SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર ભાવના ઉ ઉ સંસાર ભાવના છે इतो लोभ : क्षोभं जनयति दुरन्तो दव इवो लसंल्लाभोम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति मृगतृष्णेव विफला, कथं स्वस्थै : स्थेयं विविध भयभीमेभववने ॥१॥ શાન્તસુધારસ ગ્રન્થમાં આપણે બે ભાવનાનું વિવેચન કર્યું. જે જીવો અશરણ હોય છે તે જીવો સંસારમાં ભટકે છે. માટે હવે વિનય વિજયજી મહારાજા ત્રીજી સંસાર ભાવના ભવ્ય જીવોને સમજાવી રહ્યા છે. સંસાર એટલે ભયંકર ભવન-ધનધોર જંગલ છે. આ સંસાર વનમાં લોભનો દાવાનળ ભડકે બળી રહ્યો છે. તેને શાન્ત કરવો કેમેય કરી શકાય નહીં લાભ પ્રાપ્તિના લાકડાથી આ દાવાનળ પ્રદીપ્ત બની રહ્યો છે. બીજી તરફ ઈજિયોની તૃષ્ણા-વિષય લાલસા મૃગતૃષ્ણાની જેમ નિષ્ફળ હોવા છતાં જીવોને પીડે છે આવા સંસારમાં સ્વસ્થ કેવી રીતે રહેવાય? જ્યારે ચારે બાજુ ભુતાવળના ડાકલા વાગતા હોય, દાવાનળથી આખુંય જંગલ ભડભડ થતું હોય ત્યારે અંદર રહેલ વ્યક્તિની પરેશાનીનો કોઈ પાર રહેતો નથી. બસ આ સંસાર પણ વિચિત્રતાથી ભરપુર છે માટે જ કહ્યું છે કે “સડસડતા સંસાર કરતા બળબળતો રંડાપો સારો” આ સંસારમાં લોભનો દાવાનળ છે. લોભને અહિં દાવાનળની ઉપમા આપી છે. ભવને જંગલની ઉપમા આપી છે. દાવાનળ કદી બુઝાતો નથી. "ધી લાકડા મળ્યા કરે છે ત્યાં સુધી દાવાનળ સળગ્યા જ કરે છે લોભને તૃષ્ણા રૂપી લાકડાનો પુરવઠો મળે છે. જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય અને લોભથી સર્વનાશ થાય છે માટે જ વાચકશ્રેષ્ઠ શ્રી ઉમાસ્વાતિ ભગવંતે પ્રશમરતિમાં કહ્યું છે. क्रोधात् प्रीति विनाशं मानात् विनयोपधातमाप्नोति शाठयात् प्रत्यहानि सर्व गुण विनाशनं लोभात् અર્થાતુ - ક્રોધથી પ્રીતિનો નાશ, માનથી વિનયનો નાશ, માયાથી પોતાને જ નુકશાન અને લોભથી સર્વગુણનો નાશ થાય છે.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy