SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર ભાવના ૧૯૬ પણ પ્રભુ આવતા નથી. હૈયામાં પ્રભુજી ને પઘારાવવા હોય તો હૃદયને અતુચ્છ કરવું પડે છે. અને તો જ શાન્તરસની પ્રાપ્તિ જીવાત્માને થાય છે. માટે સંકલ્પ વિકલ્પને તિલાંજલિ આપી દે. ઈષ્ટનો સંયોગ થાય અને અનિષ્ટનો વિયોગ થાય ત્યારે જીવ મુંઝાઈ જાય છે. પણ આ તો કર્મના ખેલ છે એમ માની ઉપશમરસમાં લીન બનવું જોઈએ. સગર ચક્રીના ૬૦ હજાર પુત્રો મરણ પામ્યા ત્યારે ભયંકર આક્રંદન રૂદન કરવા લાગ્યા. મૂચ્છિત પણ થઈ ગયા. અને ભારે વિલાપ કરવા લાગ્યા આ ઈષ્ટ વિયોગ હતો. સીતાજી રાવણના સંસર્ગમાં આવ્યા અને ઉપદ્રવોના ભોગ બન્યા પણ આવા અનિષ્ટ સંયોગોમાં એમણે જે સત્વ દાખવ્યું તે જોરદાર હતું જ્યારે સીતા ગર્ભવતી હતા અને રામે એમનો ત્યાગ કર્યો ત્યારબાદ જ્યારે રામસીતાનો મિલાપ થયો ત્યારે ઈષ્ટ પ્રાપ્તિમાં પણ સીતા વૈરાગ્યવાન હતા. રાજ્ય છોડી ચારિત્ર લીધું. ઈષ્ટ પ્રાપ્તિમાં પ્રાય ઃ આનંદ જ હોય છતાં કેવું નિર્લેપપણું !!! માટે હે વિનય ! વિકલ્પોને જન્માવનાર આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને છોડી દે. संयमयोगैरवहितमानस - शुद्धया चरितार्थय कायम् । નાનામતઋષિને મુવને, નિશ્ચિનુ શુદ્ઘપથં નાયમ્, ॥ શૃણુ॥、 ॥ 11 સંયમયોગો વડે જાગૃતિ અને મનની શુદ્ધિ વડે આ માનવ. દેહને સાર્થક કર, જુદા-જુદા મતની માન્યતાવાળા આ જગતમાં તું તારો પંચ નિશ્ચિત કરી લે. ब्रह्मव्रतमङ्गीकुरु विमलम्, बिभ्राणं गुणसमवायम् । उदितं गुरुवदनादुपदेशम्, संगृहाण शुचिमिव रायम् ॥ श्रृणु० ॥ ६ ॥ ગુણોના સમૂહરૂપ નિર્મળહ્મવ્રતને ધારણ કર, ગુરુના મુખચી નીકળેલ પવિત્ર એવા ઉપદેશને ગ્રહણ કર ! ગ્રન્થકારશ્રી આત્માને શુદ્ધમાર્ગનો ઉપદેશ આપતાં જણાવે છે કે આ જગતમાં જુદી-જુદી માન્યતા ધરાવતા ઘણા પંથો છે.એના વાદ-વિવાદો અને
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy