SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ધ્યેય માટે પ્રયત્નશીલ બનવું (ગતિ) અને પાંચમા નંબરમાં ઉમદા દિશામાં ઉપયોગ. આમ પાંચ વિચારો વડે અરિહંતાદિ ઉમદા ધ્યેય તરફ ગતિ કરીને શાન્તરસનું પાન કરવાથી અશાંત ચિત્ત શાન્ત બને છે, પ્રસન્ન બને છે, નિર્ભય બને છે. માટે વારંવાર અશરણ ભાવનાનું ચિંતન તેમજ શરણાગતિનું ધ્યાન કર્યા કરો. એમ કરવાવારા છેવટે જીવ શાશ્વત સુખની મંઝીલે પહોંચવા સમર્થ બની શકશે. એજ. તિપનો પ્રભાવ નારકીનો જીવ એકસો વર્ષ સુધી અકામ નિર્જરા વડે જેટલા કર્મ ખપાવે છે તેટલા કર્મ એક નવકારશીના પચ્ચખાણથી ખપે છે. તેજ પ્રમાણે પરિસીના પચ્ચખાણથી ૧૦૦૦ વર્ષના પાપ, સાઢ પોરિસીના પચ્ચખાણથી ૧૦ હજાર વર્ષના પાપ ટળે, પુરિમટ્ટના પચ્ચકખાણથી એક લાખ વર્ષના પાપકર્મ નષ્ટ થઈ જાય, એકાસણાથી ૧૦ લાખ વર્ષના પાપ નાશ થઈ જાય, નિવિના તપથી કોડવરસના પાપ જાય, એકલ ઠાણાથી દશ ક્રોડ વરસના પાપ ખપે. ૧દત્તિથી (એક જ વાર પાત્રમાં જેટલું આવ્યું હોય તેટલું જ ભોજન કરવું) ૧૦૦ ક્રોડ વરસના પાપ જાય આયંબિલના તપથી ૧૦૦૦ ક્રોડ વરસના પાપ નષ્ટ પામે, ૧ ઉપવાસથી દશહજાર કોટી વરસના, છઠ્ઠ કરવાથી એક લાખ કોટી વરસ અને અઠ્ઠમ કરવાથી દશ લાખ ક્રોડ વરસના પાપ નાશ પામે છે પછી એક - એક ઉપવાસ વધારવાથી તેના ફળમાં પણ દશ ગણો વધારો કરવો.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy