SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સંવર ભાવના શાસ્ત્રનું સતત મનન કરવાથી વૈરાગ્ય ભાવ પ્રદીપ્ત બને છે. આ પ્રમાણે શાસ્ત્ર અને સંયમરૂપી ફૂલો વડે મનનાં પરિણામો પવિત્ર બને છે. અને એથી કરીને જીવ સમૃદ્ધ થાય છે. માટે જ કહ્યું છે કે. “ચારી વિચારવાળો શ્રીમંત. કાળા વિચારવાળો ગરીબ “ભોજન પચાવવા માટે હોજરી જોઈએ કલીને ભજન પચાવવા માટે હૃદય જોઈએ કુલીન” શાસ્ત્ર અને સંયમના સુભગ સમન્વયથી હૃદયમાં પવિત્રતાનો પમરાટ થાય છે. શાસ્ત્રઅધ્યયન એ આત્મલક્ષી હોવું જોઈએ. એટલે જ ગ્રન્થકાર શ્રી જણાવે છે કે જ્ઞાન, ચારિત્ર વિગેરે ગુણોનાં પર્યાયરૂપ આત્મ સ્વરૂપને પણ જાણ. આત્મા સત્ ચિત્ત અને આનંદ સ્વરૂપમાં છે. આત્મા શુદ્ધ સ્વરૂપવાન હ દે તે જામ સંસારનું મૂળ છે. હું આત્મા છે તે સત્ય મોક્ષનું મૂળ છે. ઈદ્રિયો અને કષાયોના પરિવારવાળો લુબ્ધ, મોહાધીન આત્મા તે હું નથી. હું કોણ અને મારું શું? એ શોધવાનું છે. એનું આત્મજ્ઞાન થયું કે પૂર્ણતા પામ્યા જ સમજો, આત્મ ભેદજ્ઞાન મેળવવા માટે આત્માનાં જ છ કારકનો સંબંધ કરવો જોઈએ. જેમ કે (૧) આત્મા સ્વતંત્ર રૂપે જ્ઞાન દર્શનમાં ક્રિીડા કરે છે. જાણવાનું સમજવાનું, જોવાનું અને પરખવાનું કામ આત્મા કરે છે. માટે આત્મા છતાં (૨) જ્ઞાન, દર્શન વિગેરે પરિણામનું આશ્રયસ્થાન આત્મા છે. આથી આત્મા કર્મ છે. કેમ કે વ્યાકરણની દ્રષ્ટિએ જે પ્રાપ્ત કરવાનું હોય તે કર્મ કહેવાય. (૩) ઉપભોગના માધ્યમથી જાણવાની ક્રિયામાં આત્મા ઉપકારક છે. માટે આત્મા કારણ છે. (૪) આત્મા શુભ પરિણામનું દાન પાત્ર છે. માટે આત્મા સાંપ્રદાન છે. (૫) જ્ઞાનાદિ પર્યાયોમાં પૂર્વ પર્યાયોનો નાશ થવાથી અને એટલે જ આત્મામાંથી એનો વિયોગ થવાથી આત્મા અપાદાન છે.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy