SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ શૌરીપુરી નગરીમાં તપસ્વી સાધ્વીજી ભગવંત પધાર્યા. એમની અમી ભરી દ્રષ્ટિ ને પામી ને કુબેરદત્તા ધન્ય બની ગઈ. સંસારનો ત્યાગ કરી શ્રમણી બની ગઈ. કરેલ પાપનો પશ્ચાતાપ અને તીવ્ર તપના પ્રભાવે નિર્મળ એવું અવધિજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. - આ તરફ કુબેરદત્તવિચાર કરે છે કે આ ગામમાં હવે રહેવું સારું લાગતું નથી. કેમકે ઘર ઘરમાં મારી વાત થાય છે. “બેન વરીને બેન ભોગવી” માટે અન્યત્ર જવું એજ સલામત છે. આવો વિચાર કરીને એક વખત શૌરીપુરી નગર છોડીને ભાગ્ય અજમાવવા મથુરા નગરીમાં પહોંચી ગયો. ભાગ્યની બલિહારી પણ અજીબોગરીબ છે. મથુરા નગરીમાં યોગાનુયોગ કુબેરસેના વેશ્યાને ત્યાં જ ઉતરે છે. એને ખબર નથી કે આ મારી માતા.... હા....જન્મદાતા મા છે. કુબેરસેના પણ જાણતી નથી કે આ મારો દીકરો છે. અને છેવટે બન્ને જણ સાથે રહેતા અરસ પરસ પરણી ગયા. મા બને છે પત્ની, દીકરો બને છે પતિ, આને કહેવાય કર્મની કમાલ. સંસારનું સુખ ભોગવતા જન્મ થાય છે. એક બાળકનો. બન્નેનો લાડકો અને પ્યારો બાળક છે. આમ કેટલોક સમય વીતી જાય છે. અને એક સમય આવે છે. પરિવર્તનનો. કુબેરદત્તા સાધ્વીજી કે જેમને અવધિજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત થયો છે એ પ્રકાશમાં પોતાનો ભૂતકાળ દેખે છે. એનો જન્મ... મથુરાનગરી અને માતાનો પરિચય મેળવે છે. અત્યારે માતા શું કરે છે? ભાઈ શું કરે છે? એ દ્રશ્ય જોતાં જ સંસારની વિષમતા અને ભીષણતા જોઈ કમકમા આવી ગયા આ શું? માતાની સાથે જ વિલાસ, માતા-દિકરો જ પતિ પત્ની. રે અજ્ઞાનતા! શી તારી કમાલ મારે વહેલી તકે ત્યાં જવું જરૂરી છે અને આ અકાર્યથી એમને પાછા વાળવા જરૂરી છે. છેવટે ગુરૂણીજીની આજ્ઞા મેળવી કુબેરદત્તા સાધ્વીજી વેશ્યાને ત્યાં આવી અને ઉતારાની વ્યવસ્થા માંગી. સરલ હૃદયથી વેશ્યાએ પણ ઉતરવા માટે થોડો ભાગ ફાજલ કરી આપ્યો. સાધ્વીજી ત્યાં ઉતર્યા અને જ્ઞાન-ધ્યાનતપમાં મગ્ન બની સમજાવવાનો મોકો શોધે છે. તે વેળા કુબેરદત્ત બહાર ગયો હોય છે. કુબેરસેના અંદર કામ કરતી હોય છે. બહાર ઘોડીયામાં સુતેલ બાળક એકાએક જાગીને રડવા લાગ્યો. આ તક સાધ્વીજીએ ઝડપી લીધી અને બાળક પાસે આવીને ઉતાવળે ઉતાવળે બોલે છે કે હે બાળક તું છાનો રહી જા. કેમ રડે છે? રડ નહિ. જો
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy