન થઈ પાછી આવી ગઈ. માટે આ છોકરી તો મારી બૈરી છે. હું તેને મારા ઘેર લઈ જઈશ. ટોળામાંથી કોઈ બોલ્યું. આ તો આપણા રમેશભાઈની બેબી છે. પટલાણી ક્યાંથી હોય? આ માણસ કોઈ ગુંડો લાગે છે. મારો સાલાને, ત્યાં તો અસલ પટલાણી દાદરો ઉતરતાં ઉતરતાં, પટેલને ગાળો ભાંડતાં ભાંડતાં નીચે આવ્યાં. પટલાણી બરાબરના વિફર્યા હતાં. લોકો પણ વિફર્યા હતા. પટેલે સમય વર્તે સાવધાન, રસમ અજમાવી પટલાણીનો હાથ ઝાલી ત્યાંથી ભાગી છૂટયા.
પટેલ મોહ દશાના કારણે ઝંખવાણા પડી ગયા. માટે મોહની અજ્ઞાનતાને દૂર કરવી જોઈએ. શરીરનો મોહ અને રૂપનું અભિમાન જીવને મુશ્કેલીમાં મુકી દેવાનું કામ કરે છે. - જુઓ.
સનતકુમાર ચક્રવર્તિ. તેને પણ કાયાનો મોહ જબરો હતો. તેમને તેમના રૂપનું અભિમાન જબરું હતું. અભિમાન કુલ ૮ પ્રકારના છે. તેમાં આ ચોથા નંબરનું અભિમાન હતું. એક વાર દેવો તેમની પરીક્ષા કરવા આવ્યા. ત્યારે રાજા સ્નાન કરતાં હતાં. દેવોએ રાજાને કહ્યું ઓહ! શું તમારું રૂપ છે !
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪
અશુચિભાવના શું તમારું તેજ છે ! રાજા સગર્વબોલ્યા આ તો કંઈ રૂપ નથી હજુ તો હું મારા બધાં દાગીના પહેરીશ ત્યારે તેમને મારા અસલી રૂપના દર્શન થશે. રાજા પોતાના કિંમતી વસ્ત્રો તથા અલંકાર વિગેરે પોતાના શરીર ઉપર ધારણ કરીને બની-ઠની પછી દેવોને કહે કે જુઓ હવે મારું રૂપ કેવું છે ! ત્યારે દેવોએ કહ્યું કે રાજન, આપની આભુષણોથી વિભૂષિત કાયા તમને દેખીતી રીતે ખુબ સુંદર લાગે છે. પરંતુ આટલા સમય માત્રમાં આ કાયામાં ૧૬-૧૬ રોગોનો ઉપદ્રવ થઈ ગયો છે. અને આ વખતે ચક્રવર્તિને સત્યજ્ઞાન થયું. મોહનો નશો ઉતર્યો અને વૈરાગ્ય ઝળહળી ઉઠ્યો અને ચારિત્ર ગ્રહણ કરવા નીકળી પડ્યા. માટે શરીરનો કોઈ ભરોસો નથી. તેને ગમે તેટલું સાચવો, ગમે તેવા પૌષ્ટિક ખોરાક ખવડાવો, રસાયણ ખવરાવો, વીટામીનની ગોળીઓ આપો તો પણ આ શરીર કોઈનું થયું નથી અને થવાનું નથી માટે શરીરનો મોહ ત્યજી દેવો જોઈએ. શરીર જ્યારે ઘરડું થાય છે, ઘડપણ આવે છે. ત્યારે પાણીયારાની પાણીની ગોળી ગંગા નદી જેટલી દૂર લાગે છે. ઘરના ઉંબરા ડુંગર સમા લાગે છે. ગામનું પાદર પરદેશ જેવું લાગે છે. "
શરીરને ગમે તેવું સજાવો, સ્વચ્છ કરો, હૃષ્ટપુષ્ટ કરો, પણ તે તો પાપ જ કરતું રહેશે. આત્માને અશુદ્ધ કરતું રહેશે.
જ્યારે સારું શરીર મળ્યું હોય ત્યારે એ શરીરનો ઉપયોગ તપશ્ચર્યામાં કરી લેવો જોઈએ. શરીર ભોગાસક્ત-પાપાસક્ત બનીને આત્માને દુઃખી જ કરે છે. માટે જ શરીરની મમતા છોડવાની છે અને શરીરની અશુચિતાની વિચારણા કરવાની છે. દગાબાજ શરીર ઉપર વિશ્વાસ કરવાનો નથી.
શરીર સારું હોય ત્યાં સુધીમાં સુકૃત કરી લો. ધર્મ આરાધના કરી લો.
“રાગ અને રીક્ષા દોય ખવીસા” રાગ અને રીસ મોક્ષ માર્ગને રોકનાર છે. યુવાની, સત્તા, સંપત્તિ અને અજ્ઞાનતા જીવને મમત્વ ગાઢ કરાવે છે. શરીરનો રાગ એ એક મૂર્ખતા છે, અજ્ઞાનતા છે. માટે શરીરનો રાગ ત્યજવો જોઈએ. આ શરીર અગ્નિમાં છેવટે ભસ્મીભૂત થઈ જવાનું છે. “જ્ઞાનસાર” તત્ત્વદ્રષ્ટિ અષ્ટકમાં લખેલ છે કે.
लावण्य लहरी पुण्यं वपुः पश्यति बाह्यदृग् । तत्त्वदष्टि : श्वकाकानां भक्ष्यंकृमि कुला कुलम् ॥ બાહ્યદ્રષ્ટિ મનુષ્ય સૌંદર્ય - તરંગના માધ્યમથી શરીરને પવિત્ર જુએ
Page #168
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૫૫
છે. જ્યારે તત્ત્વદ્રષ્ટિ મનુષ્ય એને જ કૂતરાઓને, કાગડાઓને ખાવા યોગ્ય કૃમિથી ભર્યું ભર્યું ભોજન માને છે.
શરીર ગંદા પુદ્ગલની અપવિત્રતાથી ભરેલું છે. તેના સંપર્કમાં આવનાર પદાર્થોને પણ તે ઘૃણાસ્પદ બનાવી દે છે. મિષ્ટાન્નને વિષ્ટા અને દૂધને મૂત્ર બનાવી દે છે. પરંતુ એમાં એક સારભૂત તત્ત્વ છે તે છે- મોક્ષ માર્ગની આરાધના કરવાનું સામર્થ્ય !!!
માનવદેહમાં મોક્ષ પ્રાપ્તિની આરાધનાનો પુરુષાર્થ કરવાનું સામર્થ્ય છે. માટે શરીરના માધ્યમ દ્વારા મોક્ષ પ્રાપ્તિ માટે જીવે પ્રયત્નશીલ રહેવું. જ્ઞાની ભગવંતોએ મોક્ષ પ્રાપ્તિના દશ અધિકારો બતાવ્યા છે.
અશુચિ પુદ્ગલના સમૂહ રૂપ આ શરીર દ્વારા જ એ અધિકાર અનુસાર પ્રયત્ન કરવો જોઈએ. એ દશ અધિકારના નામ આ પ્રમાણે છે.
(૧) અતિચારની આલોચના (૨) ગુરૂની સાક્ષીએ વ્રત ગ્રહણ કરવા (૩) ચોરાશી લાખ યોનિના સર્વ જીવોને ખમાવવા (૪) અઢાર પાપસ્થાનક વોસિરાવવા (૫) ચાર શરણ ગ્રહણ (૬) દુષ્કૃત ગર્હા (૭) સુકૃતની અનુમોદના (૮) શુભ ભાવમાં રમણતા રાખવી (૯) આહારત્યાગ (અણસણ) (૧૦) નવકારમંત્રનું સતત રટણ
હે ચેતન ! આવું ઉત્તમ અને દેવો કરતાં પણ સુંદર (મોક્ષ પ્રાપ્તિ હોવાથી) એવા આ શરીરને પ્રાપ્ત કરીને તું વિચાર કર કે તને ઘણું બધુ મળી ગયું છે. એટલે જ નિર્દોષ એવા જિનાગમરૂપી જલાશયને બરાબર જાણી લે. અને તે આગમમાં જ તું સ્નાન કરીને શુદ્ધ બન. અને શાન્તસુધાના રસનો ભોક્તા બન.
તત્વજ્ઞાન
પહેલા આરામાં ૧૦ હજાર વર્ષે એક વાર વરસાદ પડે. બીજા આરામાં ૧ હજાર વર્ષે એક વાર વરસાદ પડે. ત્રીજા આરામાં ૧૦૦ વર્ષે એક વાર વરસાદ પડે. ચોથા આરામાં ૧૨ વર્ષે એક વાર વરસાદ પડે. પાંચમા આરામાં દર વર્ષે એક વાર વરસાદ પડે. એટલે એ એ આરાની ભૂમિમાં એટલી શક્તિ છે. વિચારજો કે તમારા હૈયાની ધરતી કેવી છે ? વીતરાગ વાણીનું પાણી તમારે દ૨૨ોજ જોઈએ.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬
આશ્રવ ભાવના
આશ્રવ ભાવના હિ
यथा सर्वतो निजरैरापतद्भि : प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः तथैवाश्रवै : कर्मभि : संभृतोऽङी
મવેચાવુર - શંવત : પવિત્ત ? જેવી રીતે ચારે તરફથી વહેતા ઝરણા, પાણી વડે તળાવને પૂર્ણ ભરી દે છે તેવી રીતે આશ્રવો વડે જીવાત્મા કર્મથી ભરાઈ જાય છે, આકુળવ્યાકુળ અને ગંદો બને છે.
ઉપાધ્યાયવિનયવિજયજી મહારાજ શાન્તસુધારસમાં સાતમી આશ્રવ ભાવનાનું વર્ણન કરતાં જણાવે છે કે જીવાત્મા સરોવર જેવો છે. જેમ કે કોઈ સરોવરમાં આજુબાજુથી વહેતા ઝરણાનું પાણી ઠલવાય એટલે એ સરોવર પુરું ભરાઈ જાય, વ્યાકુળ બની જાય અને કાદવ વડે ગંદુ પણ બની જાય છે.
બસ એવું જ છે જીવાત્માનું !! જેમાં આશ્રવો દ્વારા કર્મનું જલ સતત પડે છે. નિરંતર કર્મોનો પ્રવેશ આત્મામાં થયા જ કરે છે જેથી આત્મા વ્યાકુળ ચંચળ અને ગંદો બની જાય છે.
કર્મના કારણે જીવ અસ્થિર બને છે. સુખ-દુઃખ, આનંદ-ખેદ, સંયોગવિયોગ આ બધું જ કર્મથી જ બને છે. અને કર્મ જેના દ્વારા આવે એ આશ્રવ
માટે કર્મને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો કે કર્મને દૂર કરવા માટે નો પ્રયત્ન કરવા છતાં બમણા જોરથી નવા કર્મો આત્મામાં પ્રવેશ કરે છે એટલે સર્વથા કર્મ રહિત દશા પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો અનુભવ તો થશે જ આ જ વાતને ઉપાધ્યાયજી હવે પછીની ગાથામાં સમજાવે છે.
यावत्किञ्चिदिवानुभूय तरसा कर्मह निर्जीर्यते तावच्चाश्रव शत्रवोऽनुसमयं सिञ्जन्ति भूयोऽपि तत् । हा कष्टं कथमाश्रव प्रतिभटा : शक्या निरोद्धं मया ? संसारादतिभीषणान्मम ह हा मुक्ति ः कथं भाविनी ॥२॥
s
Page #170
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૫૭ ઘણા ખેદ અને દુ:ખના ઉદ્દગારો સાથે ઉપાધ્યાયજી કહે છે ચોક પુરૂષાર્થ કરીને જલદી-જલદી કર્મોને બહાર કાઢું છું એટલામાં તો આશ્રવરૂપી શત્રુઓ પ્રતિસમયે ફરીથી ઘણું કર્મજલ લાવી દે છે. અરે! ખેદ છે કે કેવી રીતે આશ્રવ શત્રુઓ મારા વડે રોકાય ? હા ! હા ! અતિ ભીષણ એવા સંસારથી મારી મુકિત કેવી રીતે થશે ?
અનાદિકાળનો એક ક્રમ છે કે પ્રત્યેક સમયે આત્મામાં કર્મો પ્રવેશ કરે છે. પૂરવેગથી ચારેબાજુ કર્મો આત્મામાં ઠલવાઈ રહ્યા છે અને કર્મોને દૂર કરવા માટેનો ઉપાય અલ્પછે. થોડો પ્રયત્ન કરે, થોડા ઉપાયોથી કર્મને હટાવે. ત્યાં જ ફરીથી આત્મારૂપી તળાવમાં આશ્રવની નીક વડે કર્મોનો ભરાવો થઈ જાય છે.
કરવું? કેવી રીતે આશ્રવને રોકવા? કર્મોનો સફાયો કેમ કરીને થશે? અરે... અરે !! આ દુઃખથી હું કેવી રીતે મુક્ત બનીશ!
શું મારો આત્મા મોક્ષે નહીં જઈ શકે? જ્યાં સુધી આશ્રવોને રોકવામાં હું સફળ ન થાઉં, ત્યાં લગી મારી મુક્તિ પણ નહી સંભવે. ખૂબ ખેદ અને દુઃખની વાત છે કે મારો આત્મા આશ્રવોના કારણે સંસારમાં જ ભટક્યા કરશે.
આશ્રવ ભાવનાનું ચિંતન કરતાં-કરતાં મારો આત્મા વિષાદમાં ડૂબી જાય છે. શું એવો કોઈ ઉપાય નથી કે હું આશ્રવને રોકી શકું ! એક તો હું કર્મોથી ભરાયેલો છું ને વળી નવા નવા કર્મો આવી રહ્યા છે. ક્યા કારણથી કર્મો આવતા હશે? એવી કેવી આશ્રવની નીક છે?કર્મો ચાર કારણોથી આવે છે તે કારણો ઉપાધ્યાયજી બતાવે છે.....
मिथ्यात्वाविरति कषाय योग संज्ञा - श्वत्वार : सुकृति भिराश्रवा : प्रदिष्टा : । कर्माणि प्रतिसमयं स्फुटैरमीभि बंजन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ॥३॥ इन्द्रियाव्रत कषाय योगजा :, पञ्च पञ्च चतुरन्वितात्रयः पञ्च विंशतिरसत्क्रिया इति, नेत्रवेदपरिसंख्ययाप्यमी ॥ ४ ॥ મહામનીષી પુરૂષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આશ્રવ ભાવના
નામના ચાર આશ્રવો બતાવ્યા છે. આશ્રવો દ્વારા પ્રતિ સમય કર્મ બાંધતાં જીવો ભ્રમણાના કારણે જગતમાં ભટકે છે. ૩
પાંચ ઈન્દ્રિયો, પાંચ અવત, ચાર કષાય અને ત્રણ યોગ તેમજ ૨૫ અસત્ ક્રિયા મળી કુલ ૪૨ ભેદ આશ્રવના થાય છે. ૪
મિથ્યાત્વાદિ ચાર આશ્રવો મુખ્ય છે. તેના ૪૨ પેટા ભેદો છે. આ આશ્રવથી જીવ સંસારમાં ભટકે છે. આ ગ્રન્થની શરૂઆતમાં “પંચશ્રવાક્બોઘરે” કહી પાંચ આશ્રવની વાત કરી હતી. અહિં ચારની કરે છે. કેમકે પ્રમાદને અવિરતિ ગણી લીધો છે. પણ પેટાભેદમાં જે અસલ્કિયાનો ઉલ્લેખ કર્યો છે તે પ્રમાદના ભેદો જ છે. એમ જાણવું. - મિથ્યાત્વા:-વસ્તુતત્વ ઉપર અશ્રદ્ધા-વિપરિત માન્યતા,તેમિથ્યાત્વ કહેવાય. જે વસ્તુ યથાર્થ હોય તેમાં પણ શંકા કરે, સત્ય વસ્તુનું દર્શન થવા ન દે તેમજ સમક્તિથી જે વિપરીત છે. કર્મબંધનું મુખ્ય કારણ છે.
અને પહેલે ગુણ સ્થાનકે જેનો બંધોદય હોય છે. અવિરતિ -બીજો આશ્રવ છે અવિરતિ, અવિરતિ એટલે અસંયમ, જેમાં દોષથી વિરમણ એટલે અટકવાપણું ન થાય. દોષ અને પાપમય જીવન હોય. મિથ્યાત્વને છોડ્યા પછી જીવ અવિરતિમાં અટવાઈ જાય છે. તેના પાંચ ભેદો છે.
(૧) હિંસા (૨) અસત્ય ભાષણ (૩) ચોરી (૪) મૈથુન અને (૫) પરિગ્રહ.
હિંસા - કોઈ જીવને હણવો, બાંધવો, ભૂખ્યો રાખવો, વેદના પહોંચાડવી, દુઃખ થાય તેવું વર્તન કરવું ઈત્યાદિ હિંસાના જ પ્રકાર છે.
અસત્ય -જુઠું બોલવું. ખોટી સાક્ષી ભરવી, ખોટા આરોપ કરવા, ખોટી સહી કરવી, બનાવટી દસ્તાવેજ કરવા, કપટ નિંદા કરવી. કોઈની ગુપ્ત વાત પ્રગટ કરવી વિગેરે જુઠના પ્રકારો છે. કન્યા, ગો, ઢોર કે ભૂમિ સંબંધી મોટા જુઠાઓ પણ કદી બોલવા નહિ. એક વાત ધ્યાનમાં રાખજો કે.
સાચું બોલવાના અનેક ફાયદાઓ પૈકી એક ફાયદો એ છે કે એ યાદ રાખવાની માથાકૂટ કરવી પડતી નથી. જુઠ યાદ રાખવું પડે છે !
ચોરી:- નહિ આપેલ ગ્રહણ કરવું તે ચોરી-અદા, માલમાં ઘાલમેલ કરવી. નકલી માલ વેચવો, કોઈને ચોરી માટે પ્રેરણા કરવી, ટેકો આપવો,
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૯
શાન્ત સુધારસ વિવેચન- ભાગ-૧ તેનો માલ લેવો ઈત્યાદિ ચોરીના પ્રકાર જાણવા.
થિના સેવન - સ્ત્રી પુરૂષની રતિક્રીડા એટલે મૈથુન, કન્યા, વેશ્યા કે અપરિગૃહિત કે અન્ય સ્ત્રીની સાથેનો ઉપભોગ, સ્વસ્ત્રી માટે પણ અતિ કામ ભાવ, સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને અતિશય કામેચ્છા ઈત્યાદિ મૈથુન અવિરતિના પ્રકારો છે.
પરિગ્રહ -મૂચ્છ પરિગ્રહઃ આ શાસ્ત્ર વાક્યાનુસારે પદાર્થોનું મમત્વ એ જ પરિગ્રહ કહેવાય. ધનધાન્યાદિ સંગ્રહ કરવો. મળે તો ખુશી. જાય તો નારાજી આ પરિગ્રહ જ છે.
સમજુ જનો આ અવિરતિનો ત્યાગ કરે.
હવે કષાયોના સ્વરૂપને સમજીએ. કેમકે કષાયો આત્માના ગુણોને પ્રગટ થવા દેતા નથી. માટે યત્કિંચિત્ કષાયોનું વર્ણન કરવામાં આવે છે.
કષાયોનું સવરૂપ અનાદિકાળથી જીવનું સંસાર ભ્રમણ આ કષાયોના કારણે થાય છે. છેક અગ્યારમા ગુણસ્થાનકે ગયેલ આત્માને પણ નીચે પાડનાર હોય તો કષાય જ છે.
કષાયના ચાર ભેદો છે. ક્રોધ, માન, માયા, અને લોભ આ ચંડાળ ચોકડી ખતરનાક છે. કોધ - આત્માના પરમ તેજની વિકૃતિ માન :- આત્માની પરમ ગરિમાની વિકૃતિ માથા - આત્માના રાપર પ્રકાશય શક્તિની વિકૃતિ લોભ - આત્માના અનંત જ્ઞાનની વિકૃતિ.
વાચક શ્રેષ્ઠ શ્રી ઉમાસ્વાતિ ભગવાન પણ પ્રશમરતિમાં જણાવે છે કે ક્રોધથી પ્રીતિનો નાશ થાય, માનથી વિનયનો નાશ થાય, માયાથી વિશ્વાસ ભંગ થાય અને લોભથી સર્વ ગુણો નાશ પામે. માટે ચારે કષાયો ભયંકર છે. ત્યાજ્ય છે. ચારે કષાયોને ક્રમશઃ જોઈએ.
કોઇ કષાય -
ક્રોધથી મગજમાં જ્ઞાનતંતુઓ ઉપર ખરાબ અસર થાય છે. શરીર ગરમા ગરમ થઈ જાય છે. ક્રોધીને કોઈ મિત્ર હોતો નથી. એનો કોઈ ચાહક હોય નહિ. ક્રોધથી ત્રિદોષ ઉત્પન્ન થાય-પોતે તપે, બીજાને તપાવે અને સ્નેહનો
Page #173
--------------------------------------------------------------------------
________________
આશ્રવ ભાવના
૧૬૦ નાશ કરે. ક્રોધના સમયમાં શરીરનું રક્ત ગરમ બની જાય. હાવભાવમાં ફરક પડી જાય એટલે જ કહ્યું છે કે. "मैंने देखा है कि विदा के समय
માત્ર પીત્તે દો નાતે હૈ मैंने देखा है कि बुढापे के समय
નેત્રીત્વે હો નાતે હૈ मैंने देखा है कि लोग गोरे होते हुए भी क्रोध के समय लाल और पीले हो जाते है" ॥
ક્રોધના દુષ્પરિણામ વિચારવા જોઈએ, જે જીવનમાં અંધકાર ફેલાવે છે. કારણ કેતનમાં ક્રોધ, મનમાં વેર એ અંધકાર છે.
જીવનમાં કદી ક્રોધ ન થાય એની તકેદારી રાખવી જોઈએ. કેમકે જીવનને જો ઉત્તમ કક્ષાએ લઈ જવું હોય તો ક્રોધના ફળ પણ જાણી લેવા જોઈએ. જે આત્માને ક્યારેય ઉર્ધ્વગતિમાં લઈ જઈ શકે નહિ. ક્રોધનો ત્યાગ એટલે જ આત્મરમણતા. બીજું, ક્રોધ એ મોહનીય કર્મનો ભેદ જ છે. અને વળી કર્મને જેટલું સાચવશો એટલી તમને મુશ્કેલી આપશે. દુર્ગતિનો માર્ગ બતાવશે. તમને ચંડકાશિકનું દ્રષ્ટાંતતો યાદ હશે જ. એક નાનકડી ભૂલમાં કષાયને વશ પડીને સંયમ જીવન ગુમાવી દીધું. વળી જુઓ, ક્રોધની લીલા કેવી!
સાધુના ભવમાંદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જો વિચારીએ તો મારવા માટે ફક્ત ઓઘો જ હતો. ક્ષેત્રમાં ઉપાશ્રય જેવી નાનકડી જગ્યા, કાળથી જીવનનો
અંતિમ સમય અને ભાવ બાળ સાધુને જરા ફટકારૂં! બસ આટલો જ ક્રોધ કર્યો અને સીધા ફેંકાઈ ગયા તાપસપણામાં! ત્યાં ક્રોધે એમને જાણે ક્રોધ કરવાની અનુકૂળતા આપી હોય તેમ ઓઘાની જગ્યાએ કુહાડી મળી. ઉપાશ્રયના બદલે મોટો આશ્રમ આપી દીધો અને સમય યુવાવયથી મરણ સુધીનો તેમજ ભાવ હતા કે જે કોઈ મારા બગીચામાં આવે તે બધાને જાનથી મારી નાખું.
છેવટે ત્યાંથી મરીને ચંડકૌશિક થયો. ત્યાં પણ ક્રોધે કેવો પરચો બતાવ્યો! કુહાડી ગોતવા જવું પડે નહિ એટલે દ્રષ્ટિમાં ઝેર આપ્યું.
જગ્યા આખા જંગલની મળી ગઈ અને કાળથી જન્મથી જ વેરવૃત્તિ આપી તેમજ અપરાધી નિરપરાધી જે આવે તે તમામને મારવાની દુષ્ટ બુદ્ધિ
Page #174
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૬૧ મળી.
આમ ક્રોધે એનો વ્યાપ વધારી દીધો! એતો સારું થયું કે પ્રભુવીર મળી ગયા અને, એનું કલ્યાણ થઈ ગયું. એટલે જ ક્રોધને કાબુમાં રાખો.
ઇ પ્રકારના મનુષ્યો બતાવ્યા છે. ઉત્તમોત્તમ :- જીવનમાં કદી ક્રોધ ન કરે - માનસરોવર જેવો. ઉત્તમ - ક્રોધ થાય પણ ક્ષણમાં જ શાંત થાય - વીજળીના
ઝબકારા જેવો. મધ્યમ - ઘડી, બે ઘડી રહે. પછી શાંત - નાના ટમટમીયા
દીવા જેવો વિમધ્યમ - ૨૪ કલાક ક્રોધ રહે પછી શાંત - સગડીજેવો અધમ :- ૫-૬ દિવસ ટકે - નીભાડા જેવો. અધમાધમ :- જીવનભર રહે, કેમે ય શાંત ન પડે - કારખાનાની
ભઠ્ઠી જેવો.
જરા વિચારી જોજો....... તમારો ક્રોધ કેવો છે. અગ્નિ અને સર્પની ઉપમા પામેલ ક્રોધથી છેટા રેજો. માન કષાય :
જો તમે જ્ઞાની હો, ધર્મ શ્રવણના અનુરાગી હો તો ગર્વને છોડી દેજો. અભિમાની ક્યારેય આગળ વધી શકે નહિ. એનામાં નમ્રતા-વિનય હોય નહિ.
તે દરેક ક્ષેત્રમાં ભારે પછડાટ ખાય. વળી અભિમાનનો ત્યાગ કરવો મુશ્કેલ છે. છતાં પણ એ ત્યાગ જ મુક્તિએ પહોંચાડે છે. તપ કરતાં પણ માનત્યાગ ખૂબ જ મહત્વનો છે. જુઓ...
सुखेन साध्या तपसां प्रवृत्ति र्यथा तथा नैव तु मानमुक्तिः आद्या न दत्तेपि शिव परा तु, निदर्शनाद्, बाहुबले : प्रदत्ते ॥
તપ સુખ-સુખે થઈ શકે છે, પણ માનત્યાગ નહિ. છતાં તપ કદાચ મોક્ષન પણ આપે જ્યારે માન ત્યાગ તો જરૂર મોક્ષ આપે જ. જુઓ બાહુબલિનું દષ્ટાંત !
એક વરસ તપ કરવા છતાં બાહુબળીને કેવળજ્ઞાન ન મળ્યું. પણ જેવું અભિમાન છોડ્યું, નમ્રતા આવી ને ત્યાં જ... “પગ ઉપાડ્યો વાંદવારે ઉપન્યું કેવળજ્ઞાન” બાર મહિનાના ઉપવાસ અભિમાન પૂર્વકના હોવાથી
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૨
આશ્રવ ભાવના કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થઈ શક્યો નહિ, માટે અભિમાન છોડી વિનયશીલ બનવું કેમકે મુક્તિનો મુખ્ય ગુણ છેવિનય. અભિમાનથી વિનયનો નાશ થાય. અને “વિણય મુલો ધમ્મો” ધર્મનું મૂળ વિનય જ છે. વિનય ન હોય તો ધર્મ ક્રિયામાં આદર, બહુમાન કે પ્રતિભાવ પેદા થાય નહિ. માટે અભિમાન કરવા જેવું નથી. આજે માણસ માન-પાન પ્રતિષ્ઠા આબરૂનો ભુખ્યો છે અને એટલે એનો અહં ટકરાય છે. અહં અહંનું ધ્યાન કરવા ન દે. આજનો માનવ પૂછે છે. શું કરવાથી પૈસો મળે,? કરવાથી પ્રતિષ્ઠા વધે.? ને શું કરવાથી આબરૂ જળવાય!પણ શું કરવાથી મન ભરાશે, જીવન સાર્થક બનશે. શું કરવાથી આત્મ સંતોષ મળશે? એવો પ્રશ્ન કોઈ પૂછતું નથી.
રાવણ દુર્યોધન વિગેરે માન કષાયથી જ દુઃખ પામ્યા છે.. માયા કષાય :
માયાવી માણસનો કોઈ વિશ્વાસ ન કરે. જેમ સર્પશાંત સૂતો હોય તો પણ તે વિશ્વસનીય બનતો નથી. ભલે કદાચ તમે એકાદવાર માયા - કપટ કર્યું હશે. પણ લોકોની નજરમાંથી તમે કાયમ માટે ઉતરી ગયા હશો. પરિવાર સમાજ કે મિત્રવર્તુળમાં તમે નફરતની નજરે જોવાશો. માયા મનમાં અશાંતિ ઉભી કરશે. માયા સરળતાનો નાશ કરે છે.
મલ્લિનાથે માયા કરીને તપ કર્યો તો પણ એમને એનું કર્મવેઠવું પડયું. સ્ત્રીનો અવતાર લેવો પડ્યો. માટે આવી માયાને દૂરથી જ છોડી દેવી એજ હિતકારી છે. સાચામાં સમક્તિ રહે છે. અને માયામાં મિથ્યાત્વ હોય છે!
લોભ કષાયા
કષાયનો ચોથો ભેદ છે લોભ, લોભ એટલે બધા જ દુર્ગુણોનું ઘર, અને સર્વ ગુણોનું વિનાશ સ્થાન. ચોરી, પરિગ્રહ, શિકાર, નિંદા, ઈર્ષ્યા આદિ તમામ દુર્ગુણો લોભમાંથી જ પેદા થયા છે.
લોભની દીકરી માયા. માયાનો દીકરો માર માનનો દીકરો ૠધ, ક્રોધનો દીકરો દ્રોહ દ્રોહની દીકરી દુર્ગતિ, અને તેનો પરિવાર સંસાર માટે લોભ બધા પાપોનો દાદો થયો.
બધા પાપનું મૂળ લોભ છે. લોભથી જ જીવ હેરાન થાય છે. તૃષ્ણા અસંતોષ મૂચ્છ એ લોભ જ છે જુઓ
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૩
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
ધન વધારવાની ઈચ્છા તે - તૃષ્ણા જરૂરી વસ્તુની ચાહના તે ઈચ્છા અતિ આવશ્યક વસ્તુની ઝંખના તે - સ્પૃહા મળેલ વસ્તુને સ્થિર કરવાની ભાવના તે - વાસના
તૃષ્ણાદિનો ઘટાડો કરી જીવે સંતોષી બનવું જોઈયે. કમસેકમ ત્રણ વસ્તુમાં તો સંતોષ રાખવો જોઈએ. સવપત્નિ, ભોજન અને ધન !!!
અજ્ઞાની જીવ સુખ પામવા માટે લોભનો સહારો લે છે જાણે કે જીવવા માટે ઝેરનો પ્યાલો પી રહ્યો હોય!
શીતળતા મેળવવા જેમ અંગારા ઉપર પગ ન મુકાય તેમસુખ મેળવવા લોભ ન કરાય.
લોભ સમસ્ત પાપોની જડ છે. લોભ પાપ નથી કરતો. પણ સર્વવિનાશ કરે છે. “સર્વ ગુણ વિનાશનમ્” લોભ છે. માટે લોભથી દૂર રહેવું.
કષાયો ભઋણ કરાવે છે -
ક્રોધાદિ ચારે કષાયો આત્માનું અહિત કરી સંસાર સાગરમાં ભમાવવાનું કામ કરે છે. માટે કષાયોનો ત્યાગ કરવો જોઈએ.
કર્યું એટલે સંસાર, અને આય એટલે લાભ. જેનાથી સંસારની વૃદ્ધિ થયા કરે તે કષાયો છે. માટે કષાય આશ્રવ ત્યજી ને સમતાનો આશ્રય કરવો.
ટણયોગ - મન-વચન અને કાયાના યોગ એ પણ કર્મબંધનું કારણ છે. શુભયોગો શુભ કર્મબંધ કરાવે અને અશુભયોગો અશુભ કર્મબંધ કરાવે.
મનના વિચારો, વાણીના ઉચ્ચારો અને કાયાના આચારોને પવિત્ર રાખવા.
હવે પ્રમાદના સ્થાનરૂપ ૨૫ અસથિા સમજાવીએ છીએ. વિશેષ બોધ માટે ક્રિયાઓને અલગ બતાવે છે. ૧. કાચિકી :- શરીરને પ્રમત્તભાવે પ્રવૃત્ત કરવું ૨. અધિકરણીકી - હિંસાકારી સાધનો ગ્રહણ કરવા. તલવાર કુહાડા,
બંદૂક વિગેરે રાખવા - વેચવા બનાવવા. ૩. પ્રષિકી :- જીવ અજીવ પર દ્વેષ રાખવો. ૪. પારિતાપનિકીઃ- પોતાના માથા કુટવા, તેમજ બીજાને સતાવવા રૂપ
જે ક્રિયા.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪
આશ્રવ ભાવના ૫. પ્રાણાતિપાતિકી - આત્મહત્યા કરવી અથવા અન્યને મારવો કે
મરાવવો. ક. આરંભિકી - આરંભ કરવો - કરાવવો તેમાં પ્રસન્ન રહેવું,
ચીતરેલા કોતરેલા પશુ-માણસનો વધ કરવો. ૭. પરિગ્રાહિકી:- પશુ- પક્ષી - દાસ - દાસી આદિ તેમજ ધન ધાન્ય
મકાન - જમીન દાગીના આદિનો સંગ્રહ કરવો -
મમત્વ રાખવું. વિગેરે. ૮. મારા પ્રત્યચિકી - કપટ કરવું, છેતરપિંડી કરવી, ઠગવાનો ભાવ
રાખવો. ૯. મિથ્યાદર્શન પ્રત્યચિકી - સર્વજ્ઞ ભગવત્ત પ્રત્યે અશ્રધ્ધા. ૧૦. અપ્રત્યાખ્યાનિકીક્રિયા-પચ્ચકખાણ ન કરવું. ૧૧. દષ્ટિકીક્રિયા - જીવ - અજીવને રાગથી જોવા તે ૧૨. સમૃષ્ટિકિક્રિયા--જીવ અજીવને રાગાદિથી સ્પર્શ કરવો ૧૩. પ્રત્યચિકી ક્રિયા - બીજાની વૃદ્ધિ જોઈ રાગદ્વેષ ઈર્ષા કરવી ૧૪. સમન્વોપનિપાતિકી :- તમારા વાહન જોવા લોકો આવે ત્યારે કોઈ
પ્રશંસા કરે તો રાગ થાય. નિંદા કરે તો ષ જાગે. અથવા ઘી-તેલ દુધના ભાજન ઉઘાડા મૂકવાથી જીવો પડે તેવી જે ક્રિયા “સમન્ના” ચારે બાજુથી.
વિરાધના થાય તે કિયા. ૧૫. ઐશક્સિકી - રાજા આદિના આદેશથી યંત્રાદિ બનાવે. ૧૬. સ્વહસ્તિકીઃ- પોતાના હસ્ત દ્વારા કે પદાર્થ દ્વારા જીવ અજીવોના
ઘાત કરવો ૧૦. આજ્ઞાપનિકી - જીવા જીવને આજ્ઞા કરીને કંઈ મંગાવવું. ૧૮. વિદારીણી - જીવ અજીવને વિદારવાથી અથવા માન સન્માનનો
નાશ કરવા રૂપ જે ક્રિયા ૧૯. અનાભોગિકીઃ- ઉપયોગ વગર પ્રમાદ ક્રિયા. ૨૦. અનવકાંક્ષ પ્રત્યચિકી - ઈહલોક-પરલોક વિરુધ્ધ આચરણ
પરસ્ત્રી - દારૂ, જુગાર વિગેરે ક્રિયા
Page #178
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૨૨. સામુદાયિકી ૨૩. પ્રેમિકી
૨૧. પ્રાયોગિકી :- મન-વચન-કાયા ના અશુભયોગ સંબંધી ક્રિયા :- બધાયે એકી સાથે જે ક્રિયા કરી હોય તે નાટકાદિ :- પ્રેમ કરવો, પ્રેમ ઉપજે તેવા વચન બોલવા
૧૬૫
૨૪. લૈષિકી ઃ- પોતે દ્વેષ કરવો, અન્યને દ્વેષ ઉપજે તેવા વચનો બોલે ૨૫. ઈ પથિકી :- કર્મ બંધનના હેતુ સ્વરૂપ જે મિથ્યાત્વાદિ ચાર છે. તેમાં ૧૧-૧૨-૧૩મા ગુણ સ્થાનકે ફક્ત યોગ જ હોય યોગથી શાતાવેદનીય કર્મ બાંધે તે ક્રિયા ઈર્યાપથિકી
परिहरणीया रे ! सुकृतिभिराश्रवा हृदि समतामवधाय । प्रभवन्त्येते रे ! मृशमुच्छृखला विभुगुणविभववधाय ॥ १ ॥ कुगुरुनियुक्ता रे ! कुमति परिप्लुता : शिवपुरपथमपहाय प्रयतन्तेऽमी रे ! क्रियया दुष्टया प्रत्युत शिव विरहाय ॥ २ ॥ अविरत चिता रे ! विषयवशीकृता, विषहन्ते विततानि इहपरलोकरे ! कर्म विपाकजान्य विरल दुःख शतानि ॥ ३ ॥ करिझषमधुपारे ! शलभमृगादयो, विषय विनोदरसेन ।
હા ! તમને રે ! વિવિધા વેલના વત ! રિતિવિલ્સેન ॥ ૪ ॥
કલ્યાણકામી આત્માઓએ હૃદયમાં સમતા ધારણ કરીને આશ્રવોને છોડવા જોઈએ. એ આશ્રવો નિરંકુશ બની ગયા તો... ગુણોના વૈભવને વિખેરી નાખશે.. || ૧ ||
કુગુરુના ચક્કરમાં ફસાઈને અથવા ખોટી બુદ્ધિનો શિકાર બની ને જીવાત્મા મોક્ષના માર્ગને છોડીને અશુદ્ધ અને અશુભ ક્રિયાઓ વડે મોક્ષનો પ્રયત્ન કરે છે... પણ ઉલટો તે મોક્ષચી ટીક ટીક દૂર ફેંકાઈ જાય છે. || ૨ ||
અવિરતિના પરિણામથી વિષયોને વશ થયેલ જીવો આ લોક અને પરલોકમાં કર્મ વિપાકથી ઉત્પન્ન થયેલ સેંકડો ભીષણ દુ:ખોમાં ફસાઈ જાય છે. || ૩ ||
હાથી, માછલી, ભમરો, પતંગીયુ અને હરણ આ પ્રાણીઓ પોતાના મન પસંદ પદાર્થોની પાછળ પાગલ બનીને ભટકે છે... અહો!
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૬
આશ્રવ ભાવના દુ:ખની વાત છે.. પીડાનો શિકાર બનીને વિવિધ વેદનાઓ પ્રાપ્ત કરે છે. અને પરિણામ સ્વરૂપ મોતની ગહન ખીણમાં પડી જાય છે. || ૪ ||
આવ્યવોનો ત્યાગ કરો -
ઉપાધ્યાયશ્રી વિનયવિજ્યજી મહારાજ શાન્ત સુધારસની આશ્રવ ભાવનાના ગેય કાવ્યમાં ફરમાવે છે કે આત્મામાં પાપનો પ્રવેશ કરાવનાર નીક એટલે આશ્રવ, અને તે આશ્રવોથી આત્મામાં રહેલ ગુણો વેર વિખેર થઈ જાય છે.
આત્મા સ્ફટિક જેવો શુદ્ધ છે. કર્મમલથી નહીં લેવાનારો અને પવિત્ર છે. પણ આ આશ્રવો આત્માને કર્મથી ભારે કરી દે છે. કેમકે કર્મબંધ આશ્રવો દ્વારા જ થાય છે આઠકર્મ બતાવ્યા છે. પ્રત્યેક કર્મોના પેટા ભેદો ઘણા છે અને દરેક કર્મોના આશ્રવ જુદા-જુદા છે. અને એ આશ્રવો મુખ્ય પાંચ ભેદોમાં સમાઈ જાય છે.
જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કમના આશ્રવ -
જ્ઞાન-જ્ઞાનના સાધનો કે જ્ઞાનીની આશાતના કરવાથી, નિહવપણુ (અવહેલના) કરવાથી એમના ઉપર દ્વેષ રાખવાથી, એમની ઉપેક્ષા કરવાથી કે જ્ઞાનાદિ પ્રત્યે અંતરાય કરવાથી જીવ બન્ને પ્રકારના આવરણો ઉપાર્જન કરે છે.
અશાતા વેદનીય કર્મના આગવો -
દુખ આપવાથી, એટલે કે કોઈને ઈષ્ટનો વિયોગ, અને અનિષ્ટનો સંયોગ આદિ કરવા વડે. તેમજ શોકતાપ આદિથી જીવ અશાતા ઉપાર્જન કરે
શોક -બંધુ આદિના વિયોગથી માનસિક રીતે દુઃખી બનવું. તાપ - કઠોર વચન વડે બળ્યા કરવું.
આનંદના-માનસિક સંતાપ, માથા ફોડવા, હાથ-પગ પછાડવા રૂદન કરવું ઈત્યાદિ.
વધઃ-જીવોનો પ્રાણોથી વિયોગ કરવો, સોટી, ચાબુક આદિથી મારવાં, હાથથી કે પગથી મસળવા ઈત્યાદિ
પરિદેવના - કોઈને દયા આવે તેમ દીન બનવું. આ દુઃખ, શોક આદિ અશાતા વેદનીય કર્મોના આશ્રવો જાણવા.
શાતાવેદનીય :- ગુરુની ભક્તિ, ક્ષમા, કરુણા, વ્રતનું આચરણ,
Page #180
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૬૭
કષાય પર વિજય, જીવો પર અનુકંપા દાન, સરાગ સંયમ, કંઈક સંયમ, કંઈક અસંયમ (સંયમાસંયમ) બાલતપ ઈત્યાદિ શાતા વેદનીય કર્મના આશ્રવો
જાણવા.
દર્શન મોહનીય :- કેવળી, શ્રુત, સંઘ અને ધર્મનો અવર્ણવાદ બોલવો, ઉન્માર્ગની દેશના આપવી તથા મિથ્યાત્વ ઈત્યાદિ દર્શન મોહનીયના આશ્રવો
જાણવા.
ચારિત્ર મોહનીય ઃ- કષાયના ઉદયથી આત્માનાં તીવ્ર પરિણામ પૂર્વક હાસ્ય વિગેરે દ્વારા વિષયોની વિષમતાથી અને આકર્ષણાદિ વડે ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે.
નરકનું આયુષ્ય :- બહુઆરંભ સમારંભ, પરિગ્રહ રૌદ્રધ્યાન, પંચેન્દ્રિય જીવની હિંસા, આ નરકઆયુના આશ્રવો જાણવા.
તિર્યંચ આયુષ્ય :- ગુઢ હૃદય, માયા શલ્યસહિતપણું, અને શઠ પણું વિગેરે તિર્યંચ આયુષ્યના કારણો છે.
મનુષ્યનું આયુષ્ય :-પ્રકૃતિથી અલ્પ કષાયો, દાનમાં રૂચિ અલ્પારંભ, અલ્પ પરિગ્રહ, મૃદુતા અને સરળતા ઈત્યાદિ મધ્યમગુણો, મનુષ્યાયુ : ના આશ્રવો છે.
દેવનું આયુષ્ય :- સરાગ સંયમ, અકામ નિર્જરા, સંયમાસંયમ, ઈત્યાદિ દેવના આયુષ્યના કારણો જાણવા.
અશુભ નામકર્મ :- મન વચન કાયાની વક્રતા, કપટપણું અશુભ નામ કર્મના આશ્રવો જાણવા.
શુભ નામકર્મ :- સરળતા, નિરભિમાની પણું. ઈત્યાદિ શુભનામકર્મના આશ્રવો જાણવા.
તીર્થંકર નામ કર્મ :- દર્શન વિશુદ્ધ, વિનય સંપન્નતા શીલ-સદાચાર, જ્ઞાન, સંવેગ, ત્યાગ, તપ, સંઘસમાધિ, વૈયાવચ્ચ, અરિહંત, આચાર્ય, બહુશ્રુત અને પ્રવચનની ભક્તિ, આવશ્યક ક્રિયાઓ શાસનની પ્રભાવના અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યતા ઈત્યાદિ તીર્થંકર નામ કર્મના આશ્રવો જાણવાં.
ઉચ્ચ ગૌત્ર ઃ- અભિમાન રહિત પણું, ગુણો વડે અલંકૃત, નિરંતર જિન ભક્તિ, ઉચ્ચગોત્ર કર્મનો બંધ કરાવે છે. તેનાથી વિપરીત તથા પરનિંદા અને આત્મપ્રશંસા નીચગોત્ર કર્મનો બંધ કરાવે છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮
આશ્રવ ભાવના અંતરાયકર્મ-જિનપૂજાવિગેરેમાં વિદ્ધ કરે, કોઈ પણ ધર્મક્રિયામાં વિદ્ધ કરનારો, હિંસામાં તત્પર એવો જીવ અંતરાય કર્મ બાંધે છે.
આ આઠ કર્મના આશ્રવો સંક્ષેપમાં સમજાવવામાં આવ્યા છે. (વિશેષ જાણકારી કર્મગ્રંથમાંથી મેળવવી)
આ આશ્રયો દ્વારા જીવ કર્મથી ભારે બનીને સંસાર સાગરમાં ડૂબે છે માટે આશ્રવનો નિરોધ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ
ણણી બચો -
ઉપાધ્યાય ભગવંત ફરમાવે છે કે... હે જીવ! તું કુગુરૂના ચક્કરમાં ફસાઈશ નહિ. કેમકે કુગુરુઓ તારી ગતિને ખરાબ કરી નાંખશે. મોક્ષનો સાચો રસ્તો બતાવશે નહિ. જે ખોટો રસ્તો બતાવે તે કુ ગુરુ અને જે સાચો રસ્તો બતાવે તે સદ્ગુરુ.
દુર્ભાગ્યયોગે જો દંભી અને પાખંડી ગુરુનો સમાગમ થઈ ગયો તો એ ખોટું-ખોટું જ સમજાવશે. તમને અનુકૂળ હશે એ જ કરશે. પણ સત્યવસ્તુનું જ્ઞાન થવા નહીં. અને અજ્ઞાનની ઉંઘમાંજ જીવન વ્યતીત થઈ જશે. જે ઉંઘે છે, તે ગુમાવે છે. જુઓ
જે સૌને છે, વો સબ કુછ ખોલે છે આમિર મેં રોતે હૈ, માટે જ ચેતના ઉંઘ નહિ, હવે જાગ, મોહ નીંદ ત્યાગ, સાથે માઝ લાગ.
કુગુરુ જે ઉપદેશ આપશે તે પણ એમના સ્વાર્થનો જ હશે કોઈ ક્રિયામાર્ગ છોડશે કોઈ તપ છોડે કોઈ વ્યક્તિ છોડી પોતાની મનપસંદ વાત જ કરતા હોય છે.
મીઠી વાણીમાં ઉપદેશ તો મોક્ષ માટેનો જ આપશે. પણ દુષ્ટ-ક્રિયા અને અશુભ આચરણથી ઉલ્ટાનું મોક્ષ ખૂબ જ દૂર થઈ જશે.
કુગુરુઓના મોટા-મોટા આશ્રમો હશે. આનંદ-પ્રમોદ અને ભોગ વિલાસના સાધનો હશે. ભરપૂર સંસારને ભોગવતા થકા એમ જ કહેશે કે
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૯
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ અમે મોક્ષ માર્ગની સાધના કરીએ છીએ.
માટે કુગુરુની વાતમાં ન આવતાં એને બરાબર ઓળખી લેવા જોઈએ. અવિરતિ જીવને કરે ભારે -
અવિરતિ આશ્રવથી જીવાત્મામન વચન અને કાયાથી પાપન કરે, તો પણ પાપનું આગમન સતત ચાલુ જ રહે છે.
કેમકે અવિરતિ એટલે પાપનો પ્રવેશ ચાલુ જ. તમે કોઈ પાપ કરતાં ન હો પણ જો પાપની પ્રતિજ્ઞા ન કરી હોય તો એનું પાપ તો ચાલુ જ રહે છે એટલે જ વિવેકી શ્રાવકોએ ૧૪ નિયમ ગ્રહણ કરી પાપનો પ્રવેશ અટકાવવો. તમે માંસભક્ષણ દારૂ આદિનું સેવન કરતા નથી પણ એનોનિયમ ન હોય તો એનું પાપ લાગે છે.
જેમકે તમે મકાનમાં લાઈટ ફીટીંગ કરાવી કનેકશન લીધું હોય અને એક મહિના માટે બહાર ગામ જાઓ ત્યારે લાઈટ-પાણી -પંખા આદિ કશું જ ન વાપરવા છતાં બિલ આવે કે નહિ?
સભા - હા, બિલ તો આવે જ ને? કેમ? તમે વાપરતા નથી તો પણ! સભા - હા. કેમકે કનેકશન ચાલુ છે,
બસ એવી જ રીતે પાપનું પચ્ચકખાણ ન કરીએ તો પાપ ન કરવા છતાં પાપ લાગ્યા કરે. એટલે ખરેખર તો પ્રતિજ્ઞા કરવી-નિયમ ગ્રહણ કરવો ખૂબજ જરૂરી છે. વળી મિથ્યાત્વની સાથે જો અવિરતિ ભળે તો જીવ ભયંકર પાપી બની જાય કેમકે....
સમ્યક્તની સાથે અવિરતિ હોય તો જીવ માને કે પાપ છોડવા જેવું છે. પણ તે છોડી શક્તોનથી.
જ્યારે મિથ્યાત્વના ઉદય વખતે અવિરતિનો પણ ઉદય હોય તો તે પાપને પાપ તરીકે સ્વીકારતો જ નથી સમ્યગું દર્શન ચોથા ગુણસ્થાનકે હોય અને વિરતિ પાંચમાથી શરૂ થાય એટલે સમ્યગ્દર્શની જીવ માને ખરૂ કે પાપ છોડવા જેવું છે. પણ વિરતિનો પરિણામ ન હોવાથી છોડી શક્તો નથી. છતાં હૃદયમાં ત્યાગ-વિરતિ-મર્યાદા આદિ ગુણો જડબેસલાક ફીટ થઈ ગયા હોય છે. જેમકે કૃષ્ણ-શ્રેણીક જેવા રાજા સમ્યગુર્દષ્ટિ હોવા છતાં વિરતિના પરિણામ જાગતા ન હતા. છતાં એમના પરિવારને ખૂબજ હર્ષથી દીક્ષા આપતા હતા.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૦
આશ્રવ ભાવના
વિરતિ વગર કદી મુક્તિ નથી આ વાત એમના જીવનમાં, રગેરગમાં ફેલાઈ ગઈ હતી.
અવિરતિ આશ્રવને બરાબર સમજવો જરૂરી છે. અવિરતિ જીવને દારૂણ દુઃખોમાં ધકેલી દે છે. સંસારમાં પરિભ્રમણ કરાવે છે. માટે અવિરતિના પરિણામોને જાણીને જીવનને નિયમ બદ્ધ બનાવવું.
વિષયની લોલુપતા :
ગ્રન્થકારશ્રી અહિં પાંચ ઈન્દ્રિયોની વિષમતા બનાવતા પાંચ દ્રષ્ટાંત આપે છે. “તિ ાસ મધુપારે’' ( ો - ૮ )
કરિ એટલે હાથી, ઝસ એટલે માછલી, મધુપ એટલે ભમરો શલભ એટલે પતંગીયુ અને મૃગ એટલે હરણ આ પાંચેય પ્રાણીઓ ઈન્દ્રિયની પરવશતાના કારણે દુઃખી થઈ જાય છે.
સ્પર્શનેન્દ્રિય પરવશ હાથી
(૧) જંગલમાં મુક્ત પણે ફરનારો હાથી, શિકારીની જાળમાં આબાદ ફસાઈ જાય છે. શિકારી લોકો એક મોટો ખાડો કરી તેમાં પુંઠા જેવી કોઈ વસ્તુથી હાથણીનો આકાર બનાવે છે. વન હાથી ફરતો ફરતો ત્યાં આવે છે. હાથણી ને જોઈને કામ વિહ્વળ બની જાય છે. અને સીધું ખાડામાં પડતું મુકે છે. બસ આ સ્પર્શ ઈન્દ્રિયના કારણે હાથી ફસાઈ જાય છે. તેવી રીતે પુરુષ સ્ત્રીના શરીરમાં અને સ્ત્રી પુરુષના દેહમાં મોહાઈ આસક્ત બને છે. અને છેવટે વિનાશ પામે છે.
(૨) રસનેન્દ્રિય પરવશ - માછલી
રસનેન્દ્રિયની લોલુપતાના કારણે માછલી માછીમારની જાળમાં ફસાઈ જાય છે. ઉપર જતી આવતી કૂદતી અને સ્વતંત્ર માછલીને પકડવા માછીમાર જાળ નાંખે અને તેમાં ખાદ્ય પદાર્થો મુકે, માછલી રસનેન્દ્રિય પરવશ હોવાથી ખાવા જાય અને ત્યાં જ મરણ પામી જાય છે. આમ રસનેન્દ્રિયનું પરવશ પણું હોવાથી માછલી વિનાશ પામી જાય છે.
આ ખાવું ને તે ખાવું, ગમે તેટલું ખાવા છતાં જીવ તૃપ્ત થતો નથી માટે જ આહાર ઉપર કાબુ લઈ રસનાની આસક્તિથી છુટો. (૩) ઘાણેન્દ્રિયથી ભમરો :
કમળની સુગંધમાં આસક્ત બનેલ ભ્રમર એ કમળમાં જ કેદ થઈ
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૧
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જાય છે. અને છેવટે વિનાશ નોતરે છે. જે ગંધમાં આસક્ત બની લીન બને એ વિનાશ પામે છે.
(૪) ચરિદ્રય પરવશ પતંગીયું,
આંખ વિષયમાં પરવશ થતા પતંગીયાની વાત હવે વિચારીએ. દીવોલાઈટ કે પ્રકાશની આજુબાજુમાં તમે ઘણા જંતુઓ પતંગીયા જોયા હશે. દીવાની જ્યોતમાં લોભાઈને જેવા ત્યાં જાય તેવા તરત ખતમ થઈ જાય છે. દીપકમાં પતંગીયું અપૂર્વ સૌંદર્યનું દર્શન કરે છે. એમાં આસક્ત બને છે. તે વિનાશ પામે છે.
એ જ રીતે જીવાત્મા કોઈ સૌંદર્ય જુએ રૂપ નીરખે, લાવણ્ય દેખે અને એમાં ચંચળ થઈ જાય છે. તેનું મન નાચી ઉઠે છે. એકીટશે એ દ્રશ્ય જોઈ રહે છે. જે જોયું એ સ્પર્શવાની ઈચ્છા કરે, અને છેવટે આત્મા અને મન ને દૂષિત કરી મૂકે. માટે આંખને વિષય પરવશ ન બનાવવી. ઈન્દ્રિયોનો ગુલામ સર્વનાશ પામે છે.
(૫) શ્રવણેન્દ્રિય પરવશ હરણ :
ગીત અને સંગીતમાં મોહ પામેલ હરણ જ્યારે સાંભળવામાં તલ્લીન બને છે ત્યારે શિકારી લોકો એને પકડી લે છે ને છેવટે મારી પણ નાંખે આ જીવો ફક્ત એક જ ઈન્દ્રિયોથી વિનાશ પામતા હોય તો જેની પાંચે ઈન્દ્રિયો છુટી હોય એનું તો પૂછવું જ શું?
હે જીવ! જો તારે સંસારથી છૂટવું હોય અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો તું ઈન્દ્રિયો ઉપર વિજય મેળવી લે.
જે ઈન્દ્રિયોને જીતે છે તે જ શુર છે તે જ વીર છે. ઈન્દ્રિયોના વિષયો દુઃખકારક, દુઃખફલદ છે એમ માની ત્યાગ ભાવના કેળવવી.
उदितकषायारे, विषयवशीकृता. यान्ति महानरकेषु । परिवर्ततेरे, नियतमनन्तशो जन्म-जरा मरणेषु ॥५॥
* કષાયોના આવેશ અને વિષયોની પરવશતાના કારણે બિચારા જીવો અનંત જન્મ-જરા અને મરણના ચક્કરોમાં ફસાઈને મહા નરકમાં ચાલ્યા જાય છે. || ૫ ||
मनसा-वाचा रे, वपुषा चञ्चला दुर्जय दुरित भरेण । उपलिप्यन्ते रे, तत आश्रवजये, यततां कृतमपरेण ॥६॥
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૨
આશ્રવ ભાવના
* મન વચન અને કાયાથી ચંચળ-અસ્થિર પ્રાણી પાપના ભારથી દબાઈને કર્મ રૂપી કાદવચી ખરડાઈ જાય છે. તેથી અન્ય તમામ કાર્યો બાજુ પર રાખીને આશ્રવ ઉપર વિજય મેળવવા માટે
પ્રયત્ન કર...
शुद्धा योगा रे, यदपि यतात्मनां स्त्रवन्ते शुभकर्माणि । कांचननिगडांस्तान्यपि जानीयात् हतनिर्वृत्ति शर्माणि ॥
* સંયમી આત્માઓના શુભ યોગો પણ સારા કર્મોને વધારે છે. જ્યારે મોક્ષ માટે તો આ શુભ કર્મો પણ બેડી સમાન છે. હાથકડી સોનાની હોય કે લોઢાની એ હાય કડી જ છે.
मौद स्वैवं रे, साश्रवपाप्मनां रोधे धियमाधाय । શાન્તસુધારસવાનમનારત, વિનય ! વિધાય વિધાય ॥ ૮ ॥
* હે વિનય ! આશ્રવરૂપી પાપોને રોકવા માટે તારી સ્વચ્છ બુદ્ધિને ધારણ કરીને આનંદ પામ, અને નિરંતર શાન્ત સુધારસનું પાન
કર
બચો... ક્યાયોથી....
ગ્રંથકારશ્રી પૂર્વની વાતને પુષ્ટ કરતાં ફરમાવી રહ્યા છે કે...ક્રોધ માન માયા લોભ એ કષાયો... જીવને નરકમાં નાખે છે.. માટે જ... કષાયોની અંદર ફસાયેલો જીવ અનંતા જન્મ મરણ કરે છે... અનંત દુઃખોનો અનુભવ કરે છે...
કષાય... સર્વ જીવોને ઉદ્વેગ કરનાર છે,
વેરનો અનુબંધ કરનાર છે અને સદ્ગતિનો નાશ કરનાર છે.
અશુભ યોગને રોકો...
મન વચન અને કાયાના યોગો... જો પાપકારી હશે તો તમારો આત્મા કર્મોના કાદવથી ખરડાયેલો જ રહેશે યોગો શુભ હોય કે એનાથી કર્મો તો બંધાય જ...!!!
અશુભ
હોય પણ
શુભ યોગ હોય તો સોનાની જંજીર અશુભ યોગ હોય તો લોઢાની જંજીર...
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૩
શા સુધારસ વિવેચન - ભાગ-૧
આખર તો બને ય જંજીર છે..!
અસંયમ, રાગ, દ્વેષ, શલ્ય, વિકથાઓ, વેશ્યાઓ આ બધાં અશુભ યોગો છે. તેનાથી આત્મામાં અશુભ પાપ કર્મોનો પ્રવેશ થાય છે. એટલે પાપ કર્મથી બચવું હોય તો અશુભ યોગથી પણ બચવું જ પડે.
તેવી જ રીતે શુભયોગોથી પુચકર્મોનાં અનુબંધ થાય છે. જેમ અશુભ કર્મોથી દુઃખ ત્રાસ અને દુર્ગતિ મળે તેમ શુભ કર્મોથી સુખ, સ્વર્ગ આદિ સદ્ગતિમાં જન્મ મળે. ભૌતિક સુખો મળે તથાપિ શુભ કર્મો પણ મોક્ષમાર્ગમાં બાધક છે.
માટે. બન્ને પ્રકારના કર્મો તુટે એવો પુરુષાર્થ કરવો જોઈએ...
એ વાત સાચી. કે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ નથાય ત્યાં સુધી શુભ યોગો આરાધનામાં સહાયક બને છે. માટે.. મન-વચન-કાયાના યોગોને શુભ પરિણતિમાં રાખવા. જો પાપાનુંબંધી પૂણ્યનો ઉદય થાય તો
શરીર નીરોગી મળે. યશ કીર્તિનો ઉદય મળે.
સત્તાનું સિંહાસન મળે. પરંતુ...
જીવ ભોગ વિલાસ અને સ્વાર્થમાંજ રચ્યો પચ્યો રહે. અને પુન્યાનુબંધિ પુન્યનો ઉદય થાય તો જીવને અનુકુળતાઓ મળે.
સુખ સંપતિ સત્તા મળે. અને
સાથે સાથે બુદ્ધિ પણ જાગે... સત્કાર્ય કરવાની ભાવના પણ જાગે. માટે...
મુક્તિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. પુન્યાનુબંધિ પુન્ય જીવને સ્વસ્થ રાખે છે.
પણ, છેલ્લે બન્ને પ્રકારના આશ્રવો ને છોડવાના જ છે.
હે વિનય! આશ્રવ એક પ્રકારના પાપો છે. નિર્મળ એવા આત્મામાં પાપ કર્મોનો પ્રવેશ થયો છે. માટે તું કર્મોને અને આશ્રયોને જાણ. કારણ કે. કર્મોનો પ્રવેશ આત્માને પરિભ્રમણ કરાવે છે...
આ આશ્રયો દ્વારા જ્યારે આત્મામાં કર્મોનો પ્રવેશ થાય ત્યારે... આ કર્મો ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૪
આશ્રવ ભાવના
૧. પ્રકૃતિ બંધ ૨. સ્થિતિ બંધ ૩. રસ બંધ ૪. પ્રદેશ બંધ
(૧) પ્રકૃતિબંધ:- આત્મા જ્યારે કર્મ વર્ગણાના પુલો ગ્રહણ કરે છે. એ વખતે કર્મોનો સ્વભાવ નક્કી થાય છે. કે આ કર્મો બંધાયા તો એનું ફળ શું મળશે? જેમ.. કે.. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય...!
વેદનીયકર્મથી વેદના મળે.. વિગેરે કર્મોનો જે સ્વભાવ છે. તે પ્રકૃતિબંધ કહેવાય
(૨) સ્થિતિબંધ
કર્મ બંધાયા પછી તે કર્મ કેટલો સમય રહે? જેમકે જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમની, મોહનીય કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમની ઈત્યાદિ જે સ્થિતિ એટલે કે સમયનું પ્રમાણ નક્કી થાય તેને કહેવાય સ્થિતિ બંધ.
(૩) રસ બંધઃકર્મનો જુસ્સો, એટલે કે પાવર જે નક્કી કરે તે રસ બંધ...
જેમ કે... જ્ઞાનાવરણીયાદિ કર્મ અલ્પ-અલ્પતર, બહુ કે બહુતર રસ વાળું હોય તો એક સરખું કર્મ હોવા છતાં પરિણામમાં ફરક પડે છે.
ઉદા. તરીકે કોઈક લાડવો કડવો હોય. કોઈ મીઠો હોય એ રીતે અહીં પણ સમજવું. (૪) પ્રદેશબંધ:
કર્મવર્ગણાના પુદ્ગલોનો જથ્થો જે નક્કી થાય તે પ્રદેશબંધ કહેવાય, બધાં કર્મોમાં તેના પ્રદેશો જુદા જુદા હોય છે....
કોઈમાં ઓછા હોય કોઈમાં વધારે હોય ઉદા. તરીકે કોઈ લાડવો ૨00 ગ્રામનો હોય કોઈ લાડવો ૪૦૦ ગ્રામનો પણ હોય એવી રીતે જીવે જે રીતે કર્મો ગ્રહણ કર્યા હોય તે પ્રમાણે તેના પ્રદેશનું માપ નક્કી થાય તેને પ્રદેશબંધ કહેવાય. આવી રીતે આત્મામાં આવેલા કર્મો ચાર રીતે વહેંચાઈ જાય છે. આત્મામાં કર્મો ન આવે એની ખૂબ-ખૂબ તકેદારી રાખવી પડશે. “એના માટે
Page #188
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૭૫ જીવે શું કરવું?' એવો પ્રશ્ન પણ સ્વાભાવિક રીતે તમને થાય? એના જવાબમાં એમ કહેવાય....કે તારી બુદ્ધિને સ્વચ્છ કર... અને સ્વચ્છ બુદ્ધિને ધારણ કરીને પાપને રોકવા માટે તું સમર્થ બની જા..!
દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા-સમર્પણ અને શરણાગતિ સ્વચ્છ બુદ્ધિ દ્વારા જ થાય છે...
બુદ્ધિનો દુરુપયોગ બંધ કરો. બુદ્ધિના દુરુપયોગથી જીવનું પતન થાય છે. અને બુદ્ધિ ની શુદ્ધિ ભાવનાઓ થી જ થાય છે માટે ભાવનાઓ વડે બુદ્ધિને શુદ્ધ અને પવિત્ર કરીને નિરંતર શાન્તરસનું પાન કર...!!
ભાવ શ્રાવક ભાવ શ્રાવક બનવું હોય તો નીચે મુજબના છ ગુણો જીવનમાં ઉતારવા જોઈએ. (૧) કૃતવૃત કમ - વ્રતક્રિયા કરવામાં ઉદ્યમવંત હોય, ધર્મવ્રતનું શ્રવણ
કરવામાં તત્પર હોય, સાંભળ્યા પછી વ્રતના પ્રકાર જાણે અને તેના અતિચાર જાણે અને વ્રતનો સ્વીકાર
કરે. સ્વીકાર્યા બાદ દઢતાપૂર્વક પાલન કરે. (૨) શીલવંત - સદાચારીનો સંપર્ક કરે. પરગૃહનો ત્યાગ કરે, ઉદ્ભટ
વેશ છોડે, વિકારી વચનનો ત્યાગી હોય. બાલિશ
ચેષ્ટા અને જુગાર આદિ વ્યસનોથી મુક્ત હોય. (૩) ગુણવંત. - શાસ્ત્રનો સ્વાધ્યાય કરે, તપનું આચરણ કરે. નિયમનું
પાલન કરે, વિનયી હોય, દુરાગ્રહનો ત્યાગ કરે. અને
નિરંતર જિનવાણીનું શ્રવણ કરે. નિષ્કપટી હોય. (૪) વ્યવહારી - ખોટું કવિસંવાદીન બોલે. સૌની સાથે મૈત્રીભાવ હોય. (૫) ગરુ શુશુષ - ગુરુના જ્ઞાન ધ્યાનમાં સહાયક હોય, ગુરુના ગુણો
બોલનાર હોય. ગુરુને ઔષધાદિનું દાન કરે.
બહુમાનભાવ રાખી ગુરુની ઈચ્છાને અનુસરવું. (૬)પ્રવચના શાળઃ- શાસ્ત્રો ભણે, તેના અર્થ સાંભળે. ઉત્સર્ગ અને અપવાદ
માર્ગનો જાણકાર હોય. વ્યવહાર કુશળ હોય. શુભ ભાવથી ધારણ કરવો.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સંવર ભાવના
સંવર ભાવના
येन येन य इहाश्रवरोधः सम्भवे नियत मौपयिकेन । । आद्रियस्व विनयोद्यत चेतास्तत्तदान्तरद्दशा परिभाव्य ॥१॥
જે જે ઉપાયો દ્વારા અશ્રવો રોકી શકાતા હોય.. તે તમામ ઉપાયોને. આંતર દ્રષ્ટિ વડે વિચારીને તે ઉપાયોનો આદર કર, તે ઉપાયોને જીવનમાં અપનાવી લે.
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી સંવર ભાવના નો પ્રારંભ કરતાં જણાવે છે કે જે ઉપાયો દ્વારા આપણે આશ્રવોને રોકી શકતા હોઈએ તેનું નામ સંવર ભાવના.
અસ્ત્રનો સંવર: એટલે કે આસવનો નિરોધ એ સંવર છે. કુલ બેતાલીશ પ્રકારના આશ્રવો છે
પાંચ ઈન્દ્રિયો ત્રણયોગ પાંચ અવત પચ્ચીસ અસક્રિયાઓ
ચાર કષાય આમ કુલ્લે મળી ૪૨ આસવોના નિરોધને સંવર કહેવામાં આવે છે.
કર્મોના આવવાના દરવાજાબંધ કરવા તે સંવર.
સંવર ભાવનાના કુલ ૫૭ પ્રકાર છે. તેમાં મુખ્ય ૬ છે. (૧) ગુતિ (૨) સમિતિ (૩) ધર્મ (૪) અનુપ્રેક્ષા (૫) પરીષહ જય (૬) ચારિત્ર.
પ્રથમ આપણે ગુપ્તિ વિષે વાત કરીશું ગુપ્તિના કુલ ત્રણ ભેદો.
* મન વચન અને કાયા.
(૧) મનઃ-મનની શુદ્ધિ. મનને પરમાત્મામાં શુભચિંતન દ્વારા એકાગ્ર કરવું. પરમાત્માનું શુભ ધ્યાન ધરવુંવિ, સુગુરૂને માન આપવું. તેઓનું કાયમ મનમાં રટણ રાખવું. ધ્યાન દ્વારા મનની એકાગ્રતા લાવવી ખરાબ વિચારોનો ત્યાગ કરવો સારા સંકલ્પોનું સેવન કરવું એ મનોગુપ્તિ.
(૨) વચન - બોલવામાં વાતચિતમાં વિ. પ્રસંગે વચનનું નિયમન કરવું, બોલવું તો કોઈને સારું લાગે તેવું, કોઈને હિતકારક હોય તો બોલવું, સમજી વિચારીને બોલવું એટલે કે કામ પૂરતું બોલવું જેમ તેમ બોલબોલ ન
Page #190
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૭૭ કરવું અવસર પ્રમાણે બોલવું. નહિ તો મૌન રહેવું આને વચન ગુમિ કહેવાય
(૩) કાય ગુપ્તિ - એટલે શરીર સંબંધી હાલવા ચાલવામાં ઉઠવા બેસવામાં કર્તવ્ય અકર્તવ્યનો વિવેકહોય એ પ્રકારે શારિરિક વ્યાપારનું નિયમન કરવું. હિંસા ઉત્પન કરે તેવા કપડાં પહેરવા ન જોઈએ. આપણા કપડા એવાં હોવા જોઈએ કે સામા માણસને આપણા પ્રત્યે માન ઉપજે.
હવે આપણે સમિતિના ભેદ જોઈશું સમિતિના કુલ ૫ ભેદ.
(૧) ઈસમિતિ (૨) ભાષાસમિતિ (૩) એષણા સમિતિ (૪)આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ
(૧) ઈર્ષા સમિતિ - કોઈ પણ જીવને કલેશ ન થાય એવી રીતે સાવધાનીપૂર્વક ચાલવું ઉંચે જોઈને કે આડા અવળા ડાફોળીયા મારીને ચાલવું ન જોઈએ.
(૨) ભાષા સમિતિ - બોલવામાં સંયમ રાખવો જોઈએ. આપણા બોલવાથી કોઈ જીવની હિંસા થાય તેવું બોલવું ન જોઈએ.
ભાષાના ચાર પ્રકાર છે તેમાંથી પહેલો પ્રકાર જ ઉચિત છે. બાકીના પ્રકારો અનુચિત જાણવા.
(૧) પ્રિય અને સત્ય બોલવું ()પ્રિય બોલવું અને અસત્યબોલવું (૩) અપ્રિય બોલવું અને સત્ય બોલવું (૪) અપ્રિય બોલવું અને અસત્ય બોલવું,
(૩) એષણા સમિતિ - જીવન જીવવા માટે આવશ્યક નિર્દોષ સાધનો એકઠાં કરવામાં સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ કરવી.
(૪) આદાન-ભંડ-મત્ત નિક્ષેપણા સમિતિ:- વસ્તુમાત્રને સારી રીતે જોઈને અને પ્રમાર્જિત કરીને જ ઉપયોગી વસ્તુઓ લેવી મૂકવી. દા.ત. સવારમાં ગેસનો ચૂલો સળગાવવો હોય તો પૂંજણીથી પૂંજવો જોઈએ કોઈ વાસણ વાપરવું હોય તો સારી રીતે જોઈ તપાસીને વાપરવું જેથી તેમાં કોઈ જીવાત હોય તો મરી ન જાય. એજ રીતે વાસણ, ઉપકરણ આદિ તમામ ચીજ વસ્તુઓમાં ઉપયોગ અને જયણાપૂર્વક વર્તવું જોઈએ.
(૫) પારિષ્ઠાપનિકા સમિતિઃ જીવરહિત જમીન પર, જોઈ તપાસીને
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સંવર ભાવના અને પ્રમાર્જિત કરીને જ અનુપયોગી વસ્તુઓ તથા મળ મૂત્ર વિ. વિસર્જન કરવું.
સમિતિ પાંચ છે. અને ગુપ્તિ ત્રણ છે. આ અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. પ્રવચન એટલે કે પ્રકૃષ્ટવચન એટલે કે હિતાશય વાળુ વચન સમિતિ એ પ્રવૃત્તિ છે. અને ગૃપ્તિ એ નિવૃત્તિ છે. આ અષ્ટ પ્રવચન માતાનું સારી રીતે પાલન કરવાથી શીઘ મુક્તિની પ્રાપ્તિ થાય છે.
संयमेन विषयाविरतत्वे, दर्शनेन वितथाभिनिवेशम्। ध्यान मार्त्तमथ रौद्र मजलं चेतसः स्थिरतया च निरंध्याः ॥२॥
સંયમ વડે વિષયો અને અવિરતીને રોક ! સખ્યમ્ દર્શન વડે મિથ્યાત્વને રોક ! ચિત્તની સ્થિરતા વડે આર્ત-રૌદ્ર ધ્યાનને રોક !
ઈન્દ્રિયને જીતો - પાંચ ઈન્દ્રિયોની પરવશતાથી જીવ દુઃખી થાય છે. અને અવિરતિપણાથી જીવ પરેશાન થાય છે. માટે સંયમના ભાવ વડે વિષયો અને અવિરતિને જીતવા જોઈએ
સંચમ એટલે-આત્મા પર અનુશાસન!!તમે તમારા આત્મા ઉપર શાસન કરો.
“જગતને જીતવા કરતાં જાતને જીતવી બહુ મુશકેલ છે.”
જેણે બીજાના દિલને જીત્યું છે. તે કદાચ નસીબદાર છે. પણ જેણે પોતાની જાતને જીતી છે. તેના જેવો નસીબદાર બીજો કોઈ નથી. માટે... જાતને જીતો. અને તો જ ઈન્દ્રિયો ઉપર, વિષય લોલુપતા ઉપર કાબુ આવી શકે છે.
ઈન્દ્રિયો ને કાબુમાં તો આપણે સદાય આબુમાં
વૈરાગ્યભાવ કેળવી અને ઈન્દ્રિયનોનિગ્રહ કરવો. અને સંયમના પ્રભાવે અવિરતિ ઉપર વિજય મેળવી શકાય છે.
“અને સમ્યગુ દર્શનથી મિથ્યાત્વને જીતો”
ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજા... મિથ્યાત્વને જીતવા માટે સમ્ય દર્શન-સંવરની વાત કરે છે.
મિથ્યાત્વને સમ્યક્તથી દૂર કરો...
Page #192
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૭૯ મિથ્યાત્વ એટલે - દેવ/ગુરુ/ધર્મ પ્રત્યે અશ્રદ્ધા કુદેવ, કુગુરુ, કુધર્મમાં તત્વ બુદ્ધિ આવી વિપરીત માન્યતા એટલે મિથ્યાત્વ.
આ મિથ્યાત્વનો ક્ષયોપશમ થાય ત્યારે આત્મામાં સમ્યક્ત ગુણ પ્રગટ થાય છે. મિથ્યાત્વનો ક્ષયોપશમ અનેક રીતે થાય છે તેમાં ખાસ કરીને સદ્ગુરુના પરિચયથી મિથ્યાત્વનો ક્ષયોપશમ અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. આ સમ્યકત્વનો અમૂલ્ય પ્રભાવ છે. ફક્ત એકાદ સેકંડ માટે પણ સમ્યગદર્શન મળી જાય તો એનો પ્રભાવ બતાવ્યા વિના રહે નહીં.
એનો પ્રભાવ શું છે..? તમને ખબર છે?
અનંતા સંસારને એક ઝાટકે કાપી નાખે !!! સમ્યગુદર્શન મળ્યા પછી સંસારનું પરિભ્રમણ અલ્પ થઈ જાય છે. અનંત પુગલ પરાવર્તનો સંસાર અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલો સીમીત થઈ જાય છે. !!!! આવા સમ્ય દર્શન રૂપી રત્નને સાચવવા માટે આપણે પ્રયત્ન કરવો રહ્યો. કેમ કે સમ્યગુ દર્શન મળ્યા પછી પાછુ ચાલી પણ જાય છે.
આત્મા સમ્ય દર્શન સેંકડો વાર પામે અને સેંકડો વાર ગુમાવે..
માટે સમ્યગદર્શનને સુરક્ષિત રાખવું. અને એને સુરક્ષિત રાખવા માટે જિનવાણી શ્રવણ બહું જ આવશ્યક છે.
આવા સમ્ય દર્શન વડે મિથ્યાત્વનો રોધ કરવો...
મનની સ્થિરતા કરવાથી આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને આપણે જીતી શકીએ છીએ. આર્તધ્યાનના ચાર લક્ષણો છે. (૧) કંદણયા:- એટલે કે કંઈક દુઃખ આવી પડે તો જોરજોરથી મોટા
અવાજે રડવું. (૨) સોઅણયા:- કોઈની પાસે દીનતા બતાવવી. (૩) હિપ્પણયા:- આંખમાંથી આંસુ પાડવા. (૪) વિલવણયા:- વારે વારે જેમ તેમ કઠોર શબ્દો બોલવા.
તેવી જ રીતે. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો. ૩HUVાવો:- નિરંતર હિંસા કરવી- અસત્ય બોલવું ચોરી આદિ
કિરવી તે વિદુહો - હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી. મUVIUવો? :- અજ્ઞાનથી કુશાસ્ત્રના સંસ્કારથી હિંસાદિ પાપોમાં
Page #193
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના
૧૮૦
ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરવી.
આમરાંતોષે :- આમરણાંત, થોડાક પણ પશ્ચાતાપ કર્યા વગર કાલસૌરીકાદિ કસાઈની જેમ હિંસાદિમાં પ્રવૃત્તિ કરવી. આવા આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન ને રોકવું કેવી રીતે ? તો ગ્રન્થકારશ્રી કહે છે કે ધર્મ ધ્યાનના માધ્યમે ચિત્તની સ્થિરતા પૂર્વક તું બન્ને દુર્ધ્યાન રોક ! મનની એકાગ્રતા રૂપ સ્થિરતાને લાવ.
क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानं हन्या मायामार्जवेनोज्वलेन लोभं वारांराशिरौद्रं निरुंध्या : सन्तोषेण प्रांशुना सेतुनेव ॥ ३ ॥
ક્રોધને ક્ષમા વડે, અભિમાનને નમ્રતા વડે, ઉજવપ્ન એવી સરળતાથી માયાને અને સંતોષ રૂપી સેતુથી સાગર જેવા વિશાળ લોભને રોકી લે... (૩)
ક્રોધ આશ્રવને જીતવા માટે ક્ષમા છે. ક્રોધ ઉપર ક્ષમા દ્વારા વિજય મેળવી શકાય છે. ક્ષમા ધર્મને આત્મસાત્ કરો. તમારા અપરાધીને પણ ક્ષમા આપો. ક્ષમાની શક્તિ ઉપર વિશ્વાસ રાખો. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ કેવા કેવા ગુનેગારોને પણ ક્ષમા આપી હતી ? જે ક્ષમા આપે છે. તે ક્રોધને કષાયોને શાંત કરે છે એ આરાધક છે, જે કષાયોને ઉપશાન્ત નથી કરતો તે આરાધક નથી. અરે ! ક્ષમા તો ગુણ રત્નોની પેટી છે. ક્ષમાની પેટીમાં તો ગુણરૂપી રત્નો ભર્યા છે. આ પેટીને કદી ગુમાવશો નહિ આ પેટીને હંમેશા તમારી પાસે રાખજો.
અભિમાનનો નિગ્રહ નમ્રતાથી થાય છે અભિમાનમાં મનુષ્ય ગુરૂજનોનો પણ અનાદર કરે છે. આ સિવાય અન્ય જીવોનો પણ તિરસ્કાર કરે છે. આવા અભિમાની માણસો આત્મકલ્યાણના માર્ગે આવી શકતા નથી. આવા લોકોનો સંબંધ બહારની દુનિયા સાથે જ હોય છે. અભિમાની જીવાત્મા મોક્ષ માર્ગનો પથિક થઈ શકતો નથી.
વિનમ્રતાથી અભ્યસ્ત રહેવા માટે સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન કરતાં રહેવું જોઈએ, હૃદયમાંથી અહંકાર અને તિરસ્કાર દૂર થતાં જ મૃદુતાનું સંચરણ થશે, મૃદુતા નમ્રતા તમારી અંદર દિવ્ય અને પવિત્ર વિચારોને જન્મ આપશે તમારા હૃદયમંદિ૨ને સ્વચ્છ, સુંદર અને આકર્ષક બનાવી દેશે અને
Page #194
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧ શ્રેષ્ઠ ગુણસમૃદ્ધિ પ્રકટ થશે.
માયા સ્વયં એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. માયાની આગમાં તમામ આંતરર્ગુણ સમૃદ્ધિ બળીને ખાખ થઈ જાય છે. સર્વનાશ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે અશુદ્ધ-માયાવી જીવ ધર્મની આરાધના કરી શકતો નથી.
૧૮૧
એટલા માટે સરળતાથી માયાને નષ્ટ કરો માયા ઉપર સંયમ રાખો. સદ્ગુરૂની આગળ સરળ બનો, નમ્ર બનો, એમનાથી તમે તમારી માનસિકતા છુપાવવાનો પ્રયત્ન ન કરો. તમે તમારા સદ્ગુરૂ પ્રત્યે એટલા તો શ્રદ્ધાવાન રહો કે તમે તેમની સમક્ષ કંઈ પણ આત્મનિવેદન કરશો તો તે વાતો તેમના સાગર જેવા પેટમાં સમાઈ જશે અને હંમેશા સદ્ગુરૂઓ, સત્ પુરુષો, માયા રહિત જીવો પ્રત્યે સ્નેહ પૂર્ણ દૃષ્ટિથી જ જુએ છે.
સરળ જીવાત્મા જ સાચી અને યોગ્ય શરણગતિ સ્વીકારી શકે છે. શરણા ગતિ વગર સમર્પણનો ઉચ્ચતમ ભાવ પ્રકટ થઈ શકતો નથી. સમર્પણ વગર ધર્મ પુરુષાર્થ થઈ શકતો નથી. એટલા માટે સરળ બનો અને સરળતાથી માયાને કાબૂમાં રાખો.
ગ્રંથકારે લોભને સમુદ્રની ઉપમા આપી છે. આ મહાસાગરને પાર કરવો ઘણો જ કઠીન છે. તો આવા મહાસાગરને પાર કરવા માટે સંતોષના સેતુ-બંધ (પુલ) ઉપર ચાલવું પડશે. લોભ સમગ્ર પાપોનું મૂળ છે. લોભે લક્ષણ જાય. તમામ વિનાશોનું આશ્રય સ્થાન લોભ છે. તમામ કષાયોનું નિવાસસ્થાન લોભ છે. જેટલા વિનાશકારી તત્ત્વો છે, જેટલા નુકશાન કરનારાં તત્ત્વો છે તે તમામે તમામ લોભના આશ્રય સ્થાનમાં આરામ કરે છે.
જે લોભ દશાને પનારે પડ્યો એ ન તો સુખ પામી શકે છે, ન તો કોઈ શાન્તિ પ્રસન્નતાનો અનુભવ કરી શકે છે. અજ્ઞાની જીવ સુખ પામવા માટે લોભનો સહારો લે છે. લોભ તમામ પાપોની જડ છે. લોભી કયું પાપ નથી કરતો ? એ તો કોઈ પણ પાપાચરણ માટે તૈયાર હોય છે.
આ લોભ સાગરને જીતવા માટે સંતોષ રૂપી પુલ બનાવી દો. સંતોષી બની જાઓ જેથી લોભથી બચી શકાય, સંતોષએ લોભ આશ્રવને જીતવા માટે સંવર દ્વાર છે. આ રીતે ક્રોધ-માન-માયા અને લોભ આ સર્વે કષાયો ના આશ્રવ દ્વારા આત્મામાં કર્મોનું આગમન થઈ રહ્યું છે. અને કષાયોનાં આ આશ્રવ દ્વાર બંધ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સંવર ભાવના કરવા માટે ક્ષમા-નમ્રતા સરળતા અને નિર્લોભતાનો સહારો લેવો જ પડશે. અને આ રીતે આશ્રયોને જીતવા દ્વારા જીવ સંવર ભાવમાં આવે છે.
गुप्तिभिस्तिसृभि रेवमजय्यान् त्रीन् विजित्य तरसाधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनीहितमिद्धम् ॥ ४ ॥
મન ગુતિ, વચન ગુતિ અને કાયમુસિ વડે... મન-વચન-કાયાના દુર્જય અશુભ યોગોને જરદીમાં જદી જીતીને... સુંદર સંવર પચ પર વિચરણ કર જેવી તને ઈચ્છિત મુક્તિ અવશ્ય મળશે.
અશુભ યોગોને જીતો મન વચન કાયાના યોગોનો નિગ્રહ ત્રણ ગુપ્તિ વડે કરવો જોઈએ.
આ યોગો અત્યંત દુર્જય છે. માટે તેનું નિયમન કરવું જોઈએ.
ખોટા સંકલ્પો.. ખોટા વિચારો, ખોટી માન્યતાઓ, આ સર્વનો ત્યાગ કરીને સારા સંકલ્પનું સેવન કરવું. તેવી જ રીતે બોલવા પર કાબુ રાખવો અગર મૌન ધારણ કરવું તેવચન ગુતિ છે. તેમજ કોઈ પણ વસ્તુ લેવા મુકવામાં કે બેસવા ઉઠવામાં વિવેક રાખવો અને શારીરીક વ્યાપારનું નિયમન કરવું તે કાયમુર્તિ છે.
આ પ્રમાણે ગુપ્તિ વડે અશુભ યોગોને જીતીને સુંદર સંવર પથ પર વિચરણ થાય. જેથી જલ્દીમાં જલ્દી મુક્તિની પણ પ્રાપ્તિ થાય છે. એના માટે સંકલ્પ કરવો જોઈએ. વારંવાર શુભયોગોનું ચિંતન કરવું અને અશુભયોગોથી પાછા હઠવું.
एवं रुद्धेष्वमलहृदयै राश्रवेष्वाप्तवाक्य श्रद्धाचञ्चत्सितपटपटु : सुप्रतिष्ठानशाली ।
शुद्धयोर्गेजवनपवनै : प्रेरितो जीवपोतः स्त्रोतस्ती भवजलनिधेर्याति निर्वाण पुर्याम् ॥५॥
આ પ્રમાણે સ્વચ્છ હૃદય દ્વારા આwવોના દ્વાર બંધ કરીને સ્થિર થયેલું જીવાત્મા રૂપી જહાજ પ્રાજ્ઞ પુરુષોના વાક્યોમાં શ્રદ્ધા રૂપ જગહનતા સઢથી સુસજજ બનીને શુદ્ધ યોગ રૂપી જવાથી તરતું તરતુ નિર્વાણપુરી સુધી પહોંચી જાય છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૮૩
જહાજ:- જીવાત્મા સઢ - જિનવચનોમાં શ્રદ્ધા હવા :- શુદ્ધયોગ નિર્વાણપુરી તરફ ગમન:
ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે અહીં કમાલની વાત કરી છે. જીવાત્માને નિર્વાણપુરીમાં ગમન માટે સહજ માર્ગ બતાવ્યો. આત્મા આશ્રવ વડે કર્મથી ભારે બન્યો હોય તો સંસાર સાગરમાં ડુબી જાય છે.
માટે આશ્રવનો રોલ કરી અને સંવર ભાવમાં આવવું જેથી જીવાત્મા સ્થિર બને છે.
સંવરના પ૭ (સત્તાવન) ભેદો છે.
અગાઉ. ગુપ્તિ અને સમિતિનું વિવેચન કરવામાં આવ્યું હવે તમારી સમક્ષ દશ યતિધર્મનું વિવેચન કરું છું. એમાં પ્રથમ ધર્મ છે - ક્ષમા અને છેલ્લો ધર્મ છે.- બ્રહ્મચર્ય હરતિ તિ દ્રવિર્ય :
આત્મામાં ચરવું ફરવું એનું નામ બ્રહ્મચર્ય છે. ક્ષમા એ તળેટી છે. બ્રહ્મચર્યએશિખર છે. માટે સૌ પ્રથમ ક્ષમા ગુણ કેળવવો જોઈએ. દશપ્રકારના ધર્મો આ પ્રમાણે છે.
ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, અને બ્રહ્મચર્ય, આ (૧૦) ઉત્તમ પ્રકારના ધર્મો છે.
ક્ષમા - ક્ષમા આત્માનો સ્વભાવ છે. ક્ષમા ધારણ કરવી એ બહુ કઠીન છે. ક્રોધના નિમિત્તો આવે ત્યારે નીચે મુજબના પ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા અને ક્રોધથી બચવું.
(૧) દોષનો સભાવ:- હોય તો એવો વિચાર કરવાનો કે મારી ભૂલ છે. માટે કોઈ મને કહે છે. માટે પોતાની ભૂલ કબૂલી લેવી એમ ગુસ્સા ઉપર કાબુ મેળવવો. ધારો કે આપણો કોઈ દોષ નથી અને આપણી કોઈ ભૂલ કાઢે કે આપણો કોઈ દોષ બતાવે ત્યારે તમારે એવું વિચારવાનું કે સામી વ્યક્તિ મારા વિષે કંઈ જાણતી નથી એ એની અજ્ઞાન દશા છે. અને આ રીતે કોઈ અજ્ઞાની માણસ કંઈ પણ બોલે તો ક્ષમા રાખવી, પોતાની આત્મિક સત્તાની કસોટી થવાનો પ્રસંગ જાણી જ્ઞાની તો તેથી આનંદ પામે છે. જ્ઞાની પુરુષનું લક્ષણ એ છે કે બીજું કોઈ પોતાની નિંદા કરે અથવા પોતાના ઉપર ક્રોધ કરે
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સંવર ભાવના તો તે વખતે પોતાના મનને સ્થિરતામાં રાખે છે.
| (૨) ક્રોધથી થતાં દોષોની વિચારણા - ક્રોધ કરતી વખતે મુખને લાલચોળ કરવું પડે છે. અને મનનો કબજો મૂકી દેવો પડે છે. ક્રોધ કરવાથી વાતાવરણ ઉગ કરનારું થઈ જાય છે. ક્રોધથી વૈર બંધાય છે. ક્રોધ કરવાથી માનસિક શક્તિનો બહુ નાશ થાય છે. તેથી શરીર ઉપર બહુ અસર થાય છે. આવું વિચારી ક્ષમા રાખવી.
(૩) બાળ સ્વભાવ -મૂઢ માણસો જેમ તેમ બોલતા હોય છે. ત્યારે આપણે વિચારવાનું કે તે મારી સામે તો નથી બોલતો ને, અને કદાચ સામે બોલે તો વિચારવાનું કે એ મને મારપીટ તો નથી કરતો ને, અને મારપીટ કરે તો વિચારવાનું કે તે મને જાનથી તો નથી મારતો ને, અને કદાચ જાનથી મારે તો વિચારવાનું કે આત્મા અમર છે. એવું વિચારી ક્ષમા દાખવવી.
(૪) સ્વકર્મ ઉદય - વ્યવહારમાં બીજા માણસો તારા ઉપર કારણે અકારણે ક્રોધ અનેક વાર કરશે તે વખતે તારે મનની સ્થિરતા જાળવી રાખવી એમાં ખૂબી છે. મન ઉપર અંકુશ રાખનાર યોગી તે વખતે વિચારે છે કે આતો મારા કર્મનો જ વાંક છે. મારા ખરાબ કર્મનો જ પરિપાક છે. દા.ત. અંધક મુનિ મહારાજના સંબંધમાં બન્યું હતું. તેમના બનેવીએ ચામડી ઉતારી લેવા માણસો મોકલ્યા હતાં ત્યારે તેમને વિચાર્યું કે આ લોકો તો મારા ઘણા ઉપકારી છે કારણ કે ઘણા કાળ છૂટી શકે એવું કર્મઋણ આ લોકો તુરત જ મૂકાવી શકશે માટે એવું વિચારવાનું કે આમાં જો કોઈનો વાંક હોય તો મારા કર્મનો જ છે. એમ સમજી ક્ષમા રાખવી.
(૫) ક્ષમા-ગુણનું મહત્વ - ક્ષમાથી થતાં લાભોનું ચિંતન કરવું. ક્ષમા કરવાથી મનનો પરિતાપ ઓછો થાય છે. ક્ષમા કરતી વખતે બહુ આનંદ થાય છે. ક્રોધ એ વિભાવ દશા છે. અને ક્ષમા એ સવભાવ દશા છે. આપણે ક્રોધ કરીશું તો સામા તરફથી તેના બદલામાં તે જ મળશે એટલે પરિણામે ખરાબી થશે. તેથી ઉલટું જો આપણે કષાય ન કરીએ તો મગજનો ઉકળાટ કે હૃદયની ગ્લાનિ થશે નહિ માટે ક્ષમા ગુણવાળા પ્રાણીઓ જલ્દી મોક્ષ પ્રાપ્તિ કરે છે. આમ ક્ષમા એ આત્મ ધર્મ છે. માટે નિરંતર ક્ષમામય રહેવું.
હવે બીજો યતિ ધર્મ છે માદેવતા! તે જોઈએ. * માઈલ -માન કષાય ઉપર વિજય પ્રાપ્ત કરો, મૃદુ બનો, હૃદયને
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૫
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ કોમળ-મુલાયમ બનાવો, મદ અને માનનો ત્યાગ કરો. મદ આઠ પ્રકારના છે. તેનો ત્યાગ કરવો જોઈએ, મદ કરવાથી કોણ-કોણ દુઃખી થયું તે જોઈએ,
જેમ કે..
(૧) જાતિ મદ કરવાથી હરિકેશ મુનિ ચંડાળ કુળમાં ઉત્પન્ન થયા.
(૨) કુળમાદ :- અમે આવા, અમારા બાપદાદાએ આવાં આવાં કામ કરેલા એ કુળમદ છે. મરિચિએ પોતાના કુળનો મદ કર્યો તો નીચ ગોત્ર બાંધ્યું અને વારંવાર બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો પડ્યો.
() જય મદ - દશાર્ણભદ્ર રાજાએ પોતાની રિદ્ધિનો મદ કર્યો તો ઈન્દ્ર મહારાજાએ તેનું અભિમાન ઉતારી નાખ્યું.
. (૩) બળદ - બળનો મદ કરવાથી શ્રેણીક અને વસુભૂતિના જીવો નર્કમાં ગયા. ત્યાં નિર્બળ બનીને અનેક દુઃખો સહન કર્યા.
(૪) રૂપમદ - સનતકુમાર મહાન ચક્રવર્તી રાજા હતા. એને શરીર ઉપર ખૂબ મોહ હતો. તેમને તેમના રૂપનો ખૂબજ મદ હતો. તે મદના કારણે તેમના એ રૂપ રૂપના અંબાર શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થયા.
(૫) તપ મદ:- તપસ્વીને પણ મદ થઈ જાય છે. અને તેથી તપના ફળને હારી જાય છે. એમાં કુરગડુ મુનિનું (પૂર્વભવનું) દાંત જાણીતું છે.
G) શ્રતમદ - વિદ્યાનો મદ, સ્થૂલભદ્રજીએ વિદ્યાનો મદ કર્યો. જેથી ગુરૂએ ચાર પૂર્વનું જ્ઞાન આપ્યું નહિ.
) લાભમદ -છ ખંડના લાભથી મદમાં આવી જઈ સર્વચક્રવર્તીથી મોટો થવા સુભૂમ સાતમો ખંડ સાધવા ગયો. અને લવણ સમુદ્રમાં તેનું વહાણ ડૂળ્યું અને તે મરીને સાતમી નરકમાં ગયો.
મૃદુતા ગુણના પ્રભાવથી વડીલો પ્રત્યે વિનય બહુમાન અને ભક્તિ ઉત્પન થાય છે. તેમજ નાનેરા ઉપર વાત્સલ્ય ભાવ જાગે છે. અને અભિમાન કરવાથી સ્વપ્રશંસા થાય છે અને એટલે જ પરનિંદા થાય છે. માટે માર્દવત્તાનો સ્વીકાર કરવો. મૃદુ બનો. હૃદયને કોમળ મુલાયમ બનાવો. માન-અભિમાન હૃદયને કઠોર બનાવી દે છે તમે તમારી નમ્રતાને યથાવત્ રાખવા માટે પ્રયત્નશીલ રહો એ માટે તમે પોતાના દોષો જોતા રહો બીજાના ગુણો જુઓ.
