SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ અશુચિભાવના અપાવવાનું સામર્થ્ય છે તે તેનો પરમ સાર છે તેનું ચિંતન કર (૭) આ શરીરને મહાપુણ્યશાળી કહી શકાય તેવી કળાની બાબતમાં વિચાર કર અને આગમ રૂપી જળાશયને જાણીને શાન્ત સુધાના રસનો આસ્વાદ માણ (૮) આ શરીરમાં સ્ત્રીના બાર અને પુરૂષના નવ અશુચિ દ્રવ્યોથી નિરંતર ગંદકી ઝર્યા કરે છે. છતાં આપણે શરીરને સારું સુંદર ગણીએ છીએ. પવિત્ર માનીએ છીએ. ગ્રન્થકાર જણાવે છે કે આ તારી કોઈ નવી-વિચિત્ર પદ્ધતિ છે કેમકે નજર સામે ગંદકી દેખાય છે છતાં તમે તે જોવા તૈયાર નથી. વળી આ શરીરમાં તમે સારામાં સારા પદાર્થો નાંખશો તો પણ શરીર તેને પળવારમાં ગંદા કરી દેશે. નવા જ વસ્ત્રો પહેરેલા હોય પણ કલાકમાં તો પરસેવાથી ગંદા થઈ જાય છે, કોઈ પણ વસ્તુ શરીરના સંસર્ગમાં આવે છે તે જુગુપ્સનીય થઈ જાય છે. પવિત્રમાં પવિત્ર વસ્તુ શરીરને આપવામાં આવે તો પણ એ અપવિત્ર થઈ જાય છે. આવા શરીરનો મોહ રાખવો જોઈએ નહિ. શરીરને સાફસુફ કરવું, તેનો મોહ રાખવો, તંદુરસ્ત દેખાવા માટે દંભ કરવો વિગેરે અજ્ઞાનતા છે. માણસ જ્યારે મોહમાં તણાય છે ત્યારે તે હાસ્યાસ્પદ બને છે, ત્યારે તેને સારા-નરસાનું ભાન રહેતું નથી. એક પટેલ અને પટલાણી નાના એવા ગામડામાં રહે. એકવાર પટેલને કોઈ કામ પ્રસંગે શહેરમાં જવાનું થયું. પટેલ તો શહેરમાં પહોંચ્યા. અને એક બહુમાળી ઈમારત આગળ જઈ ઉભા રહ્યા ત્યાં તેમણે એક કૌતુક જોયું. તેઓ જ્યાં ઊભા હતા ત્યાં એક બંધ બારણાની કેબીન જેવું હતું. તેવામાં એક વૃદ્ધ બાઈ ત્યાં આવી. તેણે એ કેબીનનું કાળું બટન દબાવ્યું તો તેના બારણા જાદુઈ રીતે ખૂલી ગયાં, વૃદ્ધા એ કેબીનમાં ગઈ અને તરત જ તેના બારણા આપો આપ બંધ થઈ ગયાં. પટેલ તો આ દેશ્ય આશ્ચર્યથી જોઈ રહ્યાં હતાં. ત્યાં તો ફરી કેબીનનું બારણું ખુલ્યું અને તેમાંથી એક સ્વરૂપવાન સ્ત્રી નીકળી અને ટપ-ટપ કરતી ચાલી ગઈ. કેબીનના બારણા ફરી આપોઆપ બંધ થઈ ગયાં. પટેલ તો આ દેશ્ય આંખો ફાડી ફાડી જોઈ રહ્યા અને તેમણે મનમાં ને મનમાં કંઈક મનસુબો કર્યો. પટેલ ત્યાંથી ભાગ્યા અને પોતાના ઘરે પહોંચી ગયા. ઘેર જઈ પટલાણીને કહ્યું અને સાંભળે છે? જો હું શહેરમાં જઈ આવ્યો ત્યાં મેં
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy