________________
૧૬૯
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ અમે મોક્ષ માર્ગની સાધના કરીએ છીએ.
માટે કુગુરુની વાતમાં ન આવતાં એને બરાબર ઓળખી લેવા જોઈએ. અવિરતિ જીવને કરે ભારે -
અવિરતિ આશ્રવથી જીવાત્મામન વચન અને કાયાથી પાપન કરે, તો પણ પાપનું આગમન સતત ચાલુ જ રહે છે.
કેમકે અવિરતિ એટલે પાપનો પ્રવેશ ચાલુ જ. તમે કોઈ પાપ કરતાં ન હો પણ જો પાપની પ્રતિજ્ઞા ન કરી હોય તો એનું પાપ તો ચાલુ જ રહે છે એટલે જ વિવેકી શ્રાવકોએ ૧૪ નિયમ ગ્રહણ કરી પાપનો પ્રવેશ અટકાવવો. તમે માંસભક્ષણ દારૂ આદિનું સેવન કરતા નથી પણ એનોનિયમ ન હોય તો એનું પાપ લાગે છે.
જેમકે તમે મકાનમાં લાઈટ ફીટીંગ કરાવી કનેકશન લીધું હોય અને એક મહિના માટે બહાર ગામ જાઓ ત્યારે લાઈટ-પાણી -પંખા આદિ કશું જ ન વાપરવા છતાં બિલ આવે કે નહિ?
સભા - હા, બિલ તો આવે જ ને? કેમ? તમે વાપરતા નથી તો પણ! સભા - હા. કેમકે કનેકશન ચાલુ છે,
બસ એવી જ રીતે પાપનું પચ્ચકખાણ ન કરીએ તો પાપ ન કરવા છતાં પાપ લાગ્યા કરે. એટલે ખરેખર તો પ્રતિજ્ઞા કરવી-નિયમ ગ્રહણ કરવો ખૂબજ જરૂરી છે. વળી મિથ્યાત્વની સાથે જો અવિરતિ ભળે તો જીવ ભયંકર પાપી બની જાય કેમકે....
સમ્યક્તની સાથે અવિરતિ હોય તો જીવ માને કે પાપ છોડવા જેવું છે. પણ તે છોડી શક્તોનથી.
જ્યારે મિથ્યાત્વના ઉદય વખતે અવિરતિનો પણ ઉદય હોય તો તે પાપને પાપ તરીકે સ્વીકારતો જ નથી સમ્યગું દર્શન ચોથા ગુણસ્થાનકે હોય અને વિરતિ પાંચમાથી શરૂ થાય એટલે સમ્યગ્દર્શની જીવ માને ખરૂ કે પાપ છોડવા જેવું છે. પણ વિરતિનો પરિણામ ન હોવાથી છોડી શક્તો નથી. છતાં હૃદયમાં ત્યાગ-વિરતિ-મર્યાદા આદિ ગુણો જડબેસલાક ફીટ થઈ ગયા હોય છે. જેમકે કૃષ્ણ-શ્રેણીક જેવા રાજા સમ્યગુર્દષ્ટિ હોવા છતાં વિરતિના પરિણામ જાગતા ન હતા. છતાં એમના પરિવારને ખૂબજ હર્ષથી દીક્ષા આપતા હતા.