* આર્જવ તિ ધર્મનો ત્રીજો ધર્મ છે આર્જવતા. આર્જવતા એટલે સરળતા, સરળ બનો, બાળક જેવી સરળતા જીવનમાં રાખો, કોઈ દિવસ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સંવર ભાવના
માયાવી બનવું નહિ. માયાને શાસ્ત્રકાર નાગણી કહે છે. આ કષાય બહુ મીઠો છે. આ કરવાથી જીવ મહાતીવ્ર પાપનો સંચય કરે છે.
“માયાવિનો ઇંતી પર પેસા" માયાવી માણસો પારકાના નોકર થાય છે, જેવી રીતે સાપે સમગ્ર વિશ્વનો, આખી માનવ જાતનો વિશ્વાસ ખોઈ નાખ્યો છે, એનો કોઈ ભરોસો કરતું નથી. એજ રીતે માયાવી, કપટી વ્યક્તિ પણ સમાજ માટે અવિશ્વસનીય બની જાય છે, માયા સ્વયં એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. એટલા માટે આર્જવાથી સરળતાથી માયાને નષ્ટ કરો. મલ્લિનાથે માયા કરી તપ કર્યો તો સ્ત્રી પણું પામ્યા.
* શૌચ - શૌચનો અર્થ છે પવિત્ર બનવું, લોભ તમને અપવિત્ર બનાવી દે છે, તૃષ્ણા તમને ગંદા બનાવે છે. એટલા માટે લોભ અને તૃષ્ણાનો ત્યાગ કરો, લોભને શાસ્ત્રકાર આકાશ સાથે સરખાવે છે. આકાશનો છેડો આવતો નથી તેમ લોભનો છેડો આવતો નથી. આંતર વિશુદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ શૌચ ધર્મ છે. દોષ રહિત આહાર લેવો તે દ્રવ્ય શૌચ, અને શુભ અધ્યવસાયની અભિવૃદ્ધિ તે ભાવ શૌચ.
* સત્ય:- હિતકારી બોલો, પોતાને માટે તેમજ પારકાને માટે જે હિતકર હોય તેવું જ બોલો, કેટલીક વાતો એવી હોય કે જે તમારા માટે હિતકારી હોય પરંતુ અન્યને માટે અહિતકર હોય. એવી વાતો ન કરો, વિસંવાદી વાતો ન કરો, અસત્ય ન બોલો, સત્યનિષ્ઠાને મહાન ધર્મ માનો આમ સત્યવચન બોલવું અને પરિમિત બોલવું.
* સંયમ - ૧૭ ભેદે સંયમનું પાલન કરવું. તે આ પ્રમાણે ૫ અવ્રતનો ત્યાગ ૫ ઈદ્રિયોનો નિગ્રહ ૪ કષાયો પર વિજય ૩ દંડનો ત્યાગ (મન-વચન-કાય) અથવા બીજી રીતે ૧૭ ભેદો નીચે મુજબ છે.
(૧ થી ૮) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, પંચેન્દ્રિયને મન-વચન-કાયાથી દુઃખ ન આપવું.
(૯) પ્રેક્ષ્ય સંયમ - આંખોથી નિરીક્ષણ કરવું! (૧૦) ઉપેક્ષ્ય સંયમ-શ્રાવકોને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં જોડવા. ન
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૭
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ જોડાય તેની ઉપેક્ષા કરવી.
(૧૧) અગ્રહણ સંયમ - બિન જરૂરીપદાર્થનો ત્યાગ, (૧૨) અપ હત્ય:- જીવા કૂળ ભિક્ષાને પરઠવવીતે. (૧૩) પ્રસૃજ્ય:- પ્રમાર્જન કરી ઉઠબેસ કરવા રૂપ સંયમ (૧૪-૧૫ - ૧૬) મનવચન કાયા નો નિગ્રહ કરવો. (૧૭) ઉપકરણ સંયમ જરૂરિયાત મુજબ ઉપાધિ રાખે.
* તપ-તપ કરતા રહો, તમારા કર્મો નષ્ટ થશે. બાહ્ય તપની સાથે આવ્યંતર તપની આરાધનાને જોડી દો, અલબત્ત બાહ્ય તપ આવ્યંતર તપમાં પહોંચવા માટે જ છે. બાહ્ય તપ આભ્યતર તપમાં સહાયક હોવો જોઈએ.
* ત્યાગ:-અપરિગ્રહી બનવું!
* અકિંચન્ય -આ નવમો યતિધર્મ છે. વસ્તુઓને છોડતા રહેવું. જો તમે શ્રમણ શ્રમણી હો તો તમારે સંયમના ઉપકરણો સિવાય કશું જ ન તો ગ્રહણ કરવાનું કે ન તો સંગ્રહ કરવાનું કોઈ પણ પુદ્ગલ દ્રવ્ય ઉપર મમતા ન બંધાઈ જાય એ વાતની પૂરી સાવધાની રાખીને વર્તવાનું, જીવવાનું છે.
* બહચર્ય -બ્રહ્મસ્વરૂપ આત્મામાં વિહરવા માટે તમારે અબ્રહ્મનું સેવન-મૈથુનથી નિવૃત્તિ લેવી પડશે. મૈથુન ત્યાગ મનથી પણ કરવો પડશે એટલે કે મૈથુનના વિચારો પણ કરવાના નહિ. બ્રહ્મચર્ય પાળવા માટે કેટલીક ઉપયોગી સૂચનાઓ અનુભવીઓ કરી છે. તેને શિયળની વાડ કહેવામાં આવે છે. તેનું વર્ણન આગળ આવે છે.
દશ પ્રકારના યતિધર્મ પછી બાર પ્રકારની અનુપ્રેક્ષા જેને નિરંતર ભાવવી તેના નામ આ પ્રમાણે
૧. અનિત્ય - સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે. કશું શાશ્વત નથી. ૨. અશરણ - સંસારમાં ભટકતા જીવને કોઈ બચાવનાર નથી. ૩. સંસાર - સંસારમાં સંબંધો પરિવર્તનશીલ છે. ૪. એકત્વ - હું એકલો છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું. પ. અન્યત્વ - હું સ્વજનોથી, વૈભવ સંપત્તિ વિગેરેથી જુદો છું. ૬. અશુચિ - આ શરીર ગંદકીનું ખાબોચીયું છે. ૭. આશ્રવ - મિથ્યાત્વ વિગેરે આશ્રવોથી આત્મા કર્મોથી બંધાય છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સંવર ભાવના
૮. સંવર - કર્મોને રોકવા તે સંવર... ૯. નિર્જરા - આત્માથી કર્મોનું ખરી પડવું તે નિર્જરા
૧૦. ધર્મ-સર્વજ્ઞ પરમાત્માએ કેવો નિર્દોષ ધર્મ બતાવ્યો છે? તેવું ચિંતવવું
૧૧. લોકસ્વરૂપ ચૌદરાજલોકનું ચિંતન ૧૨. બોધિ દુર્લભ - રત્નત્રયીની પ્રાપ્તિ ખુબ દુર્લભ છે.
આ બાર ભાવનાઓનું ઉપર પ્રમાણે નિરંતર ચિંતન કરવાથી આત્મા નિર્મળ બને છે. અને સંવર પથ પર પ્રયાણ કરવા માટે તત્પર બને છે.
હવે ૨૨ પરિષહોનું વિવેચન કરવામાં આવે છે. આ ર૨ પરિષહો મુખ્યત્વે સાધુ-સાધ્વી માટે સંવરના શ્રેષ્ઠ ઉપાય છે.
પરિષહ -એના મુખ્ય ભેદ ૨૨ છે.
(૧) મુલા પરિષહ - ગમે તેવી ભૂખ લાગે, સામે ફળોથી લચી પડતું વૃક્ષ હોય તો પણ તે ફલ ગ્રહણ ન કરે, પોતે રસોઈ બનાવવાની ચેષ્ટાન કરે, વિહાર કરતાં ગમે તેવી ભુખ લાગી હોય તો પણ કંટાળે નહિ. સાધુ કદી દીન બને નહિ પ્રસન્નતા પૂર્વક ભૂખ સહન કરે.
(પિપાસા - તરસને સહન કરે, તરસ લાગે તો પણ સજીવ પાણી ન વાપરે, રસ્તામાં ચાલતાં ચાલતાં ગમે તેવી તરસ લાગી હોય. મોટું સુકાઈ જતું હોય તો પણ સચિત્ત પાણી ન વાપરે, ગમે તેવી ગરમી હોય તો પણ તપ કરવામાં પાછી પાનીનકરે, એક ઘડો અળગણ પાણી વાપરીએ તો સાત ગામ બાળવા જેટલું પાપ લાગે છે.
(૭) શીત પરિષહ - શિયાળામાં ગમે તેટલી ઠંડી લાગે તો પણ શાસ્ત્રમર્યાદાથી વધારે વસ્ત્ર ન રાખે. ઠંડીના પ્રહાર સહન કરે. અગ્નિ વડે તાપે નહિ.
૪) ઉષ્ણ પરિષહ - ગરમી ઉનાળામાં ગમે તેવી લાગે તો પવન નાખે નહિ, વિંજણો ચલાવે નહિ. વિજળીના પંખાનો ઉપયોગ કરે નહિ. ગરમી સહન કરે, સ્નાન વિલેપન કે છત્રીનો આશ્રય ન લે.
(૫) દંશ પરિષહ - ડાંસ, મચ્છર, જૂ, માંકડના પરિષહ થાય તો સમભાવે સહન કરે, મનમાં જરા પણ ખેદ ન કરે, તેમજ તે જીવો પર દ્વેષ ન
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૯
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
9) અચેલક પરિષહ-જીર્ણપ્રાય વસ્ત્રો શાસ્ત્રના ફરમાન મુજબ મૂછભાવ રહિત રાખે, તેના ઉપર આસકિત ન રાખે, વધારે વસ્ત્રો મેળવવાની કે સંગ્રહવાની ઈચ્છા ન કરે.
ઈ અરતિ પરિષદ - કંટાળો-સંયમ પાલન કરતાં અનેક પ્રસંગો કે બનાવો બને તો પણ કંટાળો ઉપજાવે નહિ. એવા પ્રસંગે ધૈર્ય ધરે, સંયમમાં અપ્રીતિ ન કરે.
(૯સી સંસર્ગ :- સ્ત્રીના અંગ ઉપાંગો પ્રેમથી જુએ નહિ. તેની પ્રાર્થના તરફ ધ્યાન આપે નહિ. કામબુદ્ધિ કરે નહિ. સાધ્વીએ આ હકીકત પુરુષ માટે સમજવી.
બે ચય -અપ્રતિબદ્ધ વિહાર કરવો. એક સ્થાને વધારે વખત રહે નહિ. રાગાદિ કારણ ઉત્પન થયે છતે તુરત અન્યત્ર ચાલ્યા જાય. વિહારથી થાકે નહિ.
(૧૦) વિકી -સ્થિર આસન કરી ધ્યાન, કાયોત્સર્ગાદિ કરતાં હોય ત્યારે ગમે તેવા ઉપદ્રવ થાય તો પણ આસનનો ત્યાગ કરે નહિ.
(૧૧) શય્યા - ગમે તેવી શય્યા હોય પણ તેને લીધે રાગદ્વેષ ન કરે.
(૧૩) આક્રોશ - કોઈ અપમાન કરે, ઉશ્કેરે, કડવા વચન કહે એવા સર્વે પ્રસંગે મનમાં ક્રોધ આણે નહિ. સમતાથી અન્યકૃત તિરસ્કાર સહન
કરે..
(૧૩) વધઃ- કોઈ લાકડી વિ. મારે, ચાબખા મારે, અરે! સ્વવધ થાય તો પણ ધર્મ ત્યાગ ન કરે.
(૧૪) યાચના - (ભિક્ષા) સંયમનિર્વાહ માટે વસ્ત્ર કે વસતિ માંગતાં મનમાં ખેદ પામે નહિ. પોતે કેમ ભીખ માગે? એવો ખ્યાલ પણ ન કરે. એટલે કે યોગ્ય યાચના કરતાં શરમાય નહિ.
(૧૫) અલાભ - કોઈ જરૂરી વસ્તુ ન મળે, હોય છતાં કોઈ આપે નહિ, યાચના કરતાં છતાં ન મળે, તો પણ મનની સમસ્થિતિ ખોવે નહિ અલાભને તે સાચો તપ ગણે.
૧) રોગ - કોઈ પણ જાતનો રોગ થાય તો જરા પણ વ્યાકુળ ન થાય, કર્મનો દોષ વિચારી તેની પીડા શાંતિથી સહે, રોગની પીડા સમતાથી
Page #203
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના
૧૯૦ સહે. ઔષધની પણ ઈચ્છા ન કરે.
(૧૦) વસરપર્શ - શય્યા પર તણખલા હોય કે તૃણ પર શય્યા કરી હોય તો તણખલાની અણીઓ વાગે તે સહે, મનમાં કલેશ ન કરે.
(૧૮) મળ - શરીરના મળ ઉપર જુગુપ્સા કરે નહિ. શરીર ઉપર મેલ થાય તો સ્નાન ઈચ્છે નહિ. મેલને સહન કરે.
(૧૯) સકાર:- કોઈ મોટા મોટા સામૈયા કરે, કે કોઈ પ્રધાન કે કોઈ મોટી હસ્તી પોતાની પાસે આવે તો મનમાં ફૂલાય નહીં પોતાનો કોઈ જગ્યાએ સત્કાર ન થાય તો તેથી વિષાદ પામે નહિ.
(૨૦) પ્રજ્ઞા - અસાધારણ બુદ્ધિબળ હોય તો તેનો મદ ન કરવો મૂર્ખ, અલ્પજ્ઞ હોય તો તેનો ખેદ ન કરે. જ્ઞાનને પચાવે. જ્ઞાનીપણાને લીધે અહંકાર ન કરે.
(૨૧) અજ્ઞાન - જ્ઞાનના અભાવે આત્મવંચન ન કરે, પ્રજ્ઞાપરિષદ અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે ત્યારે થાય છે. એટલે પ્રજ્ઞાપરિષહ અચકૃત છે. અને અજ્ઞાનપરિષહ પોતાના અલ્પજ્ઞાનથી થાય છે. એટલે સ્વયંકૃત છે. અજ્ઞાનપણાથી ન આવડે તો ભણતાં કંટાળવું નહીં. -
(૨૨) અદર્શન - સૂક્ષમ વિચાર વાંચી જાણી તેની અસહ્નણા ન કરે, અન્ય ધર્મની પ્રસિદ્ધિ જોઈ મૂઢ દૃષ્ટિ ન થાય અને વિશિષ્ટ કર્મોને નજરે જોતા જ્ઞાનને અભાવે ત્યાગને નિરર્થક ન ગણે, શ્રદ્ધા દઢ રાખવી. દર્શન મોહનીયના ઉદયથી રરમાં સમ્યકત્વ પરિષહ થાય છે.
આ બાવીસ પરિષહ મળે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વપરિષહ સહન કરવાથી મહાસંવર થાય છે. એટલે તે વખત દરમ્યાન જીવ નવાં કર્મો ગ્રહણ કરતો નથી.
આ ૨૨ પરિષદોમાં સ્ત્રી અને સત્કાર આ બે પરિષહો અનુકૂળ પરિષહ છે તેમ જ શીતળ છે.
એક જીવને એકી સાથે વધુમાં વધુ ૧૯ પરિષહો હોઈ શકે છે. શીત અને ઉષ્ણમાંથી એક હોય, ચર્યા નિષદ્યા અને શય્યામાંથી એક જ હોય.
નવમા ગુણસ્થાનક સુધી બધા જ પરિષહો હોઈ શકે છે. ૧૦-૧૧ અને ૧૨મા ગુણસ્થાને ૧૪ પરિષહો હોઈ શકે છે. ૧૩ મા ગુણસ્થાને ૧૧ પરિષહો હોઈ શકે છે. વેદનીય કર્મના ઉદયથી થતા પરિષદો અહિ હોય.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૧
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન પરિષહો હોય. દર્શન મોહનીયના ઉદયથી અદર્શનપરિષહ હોય, લાભાારાયના ઉદયથી અલાભ પરિષહ હોય, ચારિત્ર મોહનીયમાં-જુગુપ્સાના ઉદયથી નગ્નતા, અરતિના ઉદયથી અરતિ, પુરૂષવેદના ઉદયથી સ્ત્રી, ભયના ઉદયથી નૈષેલિકી, ક્રોધોદયે આક્રોશ, માનોદયે યાચના અને લોભોદયે સત્કાર પરિષહ આવે છે.
આ સિવાય બાકીના ૧૧ પરિષદો વેદનીય કર્મના ઉદયથી આવે. श्रृणु शिवसुखसाधन सदुपायम्, सदुपाय रे.. सदुपाय म्।
श्रुणु शिवसुखसाधन सदुपायम् । S ज्ञानादिकपावन रत्नत्रय परमाराधनमन पायम् (श्रृणु)॥१॥
અર્થ : શિવસુખના સાધન રૂપ સદુપાયને વિનય તું સાંભળ જ્ઞાન દર્શન ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના રૂપ તે ઉપાયો ને તું સાંભળ!!!
विषय विकारमपाकुरु दुरं, क्रोघं मानं सह मायम्। लोभरिपुं च विजित्य सहेलं भज संयम गुणमकषायम् ॥ श्रृणु ॥
અર્થ : વિષય વિકારને દુર કર, ક્રોધ માન માયા લોભ રૂપી શત્રુઓને સહજ રીતે જીતીને કષાય રહિત સંયમની આરાધના કર !!!
ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ સંવર ભાવનાનું વર્ણન કરતાં જણાવે છે કે હે આત્માનું! મોક્ષનું જે સુખ છે તેના સાધનરૂપ સદ્ધપાયને તું સાંભળ!
કેમ કે ઉપાયો વડે જ આત્માએ મોક્ષમાં જવાનું છે. અને એ ઉપાયો એટલે જ્ઞાનદર્શનચારિત્રરૂપી રત્નત્રયી!તેમાં આગળ
વધ...!
મોક્ષનું સુખ મેળવતાં પહેલાં મોક્ષના સ્વરૂપને પણ જાણવું જોઈએ જ્યાં સુખદુઃખહોતું નથી... નાના મોટાનો વ્યવહાર હોતો નથી, કેવળ આત્મિક આનંદનો અનુભવ થાય છે. લોકના અંતે સિદ્ધશિલા ઉપર સિદ્ધ પરમાત્માઓ બિરાજમાન હોય છે. તે સિદ્ધાત્માઓ પરિપૂર્ણ હોય છે. ફરી પાછા આ જગતમાં આવતાં નથી. આત્માના અનંત આનંદનો અનુભવ કરે છે. આવું મોક્ષનું સુખ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
એના પ્રયત્નમાં ગ્રંથકાર ભ. જણાવે છે કે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સંવર ભાવના “રત્નત્રયીની આરાધના કરવી” તત્વાર્થસૂત્રમાં પણ જણાવ્યું છે કે सम्यग्दर्शन-ज्ञान चारित्राणि मोक्षमार्ग : ॥
સમ્યગુ દર્શન, સખ્ય જ્ઞાન, અને સમગુ ચારિત્ર એ મોક્ષના માર્ગ છે. એ ત્રણે સાથે હોય તો જ મોક્ષ માર્ગ કહેવાય છે.
એકલું જ્ઞાન, એકલું દર્શન કે એકલું ચારિત્ર મોક્ષમાર્ગ નથી. આ રત્નત્રયીની આરાધના કરી જલ્દીમાં જલ્દી મોક્ષ મેળવવો.
કષાય રહિત એવા સંયમની સાધના કરવાની...! વિષયના વિકારોને દૂર કરવાના સંયમ ધર્મનું પાલન કરવાથી વિષયના વિકારો દૂર થાય છે. આત્મગુણની પુષ્ટિ થાય છે.
સંવર ભાવના પ૭ (સત્તાવન) ભેદો પૈકી પાંચ સંયમના ભેદો આજે તમને સમજાવવાના છે.
(૧) સામાયિક -
આત્માને વિષમ સ્થિતિમાંથી સમ સ્થિતિમાંથી લાવવો તે સામાયિક છે. તે બે પ્રકારે છે (૧) ઈત્વરકથિક (૨) યાવતકથિક
(૧) ઈન્દર કથિક પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં જે લઘુ દીક્ષા અપાય છેતે.
(૨) યાવતુકથિક મહાવિદેહ ક્ષેત્રમાં તથા ૨૨ તીર્થકરના શાસનમાં જે દીક્ષા અપાય છે. તે વાવ કથિક કહેવાય. કેમ કે ત્યાં શરુઆતથી જ વડી દીક્ષા હોય છે. લઘુ દીક્ષા નહીં.
શ્રાવકો સામાયિક પૌષધ કરે તે... ઈન્દર કથિક જાણવું. (૨) વેદોપરથાનિય ચારિત્ર
પૂર્વના પર્યાયોનો છેદ કરી ફરીથી મહાવ્રતોનું સ્થાપન કરવું તે છેદોપસ્થાપનીય!
પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં પહેલા લઘુદીક્ષા આપવામાં આવે અને જ્યારે વડીદીક્ષા આપવામાં આવે ત્યારે પૂર્વના પર્યાયનો છેદ કરે તે. તેમજ એક તીર્થકરના મુનિને બીજા તીર્થકરના શાસનમાં પ્રવેશ કરવો હોય ત્યારે તે મુનિને પુનઃ ચારિત્ર ઉચ્ચરાવવું પડે. તે છેદોપસ્થાપનીય!
રરતીર્થકરોના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં આ ચારિત્રહોતું નથી.
Page #206
--------------------------------------------------------------------------
________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૯૩
(૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર :
ગચ્છના પરિહાર પૂર્વક આત્માની વિશિષ્ઠ શુદ્ધિ માટે વિશિષ્ટ પ્રકારનો જે તપ કરાય તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય આ ચારિત્ર પ્રથમ સંઘયણ વાળા મુનિઓ ગ્રહણ કરી શકે,
તીર્થંકરના હાથે દીક્ષિત થયેલા હોય તે અથવા તીર્થંકરના હસ્તે દિક્ષિત થયેલાની પાસે દીક્ષિત થયેલ આ ચારિત્ર લઈ શકે છે.
આ ચારિત્રમાં ૧૮ મહિનાનો વિશિષ્ટ તપ હોય તેમાં ૯(નવ) સાધુઓ જોડાઈ શકે.
* ચાર સાધુ તપ કરે.
ચાર સાધુ તપસ્વીની વૈયાવચ્ચ કરે... અને ♦ એક વાચનાદાતા હોય. પ્રથમ છ મહિના તપ કરવો... જે ચાર સાધુ તપસ્વી. હોય તે ઉનાળામાંઃ- જઘન્યથી ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ કરે.
શિયાળામાં :- જઘન્યથી છઠ્ઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ કરે.
ચોમાસામાં ઃ- જઘન્યથી અઠ્ઠમ, મધ્યમથી ચાર ઉપવાસ ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ
જે વખતે જે ઋતુ ચાલતી હોય તે મુજબ તપ કરે પારણે આયંબિલ કરે. વિશિષ્ટ અભિગ્રહ કરે. શક્તિ મુજબ જઘન્યાદિ તપ કરે..
આ પ્રમાણે... છ મહિના તપ કરે... ત્યારબાદ જે ચાર સાધુઓ વૈયાવચ્ચ કરનાર હતાં તે તપ કરે... અને પૂર્વના ચાર સેવા કરે... પછી વાચના ચાર્ય છ મહિના તપ કરે.... જે તપ ન કરે. તે દરરોજ આયંબિલ કરે.. ક્યારે’ક ઉપવાસ પણ કરે.. આ તપસ્વી સાધુઓ ક્યારે'ય અપવાદને સેવે નહીં આંખમાં પડેલ ઘાસના તણખલાને પણ કાઢે નહીં.
ત્રીજા પહોરે ભિક્ષા જાય.. બાકીના સમયમાં કાઉસ્સગ્ગમાં રહે. કોઈને નવી દીક્ષા આપે નહીં. ઉપદેશ ક્યારેક જ આપે.
નવું ભણે નહીં, જુનાનું પુનરાવર્તન કરે..
જે પૂર્વધર મહાત્મા હોય તે આ સંયમ સ્વીકારી શકે.. જંબુસ્વામિ પછી આ ચારિત્ર વિચ્છેદ ગયું છે. એટલે હાલમાં આવા પ્રકારનું ચારિત્ર સ્વીકારી શકાતું નથી.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સંવર ભાવના () સૂમ સંપાય ચારિત્રઃ
દશમા ગુણસ્થાનકે રહેલ આત્માને મોહનીય કર્મની સત્યાવીશ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ હોય, પણ સૂક્ષ્મ લોભનો ઉદય હોય તે સૂમ સંપરા ચારિત્રા હાલમાં આવું ચારિત્ર વિદ્યમાન નથી.
(૫) યથાખ્યાત ચારિત્ર -
યથા-જેવું ખ્યાત-કહ્યું છે અરિહંત ભગવંતોએ કહેલું છે તેવું સંપૂર્ણ ચારિત્ર અથવા મોક્ષ આપવા માટે પ્રખ્યાત ચારિત્ર તેનું નામ યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ગુણસ્થાનકે રહેલાં આત્માઓને આચારિત્ર હોય છે. આ પ્રમાણે સંવરના પ૭ ભેદો થયા. ઉપાધ્યાય વિનયવિજય મહારાજા જણાવે છે કે તું કષાય વિનાના સંયમને આરાધી લે...
પાંચ આશ્રવોથી વિરતિ કર! પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કર...! મન-વચન કાયાના દંડથી મુક્ત બન..!
આ પ્રમાણે આશ્રવોને રોકવાથી સુપ્રતિષ્ઠાવાળું જીવાત્મા રૂપી જહાજ શુદ્ધ યોગો રૂપી પવન અને જિનેશ્વરના વચન રૂપી સઢથી સંસાર સાગરને તરીને નિર્વાણપુરીમાં પહોંચી જાય છે.
उपशमरस मनु शीलय मनसा, रोषदहन जलद प्रायम् । । कलय विरागं धृतपरभागं, हदि विनयं नायं नायम् ॥ श्रृणु ॥३॥
ક્રોધ રૂપી આગને બુઝવવામાં વાદળા સમાન ઉપશમ રસનું પરિશીલન મન વડે કર. વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશાને ઓળખવાની કોશીષ કર, હૃદયમાં વિનયને લાવ. | आर्तं रौद्रं ध्यानं मार्जय, दह विकल्प रचना नायत् । । यदियमरुद्धा मानसवीथी, तत्वविदः पन्था नायम् : ॥ श्रृणु ॥४॥
વિકલ્પોની જાળને સળગાવી દે. આર્ત રૌદ્ર ધ્યાનને સાફ કરી નાખ. તત્ત્વને જાણનારાઓ માટે માનસિક વિકલ્પોને જન્માવનાર રસ્તો યોગ્ય નથી.
ક્રિોધ એટલે આગ, ક્રોધ એટલે દાવાનલ..
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૫
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
ક્રોધ સર્વજીવોને ઉગ કરનારો છે. વેરનો અનુબંધ કરાવે દુર્ગતિમાં ફેંકી દે. સદ્ગતિ અટકાવે.
ગ્રન્થકાર શ્રીફરમાવે છે કે આવી ક્રોધરૂપી આગને તું ઉપશમના જળથી બુઝાવી નાંખ.
શમ-ઉપશમની પ્રાપ્તિ અધ્યાત્મ માર્ગની સફર વિના શક્ય નથી. માટે અધ્યાત્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને પછી જે શમરસની પ્રાપ્તિ થાય છે તે અવર્ણનીય હોય છે. શમની પ્રાપ્તિ થયા બાદ જીવ પરમસુખી બની શકે છે. કેમ કે જ્ઞાન ધ્યાન-શીલ-તપ આદિ ગુણોથી વિભૂષિત સાધુ જે ગુણ નથી મેળવી શકતો એજ ગુણ ઉપશમયુક્ત સાધક પ્રાપ્ત કરી શકે છે.
' ઉપશમ એટલે સમાન મનવૃત્તિ. ચિત્તને વિષમ પરિસ્થિતિમાં પણ તુલ્ય રાખવું. રોષ-ક્રોધ એ આગ છે. આ આગને બુઝવવા માટે જળની જરૂર પડે. ચિત્તમાં લાગેલ ક્રોધ આગને શાન્ત કરવા માટે ઉપશમ રસનો વરસાદ વરસાવ.
તે વરસાદથી આગ શાન્ત થઈ જશે અને પછી તારો વૈરાગ્ય પ્રદીપ્ત થશે. પ્રતિદિન વૈરાગ્ય ભાવ દઢ બને એવો સંકલ્પ કરો.
જગતના દુઃખો દારિદ્રતા, રોગ શોક અને જન્મ-મરણાદિની પરિસ્થિતિનો વિચાર કરી ભવ પ્રત્યે ઉગ ભાવ કેળવવો. મનની મુસાફરી સિદ્ધશીલા તરફ પણ કરાવો ! ક્યારેક બાર ભાવનાનું ચિંતન તો ક્યારેક
ક્યારેક અરિહંત ગુણગાન! ક્યારેક સિધ્ધનું સ્વરૂપ તો ક્યારેક વૈરાગ્યના સુખનું સતત ચિંતન કરો. છેવટે ચારિત્ર વગર મુક્તિ નથી જ એવું સંકલ્પ બળ કેળવી એક દિવસ પૂર્ણ વૈરાગ્ય વાસિત બની જવું જોઈએ. ઉપશમ ભાવ અને વૈરાગ્ય આ બને મળીને જીવને તરત કર્મથી મુક્ત કરી દે છે.
હવે ગ્રન્થકારશ્રી આર્ત-રૌદ્ર ધ્યાનની વાત કરે છે. તે વિનય ! તું વિકલ્પોની જાળને સળગાવી દે. જે શાન્ત સુધાના રસને માણવા તત્પર બન્યો છે તે તત્વવિદ્ છે. અને તત્વને જાણકાર કોઈ તુચ્છ બાબતમાં ફસાય નહિ કેમકે તુચ્છતાહીનતાની નિશાની છે. તમને ખબર હશે કે પ્રભુનો જન્મહિનકૂળ - તુચ્છકૂળ કે દરિદ્ર કુળમાં થતો નથી. ભિક્ષુક યાચક કે બ્રાહ્મણ કુળ એ હીન કૂળ છે તુચ્છ કૂળ છે. જેવી રીતે પ્રભુ તુચ્છ વિગેરે કૂળમાં જન્મ લેતા નથી. તેવી જ રીતે જેમનું હૃદય છીછરું હોય તુચ્છ હોય, કંજુસ હોય એવા હૃદયમાં
Page #209
--------------------------------------------------------------------------
________________
સંવર ભાવના
૧૯૬
પણ પ્રભુ આવતા નથી. હૈયામાં પ્રભુજી ને પઘારાવવા હોય તો હૃદયને અતુચ્છ કરવું પડે છે. અને તો જ શાન્તરસની પ્રાપ્તિ જીવાત્માને થાય છે. માટે સંકલ્પ વિકલ્પને તિલાંજલિ આપી દે.
ઈષ્ટનો સંયોગ થાય અને અનિષ્ટનો વિયોગ થાય ત્યારે જીવ મુંઝાઈ જાય છે. પણ આ તો કર્મના ખેલ છે એમ માની ઉપશમરસમાં લીન બનવું જોઈએ.
સગર ચક્રીના ૬૦ હજાર પુત્રો મરણ પામ્યા ત્યારે ભયંકર આક્રંદન રૂદન કરવા લાગ્યા. મૂચ્છિત પણ થઈ ગયા. અને ભારે વિલાપ કરવા લાગ્યા આ ઈષ્ટ વિયોગ હતો.
સીતાજી રાવણના સંસર્ગમાં આવ્યા અને ઉપદ્રવોના ભોગ બન્યા પણ આવા અનિષ્ટ સંયોગોમાં એમણે જે સત્વ દાખવ્યું તે જોરદાર હતું જ્યારે સીતા ગર્ભવતી હતા અને રામે એમનો ત્યાગ કર્યો ત્યારબાદ જ્યારે રામસીતાનો મિલાપ થયો ત્યારે ઈષ્ટ પ્રાપ્તિમાં પણ સીતા વૈરાગ્યવાન હતા. રાજ્ય છોડી ચારિત્ર લીધું. ઈષ્ટ પ્રાપ્તિમાં પ્રાય ઃ આનંદ જ હોય છતાં કેવું નિર્લેપપણું !!!
માટે હે વિનય ! વિકલ્પોને જન્માવનાર આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને
છોડી દે.
संयमयोगैरवहितमानस - शुद्धया चरितार्थय कायम् । નાનામતઋષિને મુવને, નિશ્ચિનુ શુદ્ઘપથં નાયમ્, ॥ શૃણુ॥、 ॥
11
સંયમયોગો વડે જાગૃતિ અને મનની શુદ્ધિ વડે આ માનવ. દેહને સાર્થક કર, જુદા-જુદા મતની માન્યતાવાળા આ જગતમાં તું તારો પંચ નિશ્ચિત કરી લે.
ब्रह्मव्रतमङ्गीकुरु विमलम्, बिभ्राणं गुणसमवायम् ।
उदितं गुरुवदनादुपदेशम्, संगृहाण शुचिमिव रायम् ॥ श्रृणु० ॥ ६ ॥
ગુણોના સમૂહરૂપ નિર્મળહ્મવ્રતને ધારણ કર, ગુરુના મુખચી નીકળેલ પવિત્ર એવા ઉપદેશને ગ્રહણ કર !
ગ્રન્થકારશ્રી આત્માને શુદ્ધમાર્ગનો ઉપદેશ આપતાં જણાવે છે કે આ જગતમાં જુદી-જુદી માન્યતા ધરાવતા ઘણા પંથો છે.એના વાદ-વિવાદો અને
Page #210
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૯૭ વિતંડાવાદમાં જીવ ફસાઈ ગયો છે. મારું એ સાચું એવી પક્કડ થઈ ગઈ છે. પણ હકીકતમાં સાચું એ મારું એમ હોવું જોઈએ.
આવા એકાન્તવાદની માન્યતાવાળા ધર્મો માંથી મનની શુદ્ધિ જાગૃતિ અને સંયમના યોગો વડે શુદ્ધ માર્ગને જાણવાનો છે, તું તારો રસ્તો નિશ્ચિત કરી લે જો ભ્રમણામાં રહીશ તો પરિભ્રમણ ચાલુ જ રહેશે.
મોક્ષમાર્ગ જ શુદ્ધ માર્ગ છે.તેમ જાણ, તે જાણવા શાસ્ત્રનું અધ્યયન કરવું વ્રતોનું પાલન કરવું અને મોક્ષ માર્ગનું સતત ચિંતન કરવું.
શાસ્ત્રબુદ્ધિ દ્વારા કલ્યાણકારી માર્ગનું આરાધન કરવું જોઈએ. જ્યારે હરિભદ્ર સૂરિ બ્રાહ્મણ હતા અને ત્યારબાદ શ્રમણ બન્યા ત્યારે તેઓ બોલી ઉઠ્યા કે. ...
पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्य : परिग्रह :
વીર પ્રત્યે મને કોઈ પક્ષપાત નથી અને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી પણ જેનું વચન મને યુક્તિ સંગત લાગ્યું કે મેં ગ્રહણ કર્યું! આવી રીતે મોક્ષ માર્ગ ને વિચારી ને એ માર્ગ ગ્રહણ કરવો જોઈએ.
વળી. જેમાં સેંકડો ગુણો સમાયા છે, જે આરોગ્ય કરનાર છે.મનવચન-કાયાની શુદ્ધિ કરનાર છે. વીર્ય-શક્તિ સ્કૂર્તિને વધારનાર છે. એવા નિર્મળ બ્રહ્મચર્યને તું ધારણ કર.
જે બ્રહ્મવ્રતને ધારણ કરે છે તેને દેવતાઓ પણ સદા નમસ્કાર કરે : બ્રહ્મચારી ધૈર્યમૂર્તિ હોય છે. સાત્વિક હોય છે. સમાધિ સાધક હોય છે.
નારદમુનિનો આ એક ઉત્કૃષ્ટ ગુણ હતો જેના કારણે ગમે ત્યાં વિના સંકોચે જઈ શકતા હતા. અને આ ગુણથી જ સિદ્ધપદની પ્રાપ્તિ પણ સુલભ થઈ.
બ્રહ્મચર્યવ્રતની નવવાડોને પણ સમજીને તેમાં અતિચાર ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ. આ છે તેની નવ વાડો. !
(૧) વસતી - બ્રહ્મચર્યના પાલન માટે વસતી શુદ્ધ હોવી જોઈએ. જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસક ન હોય એવા પ્રકારની વસતીમાં વસવું.
(૨) કથાત્યાગ :-વિકથાઓ, કર્મકથાઓ તથા બ્રહ્મચર્યમાં ખામી આવે એવી વાતોનો ત્યાગ કરવો.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સંવર ભાવના (૩) નિષણા - એટલે આસન. બેસવાં ઉઠવા વિગેરેમાં વિવેક રાખવો તેમજ જે આસન પર પુરુષ બેઠો હોય તે આસન પર સ્ત્રી ત્રણ પ્રહર ન બેસી શકે. અને જે આસન (જગ્યા) પર સ્ત્રી બેઠી હોય એ જગ્યા ઉપર પુરુષ બે ઘડી ન બેસે.
(૪) ઈન્દ્રિયો - સ્ત્રીની ઈન્દ્રિયોના તથા અંગ-ઉપાંગ વિગેરેનું નિરીક્ષણ ન કરે.
(૫) શુક્યતર:-ભીંતના આંતરે સ્ત્રી-પુરુષની કામક્રીડાદિ સંભળાય તેવા સ્થાનનો ત્યાગ કરવો.
() પૂર્વ કીડીત - ગૃહસ્થ અવસ્થામાં કે અબ્રહ્મ અવસ્થામાં જે ક્રિીડાઓ કરી હોય, વિષય ભોગો ભોગવ્યા હોય તેનું સ્મરણ કરવું નહિ. તેને યાદ પણ કરવા નહીં. તેમજ બ્રહ્મમાં લીન બનવું.
© પ્રણિત આહાર ત્યાગ જેનાથી ભોગ વિષયો અને વિકારો વધે એવા પ્રકારનાં દૂધ, દહીં, ઘી અને સ્નિગ્ધ, મધુર તેમજ ભારે આહારનો ત્યાગ કરવો.
(૮) અતિ માત્રા આહાર ત્યાગ :જેમ ભારે આહારનો ત્યાગ કરવાનો છે તેમ વધારે પડતાં આહારનો પણ ત્યાગ કરવાનો છે. ઠાંસી ઠાંસીને જમવું નહીં. વધારે પડતાં ભોજન કરવાથી વિકારો પ્રદીપ્ત બને છે.
૯) વિભુષા ત્યાગ - બ્રહ્મચર્યમાં ખામી લાવનાર નવમા નંબરમાં આવે છે વિભુષા. વિભુષા એટલે શરીરની ટાપટીપ શોભા અને શણગાર તેનો ત્યાગ કરવો અને સાદાઈથી જીવન જીવવું.
આ પ્રમાણે બ્રહ્મચર્યની નવ વાડોનું પ્રતિપાલન કરવાથી આત્માવિશુદ્ધ બને છે. જે જે ઉપાયો દ્વારા બ્રહ્મની વિશુદ્ધિ થાય તે ઉપાયોનો અમલ કરવો જોઈએ. બ્રહ્મચર્ય એટલે આત્મામાં રમણતા.
બ્રહ્મચર્ય એટલે શિખરની સર્વોચ્ચતા.. તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કર.
બ્રહ્મચર્યની દઢતા માટે નિરંતર ગુરુના મુખેથી પવિત્ર એવા જિનવચનો સાંભળવા. જિનવાણીથી વિશુદ્ધિનો પ્રકર્ષ વધે છે. કેમકે વૃક્ષને પાણી મળે તો એ નવપલ્લવિત થાય એવી રીતે વ્રત રૂપી વૃક્ષને જિનવાણી રૂપી પાણી નિરંતર આપવું જોઈએ.
Page #212
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૧૯૯
संयमवाड्मयकुसुमरसैरति-सुरभय निजमध्यवसायम् । चेतनमुयलक्षप कृतलक्षण-ज्ञानचरणगुणपर्यायम् श्रृणु० ॥७॥
સંયમ અને શાસ્ત્રરૂપી ફૂલોથી તું તારાં મન: પરિણામોને મહેંકતા રાખ. જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણોના પર્યાયરૂપ આત્માને સારી રીતે ઓળખ. । वदनमलङ्करु पावनरसनम्. जिनचरितं गायं गायम् । सविनय शान्तसुधारसमेनम्, चिरं नन्द पायं पायम्, श्रृणु० ॥८॥
પરમાત્મા જિનેશ્વર દેવોનાં જીવન-કવનને ગાઈ ગાઈને મુખને અલંકૃત કર. તારી જીભને પાવન કર. વિનયની સાથે શાન્તરસનું વારંવાર પાન કર. સુદીર્ધ સમય સુધી તું પરમ આનંદને પ્રાપ્ત કર.
ગ્રન્થકાર ભગવંત છેલ્લી બે ગાથાઓમાં જણાવે છે કે સંયમ અને શાસ્ત્ર એ બે પુષ્પ છે. ફૂલની સુગંધથી વાતાવરણ મહેંકતું બની જાય છે. બસ એવી જ રીતે હે વિનય! તું તારા મન પરિણામને મઘમઘતાં કરી દે, તને બે પ્રકારના ફૂલો મળ્યાં છે. એક સંયમ અને બીજું શાસ્ત્ર.
સંયમ એટલે નિયંત્રણ, આત્માને નિયંત્રણમાં રાખવા માટે વ્રત, જપ, યમ અને નિયમ એ જરૂરી છે. જેનું જીવન સંયમિત હોય એનું જીવન સફળ જીવન છે. આ સંયમની પ્રાપ્તિ શાસ્ત્ર-બુદ્ધિ વગર થતી નથી. માટે શાસ્ત્રનું અધ્યયન, મનન ચિંતન અને પરિશીલન હોવું જોઈએ. કારણ કે ચિંતનના સાત ફળો બતાવ્યા છે.
(૧) વૈરાગ્ય (૨) કર્મક્ષય (૩) વિશુદ્ધ જ્ઞાન (૪) ચારિત્રના પરિણામ (૫) સ્થિરતા (૬) આયુષ્ય અને (૭) બોધિની પ્રાપ્તિ
શાસ્ત્ર એટલે આત્મા ઉપર અનુશાસન કરે અને આત્માનું રક્ષણ કરે આવા પ્રકારના શાસ્ત્રના અધ્યયનથી આત્માની અંદર રહેલાં ચોરી, જૂઠ, હિંસા વિગેરે દુર્ગુણો દૂર થાય છે. તેમજ આત્મા સુખ દુઃખવિગેરે તમામ ધન્દ્રથી દૂર થાય છે. તેમજ મુનિઓને તો શાસ્ત્ર એ જ ચહ્યું છે. જ્ઞાનસાર નામના ગ્રંથમાં કહ્યું છે કે ચર્મચક્ષને ધારણ કરનારાં બધાં જ છે. દેવતાઓને અવધિજ્ઞાન એ આંખ છે. સિદ્ધ ભગવંતોને સર્વજ્ઞપણું એ આંખ છે. પણ સાધુઓને તો શાસ્ત્ર એ જ આંખ છે. જ્ઞાનીઓ શાસ્ત્ર રૂપી આંખ વડે બધાં ભાવોને દેખે છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સંવર ભાવના શાસ્ત્રનું સતત મનન કરવાથી વૈરાગ્ય ભાવ પ્રદીપ્ત બને છે. આ પ્રમાણે શાસ્ત્ર અને સંયમરૂપી ફૂલો વડે મનનાં પરિણામો પવિત્ર બને છે. અને એથી કરીને જીવ સમૃદ્ધ થાય છે. માટે જ કહ્યું છે કે.
“ચારી વિચારવાળો શ્રીમંત. કાળા વિચારવાળો ગરીબ “ભોજન પચાવવા માટે હોજરી જોઈએ કલીને ભજન પચાવવા માટે હૃદય જોઈએ કુલીન”
શાસ્ત્ર અને સંયમના સુભગ સમન્વયથી હૃદયમાં પવિત્રતાનો પમરાટ થાય છે. શાસ્ત્રઅધ્યયન એ આત્મલક્ષી હોવું જોઈએ. એટલે જ ગ્રન્થકાર શ્રી જણાવે છે કે જ્ઞાન, ચારિત્ર વિગેરે ગુણોનાં પર્યાયરૂપ આત્મ સ્વરૂપને પણ જાણ. આત્મા સત્ ચિત્ત અને આનંદ સ્વરૂપમાં છે. આત્મા શુદ્ધ સ્વરૂપવાન
હ દે તે જામ સંસારનું મૂળ છે. હું આત્મા છે તે સત્ય મોક્ષનું મૂળ છે.
ઈદ્રિયો અને કષાયોના પરિવારવાળો લુબ્ધ, મોહાધીન આત્મા તે હું નથી. હું કોણ અને મારું શું? એ શોધવાનું છે. એનું આત્મજ્ઞાન થયું કે પૂર્ણતા પામ્યા જ સમજો, આત્મ ભેદજ્ઞાન મેળવવા માટે આત્માનાં જ છ કારકનો સંબંધ કરવો જોઈએ. જેમ કે
(૧) આત્મા સ્વતંત્ર રૂપે જ્ઞાન દર્શનમાં ક્રિીડા કરે છે. જાણવાનું સમજવાનું, જોવાનું અને પરખવાનું કામ આત્મા કરે છે. માટે આત્મા છતાં
(૨) જ્ઞાન, દર્શન વિગેરે પરિણામનું આશ્રયસ્થાન આત્મા છે. આથી આત્મા કર્મ છે. કેમ કે વ્યાકરણની દ્રષ્ટિએ જે પ્રાપ્ત કરવાનું હોય તે કર્મ કહેવાય.
(૩) ઉપભોગના માધ્યમથી જાણવાની ક્રિયામાં આત્મા ઉપકારક છે. માટે આત્મા કારણ છે.
(૪) આત્મા શુભ પરિણામનું દાન પાત્ર છે. માટે આત્મા સાંપ્રદાન છે.
(૫) જ્ઞાનાદિ પર્યાયોમાં પૂર્વ પર્યાયોનો નાશ થવાથી અને એટલે જ આત્મામાંથી એનો વિયોગ થવાથી આત્મા અપાદાન છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૨૦૧ (૬) સમસ્ત ગુણ પર્યાયોના આશ્રયભૂત આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્ર હોવાના કારણે આત્મા અધિકરણ છે.
વ્યાકરણના નિયમાનુસાર કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ છ એ રીતોમાં આત્મા ઘટે છે. આત્મા સર્વત્ર વ્યાપી છે. આવા આત્માનું સતત ચિંતન કરવું. જેથી કરીને આત્મા અને દેહનું ભેદજ્ઞાન દેઢ થાય. એટલે શરીર ઉપર આવતી આપત્તિઓ હસતાં મોઢે સહન કરી શકાય કેમકે આત્મા છેદાતો નથી, ભેદતો નથી, નાશ પામતો નથી અને મરતો નથી, એટલે શરીર પર આવેલી આપત્તિઓથી આત્માનું કંઈ બગડતું નથી.આ પ્રમાણે વિશુદ્ધ આત્મ સ્વરૂપનું ચિંતન કરવું. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ સંવર ભાવનાનું સમાપન કરતાં જણાવે છે કે જિનેશ્વર ભગવંતોના ચરિત્રોને ગાવાં જોઈએ. જિનેશ્વર પ્રભુના જન્મ, દીક્ષા વિગેરે કલ્યાણકોના માધ્યમથી એમનાં ચરિત્રો ગાવાં વડે મુખ અને જિલ્લાને પાવન કરવી.
યાદ રાખો, આપણે સંવર ભાવનાનું ચિંતન કરી રહ્યા છીએ. આત્માની અંદર પ્રવેશ કરતાં કર્મોને રોક્વા તેનું નામ સંવર. જિનેશ્વર પ્રભુનાં જીવન ચરિત્રોના શ્રવણથી વાંચનથી અને કથનથી આવતાં એવા કર્મોને રોકી શકાય છે. ગ્રન્થકાર ભગવંત આપણને પ્રેરણા કરે છે. જિન ચરિત્રોના ગાનથી તારા મોંઢાને અલંકૃત કર. તારી જીભને પાવન કર. જેથી કરીને તું શાંતિ, સમતા અને ઉપશમરસનું પાન કરી શકીશ. શાંત સુધારસનો આસ્વાદ માણી શકીશ. શાંત સુધારસના આસ્વાદથી લાંબા કાળ સુધી આનંદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સંવર ભાવનાનું ચિંતન પૂર્ણ થાય છે. સંવર ભાવનાને કેવી રીતે ભાવશો?
હું ક્યારે પરિગ્રહ છોડીશ. હું ક્યારે ઘર છોડીને અણગાર બનીશ.
હું ક્યારે અનશન કરી સમાધિ-મૃત્યુને વરીશ આ પ્રમાણેની ભાવના ભાવતાં ભાવતાં સુખ કે દુઃખમાં, લાભ કે અલાભમાં, પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં, જીવન કે મૃત્યુમાં, શત્રુ કે મિત્રમાં, માટી કે સુવર્ણમાં સમભાવને ધારણ કરવો જોઈએ. આ પ્રમાણ સંવર ભાવનાનું ચિંતન કરતાં કરતાં વહેલામાં વહેલી તકે જીવ પરમ પદને પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના.
ઉપાધ્યાયવિનયવિજયજીવિરચિત શાન્ત સુધારસગ્રન્થની આઠ ભાવનાનું વર્ણન આચાર્યશ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ. એ કરેલ તે સમાપ્ત થયું
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ટ
૩.
ટ
ટ
ટ
ટ
મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી વિરચિત
- શ્રી શાન્ત સુધારસ કાવ્ય ભાવના
શ્લોક સંખ્યા ગેય ગાથા પ્રસ્તાવના ૧. અનિત્ય ભાવના ૨. અશરણ ભાવના
સંસાર ભાવના ૪. એકત્વ ભાવના
અન્યત્વ ભાવના ૬. અશુચિ ભાવના ૭. આશ્રવ ભાવના ૮. સંવર ભાવના ૯. નિર્જરા ભાવના ૧૦. ધર્મપ્રભાવ ભાવના ૧૧. લોકસ્વરૂપ ભાવના ૧૨. બોધિદુર્લભ ભાવના
મૈત્ર્યાદિભાવ પ્રસ્તાવના ૧૩. મૈત્રી ભાવના ૧૪. પ્રમોદ ભાવના ૧૫. કરુણા ભાવના ૧૬. માધ્યસ્થ ભાવના
ઉપસંહાર - પ્રશસ્તિ
૦
૦
૦
૦
૦
દ
૧૦૬
૧૨૮
- ૧૦૬
શ્લોક ગેય ગાથા
- ૧૨૮ ૨૩૪ ગાથામય શ્રી શાંતસુધારસ કાવ્ય
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૩
| મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી) જન્મ
: વિ.સં. ૧૯૬૧ની આસપાસ કાળધર્મ : વિ. સં. ૧૭૩૮ માં રાંદેર (સુરત). માતાનું નામ
રાજેશ્રી પિતાનું નામ
તેજપાલ ગુરુનું નામ
ઉપાધ્યાયશ્રી કીર્તિવિજયજી શ્રદ્ધેય આચાર્યપ્રવર : શ્રી વિજયપ્રભસૂરિજી (ભગવાન મહાવીરની
૬રમી પાટે આવેલા આચાર્યશ્રી)
સર્જનયાત્રા ૦ ક્રમ' ગ્રંથનું નામ
શ્લોક સંખ્યા | ભાષા | વિષય અધ્યાત્મગીતા
૩૩૦ | ગુજરાતી | આધ્યાત્મ અહંન્નમસ્કાર સ્તોત્ર - | સંસ્કૃત પરમાત્મ સ્તવના આદિજિન વિનંતિ પ૭ગાથા | ગુજરાતી | પરમાત્મ સ્તવના આનંદ લેખ
૨૫૨ પદ્ય
| સંસ્કૃત | વિજ્ઞપ્તિ પત્ર આયંબિલની સઝાય ૧૧ ગાથા ગુજરાતી | તપ મહત્ત્વ ઈદૂત કાવ્ય ૧૩૧ શ્લોક સંસ્કૃત | સંદેશમય વિવરણ
ઈરિયાવહી' સઝાય | ર૬ ગાથા | ગુજરાતી | ક્રિયા વિવરણ ઉપધાન સ્તવન ૨૪ ગાથા | ગુજરાતી | ક્રિયા વિવરણ | કલ્પસૂત્ર સુબોધિકા ટીકા ૪૧૫૦ સંસ્કૃત | કલ્પસૂત્ર ઉપર વિસ્તૃત
ટીકા | ગુણસ્થાન ગર્ભિત
ગુજરાતી | આત્મવિકાસનું વીરસ્તવન
વિવરણ જિચેઈયથાવણ
પ્રાકૃત સવના જિનચોવીશી
૧૨૦ ગુજરાતી સ્તવના જિનપૂજન ચૈત્યવંદન ૧૨ ગુજરાતી | ક્રિયા વિવરણ ૧૪ જિન સહસ્ત્રનામ. ૧૪૯ સંસ્કૃત | પરમાત્મા પ્રભાવ
ધર્મનાથ સ્તવના ૧૩૮ ગુજરાતી | રૂપકાત્મક કાવ્ય નયકણિકા
સંસ્કૃત | જૈન ન્યાય (Logic) ૧૭ નેમનાથ બારમાસી
ગુજરાતી | બારમહિના વિવરણ ૧૮) નેમિનાથ ભ્રમર ગીતા
ગુજરાતી | ફાગુ કાવ્ય પ્રત્યાખ્યાન વિચાર
ગુજરાતી પચ્ચકખાણ વિચાર
૨૭.
૨૩
૩૯
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૪
1
( ૮૭.
2,
(કમ ગ્રંથનું નામ
શ્લોક સંખ્યા | ભાષા | વિષય ૨૦| પાંચ સમવાય સ્તવન
૫૮
ગુજરાતી | પંચ કારણ વિવરણ ૨૧પટ્ટાવલી સઝાય - ૭ર ગુજરાતી | શ્રમણ પરંપરા ૨૨ પુણ્યપ્રકાશ સ્તવન
ગુજરાતી | | આત્મ આરાધના | ભગવતી સૂત્ર સઝાય
ગુજરાતી સૂત્ર સ્તવના ૨૪ મરુદેવા માતા સક્ઝાય
ગુજરાતી | મરુદેવા સ્તવન ૨૫ લોકપ્રકાશ
૨૦૬૨૧ સંસ્કૃત | તત્ત્વજ્ઞાન ગાથા
(જૈન વિશ્વકોશ) ૨૬| વિજય દેવસૂરિ લેખ ૩૪ ગાથા | ગુજરાતી | વિજ્ઞપ્તિપત્ર ૨૭ વિજય દેવસૂરિ વિજ્ઞપ્તિ ૮૨ પદ્ય મિશ્ર સંસ્કૃત વિજ્ઞપ્તિપત્ર ૨૮) વિજય દેવસૂરિ વિજ્ઞપ્તિ
| ગુજરાતી | વિજ્ઞપ્તિપત્ર ૨૯| વિનયવિલાસ ૩૭ પદ્ય મિશ્ર હિન્દી અધ્યાત્મ
(૧૭૦
ગાથા.) વિહરમાન જિન વશી |૧૧૬ ગાથા | ગુજરાતી | સ્તવના ૩૧) વૃષભતીર્થપતિ સ્તવન ૬ ગાથા
સવના | શાંતસુધારસ ૨૩૪ પદ્ય
૧૬ ભાવના
વિવરણ | શાશ્વત જિન ભાસ J૩૫૦ ગાથા | ગુજરાતી| સ્તવના ૩૪શ્રીપાલ રાજા રાસ ૭૫૦ ગાથા | ગુજરાતી | | કથા જીવનચરિત્ર ૩૫ ષ ત્રિશન્જલ્પ સંગ્રહ ૭૫૦ ગાથા સંસ્કૃત | વાદવિવાદ ૩૬/ ષડાવશ્યક જીવન ૪૩ ગાથા | ગુજરાતી | ક્રિયા વિવરણ ૩૭સીમંધર ચૈત્યવંદન ૩ ગાથા ગુજરાતી | સ્તવન ૩૮ સૂરત ચૈત્ય પરિપાટી ૧૪ ગાથા ગુજરાતી | ઇતિહાસ વિવરણ
(૧૨૭
પંક્તિ ) ૩૪૦૦૦
૩૯, હેમ પ્રકાશ
| હેમ લઘુ પ્રક્રિયા
સંસ્કૃત | વ્યાકરણ
વ્યાકરણ
૨૫OO.
શ્રીપાલ રાસની રચના દરમિયાન ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજનો સ્વર્ગવાસ થઈ જાય છે. ત્યાર બાદ એમના સમકાલીન ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ શ્રીપાલ રાસની બાકીની ૫૦૦ ગાથાની રચના કરે છે અને એ રીતે વિનવિજયજીની છેલ્લી કૃતિ પૂર્ણ બને છે.
Page #218
--------------------------------------------------------------------------
________________ શિખGજુવારસા] શાંતિનો રંગ પીતા-પીતા સંભળાતો... શબ્દોનો ધબકાર ! રણકાર ! ઘુઘવે છે અહિં... આ નયનો મહિં.. અહિં શાંતિ છે... નિરવ શાંતિ છે..., સાગર છે... અને શાંત છે. રસની પ્યાલી છે આ...તો..., છલકે છે... દિનમાં દિવાળીની જેમ... જ રાત્રે ચાંદનીની જેમ... પી જાઓ...! ઘૂંટડે...ઘૂંટડે... પીધા પછી બોલી ઉઠશો ! હાશ...!